Related Questions

નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યા ને રોકવું તે શીખો.

જાણ્યે અજાણ્યે, પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતાના સમયમાંથી પસાર થાય છે. કોઈ કાયમી સફળતા જાળવી શકતું નથી. નિષ્ફળતા પણ કાયમ માટે રહેતી નથી. નબળા સંજોગો દરમ્યાન, આપણે જીવન પ્રત્યે નકારાત્મક (નેગેટીવ) વલણને સ્વીકારીએ છીએ અને અણગમતી લાગણીઓને અનુભવીએ છીએ, જેમ કે નફરતની લાગણી, હીનતાની લાગણી અને અન્યને નીચા ગણવું. પરિસ્થિતિ વધુ વણસે ત્યારે, વ્યક્તિ જીવનનો ઉદ્દેશ્ય અને તેનું ચિંતવન આત્મહત્યા તરફ જવાના વિચારોને અવરોધે છે. 

suicide

સારી વાત એ છે કે, હતાશાકારક અને નબળા સંજોગોમાંથી બહાર નીકળવાના ઉપાયો અને અસરકારક અભિગમો છે નીચે પ્રમાણે દર્શાવેલ છે: 

નિષ્ફળતાને કેવી રીતે દૂર કરવી: 

 • એક દૃષ્ટિકોણથી, ઓળખો કે નબળો તબક્કો અથવા નિષ્ફળતા એ સારા માટે છે - પ્રયાસ કર્યા વિના, તમે ક્યારેય સફળ થશો નહીં. જો તમને જીવનમાં નિષ્ફળતા ન આવી હોય, તો તમે સફળતા પણ પચાવી શકશો નહિ. કોઈ પણ વસ્તુનો અતિરેક (પોઝિટિવ કે નેગેટીવ) એ અનિવાર્યપણે સુખ અને ઉદાસીનતા તરફ લઇ જાય છે અને પછી એક વ્યક્તિ તરીકેનો વિકાસ થઇ શકતો નથી.
 • અત્યંત મુશ્કેલ સમયમાં પણ સકારાત્મક (પોઝિટિવ) માનસિકતાનો સમાવેશ કરો.
 • તમારી ભૂલોથી શીખો અને આગળ વધો.
 • જે ખોટું થયું તે બધું વાગોળીને પોતાની જાત પ્રત્યે દિલગીર રહેવાને બદલે, સકારાત્મક પગલું ભરી તેનો ઉકેલ લાવો.
 • યાદ રાખો કે કોઈ પણ પરિસ્થિતિ કાયમ રહે નહીં - રાત (કપરા સમય) પછી, દિવસ (સારો સમય) હંમેશાં અનુસરે છે.
 • ભૂતકાળને યાદ કરો. તમને પહેલા પણ આવી જ અથવા તેથી વધુ ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે અને તમે તેના પર વિજય પણ મેળવી છે.
 • તમે જે વાવો છો તે જ તમે બનો છો- જો તમે ‘હું કરી શકું છું, અને હું કરી શકીશ’ એમ વિચારશો, તો થોડા સમય પછી, વસ્તુઓ ધીરે ધીરે બદલાશે અને વિકાસશીલ વળાંક લેશે. તેવી જ રીતે, જો તમે એમ કહેતા રહેશો કે ‘હું નિષ્ફળ અથવા સમયનો વ્યર્થ કરું છું’, તો તે તમારા વિચારો અને ચારિત્ર્ય પર અસર કરશે અને તમારી આસપાસના લોકોને પણ અસર કરશે. તે એવું છે કે જ્યારે તમે વાવમાં બોલો કે, 'હું નિષ્ક્રિય છું' તો વાવ પડઘો ફેંકશે કે, 'હું નિષ્ક્રિય છું, 'હું નિષ્ક્રિય છું...' તેવીજ રીતે, તમે કહી શકો, "હું કરી શકીશ, મારી પાસે ક્ષમતા / કુશળતા છે”. નકારાત્મક વિચારોના વિરોધમાં આનું સતત પુનરાવર્તન કરો.
 • તમારા ધ્યેય પ્રત્યે પ્રમાણિક રહો અને તેના તરફ પૂર્ણ દિલથી કામ કરો.

