Related Questions

શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભકિત મને અહંકારથી મુક્તિ અપાવી શકે?

જાય શું, એ જપ-તપથી?

પ્રશ્નકર્તા: જપ કરવા, યોગ કરવો, ભક્તિ કરવી કે શું કરવું કે જેથી અહંકારનો વિલય થાય?

દાદાશ્રી: જપ, યોગ એ બધા તો અહંકારને વધારનારા છે. આમાં ભક્તિ અહંકાર નથી વધારતી, ભક્તિ તો અહંકારને ઘટાડે છે.

પ્રશ્નકર્તા: ભક્તિથી અહંકાર કંટ્રોલમાં આવી શકે?

દાદાશ્રી: ભક્તિથી અહંકાર ઓછો થાય. પણ ભક્તિ ના કરે એટલે પાછો વધી જાય. ઓછો થાય ને વધી જાય. પણ 'એને' ખરેખર 'હું કોણ છું' એનું ભાન થાય, એ જાણે એટલે ઇગોઇઝમ ખલાસ થઈ જાય, એક્ઝેકટ જાણે ત્યારે. આ તો જાણ્યું ના કહેવાય. જાણ્યું એટલે તો ઇફેક્ટિવ (અસરકારક) હોવું જોઈએ.

પ્રશ્નકર્તા: આ કરીએ છીએ એ ઇગોઇઝમ છે, તો એ ઇગોઇઝમ આપણે છોડવો હોય તો એ બધું નહીં કરવાનું, એમ?

દાદાશ્રી: પણ આ કોણ બોલે છે? આ ઇગોઇઝમ પોતે જ બોલે છે કે, 'મારે ઇગોઇઝમ છોડવો છે.' બોલો હવે, એ જાતે મરતો હશે? જાતે ઝેર ખાય? એટલે આ ઇગોઇઝમ પોતે બોલે છે કે 'મારે ઇગોઇઝમ છોડવો છે.' કેટલો બધો વિરોધાભાસ લાગે?

પ્રશ્નકર્તા: તો માનવી અહંકાર મુક્ત થઈ શકે નહીં?

દાદાશ્રી: અહંકાર મુક્ત ના થાય તો પછી મોક્ષ હોય જ નહીંને! મારામાં છાંટોય અહંકાર નથી, સેન્ટ પરસેન્ટ (સો ટકા) નથી. જ્યાં સેન્ટ પરસેન્ટ બુદ્ધિ ના હોય ત્યાં સેન્ટ પરસેન્ટ અહંકાર ના હોય.

પ્રશ્નકર્તા: મારામાં અહંકાર નથી એમ કહેવું એ અહંકાર નથી?

દાદાશ્રી: એ સમજવાનું છે. આ કોણ બોલે છે એ તમે જાણો છો? આ ઓરિજિનલ ટેપરેકર્ડ વાત કરે છે.

પ્રશ્નકર્તા: એ વસ્તુ બરાબર છે પણ અહંકારશૂન્ય બનવું કેવી રીતે, એ જ તકલીફ છે?

દાદાશ્રી: એ બનવાનું તો, એ અહંકારશૂન્યની પાસે જાવ, ત્યાર પછી એનો રસ્તો જડે. અને જ્યારે પોતાના સ્વરૂપમાં આવો ત્યારે અહંકારશૂન્ય થાય.

અહંકાર ઓગાળેલો હોયને તેમને કહીએ, 'તમે અમને કંઈક હેલ્પ કરો.' આપણે કહીએ તો એ હેલ્પ કરે. જેમ આપણે કોઈ એક જગ્યાએ ડૉક્ટરને કહીએ કે 'સાહેબ, આ મારી તબિયત આમ થઈ છે, મને હેલ્પ કરો.' એમાં પૈસા લેવાના હોય છે અને આમાં પૈસા ના હોય એટલો જ ફેર. આપણે કહીએ કે હેલ્પ કરો એટલે હેલ્પ કરે તરત જ. એટલે ઈગોઈઝમ સમાપ્ત કરવાનો માર્ગ ના હોય તો ઇગોઇઝમ ઉત્પન્ન જ ના થાય. આ જગતમાં જે જન્મે એનું મરણ હોય જ, પણ લોકોને રસ્તો જડતો નથી. હવે એ ઇગોઇઝમ તો ખાલી થાય, પણ ક્યાં આગળ થાય? ત્યારે કહે, જેણે ઇગોઇઝમ ખાલી કરેલો હોય ત્યાં આપણે જઈએ કે ભાઈ, મારો ઇગોઇઝમ ખાલી થાય, એવી કંઈ કૃપા કરો તો એ થઈ જાય. બાકી જેની પાસે ઇગોઇઝમની સિલક જ હોય, તે આપણો ઇગોઇઝમ શી રીતે કાઢી આપે?

Related Questions
  1. અહમ એટલે શું? શું અહમ અને અહંકાર બંને એક જ છે?
  2. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબુ છે?
  3. અહંકાર કોને કેહવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?
  4. ઈગોઈઝમ કેવી રીતે ઓળખાય? ડીપ્રેશન કોને આવે છે?
  5. શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભકિત મને અહંકારથી મુક્તિ અપાવી શકે?
  6. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર- બન્ને અહંકાર જ છે?
  7. શું દયા એ અહંકારનો ગુણ છે?
  8. શું અહંકાર અને આત્મવિશ્વાસને કોઈ સંબંધ છે?
  9. અહંકાર એટલે શું? અહંકારમાંથી મુકત કેવી રીતે થવું?
  10. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે? એ કોણ ભોગવે છે?
  11. જો અહંકાર કર્મ બાંધે છે તો એનાથી મુક્ત કેવી રીતે થવું?
  12. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?
  13. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઇ?
  14. અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
×
Share on