Related Questions

જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?

વર્તમાન સમયમાં તમે જ્યાં જુઓ ત્યાં દુ:ખ અને ભોગવટો છે. તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં, ખૂબ જ દુ:ખ રહેલા છે. જેવી તમે કોઈ સમસ્યા પૂરી થાય, ત્યાં તો બીજી ઊભી જ હોય છે. સમસ્યાઓની આ સુનામી આંતરિક દુઃખોનું કારણ બને છે. આમાં હજુ ઉમેરો કરતાં, જીવનના દરેક પાસામાં માંગણીઓ અને અપેક્ષાઓ તમને આત્મહત્યા કરવા માટેનો વિચાર કરાવડાવે છે.

Suicide Prevention

આત્મહત્યા તમારી સમસ્યાઓનો અંત લાવશે નહીં

  • ઊંડાણપૂર્વક, તમે જાણો છો કે તમે તમારી જવાબદારીઓથી ભાગી શકતા નથી અને લોકોને તમારાથી અપેક્ષાઓ પણ છે. ત્યારે તમારે પુરતો સમય લઈને દરેક સમસ્યાઓને શાંતિથી ઉકેલવી. આખરે, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તેનું સમાધાન આવી જશે!
  • પ્રત્યેક પરિસ્થિતિ અથવા વ્યક્તિ જેનો તમે સામનો કરો છો તે તમારા પાછલા જીવનના કર્મનો હિસાબ છે. તેથી, તમારી પાસે જીવનમાં આવેલા દુ:ખને અને પીડા (ભોગવટાને) ને બંધ કરવા સિવાય બીજા ઘણા ઓછા વિકલ્પો છે. કર્મોના ઋણને (હિસાબને) વર્તમાનમાં ચૂકવવું વધુ સારું છે. નહિંતર, આ બધી સમસ્યાઓ વધુ તીવ્રતા સાથે ભવિષ્યના જીવનમાં પછી આવશે.

આત્મહત્યાનું અનુસરણ કરવા જેવું છે નહિ, માટે જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય ત્યારે શું કરવું જોઈએ તે નીચે પ્રમાણે દર્શાવેલ છે:

  • સામાજિક અથવા આસપાસની પરિસ્થિતિઓના દબાણવશ તેઓને અનુકુળ થવા પ્રયત્ન ન કરો - તેના બદલે, તમારી શક્તિઓનો ઉપયોગ કરો કે, જેમાં તમે સારા છો તેમાં અને તમને પ્રેરણા આપનારા લોકોની આસપાસ રહો. એ તમારો આત્મવિશ્વાસ વધારશે અને આશાવાદી રહેવામાં મદદ કરશે.
  • ડ્રગ્સ (નશીલા પદાર્થો) અને દારૂથી દૂર રહો - આ તમારા આત્મઘાતી વિચારોની તીવ્રતામાં વધારો કરી શકે છે.
  • એકાંત અને એકલતા ટાળો - જે લોકો તમને ચાહે છે તેમનાથી દુર થઇ જવાથી/અંતર રાખવાથી બાબતો વધુ ખરાબ થશે. ખાતરી કરો કે તમે દિવસમાં ઓછામાં ઓછી એક વાર કોઈની સાથે વાત કરો.
  • આપઘાત અંગેના વિચારોનો તમારી પાસે સંગ્રહ કરી રાખશો નહીં - કોઈ એવી વિશ્વાસુ વ્યક્તિને શોધો અને તેમને તમારી ખરાબ પરિસ્થિતિઓ વિષે જાણ કરો કે જેમાંથી તમે પસાર થઈ રહ્યા છો. તમારી લાગણીઓને બીજા સામે વ્યકત કરવામાં ક્ષોભ (શરમજનક) અનુભવો નહિ.
  • નિશ્ચયપૂર્વક ખાતરી કરો કે માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ અને હતાશા/ડીપ્રેશન એ સારવાર કરવા યોગ્ય છે, માટે નિષ્ણાતોની સહાય લો.
  • નકારાત્મક (નેગેટીવ) સંજોગો ઉભા થાય ત્યારે પણ સકારાત્મક (પોઝીટિવ) રહેવું. સમાધાન શોધવામાં ધ્યાન કેન્દ્રિત કરો.
  • તમારા મનને દરેક સમયે કોઈ વસ્તુમાં વ્યસ્ત રાખો. તમે જેટલા વ્યસ્ત રેહશો, તેટલા જ પ્રમાણમાં નકારાત્મકતામાં આવવાની સંભાવના ઓછી રહે છે.
  • તમારી દિનચર્યા (રૂટીનને) બદલો – બગીચા (પાર્કમાં) ફરવા જાઓ. થોડી તાજી હવા મેળવો. આનાથી તમારું મન પણ સ્વચ્છ રેહશે.
  • વ્યાયામ - આનાથી તમને માનસિક અને શારીરિક સ્વસ્થતાનો અનુભવ થશે.
  • તંદુરસ્ત આહાર જાળવો. બીમારી એ તમારા દુ:ખમાં વધારો કરશે.
  • યાદ રાખો કે તમે એકલા નથી. બીજા ઘણા લોકો તમારા જ જેવી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે અને તેમાંથી પસાર થઇ રહ્યા છે.

