Related Questions

થ્રી વિઝન - બ્રહ્મચર્યમાં કેવી રીતે રહેવું, તે માટેની અંતિમ ચાવી

જે ક્ષણે તમારી દ્રષ્ટિ કોઈના ઉપર પડે તે જ ક્ષણે આકર્ષણની ચિનગારી પ્રગટે છે, આ ચિનગારી આગળ વધે તે પહેલા જ તમારે આ રોકવી પડે.

તો તે તમે કેવી રીતે કરશો?

પરમ પૂજ્ય દાદા ભગવાનની અજોડ ચાવી ‘થ્રી વિઝન’ વાપરીને. આ ચાવી કોઈ પણ વ્યકિત કે જે બ્રહ્મચર્ય પાળવા માંગે છે તેને મદદ કરશે અને તરત જ કોઈના પણ માટે ઊભું થતું વિષય વિકારી આકર્ષણ ખલાસ કરી દેશે.

પહેલું વિઝન શું છે?

પેહલા વિઝનમાં, જે વ્યકિત માટે તમને આકર્ષણ થયું છે તે વ્યક્તિ વસ્ત્ર રહિત દેખાય.

બીજુ વિઝન શું છે?

બીજા વિઝન માં, તમારે કલ્પના કરવી પડશે કે એ જ વ્યકિત ચામડી વગરની દેખાય.

ત્રીજું વિઝન શું છે ?

ત્રીજા વિઝનમાં, તમારે કલ્પના કરવી પડશે કે તેમના શરીરની મહીં અંગો ઉઘાડા કેવા દેખાય છે. પછી પેટ કાપી નાખે તો મહીં આંતરડાં વગેરે દેખાય. ....

ત્યારબાદ શું ?

આ શરીરમાં કપડા વગર બીજું શું બાકી રહે છે, ચામડી અને માંસ (અંગો)? શું હજુ પણ તમને આ વિનાશી શરીરનું આકર્ષણ થશે?

આ આખા શરીરમાં માત્ર એક જ વસ્તુ શુદ્ધ છે, અવિનાશી છે અને તે છે - આત્મા !

થ્રી વિઝન વાપરવાના ફાયદાઓ શું છે?

આ વિઝન વાપરીને, જે વ્યકિત તરફ વિકારી આકર્ષણ થયું હોય તે ખલાસ થઈ જાય છે, આમ બ્રહ્મચારી રહી શકાય.

પરમ પૂજ્ય દાદાશ્રી આ બાબતે આપણને વધુ સમજણ આપે છે:

દાદાશ્રી: કોઈ છોકરો સારાં કપડાં-બપડાં પહેરીને, નેકટાઈ-બેકટાઈ પહેરીને બહાર જતો હોય, તે મૂઆને કાપે તો શું નીકળે ? તું અમથો શું કામ નેકટાઈ પહેર પહેર કરે છે ? મોહવાળા લોકોને ભાન નથી. તે રૂપાળો જોઈને મૂંઝાઈ જાય બિચારા ! જ્યારે મને તો બધું ઉઘાડું આરપાર દેખાય. આ બધા માણસો કપડાં કાઢીને ફરે તો તને ખરાબ ના લાગે ?

પ્રશ્નકર્તા : બહુ ખરાબ લાગે.

દાદાશ્રી : એટલે આ કપડાંને લીધે સારાં દેખાય છે. કપડાં વગેરેય પછી સારાં દેખાય ? આ કપડાં વગર તો ગાયો, ભેંસો, બકરીઓ, કૂતરાંઓ બધાં જ સારાં દેખાય, પણ માણસો સારાં ન દેખાય. હવે આવું જ્ઞાન જ કોઈ આપે નહીં ને ? આવી વિગતવાર સમજણ જ કોઈ પાડે નહીં ને ? પછી મોહ જ ઉત્પન્ન થાય ને !! દાદાજી તો કહેતા હતા કે આ તો બધું આવો ગંદવાડો છે, પછી મોહ શેનો ઉત્પન્ન થાય ? કોઈ બહેન કે ભાઈ ગમે તેવા પટિયાં પાડીને ફરતો હોય, તો આપણને શું એમાં ? મહીં ચીરે ત્યારે શું નીકળે એમાંથી ? આ જેમ દૂધી છોલીએ છીએ, તેમ એને છોલીએ ત્યારે શું થાય ? મહીં કચરો દેખાય ને ? કો'કને અહીં પરુ થયું હોય તે આપણને કહે કે લો, આ ધોઈ આપો. તો તે તને ગમે ? એને તો અડવાનું જ ના ગમે ને ? અને કોઈ ભાઈબંધ હોય અને પરું ના થયેલું હોય તો તને આમ હાથ અડાડવાનું ગમે ને ? પણ આ તો મહીં કચરો જ માલ ભરેલો છે. એને તો હાથેય અડાડાય નહીં. મોહ કરવા જેવું જગત છે જ ક્યાં ? પણ એવું વિચાર્યું જ નથી ! કોઈએ કહ્યું નથી !! મા બાપ પણ શરમના માર્યા કહે નહીં.

