Related Questions

જાતીય આકર્ષણ શાથી થાય છે?

વિષયના ગંદવાડામાં લોકો પડ્યા છે. વિષય વખતે અજવાળું કરે તો પોતાને ગમતું નથી. અજવાળું થાય ને ભડકી જાય. તેથી અંધારું રાખે. અજવાળું થાય તો ભોગવવાની જગ્યા જોવાની ગમે નહીં. એટલે કૃપાળુદેવે ભોગવવાના સ્થાનને શું કહ્યું છે ?

પ્રશ્નકર્તા : 'વમન કરવાને પણ યોગ્ય ચીજ નથી.'

પ્રશ્નકર્તા : છતાં સ્ત્રીના અંગ તરફ આકર્ષણ થવાનું કારણ શું હોય ?

દાદાશ્રી : માન્યતા આપણી, રોંગ બિલિફો તેથી. ગાયના અંગ તરફ કેમ આકર્ષણ નથી થતું ?! માન્યતાઓ ખાલી. કશું હોતું નથી. ખાલી બિલિફો છે. બિલિફો તોડી નાખો એટલે કશું ય નહીં.

પ્રશ્નકર્તા : એ માન્યતા ઊભી થાય છે, તે સંયોગ ભેગો થવાથી થાય છે ?

દાદાશ્રી : લોકોના કહેવાથી આપણને માન્યતા થાય. અને આત્માની હાજરીથી માન્યતા થાય એટલે દ્રઢ થઈ જાય અને એમાં એવું શું છે ? માંસના લોચા છે !

મનમાં વિચાર આવે, તે વિચાર એની મેળે જ આવ્યા કરે, તો એને આપણે પ્રતિક્રમણથી ધોઈ નાખવાનું. પછી વાણીમાં એવું બોલવું નહીં કે, વિષયો સેવવા એ બહુ સારા છે અને વર્તનમાં એવું રાખવું નહીં. સ્ત્રીઓની સામે દ્રષ્ટિ માંડવી નહીં. સ્ત્રીઓને જોવી નહીં, અડવું નહીં. સ્ત્રીઓને અડી ગયા હોઈએ તો ય મનમાં પ્રતિક્રમણ થઈ જવું જોઈએ, કે 'અરેરે, આને ક્યાં અડ્યો !' કારણ કે સ્પર્શથી વિષયની બધી અસરો થાય છે.

×
Share on
Copy