Related Questions

બ્રહ્મચર્ય પાળવું એટલે શું? બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું?

ખરું બ્રહ્મચર્ય એને કહેવાય કે, જે તમને મોક્ષ પ્રાપ્તિમાં મદદરૂપ થાય.

બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું:

જો તમે ધ્યેય વિના ચાલશો તો પછી તમે ક્યાં પહોંચશો કે શેના માટે ત્યાં જાઓ છો તે તમને ખબર નહિ પડે. પરંતુ, જો તમે મનમાં ધ્યેય નકકી કરીને ચાલશો તો, તમે ત્યાં અચૂક પહોચશો જ. ખરેખર તો બ્રહ્મચર્ય એ સમજીને પાળવા જેવું છે. બ્રહ્મચર્યનું ફળ જો મોક્ષ ના મળતું હોય એ બ્રહ્મચર્ય બધું ખસી કર્યા જેવું જ છે. છતાં એનાથી શરીર સારું થાય, મજબૂત થાય, દેખાવડા થાય, વધારે જીવે ! પણ એ અંતિમ ધ્યેય નથી.

પરમ પૂજ્ય દાદાશ્રી બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું તે વિષે પ્રત્યક્ષ માર્ગદર્શન આપે છે:

પ્રશ્નકર્તા : લગ્ન કરવાની ઇચ્છા જ નથી થતી મને.

દાદાશ્રી : એમ ? તો લગ્ન કર્યા વગર ચાલશે?

પ્રશ્નકર્તા : હા, મારે તો બ્રહ્મચર્યની જ ભાવના છે. એને માટે કશી શક્તિ આપો, સમજણ પાડો.

દાદાશ્રી : એના માટે ભાવના કરવી પડે. તારે રોજ બોલવું કે, 'હે દાદા ભગવાન ! મને બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આપો !' અને પેલો વિષયનો વિચાર ઉત્પન્ન થતાં જ કાઢી નાખવો. નહીં તો એનું બીજ પડે. એ બીજ બે દહાડા થાય તો તો મારી જ નાખે પછી. ફરી ઊગે, એટલે વિચાર ઊગતાં જ ઉખાડીને ફેંકી દેવો અને કોઈ સ્ત્રી પ્રત્યે દ્રષ્ટિના માંડવી. દ્રષ્ટિ ખેંચાય તો ખસેડી લેવી ને દાદાને યાદ કરી માફી માંગવી. આ વિષય આરાધવા જેવો જ નથી એવો ભાવ નિરંતર રહે એટલે પછી ખેતર ચોખ્ખું થઈ જાય. અને અત્યારેય અમારી નિશ્રામાં રહે તો એનું બધું પૂરું થઈ જાય.

જેને બ્રહ્મચર્ય જ પાળવું છે, એણે તો સંયમને બહુ રીતે ચકાસી જોવો, તાવી જોવો, ને જો લપસી પડાય તેવું લાગે તો પૈણવું સારું. છતાં પણ તે કંટ્રોલપૂર્વકનું હોવું જોઈએ. પૈણનારીને કહી દેવું પડે કે મારે આવું કંટ્રોલપૂર્વકનું છે.

જેમને બ્રહ્મચર્ય પાળવાની ઈચ્છા છે તેમના માટે રોજની પ્રાર્થના:

જેમને બ્રહ્મચર્ય પાળવાની ભાવના છે, તેમને પરમ પૂજ્ય દાદા ભગવાને નીચેની પ્રાર્થના કરવાની (બોલવાની) સૂચના આપી છે.

"હે દાદા ભગવાન! મને કોઈપણ દેહધારી જીવાત્મા પ્રત્યે, સ્ત્રી, પ્રુરુષ અગર નપુંસક, ગમે તે લિંગધારી હોય, તો તેના સંબંધી કિંચિંતમાત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો, ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય, એવી પરમ શકિત આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો.”

