“લોકોને હું પસંદ નથી”, “લોકો મારા માટે શું વિચારે છે”, “બીજાઓ મારા માટે શું વિચારે છે?” મનમાં ઉદ્ભવતા આવા અમુક વિચારો ચિંતા કરાવે છે અને શાંતિ ભંગ કરે છે. આવા સમયે, તમારે તમારી જાતને સામે સવાલો પૂછવા જોઈએ:
લોકો તમારા વિશે શું વિચારે છે એને લઈને તમારી શાંતિને શા માટે ભંગ કરવાની? તો, લોકો આપણા વિશે શું વિચારે છે, એ ચિંતા બંધ કેવી રીતે કરવી?
તમે કાંઈ કર્યું હશે કે નહીં કર્યું હોય તો પણ દુનિયા આવી વાતો કરશે. એક વાર જ્યારે તમે તમારું કાર્ય પ્રામાણિકતાથી અને યોગ્ય રીતે કરી દીધું છે, શાંત રહો; અને બાકીનું કુદરત પર છોડી દો, કારણ કે પરિણામ તમારા હાથમાં નથી. કુદરત બધું કરે છે. તેથી, 'જે બન્યું તે કરેક્ટ' કહેવું અને જે પરિણામ આવે તે સ્વીકારી લેવું.
પરિણામ રૂપે લોકો તમને સારા કે ખરાબ લેબલ આપે એવું પણ બની શકે. પરંતુ શું તમને ખબર છે કે જ્યારે તમે તેને મહત્વ આપશો, જ્યારે તમે તેની અસરમાં આવશો ત્યારે એ તમને ચોંટશે? અગર તમે લેબલને ચોંટવા નહીં દો, તો એ ત્યાં અને ત્યારે જ ખરી પડશે.
સત્ય એ છે કે તમારી હાલની વિકટ પરિસ્થિતિનો ઉકેલ ક્યારેય ચિંતા કરવાથી નહીં આવે. છતાં પણ, જો તમે તમારા જીવનમાં બની રહેલી ઘટનાઓ પાછળનું વિજ્ઞાન સમજો, તો તમે ચિંતા કરીને દુ:ખી નહીં થાઓ.
જ્યારે અપમાનનો ભય નહીં રહે, ત્યારે કોઈ અપમાન નહીં કરે. જ્યાં સુધી ભય છે ત્યાં સુધી વેપાર. ભય ગયો એટલે વેપાર બંધ. અને આ ભય છોડવા માટે, એ જાણવું જરુરી છે કે, ‘જો તમારા કર્મનો હિસાબ નથી, તો કોઈ તમારું અપમાન કરી શકશે નહીં; અને જો તમારો કર્મનો હિસાબ બાકી હશે તો કોઈ તમને છોડશે નહીં.’
એટલે, જે કાંઈ આપણી સાથે બને છે તે આપણા કર્મોનું પરિણામ છે. જો તમે વિચારો છો કે લોકોને હું ગમતો નથી, લોકો આપણને દુ:ખ આપે છે કે મદદ કરે છે તે આપણા પાછલા હિસાબને કારણે છે. આપણે લોકોને નથી ગમતા, તે આપણે ભૂતકાળમાં કરેલી ભૂલનો દંડ છે, જે આ લોકો દ્વારા આ જીવનમાં ચૂકવાઈ રહ્યો છે. તેથી, આપણે પાછલો હિસાબ ચૂકતે કરી નાખીએ અને નવી લોનો ના લઈએ.
એક ક્ષણ માટે, ચાલો વિચારીએ કે, કોઈનું અપમાન કરવું એ બેંકમાંથી લોન લેવા જેવું છે. તમારા પાછલા જીવનમાં, જ્યારે તમે કોઈનું અપમાન કર્યું, ત્યારે તમે બેંકમાંથી લોન લીધી, જે તમારે ચૂકવવી પડશે. પછી આ જીવનમાં, જ્યારે લોકો આવીને તમારું અપમાન કરે છે, ત્યારે તમે કોઈ પ્રતિક્રિયા ના કરો, તો કુદરત તમને લોન ચૂકવવાની તક આપે છે. છતાં, તમે શું કરો છો? તમે પ્રતિક્રિયા આપો છો અને તમને એવું લાગે છે કે, 'આ મારું અપમાન શા માટે કરે છે?' તેથી જ્યારે તમારું અપમાન થયું ત્યારે તમારી પહેલાંની લોન ચૂકવાઈ રહી હતી અને ત્યારે તમે પાછી નવી લોન લીધી એટલે કે નવા કર્મો બાંધ્યા. એનાથી આગળ, જો તમે એ માણસનું પાંચ વખત વધારે અપમાન કરો છો, તો તમે મોટી લોન લીધી.
