Related Questions

જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?

જ્યારે બાળકો ભૂલો કરે છે અથવા કશું ખોટું કરે છે, ત્યારે સાચો રસ્તો તેને મિત્રતા પૂર્વક પૂછવું કે, ‘બેટા, તું શું કરી રહ્યો છે તેના વિશે તે વિચાર્યું છે?’ અને ‘શું આવું તને શોભે છે?’ જો તેઓ ના કહે, તો પછી તમારે તેઓને પૂછવું જોઇએ કે ‘શા માટે તું આવું સતત કર્યા કરે છે.’ તેઓ નિર્ણય લેવા માટે અને સમજવા માટે સક્ષમ છે. જ્યારે તેઓ કશું ખોટું કરે છે ત્યારે તેઓને તરત જ ખબર પડી જાય છે. પરંતુ જો તમે તેઓની નિંદા કરવાનું શરૂ કરશો, તો પછી તેઓ તમારી સામે થશે અને ગુસ્સાવાળા થશે.

એ રીતે બોલો કે જેથી સામી વ્યક્તિનો અહંકાર ઊભો ન થાય. જ્યારે તમે તમારા બાળકો સાથે વાતો કરો છો ત્યારે રોફપૂર્વકના શબ્દો ન બોલો. એવી રીતે બોલો કે જેથી તેઓએ જે ભૂલો કરેલી છે તેમાંથી શીખવા માટે તેઓને તમારા શબ્દો મદદરૂપ થાય. જ્યારે પરમ પૂજ્ય દાદાશ્રી લોકો સાથે બોલે ત્યારે, લોકોનો અહંકાર જરા પણ હલે નહિ કારણ કે તેમની વાણી અહંકાર રહિતની હોય છે અને તેમનો અવાજ આજ્ઞાપૂર્વકનો હોતો નથી.

પરમ પૂજ્ય દાદાશ્રી સમજાવે છે કે જ્યાં સુધી બાળકો પંદર વર્ષના છે ત્યાં સુધી તમે ઇચ્છો તે રીતે બાળકોને વાળી શકો છો.

અહીં બાળકોને ઘડવા માટેના કેટલાક રસ્તાઓ આપેલ છે જેથી તેઓ તેમના બાળપણની ભૂલોમાંથી શીખે:

  • તેઓનો પ્રેમ જીતવા માટે અને તમારામાં વિશ્વાસ લાવવા માટે – તેઓને સાંભળો અને તેમની સાથે સંમત થાવ અથવા મૌન રહો પરંતુ કોઇ તારણ પર ન આવો અને દરરોજની વાતચીતમાં તેનો વિરોધ ન કરો જેમ કે :
    1. જ્યારે બાળક શાળાએથી આવે છે અને કહે છે – ‘ અરે, આજે તો હું થાકી ગયો અને બહુ બધુ હોમ વર્ક આપ્યું છે,’ ત્યારે માત્ર એવું કંઇક જ કહો કે ‘ અરે!, તો તો આજે તું ખૂબ વ્યસ્ત રહીશ!’
    2. જ્યારે બાળક ગુસ્સામાં આવે છે કે ગુસ્સાના મૂડમાં હોય છે અને કહે ચે – ‘ અરે, મને તે ગમતી જ નથી, તે છેતરપિંડિ જ કરે છે,’ ત્યારે માત્ર એટૅલું જ કહેવું કે ‘ અરે, મને પણ જ્યારે કોઇ છેતરપિંડિ કરે છે તે ગમતું નથી.’ આવું કહેવાને બદલે આપણે તો આવેશમાં આવી જઈએ છીએ અને તેઓને ઠપકો આપવા લાગી છીએ, ‘તે જોયુ, તારે છેતરપિંડિ ન કરવી જોઇએ’ અથવા ‘તું પણ તે સમયે આવી જ છેતરપિંડિ કરતો હતો.
  • તમારા ચહેરાના હાવભાવ બગાડ્યા વિના ઠપકો આપો. બાળકોને ખીજાવું એ એક કળા છે. તમારા ચહેરાના હાવભાવ પ્રસન્ન રાખો અને પછી ખીજાઓ! જો તમે આવું કરી શકો છો, તો તેનો મતલબ એ છે કે તમે નાટકીય રીતે ખીજાઓ છો, અને તેનાથી તેના અહંકારને દુ:ખ નહિ થાય, પરંતુ તેનાથી તો બાળકને સાચી વાત સમજાશે. બીજી તરફ, જો તમારા ચહેરાના હાવભાવ બગડે છે, તો તેનો મતલબ એ છે કે તમે અહંકાર દ્વારા ખીજાઓ છો, અને તેનાથી બાળકામાં બદલાની ભાવના ઉત્પન્ન થાય છે.
  • કોઇપણ પૂર્વગ્રહ રહિત ખીજાવું એ ઉપયોગી છે. આપણે એવા શબ્દો વાપરીએ છીએ જેવા કે ‘તમે હંમેશા મને નિરાશ કરો છો!,’ ‘તું મને સાંભળતો જ નથી!,’ ‘હું તને કંઇ પણ કહેવા ઇચ્છતી જ નથી!’ , અને એવું તો ઘણું બધુ, તે બધી ‘વધારાની વસ્તુઓ’ છે. તે જ્યારે બાળક ભૂલો કરે છે ત્યારે તમારો તેના પ્રત્યેનો પૂર્વગ્રહ બતાવે છે.
  • ક્યારેય બાળકને કશું ઉપનામ કે સંબોધન ન આપવું. જેમ કે – ‘તું મૂર્ખ છો, તું કાય્મ બેદરકાર છો, તું હંમેશા છેતરે છે, તું ક્યારેય ભણતો નથી, તું સાવ નકામો છે, તું જાડો છે, ‘ વગેરે. આ વર્તન ક્ષણિક છે, પરંતુ તે ઉપનામ તેની સાથે કાયમ રહે છે. આવા નકારાત્મક શબ્દો તેને હંમેશા દુ:ખ આપે છે જેના કારણે તે ભૂલોમાંથી ક્યારેય કશું શીખતો જ નથી.
  • જ્યારે તમે કશું મહત્વનું કહેવા ઇચ્છતા હોવ ત્યારે તેવો કોઇક પ્રસંગ બને કે તરત જ ન કહેવું જોઇએ. ઓછામાં ઓછા ૨૪ કલાક માટે પરિસ્થિતિને શાંત થવાની રાહ જૂઓ, જેનાથી તમે પરિસ્થિતિનો આવેશમાં આવ્યા વિના સામનો કરી શકશો.
  • જેને તમે ભૂલો ગણો છો તે થવી મહત્વની છે – જેમ કે રૂમ સાફ ન રાખવા માટેની દરરોજની નાની મોટી કચ કચ અથવ વહેલું ન ઊઠવા માટે દરરોજ કહ્યા કરવું – વગેરે ભૂલો નથી. એવો બનાવ કે બાબત જે તેના ચારિત્ર્યને અથવા ભવિષ્યને અસર કરે તે ભૂલ ગણાય છે. અને તેના માટે પણ, તમારે મહિનામાં એક વખત જ કહેવું જોઇએ અને દરરોજ કહ્યા ન કરવું જોઇએ.

