Related Questions

કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?

ઘણા પેરેન્ટ્સ એવી ફરિયાદ કરતા હોય છે કે તેમના બાળકો તેઓને સાંભળતા નથી. જ્યારે ફોન ઉપર સામી વ્યક્તિ તમે શું કહો છો તે સાંભળે જ નહિ તો તમે શું કરશો? શું તમે એવો પ્રયાસ નહિ કરો કે જેથી સામી વ્યક્તિ તમને સાંભળે? આ જ રીતે જ્યારે બાળકોને તમારું સાંભળવાનું આવે છે ત્યારે તેમનું આવું જ થાય છે; તમારે એ જાણવું જોઇએ કે બાળકો સાથે કઈ રીતે વાતો કરવી જેથી તેઓ સાંભળે.

રોજની વાતચીતો જેમ કે શાળાએથી આવ્યા પછી હોમવર્ક ની વાતો, શાળાની વાતો મહત્વની છે. આપણે આ વાતચીતો વિખવાદમાં ન પરિણમે એવું ઇચ્છતા હોઈએ છીએ. આપણે એવું મુખ્ય બટન દબાવી રાખવું જોઇએ કે આપણા શબ્દો તેઓને દુ:ખ ન પહોંચાડે. દિવસની શરૂઆત પ્રેમાળ શબ્દોથી કરો. બાળકો આપણા આશ્રિતો છે. તેઓ અહીં આપણા પ્રેમ અને હૂંફ માટે છે.

આદેશાત્મક શબ્દોથી બાળકોમાં ચીડ ઉત્પન્ન થાય છે - આ કર અને પેલું કર અથવા આ ન કર. એવું ધ્યાનમાં રાખો- જ્યારે તમારે બોસ કે તમારા ધણી નીચે કામ કરવું પડે છે જે તમારી પાછળ આખો વખત બૂમો પાડ્યા કરે કે ‘ આ પૂરૂ કરો, જલ્દી કરો, તારે કાયમ મોડું જ થાય છે!, તમારા કામમાં કાંઇ ઠેકાણા જ નથી હોતા.... ‘ તો તમને કેવું અપમાન જેવું લાગે છે. તમારું બાળક નાનું છે, પરંતુ તેની પાસે સ્વતંત્ર ઇચ્છાશક્તિ અને તેની પસંદ મુજબ કરવાની સ્વતંત્રતા છે.

આ ધ્યાન રાખો – જ્યારે તમને તમારા બોસ, મિત્રો અથવા પરિવાર તરફથી પ્રશંસા મળે છે ત્યારે તમને કેટલી ખુશી થાય છે. તેથી તમે દરરોજ તમારા બાળકની નાની નાની વસ્તુઓ બાબતે પ્રશંસા કરો અને તેને પ્રોત્સાહિત કરો.

તમારે દરરોજની સ્થિતિનું અવલોકન કરવું જોઇએ અને તેમાં સમાધાન લેવું જોઇએ:

