Related Questions

બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?

તમારા પ્રથમ બાળકની સાથે જ તમારી વાલી તરીકેની ફરજ શરૂ થાય છે. તમારા માતાપિતા તરીકેની ભૂમિકામાં વિકસિત થતાં જ તમે તમારા બાળકની પસંદ અને નાપસંદ સમજ પડતી જાય છે. તે ક્યારે ભૂખ્યો છે? અથવા રાત્રે સુતા પહેલા તેને શું આરામદાયક લાગે છે? પછી જેમ જેમ બાળક મોટું થાય છે, તમે વધુ શીખતા જાઓ છો – તે બાળક શરમાળ સ્વભાવનું છે જે હંમેશા તમારા ખોળામાં બેસવું જ એને અનુકૂળ લાગે છે? અથવા રમતિયાળ સ્વભાવનું છે, તે બહાર જઈને તે પોતે કંઈકનું કંઈક નવું કર્યા કરે છે? તો, અહીં તમારી ભૂમિકા શું છે? માતાપિતાની ભૂમિકા શું છે?

જ્ઞાની પુરુષ દાદાશ્રી કહે છે - બાળક જન્મે ત્યારથી જ તેમની સાથે, તેમનું વ્યક્તિત્વ લઈને આવે છે, તમારે ફક્ત તેમને મદદ કરવી અને તેની માવજત કરવી જેથી તે ખીલશે. જેમ દરેક બીજ એની સાથે લઈને જ આવે છે કે એમાંથી કયું વૃક્ષ ઉગશે: નારંગી અથવા સફરજન - તેમ તમારું બાળક પણ એ લઈને આવેલું છે. તે સાથે લાવે છે તેના કર્મ બીજ અને તે ઉગશે. એવું કંઈ નથી કે નારંગી સફરજન કરતા અથવા સફરજન નારંગી કરતાં સારું. પ્રત્યેક બાળકનું પોતાનું એક સ્વતંત્ર વ્યક્તિત્વ હોય છે અને જ્યારે તેને યોગ્ય રીતે પોષણ આપવામાં આવે ત્યારે તે સુંદર રીતે ખીલશે. જરા આસપાસ જુઓ, અને તમને ઘણા સફળ લોકો એવા મળશે, કે જે ક્યાં તો અંતર્મુખી છે અથવા બહિર્મુખી. ત્યાં કોઈ રૂઢિચુસ્ત ધારણા નથી જેવું કે એક કરતા વધુ સારો અથવા સુખી છે.

ચાલો આપણે બાળકના ઘડતર માટે માતાની અને પિતાની ભૂમિકાને સમજીએ.

માતાપિતાની ફરજ સમજો

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે:

  • "માતાપિતા બનવું એ વડાપ્રધાનની જવાબદારીઓ કરતા એ મોટી જવાબદારી છે. માતાપિતા તરીકે, જો તમે કંઇક ખોટું કરો છો, તો તે તમારા પોતાના બાળકને જ નુકસાન પહોંચાડશે.”
  • “જે બાળકો આપણે ત્યાં જન્મ્યા છે, આપણે તેમના પ્રત્યેની એક પણ જવાબદારીથી મુક્ત નથી. તેમને સારા સંસ્કાર આપવા જોઈએ"
  • “માતાપિતા તરીકેની તમારી ફરજ છે કે તમારા બાળકનો સારી રીતે ઘડતર કરી તેને સાચા રસ્તે વાળવા જોઈએ. જો તે તમારી સાથે જેમ-તેમ બોલે, તમારો અનાદર કરે અને તમે તેની સાથે તેવો જ વ્યવહાર કરો તો તે બળવાખોર બનશે. તેના બદલે, તમારે તેની સાથે બેસી પ્રેમાળ અને નમ્ર ભાવથી એ બાબતની સમજ આપવી જોઈએ. બાળ જીવનમાં માતાપિતાની આ મુખ્ય ભૂમિકા છે. તમારી બધી ક્રિયાઓ પાછળ આધ્યાત્મિક અન્ડરસ્ટેન્ડ હોવું જોઈએ."
  • "એકવાર તમે તેમને શિક્ષિત કર્યા અને તેમનું ઘડતર કરી સારા સંસ્કાર આપી એમને બરાબર સેટ કરવાની ફરજ પૂરી કરી, ત્યાર પછી તેને આર્થિક સહાય કરવાની જરૂર નથી."

