Related Questions

વિષય અને વિષયવિકારી આકર્ષણને બંધ કરવામાં મદદરૂપ બને એ માટે વિષય-વિકારનું વિશ્લેષણ.

વિષય-વિકારી વિચારો અને સ્પંદનોને ઉભા થતાં કેવી રીતે અટકાવશો ?

વિષય-વિકારમાં આકર્ષણ કરનારા માધ્યમો (દાખલા તરીકે વ્યકિત, વિચારો, શરીરનાં અંગો, વગેરે) ની કિંમત સંપૂર્ણપણે ઝીરો કરવાથી વિષય-વિકાર ખરેખર છે શું તેનો અભ્યાસ અને પૃથ્થકરણ કરવામાં આવે છે. વિષય-વિકારમાંથી ઉત્પન્ન થતું સુખ એ માત્ર ભ્રાંતિ જ છે, ખરેખર નથી અને માત્ર ક્ષણિક જ છે. આવું બધી રીતે વિચારીને એને ઝીરો કરી શકો છો. જ્યારે તમે કોઈપણ પ્રકારનાં વિષયમાં તન્મયાકાર થાવ છો, ત્યારે તમે તે ભૂલી જાવ છો કે મનુષ્યનું શરીર ખરેખર્ કેટલો બધો ગંદવાડો છે. જેમ કે, તમે ભૂલી જાવ છો કે આપણા શરીરનાં દરેક છીદ્રો અને દ્વારમાંથી કચરો નીકળે છે, કે જેનો દેખાવ અને ગંધ બહું જ અસહ્ય હોય છે. જો સંડાસ, પરસેવો અને બીજા ડીસ્ચાર્જની આટલી દુર્ગંધ હોય તો વિચારો કે શરીરની અંદર કેવું હશે ? ઉપરાંત, જો સ્પર્શ કરવામાં સાચુ સુખ અને આનંદ હોત તો પછી જ્યારે તમને ચામડી પર કોઈ ઉઘાડો જખમ કે ગૂમડું થયું હોય તો પણ આનંદ થવો જોઈએ પણ તેમ નથી થતું. વળી, કોઈ પણ પ્રકારની પરવશતા એ આ જગતમાં દુઃખનું કારણ છે, તો પછી બીજાની પરવશતા કેવી રીતે સુખનું કારણ હોઈ શકે ?

ઓળખો વિષય-વિકારી આકર્ષણનાં ખરા સ્વરૂપને અને તેનું વિશ્લેષણ કરો

અહીં બીજા કેટલાક ઉપાયો દર્શાવ્યા છે કે જેનાથી તમે વિષય-વિકારી આકર્ષણનું વિશ્લેષણ કરી અને વિષયમાં સુખની માન્યતાને જેમ છે તેમ જોઈને તોડી શકશો:

