Related Questions

વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?

કેટલાંક અમદાવાદના શેઠ મળ્યા'તા. તે જમતી વખતે મિલમાં ગયા હોય, મારી જોડે જમવા બેઠાં હતા. તે શેઠાણી સામા આવીને બેઠાં. તો પૂછયું શેઠાણી, 'તમે કેમ સામે આવીને બેઠાં ?' તો કહે, 'સમી રીતે જમતા નથી શેઠ કોઈ દહાડો ય.' એટલે હું સમજી ગયો. ત્યારે મેં શેઠને પૂછયું, ત્યારે કહે, 'મારું ચિત્ત બધું ત્યાં જતું રહે છે.' મેં કહ્યું, 'એવું ના કરશો. વર્તમાનમાં થાળી આવી એને પહેલું એટલે પ્રાપ્તને ભોગવો, અપ્રાપ્તની ચિંતા ના કરો. જે પ્રાપ્ત વર્તમાન હોય એને ભોગવો.'

ચિંતા થતી હોય તો પછી જમવા માટે રસોડામાં જવું પડે ? પછી બેડરૂમમાં સૂવા જવું પડે ? અને ઓફિસમાં કામ પર ?

પ્રશ્નકર્તા : એ પણ જઈએ.

દાદાશ્રી : એ બધાં ડિપાર્ટમેન્ટ છે. તો આ એક જ ડિપાર્ટમેન્ટની ઉપાધિ હોય, તે બીજા ડિપાર્ટમેન્ટમાં ના લઈ જવી. એક ડિવિઝનમાં જઈએ ત્યારે તે પૂરતું બધું સંપૂર્ણ કામ કરી લેવું.પણ બીજામાં ડિવિઝનમાં જમવા ગયા એટલે પેલી ઉપાધિ પેલા ડિવિઝનમાં અને આ જમવા ગયા તો ટેસથી જમવું.બેડરૂમમાં ગયા તો પેલી ઉપાધિ ત્યાંની ત્યાં રાખવી. આમ ગોઠવણી નથી એ માણસ માર્યો જાય. જમવા બેઠો હોય, તે ઘડીએ ચિંતા કરે કે ઓફિસમાં શેઠ વઢશે ત્યારે શું કરીશું ? અલ્યા, વઢશે ત્યારે દેખ લેંગે ! અલ્યા, જમને નિરાંતે !

ભગવાને શું કહેલું કે, 'પ્રાપ્તને ભોગવો, અપ્રાપ્તની ચિંતા ના કરો.' એટલે શું કે જે પ્રાપ્ત છે એને ભોગવો ને !

Related Questions
  1. ચિંતા શું છે ? ચિંતા કરવાનો અર્થ શું છે ?
  2. ચિંતા એ શા માટે મોટાભાગના લોકોની મુખ્ય સમસ્યા છે? ચિંતા અને તણાવના કારણો શું છે?
  3. ટેન્શન એટલે શું?
  4. શું હું ચિંતા મુક્ત વ્યવસાય કરી શકું છું ?
  5. ચિંતા શા માટે બંધ કરવી? તણાવ અને ચિંતાથી શી અસરો થાય?
  6. ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?
  7. શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?
  8. વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?
  9. હું મારા જીવનમાં શા માટે કોઈ વસ્તુ પર નિયંત્રણ નથી મેળવી શકતો?
  10. ચિંતામુક્ત કેવી રીતે થવું? સરળ છે, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લો!
  11. મને એવી ચિંતા રહ્યા કરે કે લોકોને હું પસંદ નથી અને લોકો મારા માટે શું વિચારશે. કોઈ મારું અપમાન કરશે તો હું શું કરીશ?
  12. જો મને નોકરી નહીં મળે તો હું શું કરીશ? મને તેની ચિંતા રહે છે.
  13. ઘરની કોઈ વ્યક્તિ બિમાર હોય તો અસ્વસ્થતા અને ચિંતાની લાગણીઓ કેવી રીતે બંધ કરવી?
  14. જ્યારે મારા જીવનસાથી મારી સાથે વિશ્વાસઘાત કરે, ત્યારે ચિંતા અને શંકાથી દૂર કેવી રીતે રહેવું?
  15. જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?
×
Share on