જ્યારે તમે તમારા કોઈ પ્રિય વ્યક્તિની માંદગી વિશે જાણો છો, ત્યારે તમને આઘાત લાગે તેમાં કોઈ શંકા નથી. લાંબા દિવસો અને અશાંત રાતની તમારા મન અને શરીર પર અસર પડે છે. તેમ છતાં, સૌથી વધુ અવળી અસર ચિંતા કરવાથી થાય છે. શું થઈ જશે, શું ખરાબ થઈ જશે, વગેરે.. વિશેની ચિંતા કરવાથી.
તો, ઘરની બિમાર વ્યક્તિ માટે ચિંતાતુર કેવી રીતે ન રહેવું? તમારે કોઈપણ પરિસ્થિતિના સારા અને ખરાબ પાસા બાબતે વિચારવું જોઈએ એ બરાબર છે, પરંતુ તે સામાન્ય મર્યાદામાં હોવું જોઈએ. જે ક્ષણે વિચારોને લીધે તકલીફ, કોયડાઓ કે મુશ્કેલી શરૂ થાય છે, તો જાણવું કે મર્યાદા ચૂકાઈ રહી છે; અને તેથી, તેના વિશે વિચારવાનું બંધ કરો. અમુક મર્યાદા પૂરી થાય પછી વિચારો ચિંતામાં પરિણમે છે.
કાળજી લેવી અને ચિંતા કરવી તેમાં ઘણો ફેર છે. કાળજી એટલે જે જરૂરી છે તેના માટે સાવચેત રહેવું, દર્દી માટે શું હિતકારી છે અને શું અહિતકારી છે; જ્યારે ચિંતા એટલે ‘શું થશે?’ ‘હું શું કરીશ?’ એવી બેચેની. આવા વિચારો તમને અંદરથી પરેશાન કરે છે.
જે ચિંતા તમને પરેશાન કરી મૂકે તે અર્થહીન છે. તે માત્ર તમારી તંદુરસ્તી નુકસાન કરે છે એટલું જ નહીં પણ સાથે સાથે ધારેલા પરિણામ લાવવામાં પણ અંતરાયો ઊભા કરે છે. તેથી, ચિંતા ઘણી રીતે નુકસાનકારક છે.
ચિંતા એ નકારાત્મક (નેગેટીવ) વિચારોનો પ્રકાર છે. નકારાત્મક વિચારોની અસરો હંમેશાં ના ગમતા પરિણામો લાવે છે. જ્યારે તમને નકારાત્મક વિચારો આવે છે, તમે કુદરતમાં નકારાત્મક સ્પંદનો ફેંકો છો. નકારાત્મક સ્પંદનો ડખોડખલ ઊભી થાય એવા નકારાત્મક નિમિત્તોને ખેંચે છે. જેના કારણે નકારાત્મક પરિણામો આવે છે. તમારા ઘરની વ્યક્તિ બિમાર હોય ત્યારે ચિંતાતુર ન થવા માટેનું પહેલું સોપાન ચિંતા અને બેચેનીથી થતા નુકસાન જાણવાનું છે.
જ્યારે તમને ફ્રેક્ચર થાય છે, ત્યારે ડોક્ટર તમને શા માટે પાટો બાંધે છે? એ એટલા માટે કે રૂઝાવવાની ક્રિયામાં આપણાથી કોઈ ખલેલ ના પહોંચે. વિચારો, તમારો હાથ ભાંગ્યો હોય અને તમે પાટો ના બાંધો, તો તમે તમારો હાથ હલાવ્યા કરશો. તમારું ધ્યાન તેના પર રહેશે અને તમે એવું તપાસ્યા કરશો કે સુધારો થાય કે નહીં. તો શું તમારા હાથને સાજો થવાની તક મળશે? ના! હકીકતમાં, તમારી ડખલથી વધારે બગડશે. તેથી ડોક્ટરો તમારા ભાંગેલા હાડકાને પાટાથી બાંધે છે કે તમે ડખલ ના કરો, અને કુદરતને સમય આપો કે જેથી તેના જાદુ દ્વારા ફ્રેક્ચરને સાજું કરી શકે.
બીજું બાજુ, સકારાત્મક (પોઝિટીવ) વિચારો કુદરતમાં સકારાત્મક સ્પંદનો પહોંચાડે છે, જેનાથી સકારાત્મક પૂરાવાઓ ભેગા થાય છે, આ રીતે સકારાત્મક પરિણામો આવે છે.
