Related Questions

તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?

શું તમે તમારા બાળકના ક્રોધી સ્વભાવથી થાકી ગયા છો. તો તમારા જીદી, તુંડમિજાજી અથવા અસ્વસ્થ બાળકને કઈ રીતે રાખવું તે માટેના અનેક રસ્તાઓ છે. પહેલી વસ્તુ તો એ છે કે તમારે ઠંડા થવું જોઇએ – તમારે આવેશમાં આવવાનું નહિ. પરિસ્થિતિનો અભ્યાસ કરો કે – ‘ક્યારે સામાન્ય રીતે આવું બને છે? એવું ત્યારે બને છે કે જ્યારે તમારા બાળકને તમારી પાસેથી મહત્વનો સમય મળતો નથી, અથવા જ્યારે તેને તેનું ભાવતું ખાવાનું મન થયું હોય! શું એવું હોય છે કે તેનાથી ‘ના’ જવાબ સાંભળી શકાતો નથી; અથવા તેનું ધાર્યું ઇચ્છતી હોય છે?’ આવી પરિસ્થિતિ માટે તમે જૂદા જૂદા રસ્તાઓ વિચારી શકો – જેમ કે, બાળક તેની પાછળ વાપરી શકે તે માટે નાની રકમ દર અઠવાડિયે બાજૂમાં રાખી દેવી અને તમારા ખિસ્સામાંથી તે વસ્તુઓ ખરીદવા દેવાની નહિ. દ્રઢ બનવાનું.

નીચેની વાતચીત પરથી પરમ પૂજ્ય દાદાશ્રી આ પરિસ્થિતિમાં કઈ રીતે વર્તવું તે માટે શું કહે છે તે જાણવા વાંચો

બાળકોની જીદ પૂરી ન કરવી

પ્રશ્નકર્તા : મારો દીકરો વારંવાર રિસાઇ જાય છે અને જીદ પકડી લે છે.

દાદાશ્રી : એવું એટલા માટે કે લોકો છોકરાને ખૂબ મહત્વ આપે છે અને તેટલું મહત્વ છોકરીને આપતા નથી. છોકરીઓમાં ઓછું ચિડિયાપણુ હોય છે. (ભારતમાં, છોકરાને વધુ મહત્વ અપાય છે.)

પ્રશ્નકર્તા: દાદા, તેઓ જીદી કેમ થાય છે?

દાદાશ્રી : એવું એટલા માટે કે તેઓને સતત બધી વસ્તુઓ આપ્યા કરવાથી. તેઓને મારી પાસે લઈ આવો અને પછી જીદ કરવા દો. તેઓ મારી પાસે જીદ નહિ કરે કારણ કે હું તેઓને જોઇતી વસ્તુ ક્યારેય પણ નહિ આપું. જો તેઓ જમવાની પણ ના કહે તો પણ હું તેની ચિંતા નહિ કરૂ. જ્યારે તમે તો મોટો ખળભળાટ કરી મૂકો અને તેને કશું ખાવા માટે આગ્રહ કર્યા કરો. હું તેમને જમવા માટે પંપાળું નહિ. આવું કરીને તો તમે તેને બગાડી રહ્યા છો. હું જાણું છું કે આનાથી તેઓ કઈ રીતે બગડે છે.

જ્યારે તે ભૂખ્યો થશે, ત્યારે તે ખાઇ લેશે, તમારે તેને મનાવવાની જરૂર નથી. હું બીજી રીતો પણ જાણુ છુ અને ક્યારેક તે ખૂબ જીદી બની જાય છે અને એવા સમયે તે ખૂબ ભૂખ્યો થાય તો પણ ખાતો નથી. તેવા સમયે હું સીધો તેમના આત્માને ફોન લગાવુ . પરંતુ તમારાથી આવું ન થાય ને. તમે બાળકો સાથે આવી પરિસ્થિતિમાં સામાન્ય પણે જે વ્યવહાર કરવો પડે તેવો જ વર્તાવ કરો ને? જીદ કરવાથી શું સારુ થવાનું હતું?

જ્યારે સામી વ્યક્તિને જરૂરિયાત હોય છે ત્યારે તે રિસાઇ જાય છે

પ્રશ્નકર્તા: દાદા, અમને તમારી એવી કોઇ રીતો બતાવો. કારણ કે રિસાવાનું અને મનાવવાનું તો રોજ બરોજ ચાલ્યા જ કરે છે, તેથી જો તમે એના માટે કોઇ ચાવી બતાવશો તો અમને ખૂબ મદદરૂપ થશે.

દાદાશ્રી: તેઓ તમારા સ્વાર્થ અને અપેક્ષાઓના કારણે જ રિસાય છે. શા માટે તમારે આટલા બધા સ્વાર્થી હેતુઓ રાખવા જોઇએ?

પ્રશ્નકર્તા: તમે જે સ્વાર્થીપણુ કહો છો, તે સમજાયું નહિ. કોનું સ્વાર્થીપણું?

દાદાશ્રી : જે વ્યક્તિ રિસાય છે તે એટલે જ રિસાય છે કારણ કે તે જાણે છે કે તેની પાસેથી તમને કશું જોઇએ છે. (તમારો સ્વાર્થ તે જાણે છે.)

પ્રશ્નકર્તા : તેનો મતલબ એવો કે આપણે આપણો સ્વાર્થ ન દર્શાવવો જોઇએ?

