Related Questions

ચિંતા શું છે ? ચિંતા કરવાનો અર્થ શું છે ?

ખરેખર, ચિંતાનો અર્થ શું છે? ચિંતા શું છે? ચાલો આપણે થોડી વાતો ધ્યાનમાં લઈને આ વિશે જાણીએ. આપણે આપણા રોજિંદા જીવનમાં વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થતા હોઈએ છીએ અને વિચારતા હોઈએ છીએ,

  • ‘મારી પાસે મારા પરિવારનું ભરણપોષણ કરવા માટે પૂરતું નથી.’
  • ‘મારી દીકરીના લગ્ન નથી થતા. ’
  • ‘મારા દીકરાનું શું થશે? ’
  • ‘જો આ કામ સમયે પૂરું નહીં થાય તો શું થશે? ’
  • ‘શું હું પરીક્ષામાં પાસ થઈ જઈશ? ’
  • ‘મારા મિત્રો મારા વિશે શું વિચારશે? ’
  • હું લાંબા સમયથી બિમાર છું; મારું શું થશે? ’
  • ‘શું મને ગ્રેજ્યુએશન પછી નોકરી મળી જશે? ’
  • ‘મારી બધી મૂડી જતી રહી; મારું ગુજરાન કેવી રીતે ચાલશે? ’
  • ‘જો હું મૃત્યુ પામીશ; તો મારા કુટુંબનું શું થશે? ’
  • ‘મહીનો પૂરો થવા આવ્યો; હું બીલો કેવી રીતે ચૂકવીશ? ’

આવી પરિસ્થિતિઓ આવી પડે ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે ગભરાઈ જઈએ છીએ અને પરિસ્થિતિ પર કાબૂ ગુમાવી દઈએ છીએ. જ્યારે આવું થાય, કોઈ વિચાર અમુક હદ બહાર જતો રહે, તે ચિંતા છે. ચિંતાનો ખરો અર્થ આ છે. અમુક લેવલ સુધી વિચારો કરવા જોઈએ અને તે લિમિટ બહાર ન જવા જોઈએ. તણાવ ન અનુભવાય ત્યાં સુધી વિચારવું એ સામાન્ય છે. એનાથી વધારે થાય અને જો તમે કોયડામાં મૂકાય જાઓ કે મુશ્કેલી ઊભી થાય, તે ચિંતા છે. ચિંતાની સાદી વ્યાખ્યા આ છે.

આ રીતે તમારું મન એક સામાન્ય વિચારમાંથી ચિંતા, વધુ પડતા વિચારો અને અસ્વસ્થતા તરફ જતું રહે છે.

  • જ્યારે આપણે એવા સંજોગોમાં આવીએ છીએ, ત્યારે શરૂઆતમાં મન તેનાથી થતા લાભ અને ગેરલાભ વિશે વિચારે છે.
  • થોડા સમય પછી મન વમળે ચઢે છે અને ગુંચાય છે, આમ દુઃખો ઊભા કરે છે.
  • વિચારોના વમળો સતત રહ્યા કરે, ત્યારે ગૂંગળામણ ઊભી થશે.
  • જો મન હજુ ગુંચવાનું ચાલુ રાખશે, તો ચિંતા શરુ થઈ જશે.

ચિંતા સાચી સમજણ અને જ્ઞાન પર પડદો પાડી નાખે છે અને એને ફ્રેક્ચર કરી નાખે છે. સાવચેત રહેવું જોઈએ, ચિંતિત નહીં. સાવચેતી રાખવી અને ચિંતા કરવી તેમાં બહુ મોટો તફાવત છે. સાવચેતી એ જાગૃતિ છે અને ચિંતા કરવી એ અસ્વસ્થતા ઊભી કરવા જેવું છે, જે તમને અંદરથી કોરી ખાય છે.

તેથી, સરળ ભાષામાં, ચિંતા એટલે શું? ચિંતા એટલે ‘હવે હું શું કરીશ?’, ‘હવે શું થશે?’ અને આ પ્રકારની વિચારણા. ચિંતાથી કાર્યમાં વિઘ્નો આવે છે અને દરેક કાર્ય લંબાયા કરે છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, ચિંતા થવા માંડે કે સમજો, કાર્ય વધારે બગડવાનું. ચિંતા ના થાય તો સમજવું કે કાર્ય બગડવાનું નથી. ચિંતા કાર્યની અવરોધક છે.

વાસ્તવિકતામાં, આ જગત એવું છે કે કોઈ પણ વસ્તુ વિશે કોઈ શંકા કે ચિંતા કરવાની જરૂર નથી. કુદરત દરેકની જરૂરિયાતોને એના સમયે પૂર્ણ કરે છે. નાહવા માટે પાણી, સુવા માટે ગાદલું અને એવી ઘણી બધી જરૂરિયાતોની ચિંતા કર્યા વગર કે વિચાર્યા વગર પણ મળી રહેતી હોય છે. તેથી, એવી જ રીતે, જો આપણે સહજ અને સરળ રહીએ, તો બીજી બધી જરૂરિયાતો પણ સચવાઈ જશે. 

Related Questions
  1. ચિંતા શું છે ? ચિંતા કરવાનો અર્થ શું છે ?
  2. ચિંતા એ શા માટે મોટાભાગના લોકોની મુખ્ય સમસ્યા છે? ચિંતા અને તણાવના કારણો શું છે?
  3. ટેન્શન એટલે શું?
  4. શું હું ચિંતા મુક્ત વ્યવસાય કરી શકું છું ?
  5. ચિંતા શા માટે બંધ કરવી? તણાવ અને ચિંતાથી શી અસરો થાય?
  6. ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?
  7. શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?
  8. વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?
  9. હું મારા જીવનમાં શા માટે કોઈ વસ્તુ પર નિયંત્રણ નથી મેળવી શકતો?
  10. ચિંતામુક્ત કેવી રીતે થવું? સરળ છે, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લો!
  11. મને એવી ચિંતા રહ્યા કરે કે લોકોને હું પસંદ નથી અને લોકો મારા માટે શું વિચારશે. કોઈ મારું અપમાન કરશે તો હું શું કરીશ?
  12. જો મને નોકરી નહીં મળે તો હું શું કરીશ? મને તેની ચિંતા રહે છે.
  13. ઘરની કોઈ વ્યક્તિ બિમાર હોય તો અસ્વસ્થતા અને ચિંતાની લાગણીઓ કેવી રીતે બંધ કરવી?
  14. જ્યારે મારા જીવનસાથી મારી સાથે વિશ્વાસઘાત કરે, ત્યારે ચિંતા અને શંકાથી દૂર કેવી રીતે રહેવું?
  15. જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?
×
Share on