Related Questions

શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?

આપણા આસપાસના સંજોગો, આપણું ચારિત્ર્ય અને લોકો સાથેના આપણા સંબંધો પર, આપણી આજની લાગણીઓ આધાર રાખે છે. જ્યારે કોઈ પણ પ્રકારના અંતરાય વિના આપણા વિચારો કુદરતી રીતે આવે છે, ત્યારે આપણે શરીર અને મનની શાંતિ અનુભવીએ છીએ. જો કે, જો ચિંતાના વિચારોમાં ઉછાળો આવે, ત્યારે તે આપણી આંતરિક દશામાં ખલેલ અને ઉશ્કેરાટના પરિણામે ચંચળતાનું કારણ બને છે, જે આપણને ભાવનાત્મક (ઉદ્વેગ) બનાવે છે. આવા અતિશય સંજોગોમાં, વિચારો તેના ટોચ પર હોય છે કે જેથી કરીને આપણે આત્મહત્યા કરવા પર વિચારવાનું શરૂ કરીએ છીએ.

Suicide Prevention

આપણા વિચારો ટ્રેનના પાટા જેવા છે. જ્યારે કોઈ ટ્રેન (આપણું મન) સામાન્ય રીતે કોઈ ટ્રેક પર (આપણા વિચારો) દોડી રહી છે, ત્યારે તે મોશન (પ્રવાહ)માં છે અને તેમાં કોઈ વિક્ષેપ નથી. જો ટ્રેનને કોઈ પ્રકારની આંતરિક ઈજનેરી નિષ્ફળતાનો ભોગ બનવું પડ્યું, તો તે પાટા પરથી ઉતરી જશે અને હજારો મુસાફરોને પણ મારી નાખશે. જો આપણાં વિચારો સંતુલિત હોય, તો પછી આપણે શાંત અને સ્થિરતા અનુભવીશું. તેનાથી વિપરીત, જો આપણે આપણા વિચારો પર નિયંત્રણ ગુમાવીએ, તો પછી આપણે આપણી જાતને પીડા અને ભોગવટો આપીશું! 

અહીં બીજી સમાનતા છે: ઈમોશનલ (ઉદ્વેગ) તણાવની અસર બરફના ગોળા જેવી છે. જેમ જેમ સમય પસાર થતો જાય છે, તેમ સતત થતી ખરાબ લાગણીઓની સામુહિક અસરોથી આપણે ઘેરાઈ જઈએ છીએ, જે આત્મહત્યા તરફ લઈ જતા આપણા વિચારોને પ્રેરણા આપે છે અને ત્યારે આપણને લાગે છે કે આત્મહત્યા કરવા સિવાય હવે કોઈ વિકલ્પ નથી. 

ઈમોશનલપણું (ઉદ્વેગ) અથવા તણાવની શરૂઆત થાય ત્યારે તમારે શું કરવું જોઈએ? 

જ્યારે વિચારો સામાન્યથી આગળ વધે છે, ત્યારે તમે સામાન્યથી અસામાન્ય એટલે કે લાગણીશીલ બનવા તરફ આગળ વધો છો. પરિણામે, તમે નકારાત્મક વિચારોને ધારણ કરો છો અને મૂંઝવણ, ભય અને આંતરિક અશાંતિનો અનુભવ કરો છો. નીચે દર્શાવેલ કેટલીક બાબતો છે જે તમને વિચારો પર નિયંત્રણ લાવવામાં મદદરૂપ સાબિત થશે. 

