Related Questions

તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?

જ્યારે તમારી અને તમારા બાળકની વચ્ચે જાહેરમાં ઝઘડા થાય ત્યારે શું કરવું જોઇએ? તમારું બાળક રડે ત્યારે શું કરવું જોઇએ? આવું વર્તન જ્યારે તમારું બાળક કરે ત્યારે કઈ રીતે વર્તવું તેના વિશે ચાલો જાણીએ!

નીચેના દર્શાવેલ રીતે વિશે વિચાર કરી જુઓ:

જ્યારે તમને તમારા બાળકના કોઇ ખાસ વર્તન બાબતે ફરિયાદ હોય, ત્યારે તમે ક્યારેય તે તરફ જોયું છે કે શું તમે પણ બાળક સાથે આવું જ વર્તન નથી કરતા ને?

દાખલા તરીકે:

 • ધારો કે, તે તમને સાંભળતી નથી. જ્યારે તેણી તમારી પાસેથી કશું કહેવામાં આવે તેવી અપેક્ષા રાખતી હોય ત્યારે શું તમે પણ તેવું જ વર્તન કરો છો? જ્યારે તેણી ઘણી બધી વખત તમને બોલાવ્યા કરે પછી જ શું તમે તેને સાંભળો છો?
 • ધારો કે, તેણી મોબાઇલ ફોન વાપરતી હોય છે. શું તમે પણ જેવા નવરા પડો તેવા મોબાઇલ જ ચેક કર્યા કરો છો?
 • ધારો કે, તેણી ખૂબ મોટા અવાજે બોલે છે. શું તમે પણ જ્યારે ગુસ્સે થાવ છો ત્યારે આવા જ શબ્દો વાપરો છો?

તેણીને સાંભળવાનું શરૂ કરો અને તેની સાથે વાતો કરો અને પછી ફેરફાર જૂઓ. તેઓની સાથે સમય પસાર કરો, તેઓને આદર આપો અને આપણે તેઓ પાસે જેવી અપેક્ષાઓ રાખીએ છીએ તેવું કરવાનું શરૂ કરો.

પરમ પૂજ્ય દાદાશ્રી આવા જિદ્દિ બાળક સાથે કઈ રીતે વર્તવું તે નીચેની વાતચીત પરથી સમજાવે છે:

માતા-પિતા તરીકે તમારે બાળક સાથે જિદ્દિ ન બનવું જોઇએ, પરંતુ શાંત બનવું જોઇએ

દાદાશ્રી : એક વખત વસ્તુઓ હાથમાંથી પડી જાય પછી તે સતત ગબડ્યા કરે. જો કે, માતાપિતા તેઓના બાળકને વધુ જિદ્દી બનાવે છે. તેઓ પણ બાળક સાથે જિદ્દી બની જાય છે. જો બાળક કશું બોલતું નથી તો માતાએ આગળ કશું ન કહેવું જોઇએ.

પ્રશ્નકર્તા : હા, તેણીનો ચહેરો ઉદાસ થઈ જાય છે.

દાદાશ્રી : તેણીનો ચહેરો ઉદાસ થઈ જાય છે. માટે, માતા બનવા માટે લાયક નથી, ખરું ને? બીજા લોકોનું નિરીક્ષણ કરું છું , તો કોઇ બાળકને વઢે, ત્યારે તેણી પણ બાળકને વઢવા લાગશે.

પ્રશ્નકર્તા : હું આવું નથી કરવા ઇચ્છતી. માતા કેવી હોવી જોઇએ તે હું જાણવા ઇચ્છું છું.

દાદાશ્રી : જ્યારે તમારું બાળક કોઇ હઠ લઈને બેસે છે અને તમે પણ સામે હઠ લઈને બેસો છો ત્યારે શું થાય છે?

પ્રશ્નકર્તા : જ્યારે માતા હઠ લઈને બેસે છે અને બાળક પણ હઠ કરે છે, ત્યારે પછી બાળકને મારવામાં આવે છે.

દાદાશ્રી : ના, ત્યાં આવું કરવાનો સવાલ જ નથી આવતો, ખરું ને? બાળકનું જિદ્દીપણું તોડવું જોઇએ.

પ્રશ્નકર્તા : તે કઈ રીતે તૂટે?

