Related Questions

મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.

આપણે સૌ ભૂલો થાય એને નાપસંદ કરીએ છીએ, તેમ છતાં આપણે ઘણીવાર ભૂલો કરીએ છીએ. આમાંની ઘણી ભૂલો સામાન્ય હોય છે, તો કેટલીક જીવન બદલી નાખે એવી હોય છે. ખાસ કરીને એવી ભૂલો, જે ભયની ભાવના સહીત હોય છે, તે જાણીને કે તમે એવું થાય કે મેં ખૂબ મોટી ભૂલ કરી છે, સતત ચિંતામાં આવી જઈ, તમે પોતાનાથી ખૂબ જ ક્ષોભ, હીનતાની લાગણી અને નારાજગી અનુભવી શકો છો, તે હદ સુધી કે તમને લાગે છે કે ‘હવે મારે જીવવું નથી! હું મારી જાતને મારી નાખવી માંગું છું!’

જો તમે આવી અનુભૂતિ કરી રહ્યા હોવ, તો તમારા માટે શ્રેષ્ઠ સલાહ એ છે કે આવા વિચારો આવવાનું બંધ થાય, એ બાબત પર તમે ધ્યાન આપો. ભલે ગમે તેટલી મોટી ભૂલ હોય, તે તમને તમારું જીવન લેવાની બાંહેધરી આપતું નથી. ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે એ કાર્ય પાછળનો હેતુ શું છે એ સમજવાનો પ્રયાસ કરો. આ પ્રકારની લાગણીઓમાં રહેવાને બદલે, ભૂલ કર્યા પછી તમે જે શ્રેષ્ઠ કામ કરી શકો છો તેના વિશે કંઈક કરવું:  

 • તમે જે ભૂલ કરી છે એને સ્વીકારો અને જુઓ કે તમે તેને સુધારી શકો છો. જો તમે એમાં અસમર્થ છો, તો તેને સ્વીકારો અને સુમેળતાથી સમાધાન લાવવનો શક્ય હોય તેટલો પ્રયાસ કરો. 
 • તમારી ભૂલો પરથી શીખો. તમે જે ખોટું કર્યું તેના પર અટકવાને બદલે, તેમાંથી શીખો. જો તમે નથી કરી શકતા, તો બની શકે ત્યારે તમારો એ અનુભવ વિષે અન્ય સાથે વાત કરો, જેથી તે / તેણી એ પ્રકારની ભૂલ કરવાનું ટાળી શકે. 
 • ભૂતકાળમાં જોવાનું અને વિચારવાનું બંધ કરો કે ‘મેં ભૂલ કરી છે’, વર્તમાનમાં જ રહો. ભૂતકાળ જોવાથી તમે દુ:ખી થશો. ભવિષ્યમાં શું થશે છે એ બાબત તમને ચિંતિત કરી મુકશે, પરંતુ વર્તમાનમાં રહીને, સમસ્યાનું સમાધાન લાવવાથી તમને આશા બંધાશે. ‘શું અને તો’માં એકાકાર ન થવાનો પ્રયત્ન કરો. તેના બદલે, સુધારણા અને સમારકામ તરફ ધ્યાન આપો. 
 • જો શક્ય હોય તો, તમે જેને દુ:ખ પહોંચાડ્યું હોય તે વ્યક્તિને જણાવો કે તમને પણ એ બાબત અંગે ખેદ છે અને તેમને સમજાવવાનો પ્રયત્ન કરો કે, ખરેખર તમારો હેતુ એવો ન હતો.
 • પોતાની ભૂલ સ્વીકારવાથી, તમે જોશો કે લોકો તમને માફ કરે તેવી શક્યતા વધુ હશે. બની શકે કે, તેઓ કદાચ તરત જ તમને માફ કરવા તૈયાર ના થાય. તમે તેમને જે કહ્યું અથવા કર્યું છે તેને પચાવવામાં તેઓને સમય લાગશે અને સંમત થતાં પણ વાર લાગી શકે. તેથી ધૈર્ય રાખો અને તે મુજબ તમારી અપેક્ષાઓનું સંચાલન કરો. 
 • આ વાતને સમજી રાખો કે ભૂલો થઈ શકે છે, પરંતુ તેનો જવાબ એમાં રહેલો છે કે તમે તે અંગે શું પગલા લીધા. 
 • પરિસ્થિતિઓને વધુ મૂંઝવણમાં ના રાખવી, તેને સરળ રાખવી. 
 • શાંત રહો અને સ્પષ્ટ વિચારો. 

