Related Questions

શું પરણેલા લોકો માટે બ્રહ્મચર્ય પાળવું અને બ્રહ્મચારી જીવન જીવવું શક્ય છે?

બ્રહ્મચર્ય પાળવું એ આ કળિયુગમાં દુષ્કર ગણાય છે. છતાં પ્રગટ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન પોતે બ્રહ્મચર્યમાં વર્તીને હજારોને વર્તાવી શક્યા છે. પરિણીતોને એવા પગથિયા સમજાવ્યા છે કે બહારના પરિણામમાં ફેરફાર કર્યા વગર, મહીં અંદર સમજ એવી ફીટ થતી જાય કે ધીમે ધીમે બહાર ફેરફાર લાવે. એક પત્નીવ્રત-એક પતિવ્રત તે આ કાળમાં બ્રહ્મચર્ય ગણાય, એવી પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને ગેરેન્ટી આપે છે. તો પછી પરિણીતો પણ જ્ઞાનીની દ્રષ્ટિએ સમજી લઈને કેમ બ્રહ્મચર્યનો માર્ગ પૂરો ન કરી શકે ?

પરિણીત લોકો પણ બ્રહ્મચારી જીવન જીવીને બ્રહ્મચર્ય સિદ્ધ કરી શકે.

વિષયના સંબંધમાં, તમારે તમારી પત્ની સાથે પરસ્પર સમજણથી સંતોષકારક ઉકેલ લાવવો પડશે. એવી રીતે વ્યવહાર કરો કે તમારા અને તેમના બંનેનાં સંતોષની કાળજી લેવાય. જો તેને સંતોષ ના થાય અને તમને સંતોષ થાય તો તેવો વ્યવહાર બંધ કરી દો. આપણું આ 'અક્રમ વિજ્ઞાન' છે ! સ્ત્રી સાથે જીવન જીવી શકાય એમ છે. આજે બધાં શાસ્ત્રોએ સ્ત્રી સાથે રહેવાની જ ના પાડી છે, ત્યારે તેઓ (પરમ પૂજ્ય દાદાશ્રી) સ્ત્રી સાથે રહી શકાય છે, એમ કહે છે. પણ સાથે આ થર્મોમીટર આપે છે જેથી કરીને સ્ત્રીને દુઃખ ના થાય એવી રીતે વિષયનો વ્યવહાર રાખવો અને એનું માપદંડ પણ માપી શકો.

મિત્રની જેમ રહો

ધર્મમાં પ્રગતિ માટે લગ્ન કરવાના છે. બેઉ સાથે રહે, આગળ વધે. પણ એ વિષયરૂપ થઈ ગયું. તે આગળ વધવાનું તો ક્યાં ગયું પણ વઢંવઢા કરે છે. સ્ત્રી હોય અને વિષય ન હોય તો વાંધો જ નથી. હા, આપણા ઋષિ-મુનિઓ પૈણતાને ! એક-બે, એક બાબો ને એક બેબી એટલે બસ. બીજું કંઈ નહીં. પછી ફ્રેન્ડશીપ. આવું જીવન જીવવાનું છે. અત્યારે એક પુત્ર કે પુત્રી માટે હોય લગ્ન, તો વાંધો નથી. પછી મિત્રચારીની પેઠ રહે. પછી દુઃખદાયી નહીં. આ તો વિષયમાં સુખ ખોળે અને તે જ બધા દુઃખોનું મૂળ કારણ છે.

‘મીઠી દવા’ નો ડોઝ 

જ્ઞાની પુરુષ, હક્ક ના વિષય માટે શું કહે છે કે વિષય એ ‘ગળી દવા’ છે; તે દવાનાં રૂપમાં છે તેથી રોજ ના લેવી જોઈએ. બંનેને ‘તાવ’ ચઢવો જોઈએ, અને તે પણ તાવ સહન ના થઈ શકે તો ‘દવા’ લઈ શકાય. નહી તો, કારણ કે દવા ગળી છે માટે પીધા જ કરે તો, આ જ દવા ઝેર બની જશે અને પછી ‘દાકતર’ ની જવાબદારી નથી! વધુમાં, પોતાનું વિષયમાં તન્મયાકાર માત્ર એવી જ લાચારી અને અણગમાથી જેમ પોલીસવાળો પકડીને કરાવે તેમ હોવું જોઈએ, તેને ચાર દા’ડા ભૂખ્યો રાખે, મારે અને પછી માંસ ખાવાનું કહે તો તે ખાય ખરો પણ માત્ર જબરજસ્તી થી (દબાણથી જ).   