માતાપિતા તરીકેની અમારી ફરજ પૂરી કરવા માટે અહીં કેટલીક વ્યવહારિક રીતો:

1. જીવનના દરેક પાસાઓને ચોખ્ખા કરો

જીવન કેવી રીતે જીવવું તે માતાપિતાએ સમજવું જોઈએ. માત્ર પૈસા કમાવવામાં પાછળ નથી ભાગવું. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો, સંપત્તિ અને બાળકોનું નૈતિક ઘડતર. જીવનના બધા જ પાસાઓ ચોખા કરવા પડશે.

તમારે દરરોજ રાત્રે બાળકો સાથે બેસવું જોઈએ અને તેમને વાસ્તવિકતા સમજાવવી જોઈએ, તેમની સાથે વાતચીત કરવી જોઈએ. બધા બાળકોને પ્રોત્સાહનની જરૂર છે. તેમની પાસે પહેલેથી જ સાંસ્કૃતિક મૂલ્યો છે, પરંતુ તેમને ફક્ત પ્રોત્સાહન ની જરૂર છે.

2. માતા અને પિતા વચ્ચે જવાબદારીઓની વહેંચણી

માતા-પિતામાં બાળકોની જવાબદારીઓ વિશે ચર્ચા કરવી અને તેને વિભાજિત કરવી, ચૌદ વર્ષની વય સુધી, બાળકને માતાના પ્રેમ અને ધ્યાનની વધુ જરૂર હોય છે. તેણીને દૈનિક દિનચર્યાઓનો નિર્ણય અને કાળજી લેવા દો. પિતાને સામાન્ય રીતે જીવનના મોટા અસર કરતા નિર્ણયોમાં સામેલ થવાની જરૂર હોય છે જેમકે તમારા બાળકને કઈ શાળાએ પ્રવેશ આપવો, કઈ કારકિર્દી મા આગળ વધવું વગેરે. પંદર વર્ષ પછી, પિતાને બાળક ના વિકાસ માં મુખ્ય ભૂમિકા લેવી જોઈએ. બાળ વિકાસમાં પિતાની આ નિર્ણાયક ભૂમિકા છે.

સર્વાંગી પેરેંટિંગ અભિગમ: જવાબદાર પેરેન્ટની વ્યાપક ભૂમિકાઓ

અતિશય ધ્યાન ન રાખવું

બાળ વિકાસમાં માતાપિતાની નિર્ણાયક ભૂમિકા છે. નાની વયથી જ બાળકને ઘરનાં કેટલાક કામો આપો અથવા એને તમારા વ્યવસાયિક કાર્યમાં સહાય કરવા માટે કહો, તેથી તેઓની પાસે જે છે તેની કદર કરતા શીખશે અને પ્રભુત્વની ભાવના ધરાવે છે. અમુક એવા પણ મા બાપ હોય છે કે જે પોતાના બાળક માટે વધારે પડતા અધિકૃત હોય છે, બાળકોને વાતે-વાતે ટકોરો કરે અને કાયદામાં રાખવા માંગે અથવા હંમેશાં તેમના બાળકને ખુશ કરવા માટે પ્રયત્નશીલ. અતિશય ધ્યાન વધતા બાળકને ગૂંગળામણ થાય છે. તેમને નિષ્ફળ થવા દો; કોઈ ચીજ વસ્તુઓ નો બગાડ થાય તો થવા દો અને આ બધાનો અનુભવ થતા ધીરે ધીરે તેઓ ઘડાશે.