નીચેના સંવાદમાં પરમ પૂજ્ય દાદાશ્રી સમજાવે છે કે – બાળક સાથે કઈ રીતે વાતો કરવી જોઇએ કે જેથી તેનો ઉછેર સંતુલિત વ્યક્તિ તરીકે થાય?

બાળકને પ્રેમ સહિત ઉછેરો

પ્રશ્નકર્તા: જો કોઇ કશું ખોટું કરી રહ્યું હોય અને તમે તેના ખોટા કાર્યો પર તેને મદદ કરવા ટકોર કરો છો પરંતુ તેનાથી તેને દુ:ખ થઈ જાય છે, તો તે સમસ્યાનો ઉકેલ કઇ રીતે આવે?

દાદાશ્રી : તેને ટકોર કરવામાં કશો વાંધો નથી, પરંતુ તે કઈ રીતે કરવી તે તમને ખબર હોવી જોઇએ.

પ્રશ્નકર્તા : આપણે તેને કઈ રીતે કહેવું જોઇએ?

દાદાશ્રી : જો તમે તમારા પુત્રને કહો છો, ‘ તું ગધેડા જેવો છે. તારામાં અક્કલ જ નથી,’ તો તેના અહંકારને દુ:ખ થશે. શું તેને પણ અહંકાર નથી હોતો? જો તમારા બોસ તમને કામ પર આવા જ શબ્દો કહે તો, તમને કેવી અસર થાય? તમારે આવા શબ્દો વાપરવા ન જોઇએ. તમારે તેને કઈ રીતે ટકોર કરવી તે જાણવું જોઇએ.

પ્રશ્નકર્તા : અમારે કઈ રીતે કરવું જોઇએ?

દાદાશ્રી: તેની બાજુમાં બેસો અને તેને શાંતિથી કહો કે સંસ્કારી અને સારા ઘરના લોકો આવી વસ્તુઓ ન કરે. તેની સાથે ધીમેથી અને પ્રેમથી વાતો કરો. પરંતુ તેના બદલે તમે શું કરો છો કે તેને કડવાશ ભર્યા શબ્દો કહો છો અને વઢી મૂકો છો. આવું કઇ રીતે સ્વીકાર્ય છે?

પ્રેમ વિના, કોઇ ઉપાય જ નથી, ખાસ કરીને જ્યારે બાળકો ભૂલો કરે છે ત્યારે. જ્યારે તમે છોડ ઉછેરો છો, ત્યારે પણ તમારે તેને પ્રેમથી સીંચવો પડે છે. માત્ર તેના પર પાણી રેડ્યા કરવાથી અને તેની સામે બૂમો પાડ્યા કરવાથી કશું વળશે નહિ. જો પ્રેમ સાથે કરો, જો તેની સાથે પ્રેમથી વાતો કરો, તો તે તમને સુંદર મોટા ફૂલો આપશે! તેથી કલ્પના કરો કે આ બાબત મનુષ્યને કેટલી અસર કરે!

