More

બાળપણ

જ્ઞાન પહેલાનું જીવન:

પરમ પૂજ્ય દાદાશ્રી નો જન્મ તા. ૭ નવેમ્બર ૧૯૦૮ માં ગુજરાત રાજ્યનાં તરસાળી ગામમાં થયો હતો. એક બાળક તરીકે તેઓ વિશેષ ગુણો ધરાવતા હતા. એમની વિચારસરણી પૂર્ણ વિકસિત અને એમની ઉમરથી પર હતી. એમની આગવી પ્રતિભા અંશતઃ એમના પોતાના વ્યકિતત્વ અને અંશતઃ એમના ઊંચા માતાનાં સંસ્કારોના સિંચનના કારણે હતી.

બાળપણ:

Dada Bhagwan

એમના સંસ્કારી માતા, ઝવેરબાએ  નાના 'ગલો' માં અહિંસા, ઉદારતા અને અનુકંપાના ગુણો બાળપણથી જ સિંચ્યા હતાં. એકવાર સ્કુલમાં એમને એક છોકરાની સાથે ઝઘડો થયો અને તેને માર્યુ હતુ. તેમની માતાએ તેમને શીખવાડ્યું કે,'તું માર ખઇને આવજે, પણ કોઇ દહાડો કોઇને મારીને ના આવીશ' એમનાં ઘા પર દવા લગાડતા તેમણે કહ્યુ કે, 'જરા વિચાર તો કર પેલા બિચારા છોકરાને ઘાવને લીધે કેટલું સહન કરવું પડતું હશે અને તેની માતાને કેટલું દુઃખ થતું હશે'('આ એને લોહી નીકળ્યું એવું તને મારે ને લોહી નીકળે તો મારે તારી દવા કરવી પડે ને? અત્યારે પેલાની માને દવા કરવી પડતી હશે ને? અને કેટલું રડતો હશે ! બિચારો! એને કેટલું દુઃખ થતું હશે !')

એકવાર તેમણે માતા પાસે ફરિયાદ કરી કે, મને માકણ કરડે છે, ત્યારે તેણીએ કહ્યું કે, 'ભઈ, મને પણ કૈડે તો ખરાં. પણ એ ઓછું કંઇ ફજેટિયું (ટિફિન) લઇને આવે છે, કે વધારાનું પોતાની સાથે લઇ જાય. એતો પોતાના ભાગનું જમી ને પછી ચાલી જાય'

Dada Bhagwan

એકવાર ગણિતનો દાખલો શીખતાં તેમણે ભગવાનને શોધી કાઢયા. અમારે ગણિતના દાખલામાં બધી રકમોમાંથી નાનામાં નાની રકમ અવિભાજ્ય રકમ (લઘુતમ સાધારણ અવયવ) શોધી કાઢવાની હતી. તે મેં તેના પરથી તરત જ ભગવાન શોધી કાઢેલા. આ બધી રકમો (જીવો) જ છે ને !બધામાં પણ "ભગવાન" અવિભાજ્ય સ્વરૂપે રહેલા છે. એટલે આ બધી રકમોમાં (જીવોમાં) અંદર અવિભાજ્યરૂપે, કોમન ફેક્ટર તરીકે જે લઘુતમ ભાવે બેઠા હોય, તે ભગવાન જ હોય ને ! જીવમાત્રની અંદર અવિભાજ્ય સ્વરૂપે ભગવાન રહેલા છે, વેધર વિઝીબલ ઓર ઇનવિઝીબલ.

તેઓ બાર વર્ષનાં હતા ત્યારે તેમની કંઠી તુટી ગઇ. નવી કંઠી બંધાવવા માટે ગુરુ પાસે જવાની ના પાડતાં તેમણે કહ્યું કે, "જે પ્રકાશ ધરે તે ગુરુ. તેઓ પ્રત્યક્ષ મને જો પ્રકાશ ના ધરે, તો મારે એવી કંઠીઓ બંધાવવીનથી."

તેમનો સ્વભાવ પરગજુ (ઓબ્લાઇઝીંગ નેચર) હતો, બીજાને હમેંશા પોતાની આગળ કરતાં અને બીજાને મદદ કરવા હમેંશા તત્પર રહેતા. મિત્રોની સાથે રમવાનાં બદલે તેઓ નજીકનાં આશ્રમમાં સંતપુરુષોની સેવા કરવા માટે જતાં. એમની સેવાથી ખુશ થઇને, એક સંતપુરુષે એમને કહ્યું કે, "જા બચ્ચા ભગવાન તુમકુ મોક્ષ મેં લે જાયેગા." આ સાભળીને તુરંતજ અંબાલાલે કહ્યું કે, "જો  ભગવાન મોક્ષે લઇ જતાં હોય તો એવો મોક્ષ મારે જોઇતો નથી, તો પછી તેઓ મારા ઉપરી થયા. જો ભગવાન મોક્ષ અપાવે તો પાછો લઇ પણ શકે ! મોક્ષ એટલે કોઇ ઉપરી નહીં અને કોઈ અંડરહેંડ નહીં"  તે સમયે તેમની ઉંમર તેર વર્ષ  હતી.

×
Share on