બાળકને જીવનનો નીડરતાથી સામનો કરતા શીખવો

કોકોનમાંથી નીકળતા પતંગિયાનો સંઘર્ષ તેને દુનિયાનો સામનો કરવા માટે મજબૂત બનાવે છે; નહીં તો તે કચડાઈ થઈ જશે. યાદ રાખો કે વધારે પડતી બાળકની સંભાળ રાખવી એ પણ તેને અશક્ત બનાવી શકે છે. થોડી કડકાઈ, સંઘર્ષ, બાળકની પ્રતિભા વિકસાવવા માટે આશીર્વાદરૂપ બને છે. ફક્ત પ્રતિકૂળ સંજોગોમાં બાળક સફળતાની શિખરો સુધી પહોંચવાનો નવો માર્ગ શોધી કાઢે છે. બાળકને સંસારનો અને નિષ્ફળતાનો હિંમતથી સામનો કરવા શીખવો. કોઈપણ પડકારનો સામનો કરતા પહેલાં હંમેશાં બાળકને પ્રેરણા આપો, અને કોઈપણ નિષ્ફળતા માટે ક્યારેય ટીકા ન કરો. આના બદલે, તેઓ આનાથી શું બોધ પામ્યા અથવા તેઓ બીજી વખતે તેઓ આનો સામનો કઈ રીતે કરશે, એ અંગે પૂછો.

એક આંખમાં પ્રેમ અને બીજી આંખમાં કડકાઈ

અમુક સમયે માતા-પિતા દ્વારા ઉશ્કેરણીને લીધે બાળકો ખોટા રસ્તે આગળ વધે છે. તેથી, દરેક વસ્તુમાં સામાન્યતા લાવો. એક આંખમાં પ્રેમ, અને બીજી આંખમાં કડકાઈ જાળવી. કડકાઈથી કોઈ વ્યક્તિને વધુ નુકસાન પહોંચતું નથી; ક્રોધથી ઘણું નુકસાન થાય છે. કડકાઈનો અર્થ ક્રોધ નથી, પરંતુ તેનો અર્થ અમુક બાબતોમાં જે ઉકળાટ થતો હોય તે કાઢી નાખવો”. તમારે બધું કહેવું છે, પરંતુ નાટકીય રીતે. નાટકીય વ્યવ્હાર કેવો હોય? એટલે શાંત થવાની સાંકળ ખેંચીને પછી ગુસ્સો બતાવવાનો.

ક્યારે પ્રોત્સાહન આપવું અને ક્યારે નહીં

માતાપિતાની આ ભૂમિકા થોડી મુશ્કેલ છે. જ્યારે એક પુત્ર તેના પિતાની મૂછો ખેંચતો હોય ત્યારે પિતાને આનંદ થતો હોય છે. તે કહેશે "જરા જુઓ તો ખરા, તે મારી મૂછો ખેંચે છે!". જો તમે તેને ઈચ્છે તેમ કરવા દેશો, અને તમે બાળકને કંઈ નહીં બોલો, તો ક્યારેય તેને આ ખોટું કહેવાય તે નહિ સમજાય." બાળક પ્રત્યેક ઘટનામાં થતી પ્રતિક્રિયાઓ નિહાળીને જાણે છે. જો બીજું કંઇ કરવામાં ન આવ્યું હોય, તો પછી તેને કડક ટકોર કરો જેથી બાળકને ખ્યાલ આવે કે તે કંઈક ખોટું કરી રહ્યો છે. ત્યારે તેને સમજાશે કે “હું આ કંઈ ખોટું કરી રહ્યો છું". તે સમયે માનવું યોગ્ય નથી પણ માત્ર ટકોર કરવી યોગ્ય છે.

તેથી તેને ખબર હોવી જોઈએ કે જ્યારે પણ તે મૂછો ખેંચે છે, તો બદલામાં તેને ઉપર ગુસ્સો કરવામાં આવશે.જો તમે તેને એમ કહીને પ્રોત્સાહિત કરો છો, "ખૂબ સરસ, મારું બાળક કેટલું હોશિયાર છે" તે પછી તેને પ્રોત્સાહન મળે છે અને તે પછીની વખતે પણ તે મૂછો વધુ ખેંચશે! દરેક વખતે તે કંઇક ખોટું કરે છે ત્યારે તેને સમજાવો કે ખોટું છે. આ તેના અનુભવમાં આવવું જોઈએ. નહિંતર, તે માનશે કે તે જે કરી રહ્યું છે તે યોગ્ય છે. તેથી જ તેમણે ખોટા માર્ગ પર ચાલવા લાગે થાય છે. તેથી, તમારે બાળકને કહેવું જોઈએ.

