• question-circle
  • quote-line-wt

અહમ્ શું છે?

અહમ્ દૂર કરવાનો નથી, અહંકાર દૂર કરવાનો છે. અહમ્ એટલે હું, તે અસ્તિત્વને માટે વપરાય છે: ‘હું છું’. પોતે જે સ્વરૂપ છે તેના માટે ‘હું છું’ એમ કહેવું, તે અહંકાર નથી. બધા જીવોને પોતાના અસ્તિત્વનું ભાન તો છે જ કે ‘હું છું’, પરંતુ તેમને વાસ્તવિકતાની જાગૃતિ (વસ્તુત્વની જાગૃતિ): ‘હું કોણ છું?’ તે નથી. પોતાના ખરા સ્વરૂપને ઓળખો. કારણ કે, બંધન માત્ર સ્વરૂપની અજ્ઞાનતાના કારણે જ છે! 

શું તમે જાણો છો કે, ‘હું આ શરીર છું’ એ પણ અહંકાર છે. ‘હું ચંદુલાલ છું’ તે પણ અહંકાર છે અને ખાલી આટલો જ અહંકાર નથી. પરંતુ, આ યાદી બહુ મોટી છે. જેમ કે, ‘હું એન્જિનીયર છું’, ‘હું આમનો દીકરો છું’, ‘હું આમનો પતિ છું’, ‘હું આમની પત્ની છું’, ‘હું આટલા વર્ષનો છું’, ‘હું તદુંરસ્ત છું’, ‘હું ઘઉંવર્ણો છું’ વગેરે...

જ્ઞાની પુરુષ દાદાશ્રી દ્વારા અગોપિત થયેલા અહંકારના જુદા જુદા સ્વરૂપોને સમજવા અને બંધનમાંથી કેવી રીતે મુક્ત થવું તે સમજવા માટે વધુ વાંચો...

અહંકાર કોને કહેવાય?

અહંકાર એટલે જ્યાં પોતે નથી ત્યાં 'હું' છું એવું આરોપણ કરવું. આપણે ખરેખર દેહ કે નામ સ્વરૂપે નથી છતાં આપણે દેહ કે નામ સ્વરૂપે છીએ એવું માનીએ છે. પોતે જે સ્વરૂપે છે એનું ભાન થવું એનું નામ નિરહંકાર.

