Related Questions

ચિંતા શા માટે બંધ કરવી? તણાવ અને ચિંતાથી શી અસરો થાય?

કોઈ પરિસ્થિતિના પોઝિટિવ પરિણામને આપણે સ્વીકારી શકીએ છીએ અને તેના અવળા પરિણામને સંભાળી શકતા નથી એટલે આપણે ચિંતા કરીએ છીએ. પણ જો આપણને જાણ હોય કે ચિંતાથી અંતરાય (વિઘ્ન) પડે છે અને કામમાં વિલંબ થાય છે, તો શું આપણને ચિંતા કરવી પોષાય? ચિંતા કરવી એ કોઈ વ્યક્તિના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ તેની આધ્યાત્મિક પ્રગતિ માટે પણ નુકસાનકારક છે. તેનાથી જીવનની ગુણવત્તા પર પણ નકારાત્મક અસર પડે છે અને તે પરિસ્થિતિને વધુ બગાડે છે. આમ, આપણે ચિંતા અને તણાવ કરવાનું બંધ કરવું જોઈએ. ચાલો તણાવ અને ચિંતા કરવાથી થતી અસરો પર એક નજર કરીએ:  

માનસિક અસરો: ચિંતાની અને માનસિક તણાવની અસરો 

  • ચિંતા એ સમજણનો નાશ કરે છે.
  • ચિંતા એ અગ્નિ છે. કંઇક ખરાબ થઈ જશે એવી ચિંતા રહ્યા કરે છે.
  • ચિંતા (ડીપ્રેશન) હતાશા તરફ લઈ જાય છે.
  • જે વ્યક્તિ ચિંતા કરે છે તેની એકાગ્રતા ઓછી હોય છે.
  • ચિંતિત વ્યક્તિ નિર્ણયો લેવામાં વધુ સમય લે છે અને તે સામાન્ય રીતે યોગ્ય નથી હોતા.
  • અતિશય ચિંતાને લીધે નિરાશાવાદી થઈ જવાય છે.
  • ચિંતા વ્યક્તિને મુશ્કેલી પર ધ્યાન કરવા પ્રેરે છે, નહીં કે ઉકેલ પર.

શારીરિક અસરો: શરીર પર ચિંતાની અસરો

ચિંતા કરતી વખતે જે કામ કરતા હોઈએ છીએ તેમાં મન હાજર નથી રહેતું. સર્જરી કરતી વખતે જો ડોકટરનું ધ્યાન બીજે જતું રહે તો દર્દીનું શું થાય? એ જ રીતે, જમતી વખતે અંદર બહુ બધી ક્રિયાઓ ચાલતી હોય છે. જમતી વખતે જમવામાં ધ્યાન ન રાખીએ તો રક્ત વાહિનીઓ સખત થઈ જાય છે, જેના પરિણામે હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક આવે છે.

જ્યારે તમે ચિંતા કરો છો, ત્યારે મગજ રક્તવાહિનીઓમાં સ્ટ્રેસ હોર્મોન્સ છોડે છે; જેથી સ્નાયુઓ તણાવયુક્ત થાય છે અને આના પરિણામે પીઠનો દુ:ખાવો, માથાનો દુ:ખાવો, કંપન વગેરે થાય છે. તણાવ પાચનતંત્રની રક્ષણાત્મક દિવાલને પાતળી કરે છે જેનાથી જઠરને લગતા રોગો થાય છે.

અન્ય શારીરિક અસરો, જે ચિંતા ન કરવાનો નિશ્ચય દ્રઢ બનાવે છે: 

  • અલ્પ રોગપ્રતિકારક શક્તિ
  • અનિદ્રા
  • વજનમાં વધારો અથવા ઘટાડો
  • વાળ ખરવા
  • ત્વચાને નુકસાન  

શું આ તમને ચિંતા કરવાનું બંધ કરવા પ્રેરે છે?