જ્યારે બાળકે કઈ સારું કર્યું હોય, તો તમારે તે માટે તેની પ્રશંસા કરવી જોઈએ. અને તેના વખાણ કરી તેની પીઠ થપથપાવી જોઈએ, શાબાશી આપો, ત્યારે તેના અહંકારને પુષ્ટિ મળે છે. તેથી, તે ફરી એક વાર સારું કામ કરવા પ્રેરાશે. નાના બાળકનો અહંકાર સુપ્ત સ્થિતિમાં છે. અહંકાર હાજર છે, પરંતુ તે સંકુચિત સ્થિતિમાં રહે છે. જેમ-જેમ બાળક મોટો થાય તેમ તેમ તેના ફણગા ફૂટે. એક બાળક ફક્ત ત્યાં સુધી સારું રહેશે જ્યાં સુધી તમે તેના અહંકારને બિનજરૂરી રીતે પાણી ન આપો. જો તેના અહંકારને તમારી પાસેથી ખોરાક ન મળે, તો બાળક ઉત્તમ મૂલ્યોથી ખીલે છે.(સંસ્કાર)

નિયંત્રણ ન કરો; હૃદયથી પ્રેમ વરસાવો

માતાપિતાની આ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા છે. જ્યારે તમે તમારા બાળકો સાથે વાત કરો છો, ત્યારે તે કોઈ અધિકૃત સ્વર સાથે ન હોવો જોઈએ. ઉદાહરણ તરીકે, જો એ બાળકને ૬૦% ગુણ આવ્યા પરીક્ષામાં અને પિતાને બતાવે, તો પિતા એ કહેવું જોઈએ કે “તું પરીક્ષામાં પાસ થયો તે સારું છે, પરંતુ આ પૂરતું નથી. હું તમારી પાસેથી અપેક્ષા રાખું છું કે તું 85% મેળવે અને એક સારો ઇજનેર બને”, પછી વિષય છોડી દો. તે પછી, તમે જે કહ્યું તેને સારા માર્ક્સ મેળવવા માટે તે ફરી-ફરી યાદ ન કરાવો. તે તેના મનમાં હશે. જો તમે કહેવાનું ચાલુ રાખો છો, તો તે તમારા શબ્દોને અવગણશે.

થોડા મહિના પછી, જ્યારે તમે તેના પરિણામો જુઓ, જો તે 75% થાય, તો તેને પ્રોત્સાહિત કરતા કહેવું કે "તમારા ગુણ વધ્યા છે. તમારી પાસે ખૂબ સારી યાદશક્તિ અને શ્રેષ્ઠતાની સંભાવના છે. જો તમે વધુ ધ્યાન થી ભણો, તો મને ખાતરી છે કે, તમે મહાન સફળતાઓ સુધી પહોંચી શકો છો. મને વિશ્વાસ છે કે તમે 85% થી 90% મેળવી શકો છો, અને પછી છોડી દો. બાળકને પ્રોત્સાહન આપવું ખુબજ મહત્વપૂર્ણ છે.

જ્યારે પણ તેઓ ભૂલો કરે છે, ત્યારે તેને ઘણા પ્રેમથી સમજાવો. તમારે તે કહેવું જોઈએ, પરંતુ તે એક રીતે કહેવું જોઈએ. તમારે ત્યાં સુધી જ બોલવું જોઈએ જ્યાં સુધી તે બાળક સ્વીકાર કરે છે, તમારી વાતો. તેઓ તમારી વાતો માટે તેના બારણા બંધ કરે તે પહેલા તમારે બોલવાનું બંધ કરી દેવું જોઈએ. જો તમે તેના બારણા બંધ થતાં સુધીની રાહ જોશો, તો તમારા શબ્દો નિરર્થક થઈ જશે. તેથી કોઈ અધિકૃત સ્વર ન હોવો જોઈએ, ખાસ કરીને પુખ્ત વયના બાળકો સાથે.