સફળતા અને નિષ્ફળતાની સાચી સમજણ 

જીવનમાં સફળતા અને નિષ્ફળતાને સકારાત્મક (પોઝિટિવ) પાસા તરીકે જુઓ, કારણ કે સર્વાંગીણ વિકાસ અને વૃદ્ધિ માટે તેઓ એકસરખો ફાળો આપે છે.  

યાદ રાખો, જીવનમાં બંને પ્રકારની પરિસ્થિતિઓ આવતી-જતી રેહશે: 

 • સફળતા આપણને શીખવે છે કે, અથાગ મહેનત અને આશાવાદી વલણ જીવનમાં હકારાત્મક (પોઝિટિવ) પરિણામોને લાવે છે.
 • નિષ્ફળતા આપણને શીખવે છે કે, નાગમતા કપરા સંજોગો, આપણી બધી નબળાઇઓ અને નકારાત્મકતાને સકારાત્મકતામાં પરિવર્તન કરવાની શક્તિ ધરાવે છે.

તેથી, બંને આપણા જીવનમાં વિકાસશીલ રીતે કામ કરે છે. 

કોઈ પણ સંજોગોમાં તમારે આત્મહત્યાના વિચાર ના કરવા જોઈએ. તેના બદલે, પરિસ્થિતિને બદલો અને આત્મહત્યા સાથે સંકળાયેલા કોઈપણ વિચારો સામે વિરોધ કરવો. તમારા જીવનમાં આ પડકારજનક સમય પર જીત મેળવો અને નિષ્ફળતામાંથી સફળતા તરફ આશાવાદી બની અને ઉત્સાહપૂર્વક આગળ વધો.  

Related Questions
 1. શું વધારે પડતા લાગણીશીલ થવાથી આત્મહત્યા કરવા માટે પ્રેરણા મળે છે? આ માટેનો ઉકેલ શું?
 2. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું કારણ શું છે?
 3. પ્રેમીઓની આત્મહત્યા કર્યાનાં પરિણામો શું છે? પ્રેમ માટે આપઘાત શું ન્યાયી છે?
 4. કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
 5. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
 6. જ્યારે તમને આત્મહત્યા માટેની લાગણીઓ થાય તે ઘડીએ શું કરવું?
 7. જ્યારે તમે કોઈને એ હદ સુધી દુ:ખ પહોંચાડો કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
 8. આત્મહત્યાના વિચારો સામે કેવું વલણ અપનાવવું?
 9. તૂટેલા હૃદયને જોડવું અને સંબંધ તૂટ્યા પછી આત્મહત્યાને કેવી રીતે અટકાવવું તે શીખો.
 10. નિષ્ફળતાથી સફળતા સુધી – નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું અને આત્મહત્યા ને રોકવું તે શીખો.
 11. જ્યારે કંઇક અઘટિત કે અણબનાવ થાય છે ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે, ‘હું મારા દુઃખથી મુક્ત થવા માંગુ છું. મને મારા જીવનનો અંત લાવવો છે?’
 12. 'મેં મારી નોકરી ગુમાવી દીધી. હું કર્જામાં છું. મારે મૃત્યુ પામવું છે.' કર્જા બાબતે સલાહ મેળવો અને કર્જા સંબંધી થતાં આપઘાતને અટકાવો.
 13. મારો પ્રિયજન મૃત્યુ પામેલ છે. હું એકલતા અનુભવું છું અને હવે મારે હવે જીવવું નથી. શું એકલતામાં આત્મહત્યા એ કોઈ સમાધાન છે?
 14. શું તમે અસહ્ય પીડા સાથે જીવી રહ્યા છો અને અસહ્ય પીડાથી આત્મહત્યાના વિચારો આવે છે?
 15. મને કોઈ સમજી શકતું નથી. કોઈ મારું ધ્યાન નથી રાખતું. મને મારા જીવનનો અંત લાવવો છે. મારે શું કરવું જોઈએ?
 16. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
 17. લોકો મારા વિષે ધારણાઓ કરે છે. હું કોઈપણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
 18. જો કોઈ આત્મહત્યા કરે તો શું કરવું. આત્મહત્યા ટાળવા અહી સહાયતા મેળવો.
 19. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
 20. આપઘાતનાં પરિણામો કયા છે?
 21. મરતા માણસ (અંતિમ પળોમાં) માટે ધાર્મિક ક્રિયાઓનું શું મહત્વ છે?
×
Share on