play
previous
next

Top Questions & Answers

  1. Q. અહમ્ એટલે શું? શું અહમ્ અને અહંકાર બન્ને એક જ છે?

    A. અહમ્ એ નથી અહંકાર! પ્રશ્નકર્તા: આ અહમ્ કહે છે અને અહંકાર એ એક જ છે કે જુદું જુદું છે? દાદાશ્રી:... Read More

  2. Q. શું તમારા તમામ વર્તન અને વિચાર પર તમારો કાબૂ છે?

    A. એ સત્તા કોની? રાતે તમને ઊંઘ આવે છે, તે તમે ઊંઘી જાવ છો કે કોઈ ઊંઘાડે છે? પ્રશ્નકર્તા: જાતે ઊંઘી... Read More

  3. Q. અહંકાર કોને કહેવાય? અને તે આત્માથી કઈ રીતે જુદો છે?

    A. આનેય કહેવાય અહંકાર! 'હું ચંદુભાઈ છું' એ અહંકાર. પછી આ એક જ અહંકાર નથી. અહંકાર કેટલા બધા છે તે... Read More

  4. Q. ઈગોઈઝમ કેવી રીતે ઓળખાય? ડિપ્રેશન કોને આવે છે?

    A. એય છે અહંકાર!  પ્રશ્નકર્તા: આપણે કોઈને ઘેર જઈએ અને આપણને ભાવથી 'આવો, બેસો' એવું ના કહે તો એનો... Read More

  5. Q. શું જપ (મંત્રોચ્ચાર), યોગ અને ભક્તિ મને અહંકારથી મુક્તિ અપાવી શકે?

    A. જાય શું, એ જપ-તપથી?  પ્રશ્નકર્તા: જપ કરવા, યોગ કરવો, ભક્તિ કરવી કે શું કરવું કે જેથી અહંકારનો વિલય... Read More

  6. Q. શું પોઝિટિવ અને નેગેટિવ અહંકાર - બન્ને અહંકાર જ છે?

    A. અહંકાર, પોઝિટિવ અને નેગેટિવ! એક બ્રાહ્મણ હતો. તે આખા ગામમાં એક જ બ્રાહ્મણ હતો. તે બિચારો મરી ગયો!... Read More

  7. Q. શું દયા એ અહંકારનો ગુણ છે?

    A. દયા છે, અહંકારી ગુણ! પ્રશ્નકર્તા: દયામાં અહંકાર હોય છે? દાદાશ્રી: દયા એ અહંકારી ગુણ! દ્વંદ્વ ગુણો... Read More

  8. Q. શું અહંકાર અને આત્મવિશ્વાસને કોઈ સંબંધ છે?

    A. અહંકાર ઓછો ત્યાં આત્મવિશ્વાસ વધારે! પ્રશ્નકર્તા: અહંકાર ને આત્મવિશ્વાસની ભેદરેખા ક્યાં છે? કોઈ પણ... Read More

  9. Q. અહંકાર એટલે શું? અહંકારમાંથી મુક્ત કેવી રીતે થવું?

    A. સહુમાં અહંકાર સરખો જ! આપણા લોક અહંકારને સમજતા જ નથી. અહંકાર શું કહેવાય? અહંકાર તો જીવમાત્રને હોય.... Read More

  10. Q. સુખ અને દુઃખનો અનુભવ કોને થાય છે? એ કોણ ભોગવે છે?

    A. આત્મા કશું દુઃખ ભોગવતો નથી. આત્મા પોતે જ સુખનો કંદ છે. એને દુઃખ અડે નહીં ને. જે સુખ ભોગવે છે તે જ... Read More

  11. Q. જો અહંકાર કર્મ બાંધે છે તો એનાથી મુક્ત કેવી રીતે થવું?

    A. પ્રશ્નકર્તા: ધેન ઈગોઈઝમ ઈઝ ધી ફન્ડામેન્ટલ કૉઝ (તો પછી અહંકાર મૂળ પાયાનું કારણ છે)? દાદાશ્રી:... Read More

  12. Q. મારાપણામાંથી કેવી રીતે બહાર નીકળવું અને નિજાનંદ (આત્માનો આનંદ) કેવી રીતે પ્રાપ્ત કરવો?

    A. આઈ - માય = ગૉડ! પ્રશ્નકર્તા: અહંકાર અને મમતા એ બેમાં ફેર શું? દાદાશ્રી: એવું છે ને, જો મમતા વગરનો... Read More

  13. Q. અહંકારની ઉત્પત્તિ કેવી રીતે થઈ?