આ ભાવના (પ્રાર્થના) કરીને આપણે દ્રઢ નિશ્ચય કરીએ છીએ કે આપણે બ્રહ્મચર્ય પાળવા માટેની, વિષયમાં સુખ છે તે માન્યતાનો નાશ કરવાની અને વિષયની ઈચ્છાઓ ભવિષ્યમાં ફરી ઉભી જ ના થાય તે માટેની શકિતઓ માંગીએ છીએ. 

અબ્રહ્મચર્યનાં વિચારો આવે, પણ બ્રહ્મચર્યની શક્તિઓ માંગ માંગ કરે, એ બહુ ઊંચી વાત છે. બ્રહ્મચર્યની શક્તિઓ માંગ માંગ કરે એટલે કોઈને બે વર્ષે, કોઈને પાંચ વર્ષે પણ એવો ઉદય આવી જાય. જેણે બ્રહ્મચર્ય જીત્યું એણે આખું જગત જીત્યું. બ્રહ્મચર્યવાળા પર તો શાસન દેવ-દેવીઓ ખુબ રાજી રહે.

વિષયમાંથી બહાર નીકળવાના ચાર સ્ટેપ (પગથિયા):

વિષયમાંથી બહાર નીકળવા માટે તમારે આ ચાર (પગથિયા) સ્ટેપનો ઉપયોગ કરવો પડશે:

સ્ટેપ 1: તમારો અભિપ્રાય 100% બદલાવો

વિષય એ સારી વસ્તુ છે અથવા વિષયમાં સુખ છે એવો તમારો અભિપ્રાય બદલાવો. તમારો અભિપ્રાય 100% બદલાવો.  તમારો અભિપ્રાય એવો હોવો જોઈએ કે ‘વિષય એ 100% ખોટી વસ્તુ છે, મારે મન-વચન-કાયાથી કોઈપણ રીતે વિષય ભોગવવો નથી.’

સ્ટેપ 2: વિષયમાં કઈ રીતે સુખ નથી તેનું પૃથ્થકરણ કરો

વિષયમાં કઈ રીતે સુખ નથી તેનું પૃથ્થકરણ કરવા માટે, વિષયનાં જોખમોનું અને બ્રહ્મચર્યનાં ફાયદાઓનું લિસ્ટ બનાવો.

i) વિષય એ તમારા માટે આધ્યાત્મિક, માનસિક, શારીરિક, ધાર્મિક, આર્થિક કે સામાજિક કઈ રીતે નુકશાનકારક છે તેનું લિસ્ટ બનાવો. તમારે આ બધી વસ્તુઓનો અભ્યાસ કરવો પડશે: આ કઈ રીતે ખોટું છે? કઈ રીતે નુકશાનકારક છે?

ii) બ્રહ્મચર્ય પાળવાનાં ફાયદાઓનું લિસ્ટ બનાવો: એ કેવી રીતે ફાયદાકારક છે?

સ્ટેપ 3: કોઈપણ પ્રકારનાં વિષયમાં પ્રવૃત્ત થયા હોવ તો તેની માફી માંગો

જ્યારે તમે એક કે બીજા પ્રકારે વિષયમાં વિચારથી, વાણીથી કે પછી વર્તનથી પડો, તો તે વિષયમાં પડવાની માફી માંગો, ‘હે દાદા ભગવાન મને માફ કરો.’ વિષયમાંથી સંપૂર્ણ પણે બહાર નીકળવાની શકિત માંગો, ‘હે દાદા ભગવાન, મને બધા જ પ્રકારનાં વિષયમાંથી બહાર નીકળવાની શકિત આપો. મારે તેમાં કોઈપણ રીતે પડવું નથી.’