આ તો લૂગડાં ઢાંકીને ફરે એટલે રૂપાળું દેખાય, બાકી મહીં એવું જ છે. આ તો માંસને રેશમી ચાદરથી બાંધ્યું છે, એટલે મોહ થાય છે. માંસ એકલું હોય તો ય વાંધો નહીં, પણ આ તો મહીં આંતરડાં બધું કાપે તો શું નીકળે મહીંથી? એટલે એની પર વિચાર જ નથી કર્યો. એ જો વિચાર કર્યો હોય, તો ત્યાં દ્રષ્ટિ ફરી જાય જ નહીં.

આ ચાદર છે તેને લીધે આ બધું રૂપાળું લાગે છે. ચાદર ખસી જાય તો કેવું લાગે ? કોઈને અહીં દાઝયો હોય ત્યાં પરુ નીકળતું હોય, તો ત્યાં આપણને હાથ ફેરવવાનું ગમે?

ખરી રીતે તો, આ દેહ વિનાશી છે, આપણી દ્રષ્ટિ તો માત્ર મહીં રહેલા અવિનાશી શુદ્ધાત્મા પર જ હોવી જોઈએ. જો મહીં શુદ્ધાત્મા દેખાય તો, પછી શરીર પર આસક્તિનું કોઈ જ કારણ રહેતું નથી.

પરમ પૂજ્ય દાદાશ્રીએ આપણને વિષય વિકારી આકર્ષણમાંથી બહાર નીકળવા માટે થ્રી વિઝન વાપરવાનો રસ્તો આપ્યો છે અને જે વ્યકિત પસાર થઈ રહ્યો છે, તેની મહીં શુદ્ધાત્મા જોવાનું કહ્યું છે. શુદ્ધાત્મા દેખાય તો પછી બીજું જોવાનું ના હોય. બીજો તો કાટ ચઢેલો કહેવાય. કોઈને લાલ કાટ હોય, કોઈને પીળો કાટ હોય, કોઈને લીલો કાટ હોય, પણ આપણે તો લોખંડ એકલું જ જોવાનું ને ?! અને કાટ દેખાય તેની સામે ઉપાય આપી દીધો છે : થ્રી વિઝન.

Related Questions
 1. બ્રહ્મચર્ય પાળવું એટલે શું? બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું?
 2. મારે બ્રહ્મચર્ય શા માટે પાળવું જોઈએ? મારે બ્રહ્મચારી તરીકેનું જીવન શા માટે પસંદ કરવું જોઈએ?
 3. વિકારી વૃત્તિઓને કેવી રીતે કાબૂ કરવી ?
 4. વિકારી આકર્ષણ શાના કારણે થાય છે ?
 5. વિષય અને વિષયવિકારી આકર્ષણને બંધ કરવામાં મદદરૂપ બને એ માટે વિષય-વિકારનું વિશ્લેષણ.
 6. સંબંધોમાં વફાદારીની વ્યાખ્યા શું છે? સંબંધમાં વફાદાર કેવી રીતે રેહવું?
 7. સંબંધોમાં થતાં કલેશને અટકાવામાં, બ્રહ્મચર્ય કેવી રીતે મદદરૂપ થઇ શકે?
 8. શું પરણેલા લોકો માટે બ્રહ્મચર્ય પાળવું અને બ્રહ્મચારી જીવન જીવવું શક્ય છે?
 9. લગ્નજીવનમાં થતા અણહક્કનાં વિષય અને વ્યભિચારનું શું પરિણામ આવે છે?
 10. થ્રી વિઝન - બ્રહ્મચર્યમાં કેવી રીતે રહેવું, તે માટેની અંતિમ ચાવી
 11. શું બ્રહ્મચર્ય પાળવાના કોઈ નિયમો હોય છે?
 12. હસ્તમૈથુનની આદતને કેવી રીતે બંધ કરી શકાય?
×
Share on