લગ્નજીવન દીપે ક્યારે ? કે તાવ બન્નેને ચઢે અને એ દવા પીવે ત્યારે. તાવ વગર દવા પીવે કે નહીં ? એકને તાવ વગર દવા પીવે એ લગ્નજીવન દીપે નહીં. બન્નેને તાવ ચઢે ત્યારે જ દવા પીવે. આ માત્ર દવા જ છે. મેડિસિન ગળી હોય તેથી કંઈ રોજ પીવા જેવી ના હોય. લગ્નજીવન દીપાવવું હોય, તો સંયમી પુરુષની જરૂર છે. આ બધા જાનવરો અસંયમી કહેવાય. આપણું તો સંયમી જોઈએ ! આ બધા જે આગળ રામ ને એ બધા થઈ ગયા, તે બધા પુરુષો સંયમવાળા. પત્ની સાથે સંયમી ! ત્યારે આ અસંયમ એ કંઈ દૈવી ગુણ છે ? ના. એ પાશવી ગુણ છે. મનુષ્યમાં આવા ના હોય. મનુષ્ય અસંયમી ના હોવો જોઈએ. જગતને સમજ જ નથી કે વિષય શું છે ! એક વિષયમાં પાંચ પાંચ લાખ જીવ મરી જાય છે, એક વારમાં, તો નહીં સમજણ હોવાથી અહીંયા મજા માણે છે. સમજતાં નથી ને ? ન છૂટકે જીવ મરે એવું હોવું જોઈએ. પણ બ્રહ્મચર્ય પાળવાની સમજણ ના હોય ત્યારે શું થાય ?

જો પરણિતો બ્રહ્મચર્ય વ્રત લે તો, તે આત્માના સુખ ને સંપૂર્ણ પણે સમજી શકે. નહીં તો, સુખ આત્મામાંથી આવે છે કે વિષયમાંથી તે સમજી શકે નહી. જેમણે બ્રહ્મચર્ય વ્રત લીધુ છે તેમને આત્માના શાશ્વત (આનંદનો) સુખનો અનુભવ વર્તે. તેમના મન અને શરીરે નિરોગી રહે. અને જો આ પરિણિતોને આત્મ જ્ઞાન ‘અક્રમ વિજ્ઞાન’ થકી પ્રાપ્ત થયું હોય તો, તેઓ વધુ સરળતાથી બ્રહ્મચર્ય પાળી શકે. 

Related Questions
  1. બ્રહ્મચર્ય પાળવું એટલે શું? બ્રહ્મચર્ય કેવી રીતે પાળવું?
  2. મારે બ્રહ્મચર્ય શા માટે પાળવું જોઈએ? મારે બ્રહ્મચારી તરીકેનું જીવન શા માટે પસંદ કરવું જોઈએ?
  3. વિકારી વૃત્તિઓને કેવી રીતે કાબૂ કરવી ?
  4. વિકારી આકર્ષણ શાના કારણે થાય છે ?
  5. વિષય અને વિષયવિકારી આકર્ષણને બંધ કરવામાં મદદરૂપ બને એ માટે વિષય-વિકારનું વિશ્લેષણ.
  6. સંબંધોમાં વફાદારીની વ્યાખ્યા શું છે? સંબંધમાં વફાદાર કેવી રીતે રેહવું?
  7. સંબંધોમાં થતાં કલેશને અટકાવામાં, બ્રહ્મચર્ય કેવી રીતે મદદરૂપ થઇ શકે?
  8. શું પરણેલા લોકો માટે બ્રહ્મચર્ય પાળવું અને બ્રહ્મચારી જીવન જીવવું શક્ય છે?
  9. લગ્નજીવનમાં થતા અણહક્કનાં વિષય અને વ્યભિચારનું શું પરિણામ આવે છે?
  10. થ્રી વિઝન - બ્રહ્મચર્યમાં કેવી રીતે રહેવું, તે માટેની અંતિમ ચાવી
  11. શું બ્રહ્મચર્ય પાળવાના કોઈ નિયમો હોય છે?
  12. હસ્તમૈથુનની આદતને કેવી રીતે બંધ કરી શકાય?
×
Share on