Related Questions

શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?

શું તમે ભવિષ્યની ચિંતા કરો છો? આપણે ના ગમતી પરિસ્થિતિઓની કલ્પના કરીને ભવિષ્યની ચિંતા કરીએ છીએ. તેવી સ્થિતિ બની પણ શકે કે ન પણ બને. નકારાત્મક રીતે વસ્તુઓની કલ્પના કરીને, આપણે બધું બગાડીએ છીએ. શું તમે ક્યારેય નીચેના આપેલા મુદ્દાઓ વિશે વિચાર્યું છે?

  • શું આવતીકાલ આવશે?
  • શું  આવતીકાલની ચિંતા કરવાની જરૂર છે અથવા યોજના કરવાની જરૂર છે?
  • મારે કેટલી હદે તૈયારી કરવી જોઈએ?
  • આપણે આજે આવતી કાલને દ્રષ્ટિમાં રાખીને કામ કરીએ છીએ, તો પછી, મારે આવતી કાલ માટે કંઈક ના કરવું જોઈએ?
  • શું મારી જરૂરિયાતો પૂરી થશે?

ચાલો, ભવિષ્યની ચિંતા કરવાનું બંધ કેવી રીતે કરવું તે સમજવા માટે આ પ્રશ્નોના જવાબો જોઈએ.

શું આવતીકાલ આવશે? 

આપણામાંથી ઘણાને ચિંતા છે કે કાલે શું થશે. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે વાસ્તવિકતામાં, આ દુનિયામાં કાલ કોઈએ જોઈ નથી. જ્યારે પણ તમે જુઓ છો, તે હંમેશા આજ છે. ગઈકાલનો સમય પસાર થઈ ગયો છે. તે ભૂતકાળ છે. આપણા હાથમાં જે છે તે વર્તમાન છે, અને આવતીકાલ એ કુદરતના હાથમાં છે. તેથી, ફક્ત વર્તમાનમાં જ રહો, જે અત્યારે છે. આવતીકાલની ચિંતા કરવી એ મુશ્કેલીનું કારણ છે. તેથી, જ્યારે આવતી કાલ જેવી કોઈ વસ્તુ નથી, ત્યારે કાલની ચિંતા કરવાની જરૂર નથી.  

જો આવતી કાલ ન હોય તો આપણે અગાઉથી ટિકિટ કેમ ખરીદીએ છીએ? 

આપણે યોજનાઓ બનાવીએ છીએ, ઉદાહરણ તરીકે, ‘મારે ૨૫મીએ મુંબઈ અને ૨૮મીએ વડોદરા જવાનું છે અને અમારી ટિકિટ બુક કરાવવી છે. કેટલીકવાર, તે ન પણ થાય. તે તમારી દ્રષ્ટિમાં છે. તે દ્રષ્ટિથી પૂરેપૂરું ચોખ્ખું દેખાતું નથી. તમે તેને "અસ્પષ્ટ" દ્રષ્ટિથી જોશો. સ્પષ્ટ દ્રષ્ટિથી, તમે સ્થિર પણ રહી શકો છો અને ચોખ્ખું "જોઈ" શકો છો. નિયમ એ છે કે તમારી પાસે ચોક્કસ ‘બાઉન્ડ્રી’ સુધીની સ્પષ્ટ દ્રષ્ટિ હશે, અને જો તમે તેનાથી આગળ વધશો, તો પછી, થોડા સમય માટે તમે અસ્થિર થઈ જશો. તેથી તમારે જેની જરૂર નથી તે તરફ ના જુઓ. જો તમે ઘડિયાળ તરફ જોતા રહો છો, તો તમે વિચારોમાં આગળ નીકળી જશો. તેથી, આ દ્રષ્ટિ દ્વારા, જ્યારે તમે ચાલતા હોવ, ફક્ત તમારી આગળના ચોક્કસ અંતર તરફ જુઓ. 

જો હું ભવિષ્યની ચિંતા કરવાનું બંધ કરીશ તો શું મારી જરૂરિયાતો પૂરી થશે? 