સ્ટેપ 4: વિષયની ભૂલોનું રક્ષણ ના કરો

જો કોઈ કહે કે, તમે જે વિષય કરો છો તે ખોટું છે, તો તેમની સામે દલીલ ના કરો અને એમ કહીને તમારી ભૂલનું રક્ષણ ના કરો કે, ’મારી ભૂલો ના બતાવો, તમારી પોતાની ભૂલોને જુઓ.’ આવું કરીને તમે તમારી ભૂલોનું રક્ષણ કરો છો અને સામી વ્યકિત પર દોષારોપણ કરો છો. તમારે આવું ના કરવું જોઈએ. તેના બદલે, તમારે સ્વીકાર કરવો જોઈએ કે,’ આ મારી નબળાઈ છે અને મારે તેમાંથી બહાર નીકળવું છે.’ જો તમે તમારી ભૂલોનું રક્ષણ કરશો, તો તે ભૂલને એની મેળે જ વીસ વર્ષનું આયુષ્ય મળી જશે. તમારે ભૂલોનું રક્ષણ ન કરવું જોઈએ. તેના બદલે તમારે એ સ્વીકાર કરવો જોઈએ કે, ’આ મારી ભૂલ છે, મારે આ ભૂલ ના કરવી જોઈએ.’

બ્રહ્મચર્ય પાળવા માટેનું મૂળભૂત પોષણ:

ધારો કે, તમે આઈસક્રીમ ખાધા પછી, એક કપ ખાંડવાળી ચા પીવો છો. ત્યારે તમે જ બોલી ઉઠશો કે, ’આ ચા મોળી લાગે છે જાણે તેમાં ખાંડ જ નથી!’ તમે તે જાણતા હોવાં છતાં કે ચા ની અંદર ખાંડ છે, એવું કેવી રીતે શક્ય છે કે તેમાં એક પણ દાણો ખાંડ નથી? કારણ કે, તમે આઈસ-ક્રીમ ખાધો, કે જેમાં એક કપ ચા કરતાં વધુ ખાંડ છે, તેથી ચા ની ખાંડનો ટેસ્ટ સ્વાદ નથી આવતો. એવું જ અબ્રહ્મચર્ય નું છે. એકવાર તમે વિષયમાંથી મળતા સુખ કરતાં વધુ સુખ અનુભવશો પછી (આ જગતમાં) કોઈપણ એવી વ્યકિત કે વસ્તુ એવી રહેતી નથી કે જે બ્રહ્મચર્ય પાળવાનો નિશ્ચય ડગાવી શકે. પણ, આવું કઈ રીતે શક્ય છે? જ્ઞાનવિધિ દ્વારા પોતાના શુદ્ધાત્માનાં જ (સ્વસુખ) અનંત સુખનો અનુભવ કરીને, વિષયમાં સુખ છે તે માન્યતાને તોડી નાખશો તેમાં શંકાને સ્થાન નથી.

જ્ઞાનવિધિ માટે વધુ જાણવા માટે અહીં કલીક કરો.

Related Questions
  1. બ્રહ્મચર્ય પાળવું એટલે શું? બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું?
  2. મારે બ્રહ્મચર્ય શા માટે પાળવું જોઈએ? મારે બ્રહ્મચારી તરીકેનું જીવન શા માટે પસંદ કરવું જોઈએ?
  3. વિકારી વૃત્તિઓને કેવી રીતે કાબૂ કરવી ?
  4. વિકારી આકર્ષણ શાના કારણે થાય છે ?
  5. વિષય અને વિષયવિકારી આકર્ષણને બંધ કરવામાં મદદરૂપ બને એ માટે વિષય-વિકારનું વિશ્લેષણ.
  6. સંબંધોમાં વફાદારીની વ્યાખ્યા શું છે? સંબંધમાં વફાદાર કેવી રીતે રેહવું?
  7. સંબંધોમાં થતાં કલેશને અટકાવામાં, બ્રહ્મચર્ય કેવી રીતે મદદરૂપ થઇ શકે?
  8. શું પરણેલા લોકો માટે બ્રહ્મચર્ય પાળવું અને બ્રહ્મચારી જીવન જીવવું શક્ય છે?
  9. લગ્નજીવનમાં થતા અણહક્કનાં વિષય અને વ્યભિચારનું શું પરિણામ આવે છે?
  10. થ્રી વિઝન - બ્રહ્મચર્યમાં કેવી રીતે રહેવું, તે માટેની અંતિમ ચાવી
  11. શું બ્રહ્મચર્ય પાળવાના કોઈ નિયમો હોય છે?
  12. હસ્તમૈથુનની આદતને કેવી રીતે બંધ કરી શકાય?
×
Share on