Related Questions

ચિંતા એ શા માટે મોટાભાગના લોકોની મુખ્ય સમસ્યા છે? ચિંતા અને તણાવના કારણો શું છે?

આપણે બધાએ આપણા જીવનની ચિંતાઓ સાથે સંઘર્ષ કર્યો છે. એવો પણ સમય હોય છે કે જ્યારે આપણે બધા કરતા વધારે ચિંતા કરતા હોઈએ છીએ અને એવો સમય પણ હોય કે જ્યારે ચિંતા કરવી જોઈએ પણ આપણે કરતા નથી. આનું કારણ શું છે? શા માટે ચિંતા અને તણાવ સામાન્ય થઈ ગયા છે? તણાવ અને ચિંતા શેના કારણે થાય છે? પરમ પૂજ્ય દાદા ભગવાને ચિંતાના ઘણા બધા કારણો આપ્યા છે, ચાલો જોઈએ:

તીવ્ર બુદ્ધિ

કોઈ નાના છોકરાની મા બિમાર હોય, તો પણ તે હસતો અને રમતો હોય છે એવું તમે ક્યારેય જોયું છે? જ્યારે એનો વીસ વર્ષનો ભાઈ તેની મા વિશે ખૂબ ચિંતામાં હોય છે? 

તમે ક્યારેય જોયું છે કે મજૂરો રોજ નિરાંતે ઊંઘી જતા હોય છે, જ્યારે શ્રીમંત વેપારીને સતત ચિંતા રહ્યા કરતી હોય છે? મજૂરોને તેની પાયાની જરૂરિયાત - ખોરાક, રહેઠાણ અને કપડાં - મળી રહે તો તેને સંતોષ રહે છે, તેની સરખામણીમાં શ્રીમંત લોકો કે જેને પાયાની જરૂરિયાત વિશે વિચાર કરવાની જરૂર નથી હોતી, છતાં તેઓ ચિંતા કરે છે. 

આ તફાવત માટેનું કારણ શું હશે? તીવ્ર બુદ્ધિ. ચિંતા સામાન્ય થઈ ગઈ છે તેનું આ મુખ્ય કારણ છે. જેટલી તીવ્ર બુદ્ધિ, એટલો વધારે ભોગવટો. તીવ્ર બુદ્ધિવાળો માણસ કોઈ પણ પરિસ્થિતિને ઝડપથી વિચારી શકે છે અને તેના ફાયદા અને ગેરફાયદા શોધી કાઢે છે. તેમને એક સેકન્ડમાં તો ઘણા બધા વિચારો આવી જાય છે અને તેનું મન વિચારો કરવાનું બંધ કરી શકતું નથી. આ તીવ્ર બુદ્ધિ તેમના ભોગવટા અને ચિંતાનું કારણ છે. 

લાલચ (લોભ) 

જ્યારે માણસ મોટું ઘર, સારી ગાડી, વધારે પૈસા બનાવવાના સપના જૂએ છે, તેને લાલચ કહેવાય છે. તે આ બધું કેવી રીતે મેળવી શકાય તેના વિચારોમાં ડૂબેલો રહે છે અને એક વાર તેને તે મળી જાય છે, તેને ચિંતા રહે છે કે આ બધાની રકમ કેવી રીતે ચૂકવી શકીશ. તેથી, ચિંતા કરવાની આદત પડી જવાનું એક કારણ તેની લાલચ છે.  

જ્યારે કંઈક ખોટું થાય ત્યારે 

તમે ક્યારેય એવી સ્થિતિમાં આવ્યા છો કે જે અવળી પડી હોય અને સંજોગોના પરિણામને આધીન ચિંતા કરવાનું શરૂ કરી દીધું હોય? જ્યારે સંજોગોના પરિણામ કાબૂમાં લઈ શકાય એવા હોય, ત્યારે કદાચ ચિંતા નથી થતી. તેમ છતાં, આપણે જે બાબતથી ઊંડાણથી જોડાયેલા હોઈએ, જ્યારે એવી બાબતોના પરિણામો ખોટને લગતા હોય, ત્યારે ચિંતા થાય છે. એ તણાવ ઉત્પન્ન કરનારા કારણોમાંનું એક બહુ સામાન્ય કારણ છે. 

આક્ષેપ/ક્રોધ-માન-માયા-લોભ/દ્વેષ 

જ્યારે આપણે મૂશ્કેલ પરિસ્થિતિનો સામનો કરીએ છીએ, ત્યારે ઘણી વખત આપણે બીજાને આરોપ આપતા હોઈએ છીએ. અન્યને આક્ષેપ આપવાથી, આપણે કારણ વગરની ચિંતા અને ભોગવટો ઊભો કરીએ છીએ. જ્યારે ક્રોધ-માન-માયા-લોભ વધે છે, ત્યારે બીજા લોકોને દુ:ખ પહોંચડાવાના કારણે અને તેના પરિણામોને લીધે ચિંતામાં વધારો થાય છે. આ ક્રિયાઓને લીધે દ્વેષ શરૂ થાય છે અને સંબંધોમાં ખેંચાણ અનુભવાય છે, આવી રીતે ચિંતા અને ઉપાધિ વધે છે. 

જ્યારે તમે કર્તા થાઓ છો, ત્યારે તમે ભોક્તા છો 

નીચે દર્શાવેલ વર્ણન એમ સમજાવે છે કે કર્તા થવું એ કેવી રીતે ચિંતા અને ભોગવટાનું કારણ બને છે. 

