आत्महत्या
किसी व्यक्ति को आत्महत्या कभी नहीं करनी चाहिए| बल्कि, उस व्यक्ति को ज्ञानी पुरुष से आशीर्वाद लेकर एक नए और सही मार्ग पर जीवन जीना चाहिए|
જો કોઈ તમારું નાક દબાવી રાખે, તો એવી પરિસ્થિતિમાં તમે શું કરશો? તમે શ્વાસ લેવાનો પ્રયત્ન છોડતા નથી, ભલે તમારે એના માટે ખૂબ જ મહેનત કરવી પડે, તો પણ તમે કોઈ ને કોઈ ઉપાય તો ખોળી જ કાઢશો. એવી જ રીતે, જ્યારે તમે કંઈક દુ:ખનો અનુભવ કરો છો, ત્યારે તે દુઃખમાં ચૂપ રહીને કે એને છૂપું રાખીને તમારે હિંમત ના હારવી જોઈએ. આ આવી પડેલી પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું, એના માટે પ્રયત્નો કરવા અને સુખ ક્યાંથી મળશે, એ માર્ગ ખોળવાનો પ્રયત્ન કરવો જોઈએ.
જીવનમાં ઉતાર-ચઢાવ આવ્યા જ કરે છે. સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, એ આવ્યા જ કરશે. જ્યારે તમે કોઈ વસ્તુ કે વ્યક્તિને વધારે પડતું જ મહત્ત્વ આપો છો, ત્યારે તમારું જીવન ફક્ત તેને પ્રાપ્ત કરવા પાછળ જ વિતી જાય છે. જો તમે તેને પ્રાપ્ત કરવામાં અસમર્થ રહો છો, તો ત્યારે તમને એ વાતનું અંદરથી ખૂબ જ દુઃખ રહ્યા કરે છે, જેના પરિણામે, તમે તમારા આ કિંમતી જીવનનું મૂલ્ય જ ભૂલી જાઓ છો. વાસ્તવમાં, જીવનમાં જે કંઈ પણ મુશ્કેલીઓ આવે છે કે જાય છે, તે આપણને વધુ ને વધુ મજબૂત બનાવે છે.
પરમ પૂજ્ય દાદાશ્રી સૌને વરંવાર સમજાવતા કે, “આપઘાત કરવાનું મન થાય ત્યારે, મને યાદ કરજે ને મારી પાસે આવજે. એવા માણસ હોય ને, જોખમવાળા માણસ, એમને કહી રાખું. તે મારી પાસે આવે, તેને સમજ પાડી દઉં. તે પછી બીજે દહાડે આપઘાત કરતો બંધ થઈ જાય.”
જો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવા માંગે છે અને જ્યારે તે પૂજ્ય દીપકભાઈ પાસે આવે છે, ત્યારે પૂજ્ય દીપકભાઈ તેમને આત્મહત્યાના કારણો અને આત્મહત્યા કર્યા પછી તેના શું ગંભીર પરિણામો આવે છે, તે સમજાવે છે. આ આધ્યાત્મિક સ્પષ્ટીકરણથી તેમના આત્મહત્યા કરવાના વિચારોમાં બદલાવ આવશે અને તે બંધ થઈ જશે.
તો રાહ ન જુઓ! આવીને પૂજ્ય દીપકભાઈને મળો અને આત્મહત્યા નિવારણનું માર્ગદર્શન મેળવીને તમારા પોતાનું અથવા બીજા કોઈ વ્યક્તિનું જીવન બચાવો.


