Related Questions

મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?

લાગણીઓ કે જે પ્રશંસાના અભાવ સાથે જોડાયેલી છે જેમ કે, ‘મને અપ્રશંસનીય લાગે છે’, ગેરસમજ થવાથી ‘કોઈ મને સમજી શકતું નથી’, અથવા ટેકો ન મળતા ‘કોઈને મારી ચિંતા નથી’ આત્મ-શંકા, એકલતા, નિરાશા અને ડીપ્રેશન તરફ લઇ જઈ શકે છે. જ્યારે આપણે એટલા દુઃખી હોઈએ છીએ કે આપણે આ નકારાત્મક ભાવોને ઓળંગી શકતા નથી, ત્યારે વેર વાળવાની ભાવના સુધી પહોંચી જઈએ છીએ. જયારે આપણી અપેક્ષા પ્રમાણે માન/પ્રશંસા ઓછું મળે છે ત્યારે અનિવાર્યપણે, છેલ્લા ઉપાય તરીકે, 'હું મારું જીવન પૂરું કરવા માંગું છું' આ પ્રકારના વિચારો તરફ જઈએ છીએ.

હકીકતમાં, આ વિચારો ફક્ત તમને જ નુકસાન કરશે, બીજા કોઈને નહીં. વધુ ન કહેતા સ્વાભાવિકપણે, આનું પરિણામ આત્મહત્યામાં પરિણમે છે. 

તેના બદલે, તમારે દુઃખના મૂળ કારણોને જોવું જોઈએ. 

 • ખાસ કરીને તમારી સાથે જયારે કંઇક સારું થયું હોય ત્યારે તમને એવી શંકા ઉદ્ભવે કે, લોકો હવે તમને શું કેહશે. 
 • તમે જીવનમાં ખૂબ જ વ્યસ્ત અને વિચલિત છો કે તમને કરેલી સકારાત્મક(પોઝીટિવ) પ્રશંસાને સ્વીકારવામાં તમે નિષ્ફળ જાઓ છો.  
 • ઊંડાણથી તમે એવું અનુભવશો કે અન્ય લોકોના પ્રેમ માટે તમે અયોગ્ય છો. 
 • લોકો ભલે ગમે તેટલી વાર તમને કહે કે ‘ખુબ સરસ!’, ‘ઉત્કૃષ્ટ કામ’ કર્યું છે. પરંતુ પ્રતિકુળ સંજોગોને કારણે તમારું મન આ બધા જ શબ્દોને નકારાત્મક (નેગેટીવ) તરીકે જ ગ્રહણ કરશે. 
 • આત્મ-શંકા, અસલામતી, આત્મવિશ્વાસનો અભાવ અથવા સ્પર્ધા આ સર્વ કારણો તમને અપ્રશંસનીયતાનો અનુભવ કરાવે છે. 

તેથી, તેને બદલવા માટે તમે શું કરી શકો?  

 • તમે જે કરો છો તે બધું કરવું અપેક્ષા રાખ્યા વિના કરવું જોઈએ. અપેક્ષા માત્ર ભોગવટો અને દુ:ખમાં પરિણમે છે. 
 • તમારી ઉત્કૃષ્ટ ક્ષમતા પ્રમાણે કાર્યો પુરા કરવા જોઈએ.  
 • જો તમને મદદની જરૂર હોય, તો તે માટે વિનંતી કરો. કેટલીકવાર આપણે ધારીએ છીએ કે લોકોને એ ખ્યાલ જ છે કે, આપણને મદદની જરૂર છે, પરંતુ હંમેશાં એવું હોતું નથી. કેટલીકવાર જે આપણને સ્પષ્ટ લાગે છે તે અન્ય લોકો માટે સ્પષ્ટ ન પણ હોઈ શકે. 
 • અહંકાર કર્યા વિના (લઘુત્તમ ભાવે), અન્ય લોકોને તમે શું કર્યુ છે તે જણાવો અને તેઓ એના વિશે શું વિચારે છે તે પૂછો. દરેક વ્યક્તિ પોતાનામાં વ્યસ્ત છે. સૌ કોઈ પોતાની તકલીફોમાં વ્યસ્ત હોય છે. તેમની સાથે ખુલ્લા મનથી વાતચીત કરવાથી, તમને ખાતરીપૂર્વક યોગ્ય પ્રતિસાદ જરૂર મળશે.  
 • આપણા માટે જે યોગ્ય વસ્તુ હોઈ શકે છે તે વસ્તુ અન્ય લોકો માટે યોગ્ય ના પણ હોઈ શકે. તેથી, કોઈપણ કામ માટે શું જરૂરી છે તે હંમેશાં તપાસો. 
 • શરમાશો નહીં. અન્યની વિશેષજ્ઞતા પર ચાલો.  
 • વાતચીત એ બધા સંબંધોને જોડનારું છે, પછી ભલે તે શાળા, વ્યવસાય અથવા કુટુંબ હોય. 
 • જે તમને દુઃખી કરે છે એવા કારણોની તપાસ કરો – જેમ કે સ્પર્ધા, ઈર્ષ્યા, અપેક્ષાઓ, પ્રશંસાની જરૂરિયાત અથવા આત્મવિશ્વાસનો અભાવ. 
 • જો તમે પોતાની પ્રશંસા કરવા માંગો છો, તો પછી અન્ય લોકો શું કરે છે તેની પણ પ્રશંસા કરો. 
 • અન્ય લોકોમાં પણ શ્રેષ્ઠતા જુઓ - તેમના દોષોને જોવાનું ટાળો. દોષ સાથે રમત રમશો નહીં. 
 • સકારાત્મક (પોઝીટિવ) રહો. 
 • શ્રોતા બનો અને વ્યક્તિઓની સંગતમાં રહો. 
 • સંબંધોમાં બદલાવ લાવવા માટે શા માટે તમે પ્રથમ પગથીયું નથી ભરતા? 
 • તમારી જાતને બદલો. તમે જોશો કે અન્ય લોકો પણ તેનું પાલન કરશે. 
 • બીજાને સુખ આપો અને તમને પણ તે જ પ્રાપ્ત થશે. 
 • તમારી માનસિકતા બદલો – લોકોને અનુકૂળ આવે એવી રીતે મનને વાળો. 
 • તમે જે કરો છો તેમાં આનંદ માણો. તમે એ જાણમાં આવશે કે, જ્યારે પણ તમારી પસંદગીનું કાર્ય કરો છો, ત્યારે તે કાર્ય તમે વધુ ઉત્કૃષ્ટ રીતે કરી શકો છો. તેવી જ રીતે, જ્યારે તમે કંઈક એવું કરો છો જે તમને ન ગમતું હોય, ત્યારે તમને સારા પરિણામો નહિ મળે. 