ભગવાને કહ્યું છે, “ઉપાયો શોધો, પરંતુ ચિંતા ના કરશો.” તેથી ચાલો આપણે જોઈએ કે આવા કપરા સમયમાં આપણે શું કરી શકીએ. ઘરની બિમાર વ્યક્તિ બાબતે થતી બેચેની અને ચિંતા અટકાવવાના આ વ્યવહારિક ઉપાયો છે:
ભગવાને કહ્યું છે, “જે વર્તમાન નથી તેની ચિંતા કરશો નહીં.” તેથી, જે ભવિષ્યમાં થવાનું છે તેની ચિંતા કરશો નહીં, વર્તમાન પર ધ્યાન આપો. તમારે ચિંતા કર્યા વગર તમારી જવાબદારીથી બનતા બધા પ્રયત્નો કરીને પૂરી કરવી. આવું પ્રેમ તથા કાળજીપૂર્વક સકારાત્મક માનસિકતા રાખીને કરવું અને બાકીનું બધું કુદરત પર છોડવું.
Q. ચિંતા શું છે ? ચિંતા કરવાનો અર્થ શું છે ?
A. ખરેખર, ચિંતાનો અર્થ શું છે? ચિંતા શું છે? ચાલો આપણે થોડી વાતો ધ્યાનમાં લઈને આ વિશે જાણીએ. આપણે આપણા... Read More
Q. ચિંતા એ શા માટે મોટાભાગના લોકોની મુખ્ય સમસ્યા છે? ચિંતા અને તણાવના કારણો શું છે?
A. આપણે બધાએ આપણા જીવનની ચિંતાઓ સાથે સંઘર્ષ કર્યો છે. એવો પણ સમય હોય છે કે જ્યારે આપણે બધા કરતા વધારે... Read More
A. પ્રશ્નકર્તા : ટેન્શન એટલે શું ? ચિંતાનું તો સમજાયું, હવે ટેન્શન એની વ્યાખ્યા કહોને કે ટેન્શન કોને... Read More
Q. શું હું ચિંતા મુક્ત વ્યવસાય કરી શકું છું ?
A. પ્રશ્નકર્તા : ધંધાની ચિંતા થાય છે, બહુ અડચણો આવે છે. દાદાશ્રી : ચિંતા થવા માંડે કે સમજો, કાર્ય... Read More
Q. ચિંતા શા માટે બંધ કરવી? તણાવ અને ચિંતાથી શી અસરો થાય?
A. કોઈ પરિસ્થિતિના પોઝિટિવ પરિણામને આપણે સ્વીકારી શકીએ છીએ અને તેના અવળા પરિણામને સંભાળી શકતા નથી એટલે... Read More
Q. ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?
A. શું તમે તમારી નોકરી, પૈસા, આરોગ્ય, બાળકો, વૃદ્ધ-માતાપિતા જેવી વિવિધ બાબતોથી ચિંતિત છો અને તેનાથી... Read More
Q. શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?
A. શું તમે ભવિષ્યની ચિંતા કરો છો? આપણે ના ગમતી પરિસ્થિતિઓની કલ્પના કરીને ભવિષ્યની ચિંતા કરીએ છીએ. તેવી... Read More
Q. વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?
A. કેટલાંક અમદાવાદના શેઠ મળ્યા'તા. તે જમતી વખતે મિલમાં ગયા હોય, મારી જોડે જમવા બેઠાં હતા. તે શેઠાણી... Read More
Q. હું મારા જીવનમાં શા માટે કોઈ વસ્તુ પર નિયંત્રણ નથી મેળવી શકતો?
A. જ્યારે દરેક વસ્તુ તમારા કાબૂની બહાર જતી રહે અને તમે ફસામણ તથા અસહાયતા અનુભવો ત્યારે તમારા જીવનને... Read More
Q. ચિંતામુક્ત કેવી રીતે થવું? સરળ છે, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લો!
A. જ્યારે તમે જે તમારું નથી તેના માલિક બનવા જાઓ છો, ત્યારે ચિંતા થાય છે. અને તમે તેનાથી સુખી-દુ:ખી થાઓ... Read More
A. “લોકોને હું પસંદ નથી”, “લોકો મારા માટે શું વિચારે છે”, “બીજાઓ મારા માટે શું વિચારે છે?” મનમાં... Read More
Q. જો મને નોકરી નહીં મળે તો હું શું કરીશ? મને તેની ચિંતા રહે છે.
A. “મને નોકરી નથી મળી રહી”, “મને મારી કારકિર્દી, જીવન અને ભવિષ્યની ચિંતા થાય છે,” “શું મને નોકરી... Read More
Q. જ્યારે મારા જીવનસાથી મારી સાથે વિશ્વાસઘાત કરે, ત્યારે ચિંતા અને શંકાથી દૂર કેવી રીતે રહેવું?
A. એ સામાન્ય છે કે જ્યારે તમારા જીવનસાથી તમને છેતરતા હોય ત્યારે શંકા અને ચિંતા થાય. “મારા જીવનસાથી મને... Read More
Q. જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?
A. જીવનમાં દરેક વસ્તુ ગુમાવવાનો ભય અત્યંત નબળા બનાવી શકે છે. એમાં કોઈ વ્યક્તિને ગુમાવવાનો ભય, નિયંત્રણ... Read More
subscribe your email for our latest news and events