    A. સૂર્યનારાયણના પ્રકાશમાં પડછાયાને ઉત્પન્ન થતા કેટલો સમય લાગે? અરીસાની સામે વસ્તુ આવે તો તેનું... Read More

  14. Q. અહંકાર કેવી રીતે ખલાસ થાય? અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય?

    A. ગો ટૂ જ્ઞાની! પ્રશ્નકર્તા: હવે અહંકાર ઓછો કરવા માટે આપણે શું કરવું જોઈએ? દાદાશ્રી: જેનો અહંકાર... Read More

Spiritual Quotes

  1. અહમ્ કાઢવાનો નથી, અહંકાર કાઢવાનો છે. હું તો છે જ પણ તે અહંકાર કાઢવાનો છે. આઈ વિધાઉટ માય ઈઝ ગોડ (મારાપણું વિનાનો 'હું' એ જ ભગવાન) એટલે માય કાઢવાનો છે. માયને લીધે અહંકાર કહેવાય છે. માય ન હોય તો અહમ્, 'હું આત્મા છું' બોલવામાં કંઈ વાંધો નથી. કારણ કે પોતાની વસ્તુ છે આ. 'હું દેહ છું' એ અહંકાર છે. એટલે અહંકાર કાઢવાનો છે.
  2. અહંકાર પહેલો થાય છે ને ત્યાર પછી આ શરીર બંધાય છે. ગીતાએ ખરું કહ્યું છે કે પહેલો અહંકાર થાય છે અને ત્યાર પછી આ પરિણામ થાય છે. અહંકારથી કર્મ બંધાય છે અને આ મન-વચન-કાયા એ બધું ફળ છે. અહંકાર કોઝિઝ છે ને આ મન-વચન-કાયા ઇફેક્ટ છે.
  3. ત્યાગ અને ગ્રહણ એ અહંકારનાં લક્ષણ છે અને નિકાલ એ નિર્અહંકારનાં લક્ષણ છે. આપણે નિકાલ કરવાનો છે.
  4. અહંકારથી જ ભય છે બધો. નિર્અહંકાર તો નિર્ભય!
  5. લૌકિકમાં સંતો, ભક્તો, યોગીઓને જ્ઞાની કહે. ભગવાનની ભાષામાં જ્ઞાની એટલે? જેના ક્રોધ-માન-માયા-લોભ સંપૂર્ણ ગયા છે તે, નિર્અહંકારી થઇ ગયા છે તે. એવા જ્ઞાનીને કૃષ્ણ ભગવાને શું કહ્યું? જ્ઞાની એ જ મારો આત્મા છે, જ્ઞાની મને સૌથી પ્રિય છે. ‘હે અર્જુન! મારામાં ને જ્ઞાનીમાં, તું ભેદ નાં ગણીશ.’ શ્રીકૃષ્ણે પોતાની સમકક્ષામાં જ સીટ આપી જ્ઞાનીને. 
  6. જ્યાં જ્ઞાની હોય ત્યાં જ અહંકાર જાય, નહીં તો અહંકાર જાય નહીં.
  7. અહંકાર હોય ત્યાં સુધી પાપ અને પુણ્ય હોય. અહંકાર જાય એટલે પાપ અને પુણ્ય જાય, તો આત્મધર્મ થાય.
  8. આત્મા ક્યારે પ્રાપ્ત થશે? અહંકારની સત્તા ઊડી જશે ત્યારે આત્મા પ્રાપ્ત થશે. આત્માનો સ્વભાવ જ એવો છે કે આત્માને દુઃખ અડે નહીં. આ દેવતા ઉપર ઉધઈ ચઢે ખરી? લાકડાં ઉપર ઉધઈ ચઢે. આત્માને કશું અડે નહીં. દુઃખ અડે જ નહીં એને. માટે આત્મારૂપ થાવ તો તમને પછી સુખ જ રહેશે. અહંકારરૂપ છે ત્યાં સુધી દુઃખ છે.
  9. નાના છોકરામાં અહંકાર ના હોય એટલે એને હરેક ચીજ સપ્લાય થાય. એવું જ્ઞાનીમાં અહંકાર ના હોય, તે હરેક ચીજ સપ્લાય થાય. તમારો અહંકાર જ તમને સપ્લાય થવા દેતો નથી.
  10. જેમ જેમ અહંકાર નિર્મૂળ થતો જાય, ઓછો થતો જાય તેમ તેમ બધી વસ્તુઓ તમારા ખોળામાં પડતી જાય. તમારી ઇચ્છા થઈ એ કાયદો કેટલે સુધી છે? એક બાજુ ઇચ્છા ઉત્પન્ન થવી ને એક બાજુ વસ્તુ ઓન ધી મોમેન્ટ મળી રહે! એટલો બધો સરસ કાયદો છે!
  11. જ્ઞાન આપ્યા પછી તમને ચિંતા ના થાય, વરીઝ ના થાય. કારણ કે અહંકાર ને મમતા ઊડી ગયાં.
  12. દુનિયાનો નાશેય અહંકાર કરે છે ને વૃદ્ધિય અહંકાર કરે છે.
