Related Questions

લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?

દુર્ભાગ્યે, આત્મહત્યાના વિચારો વધુને વધુ સામાન્ય બની ગયા છે. આધુનિક જીવનના સતત દબાણ હેઠળ, કેટલાક વ્યક્તિઓ તેમની નીજી સંજોગોને લઈને સંપૂર્ણ હતાશ થઇ ગયા છે. તેમને લાગે છે કે તેમની પાસે વસ્તુ/પરિસ્થિતિઓને વધુ સારી રીતે બદલવાની શક્તિ નથી. તેથી તેઓ સંપૂર્ણ અંધકાર અને નિરાશામાં ડૂબી જાય છે અને સામે પક્ષે મુક્તિ/સ્વતંત્રતાની આશાઓ જૂજ હોય છે.

Suicide Prevention

તો, આત્મહત્યા કરવા પાછળનું કારણ શું છે? 

આવા તીવ્ર હતાશા (ડીપ્રેશન) અને આત્મહત્યા વિચારો માટે નીચે દર્શાવેલ કારણો જવાબદાર છે:

  • ભૌતિક સંપત્તિ મેળવવા અને પ્રાપ્ત કરવા માટે સામાજિક અને સાથીદાર દબાણ. આ જીવનના તમામ ક્ષેત્રોમાં જોવા મળે છે - શાળા, ઓફિસ અને ઘર
  • નાણાંકીય સમસ્યાઓ
  • આપણા સંબંધોમાં કલેશ
  • એકલતા
  • માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ
  • લાંબી માંદગી
  • ઓફિસ અથવા આપણા આસપાસના વાતાવરણમાં અચાનક થયેલા ફેરફાર
  • ‘હું ઉદાસ છું’ એવી સતત રેહતી લાગણીઓ
  • કાર્યક્ષેત્રમાં (ઓફિસના કામમાં) ઉત્સાહની ઉણપ
  • પોતાની પ્રિય વ્યક્તિ/સ્વજનને ગુમાવવાનો આઘાતજનક અનુભવ
  • આપણા સહાધ્યાયી દ્વારા સતત કોઈ નજીવી બાબત પર ચીડવવું
  • શાળા, ઓફીસ અથવા ઘરેથી આવતી ધમકી/દબાવ.
  • બેરોજગારી
  • માનસિક અથવા શારીરિક શોષણ
  • ડ્રગ્સ (નશીલા પદાર્થોનું સેવન) અથવા દવાઓના દુરૂપયોગ
  • સંબંધ તૂટવો અથવા લગ્નજીવનમાં છૂટાછેડા

ઉપર દર્શાવેલ કારણો, વ્યક્તિની મનની શાંતિ, સ્થિરતા અને સુખને ખલેલ પહોંચાડે છે. આ કારણો છે કે જેથી લોકો તેમના પોતાના જીવનને ધ્યાનમાં લેતા વિચારોને બંધ કરે છે. 

આત્મઘાતી વિચારોમાં બુદ્ધિની ભૂમિકા

બુદ્ધિની ભૂમિકા એ છે કે, દરેક પરિસ્થિતિમાં સારા અને ખરાબ વચ્ચેનો તફાવત દર્શાવે. તે તમને અંદરથી સતત ભોગવટો આપીને જશે, જેમ કે, જો એણે કેવું કહ્યું’, 'તેને મારા કરતા વધારે પગાર આપવામાં આવે છે', બધા હંમેશા તેનો જ પક્ષ લે છે', 'મારા દ્રષ્ટિકોણનો વિચાર કરવામાં આવતો નથી', બધા મને હંમેશા અવગણે છે.' આ બધા વિચારો જ તમારા દુ:ખનું મૂળ કારણ છે.