મિત્રતા જાળવવી

  • પરમ પૂજ્ય દાદાશ્રી સમજાવે છે કે જ્યાં સુધી બાળક સાત થી આઠ વર્ષનું ન થાય અને ભૂલ કરે ત્યાં સુધી - માતાપિતાએ તેમને માર્ગદર્શન આપવું પડશે અને તે પણ જો જરૂરી હોય તો તેમને વાળવા. બારથી પંદર વર્ષની ઉંમર સુધી તમે તેમને માર્ગદર્શન આપી શકો છો, પરંતુ સોળ પછી તમારે મિત્ર બનવું પડશે.
  • જો તમે તમારા બાળકોના મિત્ર બનશો, તો તેઓ સુધરશે. પરંતુ જો તમે માતાપિતા તરીકે તમારી સત્તા પર ભાર મૂકતા હો, તો તમે તેમને ગુમાવવાનું જોખમ લેશો. તમારી મિત્રતા એવી હોવી જોઈએ કે બાળક બીજે ક્યાંય પણ હુંફ અને માર્ગદર્શનની શોધમાં ન જાય. તમારે તમારા બાળક સાથે એ બધી વસ્તુઓ કરવી જોઈએ જે એક મિત્ર તેની સાથે કરે; રમતો, ખેલ-કૂદ, એક સાથે ચા પીવો વગેરે. પછી જ તે તમારો રહેશે, નહીં તો તમે તેને ગુમાવશો.
  • પ્રથમ, તમારે નિશ્ચય લેવો જોઈએ કે તમે તેમની સાથે મિત્રો તરીકે રહેવા માંગો છો, અને પછી તમે તે કરી શકશો.
  • જો તમારો મિત્ર કંઇક ખોટું કરી રહ્યો છે, તો તમે તેને સાવચેત કરવા માટે ક્યાં સુધી જાઓ છો? તમે તેને ફક્ત તે જ સ્થિતિ સુધી સલાહ આપશો જ્યાં તે સાંભળે છે, પરંતુ તમે તેનાથી ઝગડો નહીં. જો તે સાંભળતું નથી, તો પછી તમે તેને કહેશો કે નિર્ણય તેનો છે.
  • તમારા બાળકના મિત્ર બનવા માટે, તમારે તે સ્વીકારવું પડશે કે સાંસારિક દ્રષ્ટિકોણથી તમે તેના પિતા છો, પરંતુ તમારા મનમાં, તમારે તેના પુત્ર થઈને વિચારવું જોઈએ. જ્યારે પિતા તેમના બાળકના સ્તર પર આવે છે, ત્યારે તેને મિત્ર તરીકે સ્વીકારવામાં આવશે. બીજો કોઈ રસ્તો નથી મિત્ર બનવા માટે.

તમારી જાતને સુધારો

માતાપિતાની આ સૌથી મોટી અને સૂક્ષ્મ ભૂમિકા છે. શુદ્ધ પ્રેમ ફક્ત ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે તમે શુદ્ધ હો, એટલે કે ક્રોધ, ગર્વ કપટ થી મુક્ત થાઓ, લોભ વગેરે.જો તમે સુધારો કરશો, તો તમારી હાજરીથી બધું સુધરશે. જેણે પહેલા પોતાને સુધાર્યું છે તે પછી બીજાને સુધારી શકે છે. સુધારેલ તરીકે કોનો ઉલ્લેખ કરી શકાય? જ્યારે તમે ગુસ્સો કરો છો, તો પણ બાળક તેની પાછળનો પ્રેમ જોશે. તમે ઠપકો આપી શકો છો, પરંતુ જો તમે તે પ્રેમ સાથે કર્યું હશે, તો પછી સામી વ્યક્તિ સુધરશે. જો માતાપિતા સારા હોય, તો પછી બાળકો સારા હશે, તેઓ સમજદાર થશે. જાતે તપ કરો, પરંતુ બાળકોને નૈતિક મૂલ્યોથી સમૃદ્ધ બનાવો.

Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
×
Share on