• question-circle
 • quote-line-wt

શીખો ક્લેશ રહિત જીવન જીવવાનું

આ જીવનનો ધ્યેય શો છે? સહુ કોઈ જીવન તો જીવી જાય છે, પણ ખરું જીવન તેને જીવાયું કહેવાય કે જે જીવન ક્લેશ વિનાનું હોય !

પતિ-પત્ની અતિ અતિ પ્યારો-પ્યારી હોવા છતાં અતિ અતિ ક્લેશ એ બંનેમાં જ જોવા મળે છે. આ ક્લેશમય જીવનનું મુખ્ય કારણ જ અણસમજણ ! ઘરમાં મા-બાપ છોકરાં વચ્ચેની કચકચનો અંત સમજણથી જ આવે.

ક્યાંથી સાસુ-વહુ જોડેનો વ્યવહાર, ધંધામાં શેઠ-નોકર કે વેપારી-વેપારી કે ભાગીદારો સાથેના વ્યવહારને કે બીજા કોઈ પણ સાથે ના વ્યવહારને પણ કલેશરહિત કેમ જીવવો તેની ચાવીઓ મળે?

ચાવીરૂપ જવાબો શોધવા માટે આ વેબ પેઈજ પર આગળ વાંચો.

ક્લેશથી મુક્તિ

લોકો આ કાળમાં આર્થિક, શારીરિક, માનસિક મુશ્કેલીઓ અનુભવે છે. ચિંતા અને ટેન્શનમાં મનુષ્યો જાનવરગતિ બાંધે છે, ખરાબ કે સારો સમય તો આવે છે અને જાય છે પરંતુ ખરાબ સંજોગો વખતે આપણી હિંમત હશે તો એનું સોલ્યુશન આવી જશે. એ માટેની સમજણ માટે ક્લિક કરો.

