Related Questions

અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?

આધ્યાત્મિક વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાનના માર્ગ દ્વારા, તમે ગંભીર હતાશાના લક્ષણો, આત્મહત્યાના વિચારો અને સૌથી મહત્ત્વની બાબત કે, આ સંસારના બોજામાંથી કાયમી મુક્તિ પ્રાપ્ત થશે. તમે આત્મજ્ઞાન દ્વારા મુક્તિ પ્રાપ્ત થઇ શકે એમ છે. આ ક્રિયાને “જ્ઞાનવિધિ” તરીકે ઓળખાય છે.

સંસારના બધા સંબંધોથી આત્મા મુક્ત જ છે. આત્મા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે જે સ્વાભાવિક રીતે અનંત સુખની અવસ્થા છે. શુદ્ધાત્માથી જે સુખ પ્રાપ્ત થાય છે એ સુખનો અનુભવ તમે પહેલા ક્યારેય કર્યો નહી હોય. આ અનુભવ કોઈ વ્યક્તિથી શબ્દો દ્વારા વ્યક્ત થઇ શકે એમ નથી. તમને પોતાને આ બાબતનો અનુભવ થશે. આ સુખ કાયમી અને અવિનાશી છે કેમ કે તે કોઈ વ્યક્તિ અથવા સંજોગોના આધારે નથી. આ સુખ પછી ફરી ક્યારેય દુઃખ કે શોક નહિ આવે.

જેમ જેમ તમારી આત્મા પ્રત્યેની સમજણ વધશે, તેમ તેમ તમે હજુ મજબૂત થતા જશો. ‘ડીપ્રેશનને કોણ ભોગવે છે?’, 'તે આત્મહત્યાના રસ્તા તરફ કેમ જાય છે?', 'આત્મહત્યાના વિચારોને બંધ કરવા’ અને 'તેના દુ:ખનું કારણ શું છે?' આ બધી સમજણ તમને પ્રાપ્ત થશે. પણ તમે શુદ્ધાત્મા તરીકે, શરીર અને અહંકારને જે થાય છે તેનાથી જુદા અને અસર-રહિત રહી શકશો. આ દેહ અને અહંકાર શું કરે છે, શું જુએ છે, વિચારે છે અને શું અનુભવે છે, તેના તમે જ્ઞાતા-દ્રષ્ટા રહી શકશો.

આ વિજ્ઞાન સાચી સમજણ (સમકિત) પર પ્રકાશ પાડનારું છે, જે સમય જતાં, સમ્યક ચારિત્ર્ય (આચાર)માં પરિણમે છે. આ વિજ્ઞાન ચોક્કસ, સમજવા માટે ખૂબ જ સરળ અને વર્તમાન કાળમાં લોકો માટે અત્યંત લાભદાયી છે.

‘શાંતિ મનનો સ્વભાવ છે ! અને આનંદ આત્માનો પોતાનો સ્વભાવ છે !’ - દાદા ભગવાન

સંસારિક સુખો ઘણા કારણો પર આધાર રાખે છે, જેમ કે સંબંધો, માનસિક સ્થિરતા, શારીરિક સ્વસ્થતા અને બાહ્ય સંજોગો. આ જ બધા કારણોને લીધે તમને ભોગવટા આવે છે.

ઉદાહરણ તરીકે, જ્યારે તમે કોઈને ખૂબ પ્રેમ કરો છો, તો તમને એમના માટે અપેક્ષાઓ થશે, જેમ કે સામે પક્ષે તેઓએ પણ તમને એટલા જ પ્રમાણમાં પ્રેમ કરવો જોઈએ. પરંતુ જ્યારે તમારી અપેક્ષાઓ પૂરી નહિ થયા, ત્યારે તમને દુઃખ નહી થાય? આના કારણે તમને ભોગવટો નહિ આવે? તેથી, સંસારિક જીવન ઉતાર-ચડાવથી ભરેલું છે. જ્યારે પરિસ્થિતિઓ ખરાબ થશે ત્યારે તમે કંઈ જ કરી શકશો નહિ.

અક્રમ વિજ્ઞાનથી તમને ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષથી મુક્તિ પ્રાપ્ત થશે. આખી દુનિયાના બોજાથી મુક્ત કરશે. તે ઉપરાંત અમુક મુશ્કેલ અને જટિલ સંબંધોમાંથી પણ મુક્ત થઇ શકશો. હકીકતમાં, આ વિજ્ઞાન થકી તમને કાયમની મુક્તિ (મોક્ષ) પ્રાપ્ત થઇ શકે એમ છે.

આ વિજ્ઞાનના ઉપયોગથી, આત્મહત્યા સંબંધી વિચારોનો સામનો કરવો વધુ સહેલો થઇ જાય છે. તમે એમ લાગશે કે, આ સાંભળવામાં પણ ખુબ સારું લાગે છે, પરંતુ વાસ્તવિકતામાં આ ક્રિયાકારી વિજ્ઞાન છે! આના થકી, ઘણા લોકોએ સંસારમાં કપરા સંજોગો હોવા છતાં પણ મુક્તિનો અનુભવ કર્યો છે. આપ પણ આ પ્રકારનો અનુભવ પ્રાપ્ત કરી શકો છો!

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
  3. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
  4. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
  7. જ્યારે તમે કોઈને એ હદ સુધી દુ:ખ પહોંચાડો કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
  9. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
  10. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યા ને રોકવું તે શીખો.
  11. જ્યારે કંઇક અઘટિત કે અણબનાવ થાય છે ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે, ‘હું મારા દુઃખથી મુક્ત થવા માંગુ છું. મને મારા જીવનનો અંત લાવવો છે?’
  12. 'મેં મારી નોકરી ગુમાવી દીધી. હું કર્જામાં છું. મારે મૃત્યુ પામવું છે.' કર્જા બાબતે સલાહ મેળવો અને કર્જા સંબંધી થતાં આપઘાતને અટકાવો.
  13. મારો પ્રિયજન મૃત્યુ પામેલ છે. હું એકલતા અનુભવું છું અને હવે મારે હવે જીવવું નથી. શું એકલતામાં આત્મહત્યા એ કોઈ સમાધાન છે?
  14. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
  15. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  16. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  17. લોકો મારા વિષે ધારણાઓ કરે છે. હું કોઈપણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
  18. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું. આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
  19. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
  20. આપઘાતનાં પરિણામો કયા છે?
  21. મરતા માણસ (અંતિમ પળોમાં) માટે ધાર્મિક ક્રિયાઓનું શું મહત્વ છે?
×
Share on