દાદાશ્રી: જે કોઇ વસ્તુ તેને ખુશ રાખે છે, તે તેને થોડો સમય જ સુખદાયક લાગશે, પછી તે વસ્તુઓ તે ફેંકી દેશે અને બીજી સારી વસ્તુઓ માગશે. ધીમે ધીમે, તેનું જિદ્દીપણું વધતું જશે. તે જિદી બને તે સમયે તમારે તેને શાંત કરવું જોઇએ.

બાળકોના જિદ્દી વ્યવહાર સાથે વર્તવામાં મદદરૂપ થાય તે માટે માતા-પિતાને મહત્વની સૂચનાઓ

 • બાળકનું જિદ્દીપણું એ માતા-પિતાના પુર્વેના વ્યવહારોનું પ્રતિબિંબ છે. જો આપણે સારા માતા – પિતા હોઇશું, તો બાળકો આપણી સામા નહિ થાય. તેથી માતા – પિતાએ તેમને પોતાને સુધારવા જોઇએ.
 • જો તમે બાળકોને સતત ટોક ટોક કરશો તો તેઓ બગડી જશે.
 • તેઓને જ્ઞાનીના અથવા કોઇ સારા સંગમાં રાખો. સારા સંગમાં રહેવાથી તેમનામાં શ્રેષ્ઠતા જરૂરથી આવશે.
 • બાળકોને સુધરવા માટે મદદ મળવી જોઇએ, તેઓને મારવા ન જોઇએ. બાળકોને મારવું એ ખૂબ ખોટું છે.
 • સાચા માતા પિતા એ છે કે જે બાળકોને તેઓના પ્રેમથી અને સમજણ આપીને સુધારે છે, બાળક ખૂબ ખરાબ કરી આવે તો પણ. પરંતુ આવો પ્રેમ જોવા મળતો નથી કારણ કે માતા પિતા પોતે જ દુ:ખી હોય છે. આ જગત પ્રેમથી જ જીતી શકાય તેવું છે.
 • માતા પિતા તેમના બાળકોના ખરાબ વર્તન વિશે સતત તેઓના મિત્રો સાથે અને કુટુંબીજનો સાથે વાતો કર્યા જ કરતા હોય છે. આનું ખૂબ ખરાબ પરિણામ આવે છે કારણ કે આપણે બાળકો વિશે જેવું માનીએ છીએ તેવા તેઓ ખરેખર બનતા જાય છે. જેમ કે, આપણે એવું માનીએ કે આપણું બાળક ખૂબ જિદ્દી અને તોફાની છે, તો બાળક ચોક્કસપણે એક દિવસ તેવું જ બની જશે, ભલે ને આજે તે એવું ન હોય. બીજી તરફ, જો તમારું બાળક ખરેખર જિદ્દી હોય, પરંતુ તમે આવું હોવા છતા પણ એવું કહ્યા જ કરો કે તમારું બાળક તો ખૂબ ડાહ્યું, શાંત અને આજ્ઞાંકિત છે, તો પછી તમે થોડા સમયમાં જ તમારા બાળકમાં સારા ફેરફારને જોશો...
 • જ્યારે કોઇ સૂતું હોય અને તમે તે વ્યક્તિને નકામો માણસ કહો તો પણ માનવ મન એવું જટિલ પ્રકારનું છે કે ત્યારે પણ આવા શબ્દો ગ્રહણ કરી શકે છે, તમારો અભિપ્રાય તે વ્યક્તિનો આત્મા પકડી લેશે અને કર્મોનો હિસાબ બંધાય જશે અને પછી તમારે તેના પરિણામો ભોગવવા પડશે. જો તમે કશું કહેવા ઇચ્છો છો, તો તેની ખાતરી કરી લો કે તે સારા શબ્દો જ છે. તમારા સારા ભાવો તમારા માટે સુખ લાવશે. તેથી તમારા બાળકમાં જેવું વર્તન તમે ઇચ્છો છો તેવું બોલવાનું શરૂ કરો અને જે વસ્તુ તમને પસંદ નથી અથવા બાળકોના જિદ્દીપણા વિશે સતત બોલવાનું બંધ કરો.
Related Questions
 1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
 2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
 3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
 4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
 5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
 6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
 7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
 8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
 9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
 10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
 11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
 12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
 13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
 14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
 15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
 16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
×
Share on