 • જ્યારે બાળક ઘરે આવે, ત્યારે તેની સાથે વાતો કરો – ‘લાગે છે કે તું ખૂબ થાકી ગયો લાગે છે, થોડું ખાઇ – પી લે.’, તેને હોમ વર્ક અને બીજી વસ્તુઓ કરવાનું યાદ કરાવવાને બદલે, તેને જે ગમે તે વસ્તુઓ વિશે વતો કરો જેમકે તેના મિત્રો બિશે, ગેમ્સ વિશે. આ બાળકો સાથેની મિત્રતા વિશેની ટીપ છે, જે તમને બાળકો સાંભળે તે રીતે વાત કરવામાં ઉપયોગી થશે. તેને ઉત્સાહિત કરી શકાય તે રીતે તેના રસ વિશે વાતો કરવાનો અગત્યનો સમય પસાર કરો. સૌથી શ્રેષ્ઠ વસ્તુ જે તમારા બાળકને આપી શકો તે તેની સાથે તમે તમારો સમય પસાર કરો તે છે. તમારે તમારા બાળકના જુદા જુદા પાસાઓનો ખ્યાલ મેળવવો જોઇએ અને તેમાં નવો મિત્ર શોધવો જોઇએ.
 • ભણવા બેસવા માટેનો એક ચોક્કસ સમય નક્કી કરવો જોઇએ અને તે પ્રેમાળ સબ્દો સાથે તેને સમજાવવું જોઇએ. એકની એક વસ્તુ તેને વારંવાર કહ્યા ન કરો – તે એવું દર્શાવે છે કે તમને તેનામાં વિશ્વાસ નથી. ઘણી વખત હોમ વર્ક ન કરવાને કારણે જે પરિણામ આવે તે તેને ભોગવવા દો. કોઇ પણ વસ્તુનો પહેલા અનુભવ કરવાથી તેને બીજી રીતો કરતા જલદી શીખવા મળશે.
 • તેને શું કહેવા માગો છો તે માટેના જૂદા જૂદા રસ્તાઓ અપનાવો જેમકે – પહેલા જલદી ભણવા બેસી જા, તેથી સાંજે તું તારા મિત્રો સાથે રમી શકે અથવા ટી.વી. જોઇ શકે.’
 • તમારે તમારા બાળકને કપડા ઉપાડવાનું કહેવું જોઇએ પરંતુ કોઇ પણ દબાણ વિના સામાન્ય અવાજે અને ડાયલોગ વાપર્યા વિના જેમ કે ‘ એક જ વસ્તુ મારે તને કેટલી વખત કહેવી પડૅશે!’ અથવા ‘ તું ક્યારેય મને સાંભળતો જ નથી!’. કેટલાક દિવસો તમારે તેના કપડા મૂક્યા રાખવા અને પછી થોડા દિવસે એક વખત પ્રેમથી તેને કહેવું.
 • હકારાત્મક (પોઝીટિવ) શબ્દો વ્યક્તિને ઉત્સાહિત કરે છે. હકારાત્મક શબ્દોમાં સુખના સ્પંદનો હોય છે. તેથી, સારી બાજુને પ્રોત્સાહિત કરો અને ખરાબ બાજુને ધ્યાનમાં ન લો- એટલે જે વસ્તુઓ તે કરે તેવું તમે ઇચ્છો છો તેની પ્રશંસા કરો. આ સૌથી સરળ રસ્તો છે જ્યારે બાળકો તમને સાંભળે તે રીતે વાતો કરવાનું શીખવાનું હોય. નીચેના ઉદાહરણો ધ્યાનમાં લો, ‘જો તું તારું હોમવર્ક ઝડપથી પૂરૂ કરી નાખીશ તો તને ખૂબ મજા આવશે કારણકે તને તારા મિત્રો સાથે રમવાનો વધુ સમય મળશે.’ અથવા ‘જે દિવસે તું તાજી હવામાં રમીશ ત્યારે તું ખૂબ ખુશ અને ઊર્જાવાન અનુભવીશ.’ અથવા ‘ જો આપણે બધા રાતે સાથે બેસીને જમીશું તો વધુ તંદુરસ્ત બની શકીશું અને એકબીજા સાથે વધુ જોડાયેલા રહીશું.’ અથવા ‘ જો તું સવારે વહેલો તૈયાર થઈ જઇશ, તો તને તારી પસંદગીની વસ્તુ કરવાનો વધુ સમય મળશે.’
 • બધા દિવસો સરખા હોતા નથી, કેટલાક ખરાબ હોય છે પરંતુ તેની અસર તમારા નિશ્ચય પર ન થવા દેવી – એ નિશ્ચય કે કોઇને જરા પણ દુ:ખ ન થવું જોઇએ.
 • હંમેશા હકારાત્મક બોલવાનું રાખો કારણકે તમારા નાનકડા બાળકથી માંડીને દરેકની અંદર શુધ્ધ આત્મા રહેલો છે. જ્યારે કશું સારું બને છે, ત્યારે તે વિશે કશું ખરાબ કહેવું એ ખોટું છે. આ બધી સમસ્યાઓ ત્યાંથી જ ઊભી થાય છે કારણ કે વ્યક્તિ જે સારી વસ્તુ છે તેમાંથી ખરાબ શોધ્યા કરે છે. તેથી આ બાબતનું ધ્યાન રાખવું જોઇએ જ્યારે બાળકો આપણને સરખી રીતે સાંભળે તે રીતે વાતો કરવાનું શીખવું હોય. અને જ્યારે પણ તમે કહો છો, “કશું ખરાબ થયું નથી,” જેવું તમે આવું કહો છો, કે તેનામાં મહત્વનું પરિવર્તન આવે છે. તેથી હંમેશા સારું જ બોલો.
 • જે વિષયમાં તમે બાળકને સુધારવા ઇચ્છતા હોવ એના પર બાળકોને રસપ્રદ વાર્તાઓ કહો.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “ મારી સાથે ઘણા વર્ષોથી કશું ખરાબ બન્યું જ નથી. કોઇપણ પરિસ્થિતિમાં મને જરા પણ નકારાત્મક અનુભવાયું જ નથી. જો તમારું મન પોઝિટિવ બનશે તો તમારામાં શક્તિનો સંચાર થશે, તેથી હું લોકોને કહું છું કે સમતા રાખી તમારી નકારાત્મકતાને દૂર કરો. પછી માત્ર પોઝિટિવ જ રહેશે. તમારા સંસાર વ્યવહારમાં, પોઝિટિવ રહો. નિશ્ચયમાં કોઇ પોઝિટિવ નથી કે કોઇ નેગેટિવ નથી.”

Parent Child

બાળકની દલીલબાજી ખરેખર તમારું રિએક્શન જ તમને પાછું મળે છે

પ્રશ્નકર્તા : (જો આપણે કશું તેમને કહીએ, પછી) મારા બાળકો ખૂબ દલીલો કરે છે. તેઓ અમને કહે છે કે “ શા માટે તમે અમને આટલું બધું લેક્ચર આપો છો?”

દાદાશ્રી : તેની સાથે સામે દલીલો કરવાને બદલે જો તમે ખરેખર તેઓને પ્રેમથી શીખવશો, તો પછી તેઓની દલીલો ઓછી થશે. આ દલીલો એ તમારું રિએક્શન જ છે. અત્યાર સુધી, તમે પણ સતત આવું જ કરતા હતા, નહિ! તે તેના મનમાંથી જશે નહિ, તે ચોક્કસપણે ભૂંસી ન શકાય. તેથી, પછી, તેના કારણે તે સતત દલીલો કર્યા કરે છે. એક પણ બાળક મારી સાથે દલીલો કરતું નથી. એવું એટલા માટે કે હું તમારા બધા સાથે સાચા પ્રેમથી વાતો કરું છું.

Related Questions
 1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
 2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
 3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
 4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
 5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
 6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
 7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
 8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
 9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
 10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
 11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
 12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
 13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
 14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
 15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
 16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
×
Share on