play
previous
next

Top Questions & Answers

 1. Q. દુઃખ ખરેખર શું છે?

  A. દુઃખ કોને કહેવાય ? આ શરીરને ભૂખ લાગે ત્યાર પછી ખાવાનું આઠ કલાક-બાર કલાકમાં ના મળે ત્યારે દુઃખ ગણાય.... Read More

 2. Q. બાળકોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો?

  A. પ્રશ્નકર્તા : દાદા, ઘરમાં છોકરાં-છોકરીઓ ગાંઠતાં નથી, હું ખૂબ વઢું છું તો ય કઇ અસર થતી... Read More

 3. Q. આપણા શબ્દો બાળકોને દુઃખી કરે છે....તો બાળકો સાથે કેવી રીતે વર્તવું?

  A. આ કાળમાં ઓછું બોલવું એના જેવું એકે ય નથી. આ કાળમાં બોલ પથ્થર જેવા વાગે એવા નીકળે છે, અને દરેકના એવા... Read More

 4. Q. બાળકોને સુધારવા માટે તેમને કેવી રીતે ઠપકો આપવો કે ટૈડકાવવા?

  A. પ્રશ્નકર્તા : સુધરેલાની વ્યાખ્યા ?  દાદાશ્રી : સામા માણસને તમે વઢો તો ય એને એમાં પ્રેમ દેખાય. તમે... Read More

 5. Q. મારે મારી પત્ની સાથે ખૂબ મોટો ઝઘડો થઈ ગયો છે, તો તેમાં કોની ભૂલ છે?

  A. પ્રશ્નકર્તા : કેટલાક એવા હોય છે કે આપણે ગમે તેટલું સારું વર્તન કરીએ તો ય તે સમજતા નથી.  દાદાશ્રી :... Read More

 6. Q. સામો માણસ સામેથી ઝઘડવા માટે જ આવે તો મારે શું કરવું જોઈએ?

  A. પ્રશ્નકર્તા : આપણે ક્લેશ ના કરવો હોય પણ સામો આવીને ઝઘડે તો શું કરવું ? એમાં એક જાગ્રત હોય પણ... Read More

 7. Q. સ્ત્રી અને પુરુષ વચ્ચેનાં મતભેદ નો છેલ્લો ઉપાય શો છે?

  A. આ રોટલા ને શાક માટે શાદી કરવાની. ધણી જાણે કે હું કમાઇ લાવું, પણ આ ખાવાનું કરી કોણ આપે ? બાઇ જાણે કે... Read More

 8. Q. મતભેદને કેવી રીતે ઉકેલી શકાય?

  A. જેને 'એડજસ્ટ' થવાની કળા આવડી એ દુનિયામાથી મોક્ષ તરફ વળ્યો. 'એડજસ્ટમેન્ટ' થયું એનું નામ જ્ઞાન. જે... Read More

 9. Q. હું વિરોધી વિચારશ્રેણી વાળા પતિ અથવા પત્ની સાથે વ્યવહાર કેવી રીતે કરું?

  A. અમે તો એટલું જાણીએ કે આ ઝઘડ્યા પછી 'વાઇફ'ની જોડે વહેવાર જ ના માંડવાનો હોય તો જુદી વાત છે. પણ ફરી... Read More

 10. Q. મતભેદ ઉકેલવામાં ખરા હૃદયપૂર્વકની ભાવનાનું શું મહત્વ છે?

  A. પ્રશ્નકર્તા : સામાનું સમાધાન કરવાનો આપણે પ્રયત્ન કરીએ, પણ તેમાં પરિણામ જુદું આવવાનું એવી આપણને ખબર... Read More

 11. Q. જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?

  A. દાદાશ્રી : આ ધંધો શેને માટે કરો છો ?  પ્રશ્નકર્તા : પૈસા કમાવવા.  દાદાશ્રી : પૈસા શેને માટે... Read More

 12. Q. આદર્શ ધંધો કોને કહેવાય? અને તેની મર્યાદા શું છે?

  A. ધંધો કયો સારો કે જેમાં હિંસા ના સમાતી હોય, કોઇને આપણા ધંધાથી દુઃખ ના થાય. આ તો દાણાવાળાનો ધંધો હોય... Read More

 13. Q. ધંધાના જોખમોથી ચેતો, પરંતુ નિર્ભય રહીને.

  A. દરેક ધંધા ઉદય-અસ્તવાળા હોય છે. મચ્છર ખૂબ હોય તો ય આખી રાત ઊંઘવા ના દે અને બે હોય તો ય આખી રાત ઊંઘવા... Read More

 14. Q. આજકાલ જો વ્યક્તિ પ્રામાણિકતાથી ધંધો કરવા જાય તો, તેને ખોટ જાય એવું શા માટે?

  A. પ્રશ્નકર્તા : આજકાલ પ્રામાણિકપણે ધંધો કરવા જાય તો વધારે મુશ્કેલી આવે, એ કેમ એમ? દાદાશ્રી :... Read More

 15. Q. મને મારા ધંધાની બહુ ચિંતા થાય છે. આ ચિંતા બંધ કેવી રીતે થાય?

  A. દાદાશ્રી : ચિંતા થવા માંડે કે સમજો કે કાર્ય બગડવાનું છે. વધારે ચિંતા ના થાય તો સમજવું કે કાર્ય... Read More

 16. Q. ગ્રાહકો નહી તો ધંધો નહી, તો મારે શું કરવું જોઈએ?

  A. ઘરાકીના પણ નિયમ છે !    પ્રશ્નકર્તા : દુકાનમાં ઘરાક આવે એટલા માટે હું દુકાન વહેલી ખોલું ને મોડી... Read More

 17. Q. અમારી પાસે પૈસા ઘણા છે પરંતુ ઘરે શાંતિ નથી?

  A. મુંબઇમાં એક ઊંચા સંસ્કારી કુટુંબનાં બેનને મેં પૂછયું કે, 'ઘરમાં ક્લેશ તો નથી થતો ને ?' ત્યારે એ બેન... Read More

 18. Q. દેવું ચૂકવવાની દાનતમાં ચોખ્ખા રહો.

  A. પ્રશ્નકર્તા : ધંધામાં બહુ ખોટ ગઇ છે તો શું કરું ? ધંધો બંધ કરી દઉં કે બીજો કરું ? દેવું ખૂબ થઇ ગયું... Read More

 19. Q. સત્તાનો દુરુપયોગ કેટલો જોખમી છે?

  A. આ તો સત્તાવાળો હાથ નીચેનાને કચડ કચડ કરે છે. જે સત્તાનો દુરૂપયોગ કરે છે તે સત્તા જાય ને ઉપરથી માનવ... Read More

 20. Q. ‘અન્ડરહેન્ડ’નું રક્ષણ શા માટે કરવાનું?

  A. પ્રશ્નકર્તા : દાદા, શેઠ મારાથી બહુ કામ લે છે ને પગાર થોડો આપે છે ને ઉપરથી ટૈડકાવે છે.  દાદાશ્રી :... Read More

Spiritual Quotes

 1. મનુષ્યનો અવતાર શેને માટે છે ? પોતાનું આ બંધન, કાયમનું બંધન તૂટે એ હેતુ માટે છે, 'એબ્સોલ્યુટ' થવા માટે છે અને જો આ 'એબ્સોલ્યુટ' થવાનું જ્ઞાન પ્રાપ્ત ના થાય તો તું પારકાના હારુ જીવજે.
 2. બહારની વઢવાડ એકાવતારી હોય અને અંદરની વઢવાડ સો-સો અવતાર. લાખ-લાખ અવતાર સુધી ચાલ્યા કરે !
 3. ખરી રીતે દુનિયા જીતવાની નથી, ઘર જીતવાનું છે.
 4. ક્લેશરહિતનું મન થયું તે 'મોક્ષ'. ક્લેશ સાથેનું મન તે 'સંસાર'.
 5. ક્લેશરહિત જીવન જીવવું એ જ ધર્મ છે. હિન્દુસ્તાનમાં અહીં સંસારમાં જ પોતાનું ઘર સ્વર્ગ થશે તો મોક્ષની વાત કરવી, નહીં તો મોક્ષની વાત કરવી નહીં,
 6. માબાપ તો તેનું નામ કહેવાય કે છોકરો ખરાબ લાઇને ચઢયો હોય છતાંય એક દહાડો માબાપ કહેશે, ભઇ, આ આપણને શોભે નહીં, આ તેં, શું કર્યું ? તે બીજે દહાડેથી એનું બંધ થઇ જાય !
 7. આ તો છોકરાં ઉપર એટલું બધું વહાલ કરે કે છોકરો બગડી જાય.
 8. કોઈ પ્રાકૃતિક પુષ્પ નકામું નથી, પણ તે શું કામનું છે તે શોધી કાઢવાનું છે. તને વેઢમી બનાવતાં નથી આવડતી, આ નથી આવડતું, તે નથી આવડતું, એમ કહ્યા કરવાનું નથી. પણ તેને શું આવડે છે, તેની ખોજ કરો
 9. સમકિતીની નિશાની શું ? ત્યારે કહે, ઘરનાં બધાં ઊંધું કરી આપે તો ય પોતે છતું કરી નાખે.
 10. વગર પૂછયે સલાહ આપવા બેસી જાય એને ભગવાને અહંકાર કહ્યો છે.

Related Books

×
Share on