Related Questions

લોકો મારા વિષે ધારણાઓ કરે છે. હું કોઈપણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?

લોકો જયારે તમારા માટે અભિપ્રાય બાંધે અથવા ધારણા કરે ત્યારે પરિસ્થિતિ મૂંઝવણજનક, તણાવ અને દુઃખદાયક બની જાય છે. તે તમને અસુરક્ષિત અને સંકુચિત બનાવી દે છે. જાણ્યે અજાણ્યે, આપણે બધાએ જીવનના કેટલાક તબક્કે આ અનુભવ કર્યો છે, પરંતુ કેટલાક લોકો માટે, આ પ્રકારના લાગણીની અસર અત્યંત નિરાશાજનક (ડીપ્રેસીંગ) સાબિત થઇ શકે છે.

આપણે શું કરી શકીએ?

જગતના લોકોનો તમારા વિષે શું અભિપ્રાય છે, એ વાતને વધુ ગણકારશો નહિ. આમ કરવાથી તમારું જીવન સરળ બનશે. પાસાંની બીજી સારી બાજુ એ છે કે, તમારે સામના વિનયમાં જરૂરથી રેહવું પણ સામાના મંતવ્યોને પસંદ કરવાની અથવા તો એમના અનુરૂપ વર્તવાની આવશ્યતા નથી. જો તમે પોતાના ઘરે પણ જોશો, તો દરેકનો વ્યક્તિનો દ્રષ્ટિકોણ અલગ હશે. ઉદાહરણ તરીકે, જ્યારે રાત્રિભોજન માટે શું બનાવવુ તે નક્કી કરવાની વાત આવે છે. ત્યારે પરિવારનો દરેક સભ્ય જુદી જુદી વસ્તુઓ પસંદ કરશે અને દરેકની ઈચ્છા પ્રમાણે બનાવવું અશક્ય બની રહે છે, આવી પરિસ્થિતિમાં પરિવારના અમુક સદસ્યો એ થોડી બાંધછોડ કરવી પડે છે.

તેવી જ રીતે જીવનમાં, તમે ક્યારેય પણ પ્રત્યેક વ્યક્તિને ખુશ રાખી શકશો નહીં. તમે જે પણ નિર્ણયો લો છો અથવા જે પણ કંઈ કાર્ય કરશો, તો તમને માપશે અને એના આધારે લોકો મંતવ્યો (પોતાના અભિપ્રાયો) આપશે. પોતાના નિર્યણમાં અડગ રહી દરેકને ખુશ કરવાનો પ્રયાસ કરવાને બદલે, તેમને દુઃખ ન પહોંચે એ માટે સક્રિયપણે પ્રયાસ કરો.

દરેક વ્યક્તિનું પોતાનું મંતવ્ય હોય છે. જે આપણને જે સાચું લાગે છે એ જરૂરી નથી કે સામાને પણ એવું જ લાગે. ઉદાહરણ તરીકે, આપણે એવું માનીયે કે, મોડી રાત્રે ન ખાવું જોઈએ પરંતુ બીજા કોઈની પાસે મોડી રાત્રે ખાવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી કારણ કે તેને લાંબા કલાકો સુધી કામ કરવું પડે છે. આમાં કોઈ સાચું કે ખોટું નથી, ફક્ત દ્રષ્ટિકોણ જુદા છે. અને તેથી જ લોકો આ પ્રકારની પરિસ્થિતિઓને જુદી જુદી રીતે સમજે છે.

ધારણાઓ અને અભિપ્રાય કોણ આપે છે?

સારા અને ખરાબમાં અંતર રાખવાનું કામ બુદ્ધિનું છે. સમ્યક બુદ્ધિ આપણને સારી બાબતો બતાવશે અને વિપરીત બુદ્ધિ આપણને ખરાબ બાબતો બતાવશે. વિપરીત બુદ્ધિથી, આપણે ભારે દુ:ખનો અનુભવ કરીશું, જ્યારે સમ્યક બુદ્ધિથી, આપણે શાંતિનો અનુભવ કરીશું. ચોરની દ્રષ્ટિએ ચોરી કરવી એ ખરાબ વસ્તુ નથી. તેથી, જ્યારે ચોરનો ન્યાય કરવામાં આવે છે, ત્યારે તે દુ:ખ અનુભવે છે, કેમ કે તેની દ્રષ્ટિ (વિચારસરણી) જુદી છે.