Q. શું વધારે પડતા લાગણીશીલ થવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે? આ માટેનો ઉપાય શું છે?
A. આપણે જે લાગણીઓ અનુભવીએ છીએ, તે આપણી આસપાસના સંજોગો, આપણો સ્વભાવ અને લોકો સાથેના આપણા સંબંધો પર... Read More
Q. લોકો આત્મહત્યા કેમ કરે છે? આત્મહત્યાના વિચારોનું મૂળ કારણ શું છે?
A. દુઃખની વાત છે કે આત્મહત્યા કરવાના વિચારો અત્યારે વધુ ને વધુ સામાન્ય બની ગયા છે. આધુનિક જીવનના સતત... Read More
Q. પ્રેમી સાથે કરેલા આત્મહત્યાના પ્રોમિસના પરિણામો શું આવે? શું પ્રેમ માટે આપઘાત કરવો જોઈએ?
A. દુર્ભાગ્યે, પ્રેમીઓ સામાજિક, આર્થિક અથવા સાંસ્કૃતિક અંતર કે જે તેમને એક થતાં રોકે છે, એનાથી છૂટકારો... Read More
Q. ટીનેજર્સમાં આત્મહત્યાના કારણો શું છે? યુવાનોમાં આપઘાતનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
A. કિશોરાવસ્થાના વર્ષોને ખાસ કરીને વ્યગ્ર અને બેચેનીભર્યો સમય માનવામાં આવે છે. કારણ કે યુવાનીમાં... Read More
Q. આત્મહત્યા બાદ શું થાય છે? આત્મહત્યા કેમ ન કરવી જોઈએ?
A. જીવનની દરેક વસ્તુના કૉઝ અને ઈફેક્ટ હોય છે. એટલા માટે જ આત્મહત્યા માટે ખૂબ વિચારતી કોઈ પણ... Read More
Q. આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. અત્યારના સમયમાં જ્યાં જોઈએ ત્યાં દુઃખ અને ભોગવટા જ છે. તમામ ભૌતિક સુખ-સુવિધાઓ હોવા છતાં ખૂબ જ દુઃખ... Read More
Q. જ્યારે તમારાથી કોઈને એટલું દુઃખ થઈ જાય કે તે વ્યક્તિને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જો આપણને એવું લાગે કે કોઈ વ્યક્તિના આત્મહત્યા માટે વિચાર કરવાનું કારણ તમે છો તો તમારે સૌથી પહેલાં... Read More
Q. બ્રેકઅપ પછી આત્મહત્યાની પરિસ્થિતિને કેવી રીતે અટકાવવી?
A. કોઈપણ સંબંધમાં, બ્રેકઅપ એ અત્યંત દુઃખદાયી હોય છે અને ત્યારે આપણી દુનિયા ધરમૂળથી બદલાય છે. એ સમયે... Read More
Q. નિષ્ફળતાના કારણે થતી આત્મહત્યાને કેવી રીતે અટકાવી શકાય?
A. પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સફળતા અને નિષ્ફળતામાંથી પસાર થાય જ છે. કોઈ કાયમી સફળતા જાળવી શકતું નથી... Read More
Q. જીવનનાં મુશ્કેલ સમયમાં, કંટાળીને આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જીવન દરમિયાન, આપણે સારા અને નરસા એવા બે ચક્રમાંથી પસાર થઈએ છીએ પણ કેટલાક લોકો એવું તારણ કાઢે છે કે,... Read More
Q. બેરોજગારી અને દેવાની પરિસ્થિતિમાં આત્મહત્યા કરવાનું મન થાય ત્યારે શું કરવું?
A. જ્યારે આપણી પાસે નોકરી ન હોય, ભારે દેવું હોય અને આવી પડેલી મુશ્કેલીનો કોઈ અંત દેખાતો ન હોય એવી... Read More
Q. શું એકલતાના કારણે આત્મહત્યા કરવી એ ઉકેલ છે?
A. પ્રિયજનના મૃત્યુનું દુ:ખ સહન કરવું એ સૌથી મુશ્કેલ પડકારોમાંનું એક હોઈ શકે છે. જ્યારે આપણે જીવનસાથી... Read More
A. જયારે આપણને એવું લાગે કે ‘કોઈ મારી કદર કરતું નથી’, ‘કોઈ મને સમજી શકતું નથી’ એવી ગેરસમજ થાય અથવા... Read More
Q. મેં ભૂલ કરી છે. હવે મારે જીવવું નથી. હું મારી જાતને મારી નાખવા માંગુ છું.
A. આપણે સૌ ભૂલો થાય એને નાપસંદ કરીએ છીએ, તેમ છતાં આપણે ઘણીવાર ભૂલો કરીએ છીએ. આમાંની ઘણી ભૂલો સામાન્ય... Read More
Q. લોકો મારા વિશે ધારણાઓ કરે છે. હું કોઈ પણ જગ્યાએ ફીટ નથી. મારું સ્થાન ક્યાં છે?
A. લોકો જ્યારે તમારા માટે અભિપ્રાય બાંધે અથવા ધારણા કરે ત્યારે પરિસ્થિતિ મૂંઝવણભરી, તણાવયુક્ત અને... Read More
Q. જો કોઈ આત્મહત્યા કરવાનું વિચારે તો શું કરવું? આત્મહત્યા ટાળવા માટે અહીં સહાયતા મેળવો.
A. જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે કે જેની આપણે ખૂબ જ નજીક છીએ, જે ડિપ્રેશનમાં હોય અથવા આત્મહત્યા કરવાનું... Read More
Q. આત્મહત્યા સંબંધી વિચારોને કેવી રીતે અટકાવી શકાય?
A. આપણામાંથી કોઈએ ક્યારેક તો આત્મહત્યા જેવા નેગેટિવ વિચારોનો અનુભવ કર્યો હશે, જે આપણને વિચારવા માટે... Read More


subscribe your email for our latest news and events
