Related Questions

આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?

કોઈક સમયે, આપણે બધાએ આત્મહત્યા સંબંધી નકારાત્મક (નેગેટીવ) વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને પણ વિચારતા કરી દે છે કે, આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું? જ્યારે આપણી સમસ્યાઓ અનિવાર્યપણે સામે આવી ઊભી રહે છે અથવા જ્યારે ખૂબ ખરાબ સમાચાર મળે છે ત્યારે આ પ્રકારના વિચારો ઉત્પન્ન થાય છે. તેઓ આપણી મનની શાંતિનો સંપૂર્ણપણે નાશ કરે છે.

suicide thought

કોઈપણ વ્યક્તિ આવા આત્મઘાતી વિચારોની ઇચ્છા રાખતો નથી, પરંતુ આપણે તેમને કેવી રીતે ટાળી શકીએ?

આ મુશ્કેલીના સમયમાં ઘણાં એવા પાંસાઓ છે જે તમને સહાય માટે મદદરૂપ બની શકે છે.

૧.મનને સમજવું

મનને વિચારતા અટકાવવું અશક્ય છે. સારી અને ખરાબ વસ્તુઓની જાણકારી આપવાનું કાર્ય મનનું છે. આ વિચારોનું નિર્માણ પાછલા જન્મમાં તમારા જ દ્વારા થયું હતું. જયારે સંજોગો પાકે છે ત્યારે તે પ્રમાણે વિચારો ઉદયમાં આવે છે. આમાંના કેટલાક વિચારો તીવ્ર અને હાનિકારક હોઈ શકે છે કે જે જીવનનો અંત લાવવા સુધી પહોંચી શકે. દરેક વિચારોની તીવ્રતા તમારા પાછલા જન્મ પર આધાર રાખે છે.

ઉદાહરણ તરીકે, જો તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે કે જે તમને ગમતી ન હોય અને પછી જ્યારે પણ તમે એમના વિશે વિચારો છો અથવા તેમને જોતા જ અણગમો ઉત્પન્ન થાય છે. ત્યારબાદ એમના માટેના અભિપ્રાયને તમે બદલો છો અને તમારા મનના વિચારો સાથે તમે સહમત થતા નથી. તમારો અંતર ભાવ બદલાઈ ગયો હોવાથી, આવતા ભવમાં આ કર્મનું પરિણામ ઓછું સહન કરવું પડશે.

૨. વૈજ્ઞાનિક, આધ્યાત્મિક દ્રષ્ટિકોણ અપનાવો

  • સમજો કે તમારા વિચારો પાછલા જન્મના છે એને તમારી વર્તમાનની સ્થિતિ સાથે કોઈ લેવા દેવા નથી.
  • ‘હું તમારી સાથે સંમત નથી, હું મરવા માંગતો નથી’ એમ કહીને તમે તમારા વિચારોનો વિરોધ કરી શકો છો.
  • દરરોજ દસ મિનિટ માટે યાદ કરો l-AM-FULL-OF-INFINITE-BLISS. (હું અનંત સુખનું ધામ છું)
  • તમારા નકારાત્મક વિચારોને સકારાત્મક વિચારોથી બદલો.
  • તમારા વિચારોમાં તન્મયાકાર ન થાઓ. તેમને જુદા જુઓ.

નીચે દર્શાવ્યા પ્રમાણે ઝડપી સુધારાઓનો પ્રયાસ કરો:

  • દિવસમાં પંદર મિનિટ કંઇક અલગ કરો જેમ કે ફરવા જવાનું, વાંચન અથવા બીજું કંઇક જે તમને આનંદ આપે છે.
  • તમારી દિનચર્યામાં ફેરફાર કરો.
  • યાદ રાખો કે કોઈપણ સંજોગો કાયમને માટે રેહતા નથી.
  • તમે કેવું અનુભવો છો તેના પર કોઈકને કહો. તમારી લાગણીઓને વ્યક્ત કરવામાં પ્રચંડ શક્તિ છે. તમારો પરિવાર અને મિત્રો પણ તમને સહાય કરીને ખુશ થશે.
  • તમારા વિચારો તમારા આંતરિક સુખ પર કેવી અસર કરે છે તેનું મોનિટર (અવલોકન) કરો. તમને તરત જ ખ્યાલ આવશે કે નકારાત્મક વિચારોની અસર તમારા પર પડે છે!

જ્ઞાની  આપણને મનને જાણવા અને જોવાની સલાહ આપે છે, પરંતુ તેની સાથે ક્યારેય એકાકાર થવાનું કેહતા નથી. જેમ તમે કોઈ ફિલ્મ જોઈ રહ્યા હોવ ત્યારે, તમે સુખ અને દુઃખ એમ બે પ્રકારના દ્રશ્યો જુઓ છો, પરંતુ જ્યારે ફિલ્મ પૂરી થાય છે, ત્યારે તમે ત્યાં જ ભૂલીને (વિસરીને) જવા દો છો. એ જ રીતે, તમારા મનમાં જે વિચારો આવે છે તે ફિલ્મ જેવા છે. તેમાં તમને જુદાપણાનો અનુભવ ન થવાનું કારણ એ છે કે તમે હજી સુધી ‘હું કોણ છું?’ પ્રશ્નના જવાબની શોધ કરી નથી.

ઘણા લોકોને આત્માનું જ્ઞાન (જ્ઞાનવિધિ) ની પ્રયોગ દ્વારા તેમના સાચા આત્માનો અનુભવ થયો છે. કપરા સમયે પણ તેઓ આનંદનો અનુભવ કરે છે, આત્માની અવસ્થામાં રહીને અને વેદનાથી અલગ રહે છે.

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
  3. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
  4. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
  7. જ્યારે તમે કોઈને એ હદ સુધી દુ:ખ પહોંચાડો કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
  9. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
  10. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યા ને રોકવું તે શીખો.
  11. જ્યારે કંઇક અઘટિત કે અણબનાવ થાય છે ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે, ‘હું મારા દુઃખથી મુક્ત થવા માંગુ છું. મને મારા જીવનનો અંત લાવવો છે?’
  12. 'મેં મારી નોકરી ગુમાવી દીધી. હું કર્જામાં છું. મારે મૃત્યુ પામવું છે.' કર્જા બાબતે સલાહ મેળવો અને કર્જા સંબંધી થતાં આપઘાતને અટકાવો.
  13. મારો પ્રિયજન મૃત્યુ પામેલ છે. હું એકલતા અનુભવું છું અને હવે મારે હવે જીવવું નથી. શું એકલતામાં આત્મહત્યા એ કોઈ સમાધાન છે?
  14. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
  15. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  16. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  17. લોકો મારા વિષે ધારણાઓ કરે છે. હું કોઈપણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
  18. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું. આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
  19. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
  20. આપઘાતનાં પરિણામો કયા છે?
  21. મરતા માણસ (અંતિમ પળોમાં) માટે ધાર્મિક ક્રિયાઓનું શું મહત્વ છે?
×
Share on