પ્રતિક્રમણનું આધ્યાત્મિક સાધન 

પોતાની ભૂલને ઓળખ્યા પછી, વારંવાર ક્ષમા માંગવાના આધ્યાત્મિક સાધનનો ઉપયોગ કરવો, જેને પ્રતિક્રમણ કહે છે. તમારા મન,વાણી અથવા વર્તનથી જેમને દુઃખ પહોંચાડયુ છે એ સંબંધી થયેલી ભૂલોમાંથી પાછા ફરવા માટેના આ ત્રણ-પગથિયાની પ્રક્રિયા છે.

આ પદ્ધતિ સરળ છે, છતાં ખૂબ અસરકારક છે: 

 • આલોચના: તમે જે વ્યક્તિને દુ:ખ પહોંચાડયુ છે તે વ્યક્તિની અંદર બેઠેલા ભગવાન પાસે ભૂલની કબૂલાત કરો, એટલે કે ‘મને તમારા માટે અણગમો છે.’ 
 • પ્રતિક્રમણ: તે ભૂલ માટે હદયથી ક્ષમા માંગો. 
 • પ્રત્યાખ્યાન: દ્રઢ સંકલ્પ કરો અને શક્તિ માંગો કે ફરી આવી ભૂલ ક્યારેય નહિ કરું એટલે કે, ‘હું દ્રઢ નિશ્ચય કરું છું કે હું ક્યારેય ફરી આવી ભૂલ નહિ કરું.’ 

‘મને માફ કરો’ એમ કહેવું સહેલું નથી, પરંતુ જે લોકોને તમે દુ:ખ પહોંચાડ્યું છે તેમને માફી માંગવાથી એમને અને તમને શાંતિની ભાવના પ્રદાન કરશે. સમય જતાં, વારંવાર માફી માંગ્યા પછી, તમે તમારા ઉપરના દોષ, ચિંતા અને તણાવથી હળવાશ અને સ્વતંત્રતાનો અનુભવ કરશો. માફી માંગવાની આ પદ્ધતિ એ એક ગુહ્ય વૈજ્ઞાનિક પ્રક્રિયા છે અને પરિણામિક છે! પ્રતિક્રમણની આ ત્રણ-ભાગની પ્રક્રિયા કરવી અગત્યની છે અને તમે જે વ્યક્તિને દુઃખ પહોંચાડયુ છે તેને કોઈ શબ્દ કહ્યા વિના તમે આંતરિક રીતે કરી શકો છો; તમારે ફક્ત તેમની અંદરના ભગવાનને યાદ કરવાના છે અને ક્ષમા માંગવાની છે. 

Related Questions
 1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?
 2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
 3. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
 4. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
 5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
 6. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
 7. જ્યારે તમે કોઈને એ હદ સુધી દુ:ખ પહોંચાડો કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
 8. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
 9. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
 10. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યા ને રોકવું તે શીખો.
 11. જ્યારે કંઇક અઘટિત કે અણબનાવ થાય છે ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે, ‘હું મારા દુઃખથી મુક્ત થવા માંગુ છું. મને મારા જીવનનો અંત લાવવો છે?’
 12. 'મેં મારી નોકરી ગુમાવી દીધી. હું કર્જામાં છું. મારે મૃત્યુ પામવું છે.' કર્જા બાબતે સલાહ મેળવો અને કર્જા સંબંધી થતાં આપઘાતને અટકાવો.
 13. મારો પ્રિયજન મૃત્યુ પામેલ છે. હું એકલતા અનુભવું છું અને હવે મારે હવે જીવવું નથી. શું એકલતામાં આત્મહત્યા એ કોઈ સમાધાન છે?
 14. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
 15. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
 16. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
 17. લોકો મારા વિષે ધારણાઓ કરે છે. હું કોઈપણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
 18. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું. આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
 19. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
 20. આપઘાતનાં પરિણામો કયા છે?
 21. મરતા માણસ (અંતિમ પળોમાં) માટે ધાર્મિક ક્રિયાઓનું શું મહત્વ છે?
×
Share on