  • વિષય એ સંડાસ છે; તે ગંદવાડો છે ! તેમાં પોતે તન્મયાકાર થાય છે અને પરિણામે, નવા બીજ પડે છે ! જો વિષય-વિકારી વર્તનનું પૃથ્થકરણ કરવામાં આવે તો, તે ખરજવા ને વલૂરવાં જેવુ છે ! જેટલું વધારે ખંજવાળશો, તેટલું તમને સારું લાગશે, પણ તે તમને કેવી રીતે ફાયદો કરશે ? તમે તમારા પોતાના જ જખમો ને ખોદી, ને તેમાંથી લોહી નીકળશે અને પહેલા કરતાં વધારે લ્હાય બળશે.
  • શરીર એ માત્ર રેશમી ચાદરે વીંટેલા હાડકાં અને માંસ જ છે. જો તમને ફક્ત આટલું ભાન થાય તો પછી તમને વિષય-વિકારી ઈચ્છાઓ પ્રત્યે ઉદાસીનતા અનુભવાશે.
  • વિષયમાં પાંચ ઇન્દ્રીયોમાંથી, એક પણ ઈન્દ્રિયને આનંદ આવતો નથી. આંખોય અંધારુ ખોળે. એની ગંધ કોઈ રીતે ગમે એવી નથી હોતી. જીભની તો વાત જ શી કરવી ?! ઊલટી આવે એવું હોય છે. સ્પર્શ કરવાનું ના ગમે અને છતાં પણ લોકો એવું માને છે તેમાં સુખ છે ! કોઈ ઈન્દ્રિયો એક્સેપ્ટ કરતી નથી, છતાં આ વિષય ભોગવે છે, એ અજાયબી છે ને ! લોકો દેખાદેખીથી એમાં પડ્યા છે.
  • જે સ્ત્રી કે પુરુષ માટે તમને આકર્ષણ થતું હોય તેની આખી જીંદગીની બધી જ અવસ્થાઓ કલ્પના કરો તો તમે આકર્ષણમાંથી મુક્ત થઈ જશો. જો તમને સમજણ સાથે દેખાય કે આ ગર્ભમાં હોય તો આમ દેખાય, જન્મે ત્યારે આમ દેખાય, નાનું બાળક હોય તો આમ દેખાય, પછી આવી અવસ્થા હતી, અત્યારે આવી અવસ્થા છે, પછી આમ દેખાશે, ઘડપણ આવશે ત્યારે અમ દેખાશે, પક્ષાઘાત થશે ત્યારે આમ દેખાશે, નનામી કાઢશે ત્યારે આમ દેખાશે, આવી બધી અવસ્થાઓ જેને લક્ષમાં છે, એને વૈરાગ શીખવવાનો ના હોય !
  • કોઈપણ પ્રકારની પરવશતા એ દુઃખનું કારણ છે, સુખનું નહી. વિષય એ સંપૂર્ણપણે બીજી કોઈ વ્યકિત ને આધારે છે. તો પછી તેમાં સુખ કેવી રીતે હોઈ શકે ?
  • આ કાળમાં લોકો આખા દા’ડાની દોડધામથી થાકેલો અને કંટાળેલો હોય છે, તેમને ઘર, ધંધો અને નોકરીની ચિંતા, માનસિક તણાવ ભોગવી રહ્યા છે, એટલે એવા સમયે બળતરાને શમાવવા માટે વિષય-વિકારી સુખના કાદવમાં જંપલાવે છે, અને તેઓ તેના પરિણામોને ભૂલી જાય છે. (વિષયના પરિણામોને)! વિષયસુખને ભોગવ્યા પછી તો, મહાન યોદ્ધા જેવો વ્યક્તિ પણ મરણતુલ્ય થઈ જાય છે !
  • જે વ્યકિત પ્રત્યે તમને આકર્ષણ થતું હોય, તે શરીરે દાઝી ગયો હોય અને પરું નીકળતું હોય, તો પણ શું તમને તેનું આકર્ષણ થશે ? માટે, ખરેખર તો શરીરનાં કોઈ અંગોમાં સુખ નથી.

માણસને રોંગ બિલિફ છે કે વિષયમાં સુખ છે. હવે વિષયથીય ઊંચુ સુખ મળે તો વિષયમાં સુખ ના લાગે ! વિષયમાં સુખ નથી, પણ મનુષ્યને વ્યવહારમાં છૂટકો જ નહીં. બાકી જાણી જોઈને ગટરનું ઢાંકણું કોણ ખોલે ? જો વિષયમાં સુખ હોત તો ચક્રવર્તીઓ આટલી બધી રાણીઓ હોવા છતાં સાચા સુખની શોધમાં ના નીકળત !

એ આપણી રોંગ બિલિફના કારણે છે. એ માત્ર બિલિફ જ છે. આપણી બિલિફ સિવાય બીજું કંઈ જ નથી. બિલિફને તોડી નાખો તો પછી કશું જ નથી.

તો વિષય અને વિકારી આકર્ષણને બંધ કરવા, આ વિષય એ કેટલો ગંદવાડો છે, એ વિશે વિચારવું આવશ્યક છે.

Related Questions
  1. બ્રહ્મચર્ય પાળવું એટલે શું? બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું?
  2. મારે બ્રહ્મચર્ય શા માટે પાળવું જોઈએ? મારે બ્રહ્મચારી તરીકેનું જીવન શા માટે પસંદ કરવું જોઈએ?
  3. વિકારી વૃત્તિઓને કેવી રીતે કાબૂ કરવી ?
  4. વિકારી આકર્ષણ શાના કારણે થાય છે ?
  5. વિષય અને વિષયવિકારી આકર્ષણને બંધ કરવામાં મદદરૂપ બને એ માટે વિષય-વિકારનું વિશ્લેષણ.
  6. સંબંધોમાં વફાદારીની વ્યાખ્યા શું છે? સંબંધમાં વફાદાર કેવી રીતે રેહવું?
  7. સંબંધોમાં થતાં કલેશને અટકાવામાં, બ્રહ્મચર્ય કેવી રીતે મદદરૂપ થઇ શકે?
  8. શું પરણેલા લોકો માટે બ્રહ્મચર્ય પાળવું અને બ્રહ્મચારી જીવન જીવવું શક્ય છે?
  9. લગ્નજીવનમાં થતા અણહક્કનાં વિષય અને વ્યભિચારનું શું પરિણામ આવે છે?
  10. થ્રી વિઝન - બ્રહ્મચર્યમાં કેવી રીતે રહેવું, તે માટેની અંતિમ ચાવી
  11. શું બ્રહ્મચર્ય પાળવાના કોઈ નિયમો હોય છે?
  12. હસ્તમૈથુનની આદતને કેવી રીતે બંધ કરી શકાય?
×
Share on