દાદાશ્રી : ખરેખર તો કશો સ્વાર્થ જ ન રાખવો જોઇએ. શા માટે તમારો પોતાનો કોઇ હેતુ હોવો જોઇએ? તમે જે કર્મો લઈને આવ્યા હશો તેટલુ તમને મળશે, તેથી તમારે કેટલી અપેક્ષાઓ રાખવી જોઇએ? અને ખરેખર તો આ બધું કર્મોનું જ ફળ છે. જો તમે પોતાનો કોઇ હેતુ રાખશો તો તે વધુ પડતો જીદી બની જશે.

જ્યારે બાળક ક્રોધાવેશમાં આવી જાય છે

પ્રશ્નકર્તા: યુવાનો કે જે ખૂબ ક્રોધાવેશમાં આવી જાય છે તેઓને શાંત કઈ રીતે કરી શકાય?

દાદાશ્રી : તેના ગુસ્સાને કાઢી નાખીએ તો તે પરિસ્થિતિને કઈ રીતે મદદ કરશે?

પ્રશ્નકર્તા : તો તે આપણી સાથે લડશે નહિ.

દાદાશ્રી : માતા-પિતા તરીકે, તમારે એ રીતે વર્તન કરવું જોઇએ કે જેથી તેને તમારામાં ગુસ્સો જોવા જ ન મળે. જ્યારે તે તમને ગુસ્સે થયેલ જોશે, ત્યારે તે નક્કી કરશે કે તે તેના પિતા કરતા પણ વધુ ક્રોધી બનશે.

જો તમે ગુસ્સે થવાનું બંધ કરશો, તો તે પણ તેવું જ કરશે. મારી તરફ જૂઓ. મેં મારા ક્રોધને જીતી લીધો છે, તેથી કોઇ મારી સાથે લડતું નથી. હું તેઓને કહું કે મારા પર ગુસ્સો કરો તો પણ તેઓ ના કહે છે.

શું બાળકને કાબૂમાં લેવા માટે માતા-પિતાએ ગુસ્સો કરવો જોઇએ?

પ્રશ્નકર્તા : અમે બાળકોને સાચી વસ્તુઓ શીખવવા માટે વઢીએ છીએ. તો શું અમારે માતાપિતા તરીકેની અમારી ફરજ ન નિભાવવી જોઇએ?

દાદાશ્રી : શા માટે તમારે વઢવું જ પડે છે? તેઓને શાંતિથી વાત સમજાવવામાં શું ખોટું છે? તમે ગુસ્સો કરતા નથી.

ગુસ્સો થઈ જાય છે. ગુસ્સો જે તમે દર્શાવો છો તે ગુસ્સો ગણાતો નથી. તમારા બાળૅકોને તમે વઢો છો તે ગુસ્સો ન ગણાય. તેથી ગુસ્સો દર્શાવો. ગુસ્સો દર્શાવવો સ્વીકાર્ય છે, પરંતુ અંદરથી ક્રોધિત થઈ જવું સ્વીકાર્ય નથી. ગુસ્સો બતાવવો અલગ વસ્તુ છે અને ગુસ્સે થવું અલગ વસ્તુ છે.

પ્રશ્નકર્તા : ગુસ્સા પાછળનું કારણ શું હોય છે?

દાદાશ્રી : નબળાઈઓ. ક્રોધ એ નબળાઇ જ છે. આવી નબળાઇના કારણે જ વ્યક્તિ ક્રોધિત થાય છે. ક્રોધ કર્યા પછી, તેને ખ્યાલ આવે છે કે આ ખોટું કર્યું. તેને પસ્તાવો થાય છે, જે દર્શાવે છે કે જે ક્રોધ થઈ રહ્યો છે તે તેના કાબૂમાં નથી. આ મશીન, આ શરીર અને તેના ભાગો ખૂબ ગરમ થઈ જાય છે, તેથી તમારે તેને ઠંડા થવા માટે રાહ જોવી જોઇએ અને પછી તમે વાતને સમજી શકશો.

જ્યારે તમે તમારા બાળકો પર ચીડાઇ જાવ છો, ત્યારે તમે પછીના ભવ માટે નવા કર્મોબાંધી રહ્યા છો. તેઓ તરફ ગુસ્સો બતાવવામાં કશું ખોટું નથી, જ્યાં સુધી તમને તે ગુસ્સાથી કશી પીડા ન થતી હોય. તે નાટકીય હોવું જોઇએ.

પ્રશ્નકર્તા : જ્યાં સુધી આપણે તેઓને વઢીએ નહો ત્યાં સુધી તેઓ શાંત બનતા નથી.

દાદાશ્રી : તેઓને વઢવામાં કશું ખોટું નથી. પરંતુ જ્યારે તમે વઢવામાં ઓતપ્રોત થઈ જાવ છો, ત્યારે તમારા ચહેરાના હાવ ભાવ ઘૃણાસ્પદ થઈ જાય છે. આવું કરવાથી તમે ખરાબ કર્મો બાંધો છો. આગળ વધો અને તેઓને વઢો, પરંતુ તમારા ચહેરાના હાવભાવ પ્રફુલ્લિત રાખો. આવું એટલા માટે કે તમારો અહંકાર ઊભો થવાને કારણે તમારા ચહેરાના હાવભાવ બગડે છે.

Related Questions
 1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
 2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
 3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
 4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
 5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
 6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
 7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
 8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
 9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
 10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
 11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
 12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
 13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
 14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
 15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
 16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
×
Share on