અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો11 ડિસેમ્બર |
10 ડિસેમ્બર | to | 12 ડિસેમ્બર |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઆનેય કહેવાય અહંકાર!
'હું ચંદુભાઈ છું' એ અહંકાર. પછી આ એક જ અહંકાર નથી. અહંકાર કેટલા બધા છે તે દેખાડું. પછી કહેશે, આ બેનનો ફાધર થઉં એ બીજો અહંકાર. પછી આ બઈનો ધણી થાઉં એ ત્રીજો અહંકાર, હું આટલા વર્ષનો છું એ ચોથો અહંકાર, હું શરીરે ફેટ છું એ પાંચમો અહંકાર, હું કાળો છું એ છઠ્ઠો અહંકાર, હું આનો દાદો થઉં એ સાતમો અહંકાર અને હું આનો મામો થઉં એ આઠમો અહંકાર. આનો ફૂવો થઉં, એ બધા કેટલાક અહંકાર હશે? એટલે આરોપિત ભાવ એનું નામ અહંકાર અને મૌલિકભાવ એનું નામ નિરઅહંકાર. 'હું ગરીબ છું' એમ કહે ને, તે એનું શું કહેવાય?
પ્રશ્નકર્તા: અહંકાર.
દાદાશ્રી: પછી 'હું માંદો છું' એનું નામ અહંકાર, 'હું સાજો છું' એનું નામ અહંકાર, 'હું ડૉક્ટર છું' એનું નામ અહંકાર. પછી કહેશે, 'અમે શાહ', ઓહોહો! ક્યારેય ચોરી ન કરી હોય એવા શાહ, શાહ કેવા હોય? ચોપડાની ચોરી જ નહીં, પણ કોઈ જાતની ચોરી જ નહીં, એનું નામ શાહ! એવું આ જગત છે. આ બધો ઈગોઈઝમ છે, અહંકાર છે. આ લક્ષણ આત્માનું નથી. આ જગત બધું અહંકાર ઉપર તો ઊભું રહ્યું છે. આવું તે ક્યાં સુધી ઊભું રહે છે? 'હું કોણ છું' ભાન નથી થયું ત્યાં સુધી ઊભું રહે છે.
અને લોકો પહેલેથી જ, એય ચંદુલાલ શેઠનો છોકરો છે આ તો, ચંદુલાલ શેઠનો છોકરો એટલે છોકરો પણ મલકાયા કરે આમ. પછી થાય ફસામણ! આ જગત તો ઉછેરતી વખતે એવા ખાડામાં નાખે છે ને, તે ફરી નીકળી જ ના શકે. એટલે આ જગત આવું ને આવું જ રહેવાનું. કાયમને માટે આવું રહેવાનું છે, તેમાંય મોક્ષે જયા કરશે નિયમથી જ.
* ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.
1. પોતાના સ્વરૂપમાં 'હું છું' બોલ્યા એ અહંકાર નથી. પણ જ્યાં 'હું' પરક્ષેત્રે બોલાય એ અહંકાર છે. અજ્ઞાનતા જ નડે છે.
2. અહંકાર નુકસાનકર્તા છે, એવું જાણી લો ત્યારથી જ બધું કામ સરળ થાય. અહંકારનું રક્ષણ કરવા જેવું નથી.
subscribe your email for our latest news and events