આ બધાથી ઉપરથી, એટલું યાદ રાખો કે તમે જે અનુભવમાં આવે છે કાયમ એ જ રીતે કરવાની આવશ્યકતા નથી. જે કારણો તમે અનુભવી રહ્યા છો જેમાં ફાળો આપી રહ્યા છો તે કારણોની તપાસ કરો અને શોધો. જો તમે તમારી હાલની મૂંઝવણનો સમાધાન માટે ખરેખર સક્ષમ છો, તો સ્થિતિઓ ચોક્કસપણે એની મેળે સુધરશે. તમારે જે પ્રાપ્ત કરવાની જરૂર છે તેના માટે સમાધાન કરવાની તૈયારી રાખવી, તમારા મનની વાત બીજાને દુઃખ પહોંચાડ્યા વિના કહેવાની અને અન્યની અને તમારી પોતાની તથા અન્યની અપેક્ષાને સંભાળવાની તૈયારી રાખવી. અને છેલ્લે, જ્યારે તમને જરૂર હોય ત્યારે મદદ અને સહાયતા માંગવામાં સંકોચ ન રાખવો. 

મૌન રહી ભોગવટા અને આત્મશંકામાં રહેવાને બદલે, તમે જે અનુભવો છો તે વ્યક્ત કરવું વધુ સારું છે. ખુલ્લા મને અને વાતચીત કરવાથી, તમને અનુભવમાં આવશે કે તમે ઓછા ચિંતિત, ઓછા તાણમાં અને વધુ ખુશ રહી શકશો. 

Related Questions
 1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?
 2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
 3. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
 4. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
 5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
 6. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
 7. જ્યારે તમે કોઈને એ હદ સુધી દુ:ખ પહોંચાડો કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
 8. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
 9. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
 10. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યા ને રોકવું તે શીખો.
 11. જ્યારે કંઇક અઘટિત કે અણબનાવ થાય છે ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે, ‘હું મારા દુઃખથી મુક્ત થવા માંગુ છું. મને મારા જીવનનો અંત લાવવો છે?’
 12. 'મેં મારી નોકરી ગુમાવી દીધી. હું કર્જામાં છું. મારે મૃત્યુ પામવું છે.' કર્જા બાબતે સલાહ મેળવો અને કર્જા સંબંધી થતાં આપઘાતને અટકાવો.
 13. મારો પ્રિયજન મૃત્યુ પામેલ છે. હું એકલતા અનુભવું છું અને હવે મારે હવે જીવવું નથી. શું એકલતામાં આત્મહત્યા એ કોઈ સમાધાન છે?
 14. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
 15. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
 16. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
 17. લોકો મારા વિષે ધારણાઓ કરે છે. હું કોઈપણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
 18. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું. આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
 19. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
 20. આપઘાતનાં પરિણામો કયા છે?
 21. મરતા માણસ (અંતિમ પળોમાં) માટે ધાર્મિક ક્રિયાઓનું શું મહત્વ છે?
×
Share on