કુદરત સમય આવ્યે દરેકની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. પરંતુ લોકો કુદરતને વગોવીને અંતરાય ઊભા કરે છે. જો સારા કપડાં પહેરીને બહાર નીકળેલા માણસના ઈસ્ત્રીવાળા કપડા પર વરસાદ પડશે તો તે કુદરતને ગાળો આપશે. ઘણા ઈચ્છે છે કે તેમની દિકરીના લગ્નના દિવસે વરસાદ ન પડે, પરંતુ ખેડુતો ચિંતાતુરતાથી વરસાદ વરસવાની રાહ જુએ છે. જ્યારે આવા વિરોધાભાસ ઊભા થાય છે, ત્યારે તેઓ કુદરતને અવરોધે છે. આ બ્રહ્માંડ તમારી લાગણીઓ અને કુદરતની વિવિધ અવસ્થાઓ વચ્ચે થતી એડજસ્ટમેન્ટ (ગોઠવણ) અનુસાર કાર્ય કરે છે. તેથી કુદરતના કામમાં ખલેલ પહોંચાડો નહીં. તમને કુદરતી રીતે અને સહજતાથી દરેક વસ્તુ મળી આવશે. શું લોકો ક્યારેય ચિંતા કરે છે કે આવતીકાલે સૂર્ય ઉગશે કે કેમ? અને જો તેઓ તેની ચિંતા કરવાનું શરૂ કરે તો શું થશે? દખલનો અંત નથી. તેથી કુદરતમાં દખલ ન કરો. 

આવતીકાલનું આયોજન કરતી વખતે મારી ભૂમિકા શું હોવી જોઈએ? 

  • આપણા ભવિષ્ય ઉપર આપણું કોઈ નિયંત્રણ નથી. જ્યારે  બધા પુરાવા એક સાથે ભેગા થાય છે, ત્યારે એક પ્રસંગ બને છે. તમે એ કાર્ય પૂરું થવામાં એક નિમિત્ત છો. જો તમારી ઈચ્છા હશે, તો તમારું નિમિત્ત મજબૂત થશે. તેથી જ કહેવામાં આવે છે કે, "મન હોય તો માળવે જવાય."
  • તમારી સામે આવતા જુદા જુદા પુરાવાઓ જુઓ અને તે દિશામાં તમારા પ્રયત્નો કરો. કુદરતનો નિયમ એ છે કે, જ્યારે તમે કોઈ ચિંતા ન કરો, ત્યારે તમે અંતરાયો પાડવાનું બંધ કરો છો.
  • આપણે જે પણ પરિસ્થિતિ આવે તેને સ્વીકારવાનું વલણ કેળવવું જોઈએ. જે બને છે તે જ ‘નિશ્ચિત’ છે, તે સ્વીકારો.
Related Questions
  1. ચિંતા શું છે ? ચિંતા કરવાનો અર્થ શું છે ?
  2. ચિંતા એ શા માટે મોટાભાગના લોકોની મુખ્ય સમસ્યા છે? ચિંતા અને તણાવના કારણો શું છે?
  3. ટેન્શન એટલે શું?
  4. શું હું ચિંતા મુક્ત વ્યવસાય કરી શકું છું ?
  5. ચિંતા શા માટે બંધ કરવી? તણાવ અને ચિંતાથી શી અસરો થાય?
  6. ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?
  7. શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?
  8. વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?
  9. હું મારા જીવનમાં શા માટે કોઈ વસ્તુ પર નિયંત્રણ નથી મેળવી શકતો?
  10. ચિંતામુક્ત કેવી રીતે થવું? સરળ છે, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લો!
  11. મને એવી ચિંતા રહ્યા કરે કે લોકોને હું પસંદ નથી અને લોકો મારા માટે શું વિચારશે. કોઈ મારું અપમાન કરશે તો હું શું કરીશ?
  12. જો મને નોકરી નહીં મળે તો હું શું કરીશ? મને તેની ચિંતા રહે છે.
  13. ઘરની કોઈ વ્યક્તિ બિમાર હોય તો અસ્વસ્થતા અને ચિંતાની લાગણીઓ કેવી રીતે બંધ કરવી?
  14. જ્યારે મારા જીવનસાથી મારી સાથે વિશ્વાસઘાત કરે, ત્યારે ચિંતા અને શંકાથી દૂર કેવી રીતે રહેવું?
  15. જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?
×
Share on