આશ્ચર્યની વાત તો એ છે કે આપણને આ એક અપમાન સ્વીકારવાનું બહુ મુશ્કેલ લાગે છે અને તેમ છતાં નવા પાંચ અપમાન કરીને ભવિષ્ય માટે નવો હિસાબ બાંધીને આપણા દુ:ખમાં વધારો કરીએ છીએ!
દાદાજીના પોતાના જીવનમાં થયેલા અપમાનના અનુભવો વખતે તેમની અજોડ વિચારશૈલી વિશે જાણીએ:
કોઈ આપણને ગાળો ભાંડે, આપણને ખોટું સાંભળવાનું મળ્યું, એ તો બહુ પુણ્યશાળી કહેવાય, નહીં તો એ મળે નહીંને ! હું પહેલાં એવું કહેતો હતો, આજથી દસ-પંદર વર્ષ ઉપર કે ભઈ, કોઈ પણ માણસ પૈસાની અડચણવાળો હોય, તો હું કહું છું કે મને એક ધોલ (તમાચો) મારજે, હું પાંચસો રૂપિયા આપીશ. એક માણસ મળેલો, મેં એને કહ્યું કે, 'તારે પૈસાની ભીડ છેને ? સો- બસ્સોની ? તો તારી ભીડ તો આજથી જ નીકળી જશે. હું તને પાંચસો રૂપિયા આપું, તું મને એક ધોલ માર.' ત્યારે કહે, 'ના દાદા, આવું નહીં થઈ શકે.' એટલે ધોલ મારનારા ય ક્યાંથી લાવે ? વેચાતા લાવે તોય ઠેકાણું પડે એવું નથી ને ગાળો દેનારાનું ય ઠેકાણું પડે એવું નથી. ત્યારે જેને ઘેર બેઠાં એવું ફ્રી ઑફ કોસ્ટ (મફત) મળતું હોય તો ભાગ્યશાળી જ કહેવાયને ! કારણ કે મને પાંચસો રૂપિયા આપતાંય કોઈ મળતું નહોતું.
તે જ્ઞાન થતાં પહેલાં તો હું મારી જાતને ગાળો ભાંડતો હતો, કારણ કે મને કોઈ ગાળો ભાંડતું નહોતું ને ! ત્યારે વેચાતી ક્યાંથી લાવીએ આપણે ? ને વેચાતું કોણ આપે ? આપણે કહીએ કે તું મને ગાળ દે, તો ય કહેશે કે ના તમને ગાળ ના દેવાય. એટલે પૈસા આપીએ તો ય ગાળો કોઈ ના દે. એટલે પછી મને મારી જાતે ગાળો દેવી પડતી હતી, 'તમારામાં અક્કલ નથી, તમે મૂરખ છો, ગધેડા છો, આવા છો, કઈ જાતના માણસ છો, મોક્ષધર્મ કંઈ અઘરો છે કે તમે આટલું બધું તોફાન માંડ્યું છે ?' એવી ગાળો જાતે દેતો હતો. કોઈ ગાળો દેનાર ના હોય ત્યાર પછી શું કરીએ ? તમને તો ઘેર બેઠાં કોઈ ગાળો દેનાર મળે છે, ફ્રી ઑફ કોસ્ટ મળે છે ત્યારે તેનો લાભ ના ઉઠાવવો જોઈએ ?!
