Live in The Present
When you remain in the present, you are always happy. After Self Realization, your awareness of the pure Soul will help you to always remain in the present.
અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
એક દિવસમાં ૨૪ કલાક અને ૧૪૪૦ મિનીટ અને ૮૬૪૦૦ સેકન્ડ હોય છે. તો શું તમે કહી શકો છો કે આજે તમે કેટલી મિનીટ કે સેકંડ વર્તમાનમાં રહ્યા? સારું, તો શું તમે ગેરંટી સાથે એવું કહી શકો છો કે, આજના દિવસની મોટા ભાગની ક્ષણો જીવ્યા છો? તુરંત જ મળતો 'ના' જવાબ કદાચ તમારા માટે વર્તમાનમાં રહેવાની શરૂઆત છે. અને આવું છે કારણ કે તમને આ બાબતની જાગૃતિ છે. અને વર્તમાનમાં રહેવા માટે આજ જાગૃતિની જરૂર છે.
હકીકત એ છે કે ઘણો ખરો સમય આપણે ભૂતકાળ વિશે વિચારીએ છીએ, અથવા તો ભવિષ્યની ચિંતા કરીએ છીએ (માં ડૂબેલા હોઈએ છીએ). વર્તમાન ક્ષણોમાં આપણા માટે શું છે તે આપણે જોતા જ નથી, કારણ કે આપણું ધ્યાન ભૂતકાળ અને ભવિષ્યની વચ્ચે ઝોલા ખાતું રહે છે. આપણે જમતી વખતે ધંધા ના સોદા અથવા થોડા દિવસમાં આવી રહેલી પરિક્ષા વિશે વિચારીએ છીએ..એવી જ રીતે વાહન હંકારતી વખતે આપણામાંના મોટાભાગના એવું વિચારીએ છીએ કે, 'આવું શા માટે બન્યું?' કદાચ આજ આપણા ઉદાસ અને તનાવ યુક્ત હોવાનું સૌથી મોટું કારણ છે. તો શા માટે આપણે ભૂતકાળ કે ભવિષ્યમાં રહેવાનું ચાલુ રાખીએ? આમાંથી બહાર કેવી રીતે નીકળવું?
ખરેખર વર્તમાનમાં રહેવું એટલે શું? વર્તમાનમાં રહીને આપણે કેવી રીતે ખુશ રહી શકીએ? ભવિષ્યના વિચારો અને ભૂતકાળની યાદ કે જે સતત આવ્યા જ કરે છે તેને સાથે કેવી રીતે વર્તવું? આવા જ પ્રશ્નોના વૈજ્ઞાનિક ઉકેલ અને સાથે વર્તમાનમાં રહેવાની કેટલીક સરળ ચાવીઓ મેળવો અક્રમ માર્ગના જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાભગવાને પ્રબોધેલા વિજ્ઞાન દ્વારા.
subscribe your email for our latest news and events