Related Questions

'મેં મારી નોકરી ગુમાવી દીધી. હું કર્જામાં છું. મારે મૃત્યુ પામવું છે.' કર્જા બાબતે સલાહ મેળવો અને કર્જા સંબંધી થતાં આપઘાતને અટકાવો.

lost job

જ્યારે તમે તમારી જાતને નોકરી વિના, દેવું ચુકવવાનું હોય અને તમારી હાલની પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો કોઈ અંત દેખાતો ના હોય ત્યારે એ પરિસ્થિતિ ખૂબ જ હેરાન કરી શકે છે. ચિંતાઓ, તણાવ અને અનિશ્ચિતતાનો ભય આ મુશ્કેલના સમયમાં તમને ખાઈ લે છે. તમે તમારી જાતને ખાતરી આપો છો કે આ મુશ્કેલ સમયમાં બચવાની થોડી આશા છે. સાવ લાચાર થયેલી આ સ્થિતિમાં, તમે અનુભવી શકો છો કે હવે કોઈ સમાધાન નથી અને બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો છે કે તમે દેવું/કર્જો ચૂકવવાને બદલે આત્મહત્યા કરીને તમારા જીવનનો અંત લાવો. પણ એ સત્ય નથી! 

આ સંદર્ભમાં વિચાર કરી જુઓ; શું આત્મહત્યા કરવાથી તમારા જીવનની વર્તમાન પરિસ્થિતિમાં સુધારો થશે? ના! આવા પગલાથી તો પરિસ્થિતિ વધુ વણસે છે. તદુપરાંત, એમ વિચારો કે જે તમારા પર નિર્ભર છે તેઓનું શું? તમે માનો છો કે તમે મુક્ત થઈ જશો, પરંતુ તે તમારા પ્રિયજનો માટે ક્યારેય પૂરી ન થનારી સમસ્યાઓની માત્ર એક શરૂઆત છે. એટલું જ નહીં; તમારા મૃત્યુથી તેઓ કેટલા દુ:ખી થશે? 

તેથી, આવી પડેલી મુશ્કેલીઓનો સામનો કરવો વધુ સારું છે. એક સાથે બધું સાચવવાનો પ્રયાસ કરશો નહીં. જો તમે તમારી બધી મુશ્કેલીઓ એક સાથે નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કરશો, તો તમે બોજારૂપ થઇ જશો અને તે નિયંત્રણથી બહાર પણ જતી રહે, તેવી સંભાવના છે. તેના બદલે, એક સમયે એક મુશ્કેલીને પ્રાધાન્ય આપો અને ઉકેલ લાવો. 

તે ઓળખવું પણ મહત્વપૂર્ણ છે કે ચિંતા કરવાથી બાબતો ફક્ત ખરાબ થશે. ચિંતા કરવાથી ક્યારેય ઉકેલ આવતો નથી. હકીકતમાં, તેઓ વધુ અવરોધો/અંતરાયો લાવે છે. 

વધુ સારું એ રહેશે કે તમે તમારી શક્તિ દ્વારા કર્જાને કેવી રીતે ચૂકવી શકાય તેના ઉકેલો સંબંધી સલાહને અમલમાં મૂકવા માટે પ્રયાસ કરો:-  

  • નવી નોકરી શોધવા માટે થઈ શકે એટલા બધા જ પ્રયાસ કરો. નોકરીની તકો શોધતી વખતે પરિવર્તનશીલ રહો અને મનને ખુલ્લું રાખો. બની શકે કે તમને તરત જ યોગ્ય નોકરી ન મળે, તેથી જ્યાં સુધી તમે ફરીથી પગભર ન થાવો ત્યાં સુધી તમે કેવી નોકરી કરશો તે અંગે ઉશ્કેરાટ ન કરો.
  • લોકોને કહો કે તમે નોકરી શોધી રહ્યા છો. જેટલું તમે આ શબ્દ બહાર કાઢશો, તેટલું તમને નોકરી મળવાની સંભાવના છે. મૂંઝવણ ના રાખશો અને ક્ષોભ ન કરો. તમે જોશો કે લોકો મદદ કરવામાં હંમેશા ખુશ થાય છે.
  • આર્થિક રૂપે અને ભાવનાત્મક રૂપે તમારા પરિવાર અને મિત્રો પાસેથી સહાય માટે પૂછો!
  • જોબના (નોકરી) ઇન્ટરવ્યુ માટે તૈયારી કરો અને અભ્યાસ કરો.
  • આ દરમિયાન, તમારી જાતને વ્યસ્ત રાખો અને મનને સક્રિય રાખો, નહીં તો તમે ચિંતાઓથી ઘેરાયેલા થઇ જશો.
  • આ તમને  મુશ્કેલીઓથી દૂર રાખશે અને તમને થોડી અંતર શાંતિ મળશે.
  • સકારાત્મક રહો. જ્યારે તમે સકારાત્મક રહેશો, ત્યારે તમને ચોક્કસ સકારાત્મક પરિણામો મળશે.
  • યાદ રાખો કે વસ્તુઓ બદલાશે, તેથી ધૈર્ય રાખો!