ચીડીયાપણાથી આવતા ભવ (જન્મ) માટે પાપ કર્મ બંધાય છે

પ્રશ્નકર્તા : જીવનમાં ઘણી બધી જવાબદારીઓ છે અને તે નિભાવવી તે આપણી ફરજ છે. આ જવાબદારીઓનું વહન વહન કરતા કરતા, પ્રસંગોપાત કેટલાક ખરાબ શબ્દો બોલાય જાય છે. શું તે પાપ , ખરાબ કર્મ ગણાય છે?

દાદાશ્રી : જ્યારે તમે આવા શબ્દો ઉચ્ચારો છો ત્યારે તમારા ચહેરાના હાવભાવ કેવા હોય છે? શું તે એક સુંદર ગુલાબ જેવા હોય છે? જો ત્યારે તમારા ચહેરા પર ઘૃણા હોય છે, તો સમજો કે તમે સામી વ્યક્તિને દુ:ખ પહોંચાડ્યું છે અને તે ખરાબ કર્મ બાંધે છે. જે તમે કહેવા માગો છો તે તમારે શાંતિથી કહેવું જોઇએ, કોઇ પણ કડવા શબ્દો વાપર્યા વગર.

જ્યારે બાળકો બૂલો કરે છે, ત્યારે શાંતિથી અને સમજપૂર્વક અને પ્રેમ સહિત બોલો, માત્ર થોડા શબ્દો જ વાપરો અને એક દિવસ તમે તેને જીતી જશો. જો તમે ભારે શબ્દો વાપરો છો, તો તે સામો થશે અને તમે ખરાબ કર્મો બાંધશો. બાળકને પણ ખરાબ કર્મ બંધાય છે; તે વિચારશે કે, ‘હું નાનો છું એટલે તમે મારો દુરૂપયોગ કરો છો, પરંતુ જ્યારે હું મોટો થઈશ ત્યારે તમને જોઈ લઈશ.’ તેથી આવી વસ્તુ ન કરો. તેના બદલે તેને સમજણવાળો બનાવો. પ્રેમ એક દિવસ જરૂર જીતશે. તમને તેના ફળ તરત જ મળશે નહિ. એક મહિના માટે તમારો પ્રેમ ચાલુ રાખો અને પછી તેનું પરિણામ જૂઓ.

પ્રશ્નકર્તા : આપણે તેને વાત સમજાવવા ઘણા પ્રયત્નો કરીએ તો પણ તે વાત સમજે નહિ તો આપણે શું કરવું જોઇએ?

દાદાશ્રી : સમજાવવાની કોઇ જરૂર નથી. માત્ર તેને પ્રેમ આપો. પરંતુ તમારે તેને ધીમેથી સમજાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. શું આપણે આપણા પડોશી સાથે ખરાબ રીતે બોલીએ છીએ?

વાલીએ તેમનો રોલ પૂર્ણ રીતે બજાવવો જોઇએ

દાદાશ્રી : બેંક મેનેજરે એક વખત મને કહ્યું કે, “ દાદાજી, મારા ઘરમાં મારી વાઇફને ને છોકરાંને હું એકેય અક્ષર કહેતો નથી. હું બિલકુલ ઠંડો રહું છં.” પેલો માણસ મનમાં સમજે કે હું આવું કહીશ એટલે દાદા મને મોટું ઇનામ આપશે. પરંતુ તેના બદલે મેં તેને કહ્યું, “ તમને આ દુનિયામાં બેંક મેનેજર કોણે બનાવ્યા. તમને એ પણ ખબર નથી કે પોતાના ફેમિલિને કઈ રીતે સંભાળવું! તમે આ દુનિયાના મોટા મૂર્ખ વ્યક્તિ છે. તમે સાવ નકામા વ્યક્તિ છો!” તે તો ચોંકી જ ગયો. શું તે આના માટે ઇનામ ઇચ્છતો હશે? તમારું બાળક કશું ખોટું કરતો હોય, તો તમારે તેને કહેવું જોઇએ કે, ‘ આવું શા માટે તે કર્યું? હવે પછી આવું ન થવું જોઇએ.’ તમારે તેને નાટકીય રીતે ખીજાવું જોઇએ અને સમજાવવું જોઇએ; નહિ તો તેને એવું લાગશે કે તે જે કંઇ કરી રહ્યો છે તે સાચું જ છે કારણ કે તેના પિતા તે સ્વીકારે છે. કારણ કે જો તે ક્યારેય કશું કહેશે નહિ તો તેનું ઘર બરબાદ થઈ જશે. તમારે બધું જ કહેવું જોઇએ, પરંતુ નાટકીય રીતે, જાણે કે તમે આ દુનિયાના રંગમંચ પર નાટક્ભજવી રહ્યા છો. તેણે તેનો રોલ પૂર્ણ રીતે ભજવવો જોઇએ, પરંતુ કોઇ પણ જાતના રાગ દ્વેષ વિના.

Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
×
Share on