તેથી, જેમ જેમ તમારી બુદ્ધિ વધે છે, તેમ તમારી આંતરિક દુઃખો (ભોગવટો) પણ વધે છે. ઉદાહરણ તરીકે, જો બે વર્ષના છોકરાની માતા મરણ પથારી પર છે, તો તેની અસર બાળકને નહીં થાય અને તે આવા સંજોગોમાં પણ હસતું-રમતું રેહશે. આ જ પરિસ્થિતિ જો, પચીસ વર્ષની પુત્રીની માતા મરણ પથારીયે તો અતિશય માનસિક ભોગવટોમાં હોય. કારણ એ છે કે જેમ જેમ આપણો વિકાસ થાય છે, તેમ સાથે સાથે આપણી બુદ્ધિનો પણ વિકાસ થાય છે અને તેથી આપણે વધુ ભોગવીયે છીએ. તેથી આપણા આંતરિક દુ:ખનો અનુભવ પોતાની બુદ્ધિના પ્રમાણ સીધો પર આધાર રાખે છે. જેટલી બુદ્ધિ વધારે, તેટલું દુ:ખ/ભોગવટો પણ વધુ હોય છે.

આત્મહત્યાના વિચારો આધ્યાત્મિક દ્રષ્ટીએ

આધ્યાત્મિક વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાનમાં સમજાવ્યું છે કે, જયારે સહજ (નોર્મલ) વિચારો આવતા બંધ થઇ જાય છે ત્યારે શું થાય છે. જયારે આ વિચારો નેગેટીવ અને હતાશામય વિચારોમાં પરિણમે છે ત્યારે મહીં અંદર એક અંધકારમાં ધકેલી દીધા હોય એવી લાગણી થાય છે. શરૂઆતમાં એવું લાગે કે જાણે એક અંધારી ગુફામાં છીએ. થોડો પ્રકાશ છે એવું લાગે પરંતુ જેમ જેમ તેમાં ઊંડા ઉતરતા જઈએ તેમ વધુ ઘોર અંધકાર ભાસે. 

પરંતુ, લોકો આત્મહત્યા કેમ કરે છે?

અક્રમ વિજ્ઞાન સમજાવે છે કે, લોકો પોતાનું જીવન સમાપ્ત કરવા વિશે વિચારતા હોવાનું પ્રાથમિક કારણ એ છે કે તેઓએ તેમના પાછલા જીવનમાં એક આત્મહત્યા કરી હતી. એનાં કર્મોની અસરો સાત ભવ (જન્મ) ટકી રહે છે. જો કે, જેમ જેમ જન્મ વિતતા જાય છે તેમ તેમ આત્મહત્યાના વિચારોની તીવ્રતા ઓછી થાય છે, જ્યારે એક દડો ઊંચાઈથી નીચે ઉતરે ત્યારે તે પ્રત્યેક ઉછાળા પછી તેનું જોર ઓછું થતું જાય છે અને આખરે એક દડો આરામ કરવા માટે આવે છે, આત્મહત્યાના વિચારો પણ સમાપ્ત થાય છે.

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
  3. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
  4. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
  7. જ્યારે તમે કોઈને એ હદ સુધી દુ:ખ પહોંચાડો કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
  9. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
  10. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યા ને રોકવું તે શીખો.
  11. જ્યારે કંઇક અઘટિત કે અણબનાવ થાય છે ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે, ‘હું મારા દુઃખથી મુક્ત થવા માંગુ છું. મને મારા જીવનનો અંત લાવવો છે?’
  12. 'મેં મારી નોકરી ગુમાવી દીધી. હું કર્જામાં છું. મારે મૃત્યુ પામવું છે.' કર્જા બાબતે સલાહ મેળવો અને કર્જા સંબંધી થતાં આપઘાતને અટકાવો.
  13. મારો પ્રિયજન મૃત્યુ પામેલ છે. હું એકલતા અનુભવું છું અને હવે મારે હવે જીવવું નથી. શું એકલતામાં આત્મહત્યા એ કોઈ સમાધાન છે?
  14. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
  15. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  16. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  17. લોકો મારા વિષે ધારણાઓ કરે છે. હું કોઈપણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
  18. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું. આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
  19. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
  20. આપઘાતનાં પરિણામો કયા છે?
  21. મરતા માણસ (અંતિમ પળોમાં) માટે ધાર્મિક ક્રિયાઓનું શું મહત્વ છે?
×
Share on