તમારા બિલ અને કર્જાની ચુકવણીમાં કેવી રીતે સાચવવું 

  • તમારી ચુકવણીને પ્રાધાન્ય આપો. પહેલા શું ચૂકવવાની જરૂર છે તેની સૂચિ બનાવો અને તેથી વધુ…સૌથી વધારે જરૂરી હોય એનું પેહલા ચૂકવવું.
  • તમારા ખર્ચામાં કાપ મુકો. ગંભીરતાથી વિચારો કે જીવનનિર્વાહ માટે શું જરૂરી છે અને એના વિના શું તમે રહી શકો. તમે હજી ક્યાં કાપ મૂકી શકો છો?
  • સસ્તી વસ્તુ ખરીદો.
  • તમારે તમારી બચતમાંથી ખર્ચ કરવાની જરૂર પડી શકે છે.
  • તમારા સંબંધીઓને લોન (ઉછીની રકમ) માટે પૂછો અને જ્યારે તમારી પરિસ્થિતિ સુધરે ત્યારે બદલામાં તેમને વળતર આપવાનું વચન આપો.

આ બધાથી ઉપર, શ્રદ્ધા રાખો અને સમજો કે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરવો અને ‘મારે મરવું છે’ એમ વિચારવું એનાથી મુશ્કેલીઓનો અંત નથી આવવાનો. તે ફક્ત બાબતોને વધુ ખરાબ કરશે! આવો સમય તમને પડકારવા અને તમને મજબૂત બનાવવા માટે આવે છે. મજબુત નિશ્ચય અને સકારાત્મક વિચારથી આ સમયગાળાને પહોંચી વળાય એવો ભાવ રાખો. 

નબળા વિચારોને ક્યારેય સ્વીકારશો નહીં, જેમ કે, ‘બધું જ જતું રહ્યું છે, હવે હું શું કરી શકું? કોઈ આશા નથી. તેના બદલે, ‘પરિસ્થિતિઓ સારી થશે’ અને ‘હું કરી શકું છું, અને હું આને પહોંચી વળીશ’, જેવા વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારી માનસિકતા બદલો અને તમારા મનમાં આવતા નકારાત્મક વિચારોનો વિરોધ સતત કરતા રહો. 

આ ઉપરાંત, આ પડકારજનક સમય દરમિયાન, દોષો બીજા પર ન મૂકશો, કારણ કે આ ફક્ત તમારા માટે અવરોધો ઉભા કરશે. ફક્ત તમારા ધ્યેયમાં કાયમ રહો અને આ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ જાઓ. આશાવાદી બનો અને છેવટે પરિસ્થિતિઓ વધુ સારા રીતે વળાંક લેશે. 

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
  3. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
  4. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
  7. જ્યારે તમે કોઈને એ હદ સુધી દુ:ખ પહોંચાડો કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
  9. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
  10. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યા ને રોકવું તે શીખો.
  11. જ્યારે કંઇક અઘટિત કે અણબનાવ થાય છે ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે, ‘હું મારા દુઃખથી મુક્ત થવા માંગુ છું. મને મારા જીવનનો અંત લાવવો છે?’
  12. 'મેં મારી નોકરી ગુમાવી દીધી. હું કર્જામાં છું. મારે મૃત્યુ પામવું છે.' કર્જા બાબતે સલાહ મેળવો અને કર્જા સંબંધી થતાં આપઘાતને અટકાવો.
  13. મારો પ્રિયજન મૃત્યુ પામેલ છે. હું એકલતા અનુભવું છું અને હવે મારે હવે જીવવું નથી. શું એકલતામાં આત્મહત્યા એ કોઈ સમાધાન છે?
  14. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
  15. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  16. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  17. લોકો મારા વિષે ધારણાઓ કરે છે. હું કોઈપણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
  18. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું. આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
  19. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
  20. આપઘાતનાં પરિણામો કયા છે?
  21. મરતા માણસ (અંતિમ પળોમાં) માટે ધાર્મિક ક્રિયાઓનું શું મહત્વ છે?
×
Share on