સંદર્ભ : પુસ્તકનું નામ : નિજદોષ દર્શનથી નિર્દોષ (પાના નં #૧૧)
Q. ચિંતા શું છે ? ચિંતા કરવાનો અર્થ શું છે ?
A. ખરેખર, ચિંતાનો અર્થ શું છે? ચિંતા શું છે? ચાલો આપણે થોડી વાતો ધ્યાનમાં લઈને આ વિશે જાણીએ. આપણે આપણા... Read More
Q. ચિંતા એ શા માટે મોટાભાગના લોકોની મુખ્ય સમસ્યા છે? ચિંતા અને તણાવના કારણો શું છે?
A. આપણે બધાએ આપણા જીવનની ચિંતાઓ સાથે સંઘર્ષ કર્યો છે. એવો પણ સમય હોય છે કે જ્યારે આપણે બધા કરતા વધારે... Read More
A. પ્રશ્નકર્તા : ટેન્શન એટલે શું ? ચિંતાનું તો સમજાયું, હવે ટેન્શન એની વ્યાખ્યા કહોને કે ટેન્શન કોને... Read More
Q. શું હું ચિંતા મુક્ત વ્યવસાય કરી શકું છું ?
A. પ્રશ્નકર્તા : ધંધાની ચિંતા થાય છે, બહુ અડચણો આવે છે. દાદાશ્રી : ચિંતા થવા માંડે કે સમજો, કાર્ય... Read More
Q. ચિંતા શા માટે બંધ કરવી? તણાવ અને ચિંતાથી શી અસરો થાય?
A. કોઈ પરિસ્થિતિના પોઝિટિવ પરિણામને આપણે સ્વીકારી શકીએ છીએ અને તેના અવળા પરિણામને સંભાળી શકતા નથી એટલે... Read More
Q. ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?
A. શું તમે તમારી નોકરી, પૈસા, આરોગ્ય, બાળકો, વૃદ્ધ-માતાપિતા જેવી વિવિધ બાબતોથી ચિંતિત છો અને તેનાથી... Read More
Q. શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?
A. શું તમે ભવિષ્યની ચિંતા કરો છો? આપણે ના ગમતી પરિસ્થિતિઓની કલ્પના કરીને ભવિષ્યની ચિંતા કરીએ છીએ. તેવી... Read More
Q. વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?
A. કેટલાંક અમદાવાદના શેઠ મળ્યા'તા. તે જમતી વખતે મિલમાં ગયા હોય, મારી જોડે જમવા બેઠાં હતા. તે શેઠાણી... Read More
Q. હું મારા જીવનમાં શા માટે કોઈ વસ્તુ પર નિયંત્રણ નથી મેળવી શકતો?
A. જ્યારે દરેક વસ્તુ તમારા કાબૂની બહાર જતી રહે અને તમે ફસામણ તથા અસહાયતા અનુભવો ત્યારે તમારા જીવનને... Read More
Q. ચિંતામુક્ત કેવી રીતે થવું? સરળ છે, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લો!
A. જ્યારે તમે જે તમારું નથી તેના માલિક બનવા જાઓ છો, ત્યારે ચિંતા થાય છે. અને તમે તેનાથી સુખી-દુ:ખી થાઓ... Read More
Q. જો મને નોકરી નહીં મળે તો હું શું કરીશ? મને તેની ચિંતા રહે છે.
A. “મને નોકરી નથી મળી રહી”, “મને મારી કારકિર્દી, જીવન અને ભવિષ્યની ચિંતા થાય છે,” “શું મને નોકરી... Read More
Q. ઘરની કોઈ વ્યક્તિ બિમાર હોય તો અસ્વસ્થતા અને ચિંતાની લાગણીઓ કેવી રીતે બંધ કરવી?
A. જ્યારે તમે તમારા કોઈ પ્રિય વ્યક્તિની માંદગી વિશે જાણો છો, ત્યારે તમને આઘાત લાગે તેમાં કોઈ શંકા નથી.... Read More
Q. જ્યારે મારા જીવનસાથી મારી સાથે વિશ્વાસઘાત કરે, ત્યારે ચિંતા અને શંકાથી દૂર કેવી રીતે રહેવું?
A. એ સામાન્ય છે કે જ્યારે તમારા જીવનસાથી તમને છેતરતા હોય ત્યારે શંકા અને ચિંતા થાય. “મારા જીવનસાથી મને... Read More
Q. જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?
A. જીવનમાં દરેક વસ્તુ ગુમાવવાનો ભય અત્યંત નબળા બનાવી શકે છે. એમાં કોઈ વ્યક્તિને ગુમાવવાનો ભય, નિયંત્રણ... Read More
subscribe your email for our latest news and events