Related Questions

અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?

ગો ટુ જ્ઞાની!

પ્રશ્નકર્તા: હવે અહંકાર ઓછો કરવા માટે આપણે શું કરવું જોઈએ?

દાદાશ્રી: જેનો અહંકાર ખલાસ થઈ ગયો હોય ત્યાં જવું અને નહીં તો અહંકાર વધારવો હોય તો આ ગુંડા લોકોની પાસે ગયા કે અહંકાર ખૂબ વધી જાય. જેવો સંગ એવો રંગ લાગે.

અહંકાર જ આ કર્મ બાંધે છે અને અહંકારને કાઢી નાખે, એટલે કર્મ બંધાતાં અટકી ગયાં અને આપણો સંસાર અટકી ગયો. પણ જેની પાસે ઇગોઇઝમ છે ત્યાં આપણો ઇગોઇઝમ શી રીતે નીકળે? એટલે મારી પાસે આવશો તો હું તમને ઇગોઇઝમ કાઢી આપીશ.

જ્ઞાની સમર્પણે, અહમ્ શૂન્યતા!

પ્રશ્નકર્તા:અક્રમ માર્ગમાં, ઇગોઇઝમ જે છે એ જ્ઞાની પુરુષને સરેન્ડર (સમર્પણ) કરો તો જ ઇગોઇઝમ જાયને?

દાદાશ્રી: એ તો સેકન્ડરી સ્ટેજ થયું. પણ જ્ઞાની પુરુષ જે પહેલાં થાય, એણે કોને સરેન્ડર કરવાનું? જ્ઞાની પુરુષને જ્ઞાનથી આ ઇગોઇઝમ બધો ઊડી જાય. જ્ઞાન થતાંની સાથે જ ઈગોઈઝમ ઊડી જાય. અમારે બહુ ઇગોઇઝમ હતો. ૧૯૫૮ પહેલાં ઘણો ઇગોઇઝમ હતો પણ જ્ઞાન થતાંની સાથે જ ઇગોઇઝમ બધો સાફ થઈ ગયો.

હવે અહીં તમે બધું સમર્પણ કરો એટલે ઇગોઇઝમ જાય. જ્ઞાન પછી તમને પણ ડિપ્રેશન કે એલિવેશન ના થાય. અને કોઈ ટૈડકાવે કે જેલમાં ઘાલી દે તોય ડિપ્રેશન આવે નહીં, એનું નામ વિજ્ઞાન કહેવાય. આ વૈજ્ઞાનિક રસ્તો છે.

લાખ અવતાર નાગા થાય તોય આ સંસારનો મોહ છૂટે એવો નથી. અહંકાર કોઈ દહાડો ઓગળે તેવો નથી. અહંકાર ફ્રેક્ચર થાય એવો નથી, મમતા જાય એવી નથી અને માયા તો આઘી ખસે જ નહીં. એક કેરી હોયને તોય રાત્રે સંતાડી રાખે, કહેશે, 'સવારમાં ખાઈશ.' જંગલમાં રહેતો હોય તોય માયા જોડે હોય! એટલે આ તો આવો લિફ્ટ માર્ગ નીકળ્યો છે! તમારું પુણ્ય છે, તે અમે ભેગા થયા છીએ, સરળ માર્ગ છે! એટલે 'અહીં   તમારું કામ કાઢી લો', એટલું કહી છૂટીએ.

Related Questions
  1. અહમ એટલે શું? શું અહમ અને અહંકાર બંને એક જ છે?
  2. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબુ છે?
  3. અહંકાર કોને કેહવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?
  4. ઈગોઈઝમ કેવી રીતે ઓળખાય? ડીપ્રેશન કોને આવે છે?
  5. શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભકિત મને અહંકારથી મુક્તિ અપાવી શકે?
  6. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર- બન્ને અહંકાર જ છે?
  7. શું દયા એ અહંકારનો ગુણ છે?
  8. શું અહંકાર અને આત્મવિશ્વાસને કોઈ સંબંધ છે?
  9. અહંકાર એટલે શું? અહંકારમાંથી મુકત કેવી રીતે થવું?
  10. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે? એ કોણ ભોગવે છે?
  11. જો અહંકાર કર્મ બાંધે છે તો એનાથી મુક્ત કેવી રીતે થવું?
  12. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?
  13. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઇ?
  14. અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
×
Share on