હાથમાં લીધેલા કામ પર થતી અસરો

  • ચિંતાને લીધે હાથમાં લીધેલા કામ પર નકારાત્મક અસર પડે છે. તે કામની ગુણવત્તાને સો ટકામાંથી સિત્તેર ટકા સુધી ઘટાડે છે. જરા વિચારો, જ્યારે તમે ડ્રાઈવીંગ બરાબર થશે કે નહીં તેવી ચિંતા સાથે કાર ચલાવતા હો, ત્યારે તમારાથી અકસ્માત થઈ શકે છે. જો તમે ધંધો ચલાવવા માટે ચિંતિત હો, તો તમારાથી ખોટા નિર્ણયો લેવાય જશે. 
  • ચિંતા કાર્યમાં અંતરાય પાડે છે. જ્યારે તમારે કોઈ કાર્ય પુરું કરવાનું હોય અને તમે ચિંતાઓથી ઘેરાઈ જાઓ છો તો ત્યારે તમને એવો વિશ્વાસ જ નહીં આવે કે આ કાર્ય સફળતાથી થશે જેથી તમે તે શરુ જ નહીં કરો.

જીવનની ગુણવત્તા ઉપર ચિંતાનો પ્રભાવ 

  • સમયનો બગાડ: ચિંતા કરવી એ સમય અને શક્તિનો વ્યય છે. તે આપણી બધી હકારાત્મક ઉર્જા ને નકારાત્મક ઉર્જામાં ફેરવે છે અને યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવાની ક્ષમતાને પાંગળી બનાવે છે.
  • કાર્યક્ષમતા ઘટાડે છે: ચિંતિત વ્યક્તિ વિચારોના વમળમાં ઘૂસી જાય છે. તેથી, તે દરેક કાર્યને પૂર્ણ કરવામાં વધુ સમય લે છે અને તેથી તે વધુ સમય બગાડે છે, આમ કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. ચિંતા કરવામાં સમય પસાર કરવાને બદલે, રચનાત્મક રીતે અન્ય કાર્ય કરવામાં તે સમયનો સદ્ઉપયોગ થઈ શક્યો હોત.
  • ચિંતાઓને લીધે, આપણે આપણી સમજણ શક્તિ, પરિવર્તન સ્વીકારવાની ક્ષમતા અને લૌકિક દ્રષ્ટિકોણ ગુમાવી બેસીએ છીએ, આપણે પહેલા કરતાં વધુ ઝડપથી ધીરજ ગુમાવીએ છીએ અને આ રીતે આપણા સંબંધોમાં ક્લેશ થાય છે.
  • ખુશીના પ્રસંગોમાં પણ આપણે ઓછા ખુશખુશાલ હોઈએ છીએ.
  • ચિંતા વ્યક્તિને ધૂમ્રપાન, દારુ પીવો વગેરે જેવી ખરાબ આદતો તરફ ધકેલે છે, શરુઆતમાં તે તણાવનો સામનો કરવા માટે આ રસ્તે ચઢે છે અને પછી તેનો શિકાર બને છે.
  • આપણે આપણા પરિવાર અને મિત્રો સાથે સમય પસાર ન કરી શકવાથી આપણા સંબંધોમાં મુશ્કેલી આવે છે. ભલે આપણે શારીરિક રૂપે હાજર હોઈએ, પણ આપણે જ્યારે તેમને જરુર હોય ત્યારે તેમની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા રહી શકતા નથી.
  • જે લોકો ચિંતા કરે છે તે તેમની સંપત્તિ ગુમાવે છે.

શું ચિંતા બંધ કરવાના દ્રઢ નિશ્ચય માટે આ પૂરતું નથી? 

આધ્યાત્મિક અસરો 

  • ચિંતા એ આર્તધ્યાન છે. એક જ ચિંતાથી જાનવરગતિમાં જન્મ થાય છે. જ્યારે કોઈ પિતા તેમની અપરિણીત પુત્રીની ચિંતા કરતા કરતા મૃત્યુ પામે છે, કુદરતનો એવો કાયદો છે કે તેણે જાનવરગતિમાં જન્મ લેવો પડે છે. જ્યાં જીવન દુરાચાર અને દુર્વ્યવહારવાળું હોય છે.
  • ચિંતાથી અંતરાય કર્મ બંધાય છે. આવા કર્મો ભવિષ્યમાં તમારી ઈચ્છાઓ પૂરી કરવામાં બાધક બને છે.
  • પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “કો’ક કાળે સંસ્કારી મનુષ્ય થવાનું આવે ને ત્યારે ચિંતામાં રહ્યા તો મનુષ્યપણું ય જતું રહે. આ ન સમજાવવાના પરિણામે અતિ ખરાબ પરિસ્થિતિમાં મુકાય જવાય છે.”

