Related Questions

સંબંધોમાં વફાદારીની વ્યાખ્યા શું છે? સંબંધમાં વફાદાર કેવી રીતે રેહવું?

કળિયુગમાં એક ફક્ત ગૃહસ્થીને વિકાર કેટલો ઘટે કે એની સ્ત્રી પૂરતો જ. ગૃહસ્થધર્મ છે એટલે એની સ્ત્રી પૂરતો જ વિકાર હોય, તો ભગવાને એને એક્સેપ્ટ કરેલું છે. એક પત્નીવ્રતની ભગવાને છૂટ આપી છે કે બીજે દ્રષ્ટિ પણ ના બગડે. બહાર જાય, ગમે ત્યાં જાય પણ દ્રષ્ટિ ના બગડે. વિચાર પણ ના આવે, ને વિચાર આવે તો ક્ષમા માંગી લે એવું એક પત્નીવ્રત હોય તો ભગવાનને વાંધો નથી ! એ તો શું કહે છે, કે આ કાળમાં એક પત્નીવ્રતને અમે બ્રહ્મચર્ય કહીશું અને જે લોકનિંદ્ય નથી, માટે તેને અમે લોકપૂજ્ય કહીશું.

તેમાંય લગ્ન કરેલું હોય તેટલાં પૂરતાનો વાંધો નહીં આવે. કારણ કે 'બાઉન્ડ્રી' છે, 'બાઉન્ડ્રી' ચૂકયાનો વાંધો છે. કારણ કે તમે સંસારી છો, એટલે 'બાઉન્ડ્રી' હોવી જોઈએ. 'બાઉન્ડ્રી'માં મન પણ ના ચૂકવું જોઈએ, વાણી પણ ના ચૂકવી જોઈએ, વિચાર પણ ના ચૂકવો જોઈએ. એક પત્નીવ્રતના 'સર્કલ'માંથી વિચાર બહાર ના જવો જોઈએ, ને જાય તો વિચાર પાછો બોલાવી લેવાનો. આ કાળ વિચિત્ર છે, માટે 'બાઉન્ડ્રી'ની બહાર ના જવું જોઈએ. આને એક પત્ની વ્રત કહેવાય છે.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “તો બધાં જેમાં જાય, એ સંડાસ કહેવાય છે. એટલે જ્યાં આગળ બહુ લોક જાય ને, એનું નામ સંડાસ ! જ્યાં સુધી એક પત્નીવ્રત અને એક પતિવ્રત હોય, ત્યાં સુધી એ ઊંચામાં ઊંચી વસ્તુ કહેવાય. ત્યાં સુધી ચારિત્ર્ય કહેવાય, નહીં તો પછી સંડાસ કહેવાય.”

આજથી ત્રણ હજાર વર્ષ પહેલાં હિન્દુસ્તાનમાં સોમાંથી નેવું માણસો એક પત્નીવ્રત પાળતા હતા. એક પત્નીવ્રત અને એક પતિવ્રત; કેવા સારા માણસો કહેવાય એ ! જ્યારે આજે ભાગ્યે જ હજારમાં એક હશે !

પરમ પૂજ્ય દાદાશ્રીની દ્રષ્ટિથી હક્કનાં વિષય અને સંબંધો માં વફાદારીની વ્યાખ્યા વિશે વધુ જાણો:

પ્રશ્નકર્તા : એક પત્નીવ્રતને હક્કનો વિષય કહેવાય, તે પણ નોર્માલિટીમાં હોય ત્યાં સુધી હક્ક ગણાય. ને એબોવ નોર્મલ થાય તો ?

દાદાશ્રી : તો ય હક્કનો જ કહેવાય પણ અણહક્ક જેવું, એને ખરાબ કહેવાય નહીં ને ?

પ્રશ્નકર્તા : હવે બીજી સ્ત્રી છે, તે એનાં રાજીપાથી આપણને ખેંચતી હોય અને બેઉના રાજીપાનો સોદો હોય, તો એ હક્કનો વિષય થયો કે નહીં ?

