Related Questions

શું દયા એ અહંકારનો ગુણ છે?

દયા છે, અહંકારી ગુણ!

પ્રશ્નકર્તા: દયામાં અહંકાર હોય છે?

દાદાશ્રી: દયા એ અહંકારી ગુણ! દ્વન્દ્વ ગુણો બધા અહંકારી ગુણો. દ્વન્દ્વ ગુણો બધા અહંકારી, દ્વૈતેય અહંકારી ગુણ ને અદ્વૈતેય અહંકારી ગુણ. આ લોકો અદ્વૈતની દુકાનો કાઢે છે, એમાં કશું વળે નહીં. કારણ કે એ દ્વન્દ્વ ગુણ છે, દ્વેત-અદ્વૈત. એટલે દયાવાળો હોય, એને નિર્દયતાના વિકલ્પો આવે.

પ્રશ્નકર્તા: દયા અને કરુણા, આમાં દયાનું સ્થાન જ નથી. પ્રેમ છે, મહાવીર ભગવાનનો પ્રેમ છે, બુદ્ધ ભગવાનની દયા છે.

દાદાશ્રી: અમે એ સ્વરૂપમાં છીએ, પ્રેમ સ્વરૂપમાં છીએ. અમારે કોઈની જોડે મતભેદ નથી. મને ગાળો ભાંડે તોય મારે મતભેદ નથી.

પ્રશ્નકર્તા: એ શું ભાવ કહેવાય? એને કરુણા કહેવાય કે દયા કહેવાય?

દાદાશ્રી: દયાનું સ્ટેજ પૂરું થયું. દયા હોયને ત્યાં નિર્દયતા હોય. તે નિર્દયતા એમનામાં નથી, નિર્દયતા છૂટી ગઈ. દયા છૂટી ગઈ ને કરુણા આવી.

પ્રશ્નકર્તા: તે કરુણામાં પણ અહંકારનો ભાગ રહ્યો ખરો?

દાદાશ્રી: ના, અહંકાર નહીં.

પ્રશ્નકર્તા: પ્રેમ અને કરુણામાં ફેર કેમ રહ્યો?

દાદાશ્રી: પ્રેમ તો હજુ આગળનું સ્વરૂપ છે.

Related Questions
  1. અહમ એટલે શું? શું અહમ અને અહંકાર બંને એક જ છે?
  2. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબુ છે?
  3. અહંકાર કોને કેહવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?
  4. ઈગોઈઝમ કેવી રીતે ઓળખાય? ડીપ્રેશન કોને આવે છે?
  5. શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભકિત મને અહંકારથી મુક્તિ અપાવી શકે?
  6. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર- બન્ને અહંકાર જ છે?
  7. શું દયા એ અહંકારનો ગુણ છે?
  8. શું અહંકાર અને આત્મવિશ્વાસને કોઈ સંબંધ છે?
  9. અહંકાર એટલે શું? અહંકારમાંથી મુકત કેવી રીતે થવું?
  10. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે? એ કોણ ભોગવે છે?
  11. જો અહંકાર કર્મ બાંધે છે તો એનાથી મુક્ત કેવી રીતે થવું?
  12. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?
  13. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઇ?
  14. અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?
×
Share on