એવું કંઈક કહો કે જે મને ચિંતા ન કરવામાં મદદરુપ થાય

  • જ્યારે આપણે ચિંતા કરવાનું બંધ કરીએ છીએ, ત્યારે આપણે ઘણા રોગોથી બચી જઈએ છીએ.
  • ચિંતા કરીને જીવ શેના માટે બાળવાનો? ચિંતા ના કરશો. જો તમે તમારા કપડાંને બાળી નાખો, તો તમે નવા ખરીદી શકો છો, પરંતુ જો તમે તમારો જીવ બાળશો, તો એ તમને નવો ક્યાંથી મળશે?
  • ચિંતાથી નવા બંધ પડે છે અને અનંત જન્મ માટે સંસાર ચાલુ રહે છે. ગયા જન્મમાં કરેલી ચિંતાઓને કારણે જ આપણે આજે આ સ્થિતિમાં છીએ. ચિંતાઓ કરી અને શા માટે ભવ ભટકામણમાં ભટકીયે?
  • જ્યારે કોઈ વ્યક્તિને દાંતનો દુ:ખાવો થાય છે, ત્યારે તેને એવી ચિંતા કેમ નથી થતી કે આ દુ:ખાવો કાયમને માટે થશે? દરેક વસ્તુનો એક સમય હોય છે. એના સમયે દુ:બંધ થઈ જશે.
  • આ દુનિયામાં ચિંતા કરવા જેવું કંઈ નથી, એક ક્ષણ માટે પણ નહીં. વાસ્તવિકતા સમજો કે કાંઈ પણ ટકવાનું નથી અને વર્તમાનમાં જે મળ્યું છે તેમાં જીવવાનું શરુ કરી દો.

Related Questions
  1. ચિંતા શું છે ? ચિંતા કરવાનો અર્થ શું છે ?
  2. ચિંતા એ શા માટે મોટાભાગના લોકોની મુખ્ય સમસ્યા છે? ચિંતા અને તણાવના કારણો શું છે?
  3. ટેન્શન એટલે શું?
  4. શું હું ચિંતા મુક્ત વ્યવસાય કરી શકું છું ?
  5. ચિંતા શા માટે બંધ કરવી? તણાવ અને ચિંતાથી શી અસરો થાય?
  6. ચિંતા કર્યા વગર જીવન જીવી શકાય એવા અસરકારક ઉપાયો ક્યા છે? ચિંતા કેમ ન કરવી?
  7. શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?
  8. વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?
  9. હું મારા જીવનમાં શા માટે કોઈ વસ્તુ પર નિયંત્રણ નથી મેળવી શકતો?
  10. ચિંતામુક્ત કેવી રીતે થવું? સરળ છે, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી લો!
  11. મને એવી ચિંતા રહ્યા કરે કે લોકોને હું પસંદ નથી અને લોકો મારા માટે શું વિચારશે. કોઈ મારું અપમાન કરશે તો હું શું કરીશ?
  12. જો મને નોકરી નહીં મળે તો હું શું કરીશ? મને તેની ચિંતા રહે છે.
  13. ઘરની કોઈ વ્યક્તિ બિમાર હોય તો અસ્વસ્થતા અને ચિંતાની લાગણીઓ કેવી રીતે બંધ કરવી?
  14. જ્યારે મારા જીવનસાથી મારી સાથે વિશ્વાસઘાત કરે, ત્યારે ચિંતા અને શંકાથી દૂર કેવી રીતે રહેવું?
  15. જીવનમાં બધું ગુમાવી દેવાના ભયમાંથી કેવી રીતે મુક્ત થવું?
×
Share on