  • ઉદ્વેગ થવાની શરૂઆત થાય ત્યારે સાથે સાથે અતિ લાગણીશીલ વિચારો પણ આવે છે, ત્યારે તમારે કોઈ પણ નિર્ણય લેવાનું મુલતવી રાખવું જોઈએ. આ સમયગાળા દરમિયાન લેવામાં આવેલા કોઈ પણ નિર્ણયો તમારા માટે તર્કહીન અને હાનિકારક રહેશે. માત્ર વિચારો એની સ્થિતિમાં સહજ/સ્થિર હોય ત્યારે તમારે નિર્ણયો લેવાનું વિચારવું જોઈએ, કારણ કે તે સમયે તમારું મન સંતુલિત છે.
  • તમારા મનના વિચારોને બદલો. જો તમારી હાલની માનસિક સ્થિતિ ભાવનાત્મક છે, તો પછી મનને અન્ય વસ્તુઓ તરફ વાળો જે તમને શાંત કરી શકે અને તમારામાં સ્થિરતા લાવી શકે.
  • તમારી જાત (સ્વયં) સાથે વાત કરો. તમારી જાતને પૂછો કે ઈમોશનલ હોવાથી તમે ખુશ છો કે ઉદાસ? આ લાગણીઓના તમારા સ્વાસ્થ્ય પર શું અસર પડે છે? એકવાર તમે ઈમોશનલ (ઉદ્વેગ) થવાની આડઅસરોને ઓળખી લેશો, ત્યારબાદ તમે તમારા માર્ગમાં આવી પડતી પરિસ્થિતિનો સામનો વધુ સારી રીતે કરી શકશો.
  • સ્વ-નકારાત્મકતાને રોકો. જ્યારે પણ તમારું મન નકારાત્મક વિચારોમાં ફસાઈ જાય, ત્યારે સક્રિય રીતે તેને સકારાત્મક વિચારોમાં બદલી નાખો.
  • ઈર્ષ્યા, અદેખાઈ અને સ્પર્ધાત્મકતા જેવા ભાવો, આપણને વધુ લાગણીશીલ બનાવે છે. તેથી, તમારી અંદરની ભાવનાઓને ઓળખો કે જે ભાવનાત્મક તણાવનું કારણ બને છે અને તેમના હાનિકારક ગુણો/અસરો વિશે સભાન રહો.
  • જ્યારે તમે વિચારો છો કે તમે ઈમોશનલ (ઉદ્વેગ) થવાની ધાર પર છો, ત્યારે તમારા મનને ઉચ્ચ પ્રકારના ભાવોથી અથવા મંત્ર-જાપ પર કેન્દ્રિત કરો. તમને આંતરિક શાંતિ અને સ્થિરતા અનુભવાશે.

મનનીમોશનલ (ઉદ્વેગ) સ્થિતિ અત્યંત નુકસાનકારક અને જોખમી પણ હોઈ શકે છે કે જેની સંવેદનશીલ અસરોથી તમે આત્મહત્યા કરવા માટે પ્રેરાઈ શકો છો. તેથી, તમારા વિચારો પ્રત્યે જાગ્રત બનો અને તે બદલવા માટે તમે તમામ પ્રયત્નો કરો. મનના વિચારોને એટલી હદ સુધી ના જવા દો કે જેના કારણે તમે ઈમોશનલ (ઉદ્વેગ), અસંતુલિત અથવા હતાશ (ડિપ્રેસ) થઈ જાઓ. જો તમે પોતાના પરનું નિયંત્રણ ગુમાવતા હોવ એવું લાગતું હોય, તો તાત્કાલિક મદદ માટે સંપર્ક કરો.  

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
  3. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
  4. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
  7. જ્યારે તમે કોઈને એ હદ સુધી દુ:ખ પહોંચાડો કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
  9. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
  10. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યા ને રોકવું તે શીખો.
  11. જ્યારે કંઇક અઘટિત કે અણબનાવ થાય છે ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે, ‘હું મારા દુઃખથી મુક્ત થવા માંગુ છું. મને મારા જીવનનો અંત લાવવો છે?’
  12. 'મેં મારી નોકરી ગુમાવી દીધી. હું કર્જામાં છું. મારે મૃત્યુ પામવું છે.' કર્જા બાબતે સલાહ મેળવો અને કર્જા સંબંધી થતાં આપઘાતને અટકાવો.
  13. મારો પ્રિયજન મૃત્યુ પામેલ છે. હું એકલતા અનુભવું છું અને હવે મારે હવે જીવવું નથી. શું એકલતામાં આત્મહત્યા એ કોઈ સમાધાન છે?
  14. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
  15. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  16. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  17. લોકો મારા વિષે ધારણાઓ કરે છે. હું કોઈપણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
  18. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું. આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
  19. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
  20. આપઘાતનાં પરિણામો કયા છે?
  21. મરતા માણસ (અંતિમ પળોમાં) માટે ધાર્મિક ક્રિયાઓનું શું મહત્વ છે?
×
Share on