દાદાશ્રી : ના, ત્યાં જ ચોકડી મારી છે ને ! અને આ રાજીપાથી જ બધું બગડ્યું છે ને !!! આ રાજીપાથી આગળ ગયા એટલે બધું ભયંકર અધોગતિમાં જવાની નિશાનીઓ થઈ ! પછી એ અધોગતિમાં જ જાય. બાકી પોતાને ઘેર નોર્માલિટી રાખે તો એ દેવ કહેવાય, મનુષ્યમાં પણ દેવ કહેવાય. અને પોતાને ઘેર એબોવ નોર્મલ થયો, એ બધું જાનવરપણું કહેવાય. પણ એ પોતાનું ખૂએ, બીજું કશું નહીં, પોતાની દુકાન બધી ખાલી થઈ જાય, પણ પેલા અણહક્કના જેવું જોખમ ના કહેવાય. આ હક્કવાળાને તો ફરી મનુષ્યપણું ય મળે ને એ મોક્ષની નજીક ય જાય. એક પત્નીવ્રત એ છેલ્લી લિમિટ છે, પેલાં બધાં કરતાં ઉત્તમ.

સંબંધોમાં વફાદાર રહો, પ્યોર (શુદ્ધ) રહો

દાદાશ્રી: આ કાળમાં એક પત્નીવ્રતને અમે બ્રહ્મચર્ય કહીએ છીએ અને તીર્થંકર ભગવાનના વખતમાં જે બ્રહ્મચર્યનું ફળ મળતું હતું, તે જ ફળ પામશે, એની અમે ગેરેન્ટી આપીએ છીએ.

પ્રશ્નકર્તા : એક પત્નીવ્રત કહ્યું, તે સૂક્ષ્મથી કે એકલું સ્થૂળ ? મન તો જાય એવું છે ને ?

દાદાશ્રી : સૂક્ષ્મથી પણ હોવું જોઈએ અને વખતે મન જાય તો મનથી છૂટું રહેવું જોઈએ. અને એના પ્રતિક્રમણ કર કર કરવાં પડે. મોક્ષે જવાની લિમિટ કઈ ? એક પત્નીવ્રત અને એક પતિવ્રત. એક પત્નીવ્રત કે એક પતિવ્રતનો કાયદો હોય, એ લિમિટ કહેવાય.

Related Questions
  1. બ્રહ્મચર્ય પાળવું એટલે શું? બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું?
  2. મારે બ્રહ્મચર્ય શા માટે પાળવું જોઈએ? મારે બ્રહ્મચારી તરીકેનું જીવન શા માટે પસંદ કરવું જોઈએ?
  3. વિકારી વૃત્તિઓને કેવી રીતે કાબૂ કરવી ?
  4. વિકારી આકર્ષણ શાના કારણે થાય છે ?
  5. વિષય અને વિષયવિકારી આકર્ષણને બંધ કરવામાં મદદરૂપ બને એ માટે વિષય-વિકારનું વિશ્લેષણ.
  6. સંબંધોમાં વફાદારીની વ્યાખ્યા શું છે? સંબંધમાં વફાદાર કેવી રીતે રેહવું?
  7. સંબંધોમાં થતાં કલેશને અટકાવામાં, બ્રહ્મચર્ય કેવી રીતે મદદરૂપ થઇ શકે?
  8. શું પરણેલા લોકો માટે બ્રહ્મચર્ય પાળવું અને બ્રહ્મચારી જીવન જીવવું શક્ય છે?
  9. લગ્નજીવનમાં થતા અણહક્કનાં વિષય અને વ્યભિચારનું શું પરિણામ આવે છે?
  10. થ્રી વિઝન - બ્રહ્મચર્યમાં કેવી રીતે રહેવું, તે માટેની અંતિમ ચાવી
  11. શું બ્રહ્મચર્ય પાળવાના કોઈ નિયમો હોય છે?
  12. હસ્તમૈથુનની આદતને કેવી રીતે બંધ કરી શકાય?
×
Share on