Related Questions

સંબંધોમાં થતાં કલેશને અટકાવામાં, બ્રહ્મચર્ય કેવી રીતે મદદરૂપ થઇ શકે?

ઋષિમુનિઓને પછી લઢવાડ-બઢવાડ કશું નહીં, મિત્રાચારી. બાબો-બેબી ઉછેરે, મિત્રાચારીને પેઠ ! અને આમને આ કાયમનું. હવે કાયમનામાં શું થાય ભાંજગડ કે એકને ભૂખ લાગી છે ને એકને નથી લાગી. હવે નથી લાગી એ કહે છે કે મારે નહીં ફાવે. પેલો કહે, મારે ભૂખ લાગી છે. પછી માર ઠોકાઠોક. એની આ લઢવાડો છે બધી. નહીં તો આખી જિંદગી મિત્રાચારીમાં એવું સુંદર રહે, એકબીજાને સિન્સિયર રહે. આખો દહાડો કકળાટ નહીં, કચકચ નહીં. આ કચકચ વિષયને લીધે છે.

આ સ્ત્રી-પુરુષના વિષય જે છે ને, તેમાં દાવા મંડાય. કારણ કે આ વિષયમાં બેની એક માલિકી છે અને મત બન્નેના જુદા છે. એટલે જો સ્વતંત્ર થવું હોય તો આ ગુનેગારીમાં આવવું ન ઘટે અને જેને તે ગુનેગારી ફરજિયાત છે, એને એનો નિકાલ કરવો પડે.

જ્યાં સુધી તમારે વિષયી સંબંધ છે ત્યાં સુધી આ ડખાડખ રહેવાની જ. એટલે અમે તમારી ડખાડખમાં વચ્ચે પડીએ જ નહીં. અમે જાણીએ કે વિકાર બંધ થશે, ત્યારે એની જોડે ડખો બંધ થઈ જ જશે. ડખાને લીધે અથડામણ થાય છે. એની (પત્ની) જોડે વિષય બંધ કર્યા સિવાય બીજો ઉપાય જડ્યો જ નથી.

કારણ કે આ જગતમાં રાગ-દ્વેષનું મૂળ કારણ જ આ છે, મુખ્ય કારણ જ આ છે. અહીંથી જ બધો રાગ-દ્વેષ ઊભો થયો. સંસાર બધો અહીંથી જ ઊભો થયો છે. એટલે સંસાર જ બંધ કરવો હોય તો અહીંથી જ વિષય બંધ કરી દેવો પડે. પછી કેરીઓ ખાવ, ફાવે એ ખાવને કોઈ પૂછનાર નથી. કારણ કે કેરીઓ સામો દાવો નહીં માંડે. તમે એને ના ખાવને તો એ કંઈ કકળાટ નહીં કરે અને આ સંબંધમાં તો તમે કહેશો કે 'મારે નથી જોઈતું' ત્યારે એ કહેશે કે, 'ના, મારે તો જોઈએ જ છે.' એ કહેશે કે, 'મારે સિનેમા જોવા જવું છે.' ત્યારે તમે ન જાવ તો કકળાટ ! આવી જ બન્યું જાણે ! કારણ કે સામો મિશ્રચેતન છે અને કરારી છે, એટલે દાવો માંડે !

Related Questions
  1. બ્રહ્મચર્ય પાળવું એટલે શું? બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું?
  2. મારે બ્રહ્મચર્ય શા માટે પાળવું જોઈએ? મારે બ્રહ્મચારી તરીકેનું જીવન શા માટે પસંદ કરવું જોઈએ?
  3. વિકારી વૃત્તિઓને કેવી રીતે કાબૂ કરવી ?
  4. વિકારી આકર્ષણ શાના કારણે થાય છે ?
  5. વિષય અને વિષયવિકારી આકર્ષણને બંધ કરવામાં મદદરૂપ બને એ માટે વિષય-વિકારનું વિશ્લેષણ.
  6. સંબંધોમાં વફાદારીની વ્યાખ્યા શું છે? સંબંધમાં વફાદાર કેવી રીતે રેહવું?
  7. સંબંધોમાં થતાં કલેશને અટકાવામાં, બ્રહ્મચર્ય કેવી રીતે મદદરૂપ થઇ શકે?
  8. શું પરણેલા લોકો માટે બ્રહ્મચર્ય પાળવું અને બ્રહ્મચારી જીવન જીવવું શક્ય છે?
  9. લગ્નજીવનમાં થતા અણહક્કનાં વિષય અને વ્યભિચારનું શું પરિણામ આવે છે?
  10. થ્રી વિઝન - બ્રહ્મચર્યમાં કેવી રીતે રહેવું, તે માટેની અંતિમ ચાવી
  11. શું બ્રહ્મચર્ય પાળવાના કોઈ નિયમો હોય છે?
  12. હસ્તમૈથુનની આદતને કેવી રીતે બંધ કરી શકાય?
×
Share on