Related Questions

મારો પ્રિયજન મૃત્યુ પામેલ છે. હું એકલતા અનુભવું છું અને હવે મારે હવે જીવવું નથી. શું એકલતામાં આત્મહત્યા એ કોઈ સમાધાન છે?

કોઈ પ્રિયજનની ખોટનો સામનો કરવો એ એક મુશ્કેલ પડકાર સાબિત થઈ શકે છે. જ્યારે તમે તમારા જીવનસાથી અથવા કોઈ નજીકની વ્યક્તિને ગુમાવી દો છો, ત્યારે તમારું દુ:ખ ખૂબ તીવ્ર થઇ શકે છે. તેમ છતાં તમે જાણો છો કે મૃત્યુ એ જીવનના કુદરતી ચક્રનો એક ભાગ છે, તેમ છતાં તમે આઘાત અને મૂંઝવણથી દૂર થઈ શકો છો, જે લાંબા સમય સુધી ઉદાસીનતા અથવા ડીપ્રેશન તરફ લઇ જાય છે. જો ભારે ડીપ્રેશનની લાગણી પર નિયંત્રિત અથવા અંકુશ કરવું અશકય હોય, તો પછી નિયંત્રણ ખોઈને એકલતાને કારણે આત્મહત્યા તરફ જવાની શક્યતા બની રહે છે.

તેથી, ઉદાસીનતા અને ડીપ્રેશન સંબંધીના વિચારોનું મંથન ન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે તમારા વર્તમાન પરિસ્થિતિના દુ:ખને દૂર કરવામાં મદદ કરી શકે એવા પ્રકારની સમસ્યાઓનો ઉકેલ લાવો. 

પ્રિયજનને ગુમાવ્યા પછી સકારાત્મક (પોઝીટિવ) અને સાચી સમજ સાથે સામનો કેવી રીતે કરશો: 

  • અંતર્ગત વિજ્ઞાન સમજાવે છે કે જ્યારે તમે તમારા પ્રિયજનોને યાદ કરીને દુ:ખી થાઓ છો, ત્યારે તમારું દુ:ખ તેઓ જ્યાં હોય ત્યાં પહોંચે છે અને તેઓ પણ તમારી પીડાનો અનુભવ કરે છે. તેના બદલે, સકારાત્મક (પોઝીટિવ) સ્પંદનો મોકલો જેમ કે, ‘તમે આત્માની પ્રાપ્ત કરીને જન્મ -મરણના ચક્રમાંથી મુક્ત થાઓ.’ આમ કરવાથી તેમનામાં ઘણો ફરક પડશે.
  • તમે જે ભગવાનમાં માનો છો તેમના પાસે તમારા દુઃખનો સામનો કરવા માટે શક્તિ માંગો. તમને ખૂટતી શક્તિ મળશે અને આ ક્રિયાથી તમને થોડે અંશે શાંતિનો અનુભવ થશે.
  • બીજાની સહાય કરીને અથવા દાન પુણ્ય કામ માટે સકારાત્મક વસ્તુઓની શોધ કરો.
  •  તમારા મનને કાર્યરત રાખો. તમારા મનને નિષ્ક્રિય રહેવાની મંજૂરી આપશો નહીં.
  • સકારાત્મક અને સહાયક લોકોની સંગતમાં રહો.
  • તમારી જાતની સંભાળ લેવાની ખાતરી કરો: કસરત કરો, ખાઓ અને વ્યવસ્થિત ઊંઘ લો. આ રીતે સ્પષ્ટતાપૂર્વક, પણ તમને આશ્ચર્ય થશે કે તમે નાની વસ્તુઓને કેવી રીતે ભૂલી જાઓ છો. આ તમારી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરી શકે છે.  

ઉપર દર્શાવેલ, આત્મઘાતી વિચારો જેવા કે, ‘હું એકલો/એકલી છું’ અને ‘મારે જીવવું નથી’ એ તમારું દુઃખ દુર નહિ કરી શકે, પરંતુ ફક્ત તેને લંબાવશે. બની શકે કે ભવિષ્યમાં તમને આના કરતા વધુ દુઃખો/ભોગવટા આવે. એવી પરિસ્થિતિમાં, તમે શ્રદ્ધાથી શક્તિ માંગો અને મુશ્કેલીને પાર કરી જાણો. 

અક્રમ વિજ્ઞાન: તમે ખરેખર કોણ છો એની આધ્યાત્મિક અંતરદૃષ્ટિ અને કાયમી દુ:ખના અંત માટેની ચાવી. 

આત્મજ્ઞાન દ્વારા, તમને સમજણમાં આવશે કે આત્માનું ક્યારેય મૃત્યુ થતું નથી તે ફક્ત દેહ બદલે છે. વાસ્તવમાં, આત્મા હંમેશા શાશ્વત આંતરિક આનંદમાં હોય છે. તેથી, દુ:ખ એ એક સંસારિક તથ્ય છે અને તમારો શુધાત્માને ક્યારે ભોગવટો નથી આવતો. ભોગવટાની અસર આ જન્મ મળેલા તમારા દેહ પર થાય છે. જયારે તમને ખરેખર આ સમજણ પ્રાપ્ત થશે, ત્યારે તમે અનુભવેલા તમામ દુઃખો એ સંદર્ભે એક ડીસ્ચાર્જ કર્મ છે અને તમને એ અસર કરશે નહિ. તેના બદલે, તમે સતત આંતરિક આનંદ અનુભવશો. 

સારાંશે, પ્રાચીન કાળથી, મનુષ્યો મૃત્યુ સંબંધીના ઉત્તરો ખોળી રહ્યા છે. સદભાગ્યે, આધ્યાત્મિક વિજ્ઞાન પાસે ઉત્તર છે. વિજ્ઞાન હજી અહીંયાથી અટકતું નથી - સમજણના આધારે, તમે એવા સાધનોથી સજ્જ થશો જે તમને અને તમારા પ્રિયજનોને વેદના દરમ્યાન ખૂબ મદદરૂપ થશે. સમજણના આધારે, તમે પ્રિયજનને ગુમાવ્યા બાદ તેનો સામનો કરવામાં સક્ષમ થઇ જશો અને આગળ વધી શકશો. 

Related Questions
  1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?
  2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
  3. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
  4. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
  5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
  6. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
  7. જ્યારે તમે કોઈને એ હદ સુધી દુ:ખ પહોંચાડો કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
  8. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
  9. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
  10. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યા ને રોકવું તે શીખો.
  11. જ્યારે કંઇક અઘટિત કે અણબનાવ થાય છે ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે, ‘હું મારા દુઃખથી મુક્ત થવા માંગુ છું. મને મારા જીવનનો અંત લાવવો છે?’
  12. 'મેં મારી નોકરી ગુમાવી દીધી. હું કર્જામાં છું. મારે મૃત્યુ પામવું છે.' કર્જા બાબતે સલાહ મેળવો અને કર્જા સંબંધી થતાં આપઘાતને અટકાવો.
  13. મારો પ્રિયજન મૃત્યુ પામેલ છે. હું એકલતા અનુભવું છું અને હવે મારે હવે જીવવું નથી. શું એકલતામાં આત્મહત્યા એ કોઈ સમાધાન છે?
  14. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
  15. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
  16. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
  17. લોકો મારા વિષે ધારણાઓ કરે છે. હું કોઈપણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
  18. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું. આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
  19. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
  20. આપઘાતનાં પરિણામો કયા છે?
  21. મરતા માણસ (અંતિમ પળોમાં) માટે ધાર્મિક ક્રિયાઓનું શું મહત્વ છે?
×
Share on