Related Questions

જ્યારે કંઇક અઘટિત કે અણબનાવ થાય છે ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે, ‘હું મારા દુઃખથી મુક્ત થવા માંગુ છું. મને મારા જીવનનો અંત લાવવો છે?’

આપણા જીવન દરમ્યાન, આપણે સારા અને ખરાબ એવા બે કાળચક્રમાંથી પસાર થઈએ છીએ અને અંતે કેટલાક એવા નિર્ણય પર પહોચીએ છીએ કે જીવન મુશ્કેલીઓથી પીડાતું રહ્યું છે. જ્યારે આપણી સાથે કંઇક સારું બને છે, ત્યારે આપણે ખુશ, આનંદમાં અને સંતુષ્ટ હોઈએ છીએ. તેનાથી વિપરિત, જ્યારે આપણી સાથે કંઇક ખરાબ બને છે ત્યારે આપણે દુ:ખી, હતાશ થઇ જઈએ છીએ; છેવટે એટલી હદ સુધી પહોંચી જઈએ છીએ કે આપણે વિચારીએ કે ‘આ દુઃખમાંથી કાયમી મુક્ત થવા, મને મારું જીવન સમાપ્ત કરવું છે’. 

તેમ છતાં, આપણે બધા ઇચ્છીએ છીએ કે “ખરાબ” તબક્કાઓ ઝડપથી પસાર થાય, જયારે આપણી આસપાસ સારા સંજોગો હોય ત્યારે આપણે એની સંપૂર્ણ પ્રશંસા કરતા નથી તેથી, તમે જે મુશ્કેલીભર્યા સમયનો અનુભવ કરી રહ્યાં છો, તો તે યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે આ એક તબક્કો છે અને આપણા જીવનને સંચાલિત કરે એવો કાયદો કહે છે કે આ સમયગાળો પણ પસાર થઇ જશે અને તેના પછી સારો સમય પણ આવશે. 

શું જીવ સાથે જોખમ લેવું એ જ ખરો ઉત્તર છે? 

તમારું જીવન ટુંકાવવાથી, શું ખરાબ સમય દૂર થઇ જાશે? ચોક્કસપણે નહીં, કારણ કે તમારે તમારા આવતા જન્મમાં આના ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેથી, જો તમે તમારા વર્તમાન જીવનમાં મુક્શ્કેલી સહન કરો અને આ મુશ્કેલ પરિસ્થિતિને પાર કરી જાણો તો તે શ્રેષ્ઠ છે. અને વિચારો કે જ્યારે તમે સતત પ્રયત્ન કરો અને તેમાંથી પસાર થશો ત્યારે તમે કેટલા મજબૂત બનશો. 

“જ્યારે જીવનમાં અણબનાવ થાય છે ત્યારે મારે શું કરવું જોઈએ?” 

 • મદદ માટે પૂછો, મૌન રહી ભોગવટામાં ન રહો – તાત્કાલિક મદદ માંગો!
 • શારીરિક અને માનસિક રીતે - તમારી સ્વયંની સંભાળ રાખો.
 • તંદુરસ્ત આહાર જાળવો. આપણે જે ખાઈએ છીએ તેની અસર આપણા વિચારો પર પડે છે.
 • આશાવાદી રહેવામાં પ્રચંડ શક્તિ રહેલી છે.
 • તમારી આસપાસ સકારાત્મક (પોઝીટિવ) લોકોને રાખો.
 • તમારી વર્તમાન પરિસ્થિતિને બદલવા માટે તમે શું કરી શકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો - એક સમયે એક પગલું લો.
 • પરિસ્થિતિઓ ગમે તેટલી ખરાબ હોય પરંતુ એટલું જાણી રાખો કે પસંદગી તમારી છે કે તમને સુખી રેહવું છે કે દુ:ખી.
 • તમારી અંદર રહેલી શક્તિ પર શ્રદ્ધા રાખો.
 • એવું કામ કરો જેનાથી તમે ખુશ રહો.
 • દ્રશ્યોમાં ફેરફાર કરો – ચાલવા જાઓ, સંબંધીઓ અથવા મિત્રોને મળવા જાવ.
 • જાણો કે કોઈ કાયમના માટે રેહતું નથી.
 • એવા લોકોને જુઓ કે જેઓ તમારા જેમની સ્થિતિ તમારા કરતા પણ ખરાબ છે. આનાથી તમને તમારા દુઃખનો સામનો કરવાની શક્તિ આવશે.
 • જરૂરિયાતમંદોને મદદ કરો. આમ કરવાથી તમને ઘણી શાંતિ મળશે.
 • ઘરમાં, વ્યવસાયમાં અથવા સમાજીક ટોળામાં બદલાવ લાવો.

સકારાત્મક (પોઝીટિવ) અને નકારાત્મક (નેગેટીવ) શક્તિઓની અસરો.

Suicide Prevention

આ જગતમાં, ફક્ત ‘પોઝીટિવ’ તમને સુખ આપશે; ‘નેગેટીવ’ તમને દુ:ખ સિવાય કંઇ નહીં આપે. આપણે પોઝીટિવમાં રહીને અને દુઃખને સહન કરવા સિવાય કંઇ કરી શકતા નથી. ખરાબ સંજોગો સમયની સાથે પસાર થઇ જાશે. સંજોગો હંમેશા બદલાતા રહે છે અને આપણા જીવનમાં ક્યારેય કશું કાયમનું રહેતું નથી. 

તેથી, આપણે ધીરજ રાખીને આપણા વર્તમાન સંજોગોનો સામનો કરવા માટે શક્તિ મળી રહે એમ પ્રાર્થના કરવી જોઈએ. પરંતુ ક્યારેય હાર માનશો નહીં અથવા શરણાગતિ સ્વીકારશો નહિ, કારણ કે આ ખરાબ સમયગાળો પણ ચોક્કસપણે પસાર થશે. 

Related Questions
 1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?
 2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
 3. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
 4. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
 5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
 6. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
 7. જ્યારે તમે કોઈને એ હદ સુધી દુ:ખ પહોંચાડો કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
 8. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
 9. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
 10. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યા ને રોકવું તે શીખો.
 11. જ્યારે કંઇક અઘટિત કે અણબનાવ થાય છે ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે, ‘હું મારા દુઃખથી મુક્ત થવા માંગુ છું. મને મારા જીવનનો અંત લાવવો છે?’
 12. 'મેં મારી નોકરી ગુમાવી દીધી. હું કર્જામાં છું. મારે મૃત્યુ પામવું છે.' કર્જા બાબતે સલાહ મેળવો અને કર્જા સંબંધી થતાં આપઘાતને અટકાવો.
 13. મારો પ્રિયજન મૃત્યુ પામેલ છે. હું એકલતા અનુભવું છું અને હવે મારે હવે જીવવું નથી. શું એકલતામાં આત્મહત્યા એ કોઈ સમાધાન છે?
 14. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
 15. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
 16. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
 17. લોકો મારા વિષે ધારણાઓ કરે છે. હું કોઈપણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
 18. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું. આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
 19. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
 20. આપઘાતનાં પરિણામો કયા છે?
 21. મરતા માણસ (અંતિમ પળોમાં) માટે ધાર્મિક ક્રિયાઓનું શું મહત્વ છે?
×
Share on