  13. કોઈનોય અહંકાર ભગ્ન કરીને આપણે સુખી થઈએ જ નહીં, અહંકાર તો એનું જીવન છે!
  14. અહંકાર ખલાસ થયો, એનું નામ જ પરમાત્મા! અહંકાર એ જ માયા છે.
  15. અહંકાર શૂન્ય થાય તે જ અધ્યાત્મ છે.
  16. બે વસ્તુ છે જગતમાં: પોષવું અહમ્ યા ભગ્ન. આ જગતમાં આ બધાનો અહમ્ પોષાય છે કે ભગ્ન થાય છે. બેમાંથી ત્રીજું કશું બનતું નથી.
  17. અહમ્કાર-મેં કર્યું. જ્યાં પોતે નથી કર્યું, ત્યાં 'મેં કર્યું' એમ કહે છે, તે અહંકાર છે. અહંકાર કરી છાતી ફુલાવીને ફરવું તે માન ને પછી 'પોતે કર્યું' એમ બધાંને કહેતાં ફરવું, તે અભિમાન કહેવાય.
  18. 'અહમ્'થી સંસાર જાગ્યો છે ને 'અહમ્' વિલય થાય તો મુક્ત જ છે. 'અહમ્' શેના આધારે ઊભો રહ્યો છે? 'અજ્ઞાન'ના ટેકાથી.
  19. જેનામાં અહમ્ બિલકુલેય ન હોય તે ‘જ્ઞાની પુરુષ.’
  20. આ મને નહીં ફાવે' એમ બોલ્યો એ જ 'મેડનેસ' છે, નર્યો 'ઈગોઈઝમ' છે. 'નહીં ફાવે' એમ બોલવું એ ગુનો છે.
  21. જ્યાં 'ઇગોઇઝમ' છે, ત્યાં 'જ્ઞાન' નથી. ને જ્યાં 'જ્ઞાન' છે, ત્યાં 'ઈગોઈઝમ' ના હોય.
  22. આચરણમાં દુર્ગંધ શેનાથી ફેલાય છે? 'ઈગોઈઝમ' ને બીજા દુર્ગુણથી.
  23. જ્યાં સુધી 'ઈગોઈઝમ' છે, ત્યાં સુધી સાચો ધર્મ જ કેવી રીતે થાય?
  24. જ્યાં 'ઈગોઈઝમ' છે ત્યાં ભગવાન નથી. જ્યાં ભગવાન છે ત્યાં 'ઈગોઈઝમ' નથી.
  25. દરેક જાનવરમાં અહંકાર બીજરૂપે હોય છે. તે વૃક્ષરૂપે અહીં મનુષ્યમાં પરિણમે છે! જો 'ઈગોઈઝમ' નષ્ટ થઈ જાય તો, 'પોતે' 'પરમાત્મા' થઈ જાય!
  26. અહંકારનો સ્વભાવ શો? સત્તામાં હોય તેટલું બધું વાપરી નાખે!
  27. જે 'ઈગોઈઝમ' બીજાને દુઃખ આપવા માટે વપરાય છે, તે પોતાને જ દુઃખ આપે છે. જે 'ઈગોઈઝમ' બીજાને સુખ આપવા માટે વપરાય છે તે પોતાને જ સુખનું કારણ થઈ પડે છે!
  28. મોટામાં મોટી નબળાઈ કઈ? 'ઈગોઈઝમ'. ગમે તેટલાં ગુણવાન હો, પણ 'ઈગોઈઝમ' હોય તો 'યુઝલેસ' (નકામું). ગુણવાન તો નમ્રતાવાળો હોય તો જ કામનો.
  29. અહંકાર કેવો હોવો જોઈએ? લોકો 'એક્સેપ્ટ' કરે એવો.
  30. 'ઈગોઈઝમ' હોય તેનો વાંધો નથી. પણ એ 'નોર્મલ' હોવો જોઈએ. 'નોર્મલ' 'ઈગોઈઝમ' એટલે સામાને દુઃખ ના થાય.
  31. અહંકાર નુકસાનકર્તા છે, એવું જાણી લો ત્યારથી જ બધું કામ સરળ થાય. અહંકારનું રક્ષણ કરવા જેવું નથી.
  32. કોઈને કિંચિત્‌માત્ર દુઃખ ના થાય એવો અહંકાર હોવો જોઈએ. એ 'પોઝિટિવ' અહંકાર.
  33. જેને સંસારનો ભોગવટો કરવો હોય, તેણે અહંકારનું હથિયાર રાખવું ને જેને સંસારથી મુક્તિ જોઈતી હોય, તેણે અહંકારનું હથિયાર મૂકી દેવું!
  34. સાહજિક વાણી એટલે જેમાં કિંચિત્‌માત્ર અહંકાર ના હોય!
  35. અહંકાર એટલે શું! ભગવાનથી દૂર ભાગે તે. અહંકાર જેમ જેમ વધતો જાય તેમ તેમ આડાઈ, માન, ગર્વ, ઘમંડ શબ્દો વપરાય. ભગવાનથી જરાક છેટો થયો ત્યાંથી અહંકાર જાગે.

Related Books

×
Share on