હવેથી, ખાતરી કરો કે તમે ક્યારેય તમારા જીવનનો અંત લાવે એવા વિચારોમાં તન્મયાકાર/એકાકાર થશો નહિ.

સકારાત્મક (પોઝીટિવ) અને નકારાત્મક (નેગેટીવ) વિચારસરણીની અસરો

જે વ્યક્તિ તમામ સંજોગોમાં સકારાત્મક (પોઝીટિવ) રહે છે તે જીવનમાં જીતશે. આવા વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહેશે, આસપાસના લોકોને પ્રેરણા આપી ઉત્સાહિત કરે છે અને કાયમ ખુશ રહે છે. જ્યારે પણ આવા મુશ્કેલીભર્યા અથવા પડકારજનક સંજોગો હોય ત્યારે પણ, આવી વ્યક્તિઓ આવી પડેલી પરિસ્થિતિમાં હકારાત્મક (પોઝીટિવ) બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઉદાહરણ તરીકે, જો તેઓ તેમની નોકરી ગુમાવે છે, તો પછી તેઓ બીજી એક શોધવા માટે શક્ય હોય તેટલા બધા જ પ્રયત્નો કરશે અને આશાવાદી વલણ અપનાવશે. તેમના હકારાત્મક (પોઝીટિવ) વલણને કારણે, તેઓ ખુલ્લા મનવાળા થશે અને તેઓ કોઈપણ પરિસ્થિતિમાં સ્પષ્ટ રીતે સમજણપૂર્વક વિચારી શકશે. અંતે, હકારાત્મકતાનો (પોઝીટિવનો) નકારાત્મકતા (નેગેટીવ) પર વિજય થશે અને તેઓને નોકરી મળશે!

તેનાથી વિપરીત, સતત ખરાબ વિચારોની મન પર નકારાત્મક પર અસર થાય છે. અન્ય વ્યક્તિઓમાં અને પરિસ્થિતિઓમાં નકારાત્મકતા (નેગેટીવ) જોઈને, જીવનમાં અનિવાર્યપણે સંઘર્ષ આવે છે. નકારાત્મક (નેગેટીવ) વિચાર એ કાયમ દુઃખનું કારણ છે. એની તીવ્રતા એટલી હોય છે કે, જ્યારે તમારી સાથે સારી વસ્તુઓ થાય ત્યારે તમે તે સમયનો આનંદ પણ માણી શકતા નથી. યાદ રાખો: હકારાત્મક (પોઝીટિવ) અથવા નકારાત્મક રહેવું એ પસંદગીનો વિષય છે!  

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
  3. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
  4. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
  7. જ્યારે તમે કોઈને એ હદ સુધી દુ:ખ પહોંચાડો કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
  9. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
  10. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યા ને રોકવું તે શીખો.
  11. જ્યારે કંઇક અઘટિત કે અણબનાવ થાય છે ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે, ‘હું મારા દુઃખથી મુક્ત થવા માંગુ છું. મને મારા જીવનનો અંત લાવવો છે?’
  12. 'મેં મારી નોકરી ગુમાવી દીધી. હું કર્જામાં છું. મારે મૃત્યુ પામવું છે.' કર્જા બાબતે સલાહ મેળવો અને કર્જા સંબંધી થતાં આપઘાતને અટકાવો.
  13. મારો પ્રિયજન મૃત્યુ પામેલ છે. હું એકલતા અનુભવું છું અને હવે મારે હવે જીવવું નથી. શું એકલતામાં આત્મહત્યા એ કોઈ સમાધાન છે?
  14. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
  15. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  16. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  17. લોકો મારા વિષે ધારણાઓ કરે છે. હું કોઈપણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
  18. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું. આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
  19. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
  20. આપઘાતનાં પરિણામો કયા છે?
  21. મરતા માણસ (અંતિમ પળોમાં) માટે ધાર્મિક ક્રિયાઓનું શું મહત્વ છે?
×
Share on