એક દિવસ મેં મારા પરિવાર માટે મિઠાઈ બનાવવાનું નક્કી કર્યું. હું એ વાનગી બનાવવામાં નિષ્ણાત હતી અથવા એવું હું વિચારતી હતી. મને ભૂતકાળમાં તેના માટે બહુ પ્રશંસા મળી હતી, તેથી મને મારા પર વિશ્વાસ હતો. મને વિશ્વાસ હતો કે વાનગી નક્કી કર્યા મુજબ જ બનશે. 

જ્યારે હું રસોડામાં ગઈ, ત્યારે મને ખબર પડી કે કેટલીક સામગ્રીઓ ખૂટે છે. તેથી, હું બજારમાં તે ખરીદવા ગઈ, અને મારા નસીબે, બધી દુકાનો હડતાળને લીધે બંધ હતી. 

હું ઘરે ખાલી હાથે પાછી આવી, દુ:ખી થઈ કે બધું નક્કી કર્યા મુજબ નહીં થાય અને મારો પરિવાર મારા વિશે શું વિચારશે એવું વિચારતી હતી. જે સામગ્રીઓ હતી તેનાથી મેં કંઈ બીજું બનાવવાનું નક્કી કર્યું. હું મારી ઝડપી વિચારશૈલીથી ખુશ હતી અને રસોઈ બનાવવા માટે રસોડામાં દોડીને ગઈ. આ વખતે, ગેસનું લાઈટર કામ નહોતું કરતું. મેં માચીસનો ઉપયોગ કરીને રસોઈ બનાવવાનું શરૂ કર્યું અને ગેસ સિલિન્ડર ખાલી થઈ ગયું. 

હવે હું શું કરવાની હતી? હું મારા પરિવારને શું કહીશ? તેઓ શું કહેશે? આવા વિચારોએ મને ઘેરી લીધી! 

ત્યારે મને સમજાયું કે વાનગી બનાવવા માટે જ્યાં અને જ્યારે જે સામગ્રીઓની જરૂર હતી તે બધા ઊપલબ્ધ હોવાથી મને સફળતા મળતી હતી. કોઈ પણ કાર્ય ત્યારે જ પૂર્ણ થાય જ્યારે તમને જે જરૂરિયાત હોય તે દરેક વસ્તુઓ યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે મળી આવે, આપણે ફક્ત એક નિમિત્ત છીએ. ભૂતકાળમાં, હું બીજા નિમિત્તોને જાણ્યા વગર, બધી વસ્તુ માટે પ્રશંસા લઈ લેતી હતી. તે દિવસે મને ખબર પડી કે હું કોઈ વસ્તુનો કર્તા નથી. 

અગર જો હું કર્તા નથી એ જાણ મને ના થઈ હોત, તો હું નારાજ થઈ હોત અને બીજાઓને તેમનું કામ ન કરવા બદલ આક્ષેપો આપ્યા હોત; જે લોકો હડતાળ પર હતા તે; જેણે ગેસ સિલિન્ડર ખાલી થવામાં હતું તો બીજું નવું તૈયાર નહોતું રાખ્યું તેની બેકાળજી પર અને આવું અન્ય. આક્ષેપ, ગુસ્સો, અથડામણને પરિણામે ચિંતા, તણાવ અને ભોગવટો થયો હોત. 

ચિંતા થાય છે કારણ કે એવું માનવામાં આવે છે કે, ‘હું આ બધું કરું છું’ (ઉપર જણાવ્યા મુજબ). ચિંતા આટલી બધી પ્રચલિત હોવાનું આ સૂક્ષ્મ કારણ છે. લોકો વિચારે છે કે એના જીવનમાં જેટલી ક્રિયાઓ થાય છે તેનો કર્તા તે છે. કર્તાપણાના આ અહંકારને કારણે, જ્યારે પોતાના ધાર્યા પ્રમાણે બનતું નથી ત્યારે તે પોતાની જાતને તે ચિંતાના રૂપમાં દુ:ખી કરી મૂકે છે. ચિંતા એ મોટામાં મોટો અહંકાર છે, ‘હું કરું છું’નો અહંકાર. 

Related Questions
  1. ચિંતા શું છે ? ચિંતા કરવાનો અર્થ શું છે ?
  2. ચિંતા એ શા માટે મોટાભાગના લોકોની મુખ્ય સમસ્યા છે? ચિંતા અને તણાવના કારણો શું છે?
  3. ટેન્શન એટલે શું?
  4. શું હું ચિંતા મુક્ત વ્યવસાય કરી શકું છું ?
  5. ચિંતા શા માટે બંધ કરવી? તણાવ અને ચિંતાથી શી અસરો થાય?
  6. ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?
  7. શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?
  8. વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?
  9. હું મારા જીવનમાં શા માટે કોઈ વસ્તુ પર નિયંત્રણ નથી મેળવી શકતો?
  10. ચિંતામુક્ત કેવી રીતે થવું? સરળ છે, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લો!
  11. મને એવી ચિંતા રહ્યા કરે કે લોકોને હું પસંદ નથી અને લોકો મારા માટે શું વિચારશે. કોઈ મારું અપમાન કરશે તો હું શું કરીશ?
  12. જો મને નોકરી નહીં મળે તો હું શું કરીશ? મને તેની ચિંતા રહે છે.
  13. ઘરની કોઈ વ્યક્તિ બિમાર હોય તો અસ્વસ્થતા અને ચિંતાની લાગણીઓ કેવી રીતે બંધ કરવી?
  14. જ્યારે મારા જીવનસાથી મારી સાથે વિશ્વાસઘાત કરે, ત્યારે ચિંતા અને શંકાથી દૂર કેવી રીતે રહેવું?
  15. જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?
×
Share on