આ ઉપરાંત, તમારે અન્યના અભિપ્રાયો અથવા ધારણાઓની અસરથી દૂર રહેવા માટે, પોઝિટિવ(સકારાત્મક) બુદ્ધિ જાળવવી પડશે અને તેમની સાથે એડજસ્ટમેન્ટ લેવું પડશે. જો કે, જો તમારી જે બાબતમાં શ્રધ્ધા હોય અને અન્ય લોકો તમારી વિચારધારા સાથે સહમત નથી, તો તમે જે યોગ્ય લાગે છે તે કરવાનું ચાલુ રાખો, પરંતુ તેના કારણે કોઈને દુઃખ ન થાય એ ધ્યાન રાખવું.

‘હું કોઈપણ જગ્યા એ ફીટ (યોગ્ય) નથી. તો પછી મારું સ્થાન’ કયું?’

આ દુનિયામાં આપણું સ્થાન સ્થાપિત કરવા માટે, આપણે પોતાનું લક્ષ્ય નક્કી કરવું પડશે. ધ્યેય વિનાનું જીવન અસ્પષ્ટ અને મૂંઝવણભર્યું થઇ જશે. આપણી પાસે કોઈ દિશા નહીં હોય અને આપણે લક્ષ્ય વિના આગળ વધીશું.

મનુષ્ય જીવન પ્રાપ્ત કર્યા પછી, આપણે બે વસ્તુ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ:

  • જીવન એવી રીતે જીવવું કે આપણા મન, વચન અને કયાંથી કોઈપણ જીવને દુઃખ ન થાય.
  • જન્મ અને મરણના ફેરામાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો. માનવ જીવનનો સાર કર્મ બંધનથી મુક્ત થઇ મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. જ્ઞાનવિધિ દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરી કેવળજ્ઞાન પ્રાપ્તિનો ધ્યેય રાખવો જોઈએ.

આ લક્ષ્યને પ્રાપ્ત કરવાથી આપણે ગમે તેવા ખરાબ સંજોગોમાં પણ આત્માનું કાયમી સુખ અનુભવી શકીશું. જગતના પ્રત્યેક જીવમાત્રને આ સુખનો અધિકાર છે, આમાં કોઈ શંકા નથી કે. પડકાર માત્ર એ છે કે લોકો તેમના જીવનકાળ દરમિયાન શેની પસંદગી કરે છે.

"જીવનનાં બે પ્રકારે ધ્યેય નક્કી થાય છે : 'જ્ઞાની પુરુષ' આપણને મળે નહીં તો સંસારમાં એવી રીતે જીવવું કે આપણે કોઈને દુઃખદાયી ના થઈ પડીએ. આપણા થકી કોઈનેય કિંચિતમાત્ર દુઃખ ના થાય એ મોટામાં મોટો ધ્યેય હોવો જોઈએ અને બીજામાં તો પ્રત્યક્ષ 'જ્ઞાની પુરુષ' મળી જાય તો તેમના સત્સંગમાં રહેવું, તેનાથી તો તમારાં દરેક કામ થાય. 'પઝલ' 'સોલ્વ' થઈ જાય બધાં." - દાદા ભગવાન

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
  3. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
  4. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
  7. જ્યારે તમે કોઈને એ હદ સુધી દુ:ખ પહોંચાડો કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
  9. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
  10. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યા ને રોકવું તે શીખો.
  11. જ્યારે કંઇક અઘટિત કે અણબનાવ થાય છે ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે, ‘હું મારા દુઃખથી મુક્ત થવા માંગુ છું. મને મારા જીવનનો અંત લાવવો છે?’
  12. 'મેં મારી નોકરી ગુમાવી દીધી. હું કર્જામાં છું. મારે મૃત્યુ પામવું છે.' કર્જા બાબતે સલાહ મેળવો અને કર્જા સંબંધી થતાં આપઘાતને અટકાવો.
  13. મારો પ્રિયજન મૃત્યુ પામેલ છે. હું એકલતા અનુભવું છું અને હવે મારે હવે જીવવું નથી. શું એકલતામાં આત્મહત્યા એ કોઈ સમાધાન છે?
  14. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
  15. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  16. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  17. લોકો મારા વિષે ધારણાઓ કરે છે. હું કોઈપણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
  18. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું. આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
  19. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
  20. આપઘાતનાં પરિણામો કયા છે?
  21. મરતા માણસ (અંતિમ પળોમાં) માટે ધાર્મિક ક્રિયાઓનું શું મહત્વ છે?
×
Share on