Related Questions

બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?

આજના જગતમાં બાળકનું શિક્ષણ અનિવાર્ય અંગ છે. તેથી, બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે? હકારાત્મક પ્રોત્સાહન એ તેની ચાવી છે. તેઓને સપનું સેવવા દો. એવું સપનું કે જેના માટે તે ઇચ્છા રાખતો હોય. તેઓના વ્યક્તિત્વનો અભ્યાસ કરો અને સમજણ આપો – કોઇ ભણવામાં હોશિયાર હોય છે, તો કોઇ રમત ગમતમાં, કોઇ સર્જનાત્મક હોય છે, તો કોઇ સામાજિક પ્રવૃત્તિમાં. તેઓના રસને ઓળખ્યા પછી, તેને અનુરૂપ ધ્યેય નક્કી કરો.

એક વખત હેતુ યોગ્ય રીતે નક્કી થઈ જાય, પછી તેને અનુસરો. પછી શિક્ષણનું મહત્વ સમજાવો, તેમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપો. પરમ પૂજ્ય દાદાશ્રી રોજ બરોજના ઝઘડાઓ અને બાળકના શિક્ષણ માટેની માતા પિતાની મૂંઝવણોના સમાધાન માટે માર્ગદર્શન આપે છે. વિગતવાર જાણવા માટે વાંચો:

Parent Child

બાળકને ભણવા માટે પ્રોત્સાહિત કઈ રીતે કરવું: ભણતરને રમતમાં પરિવર્તિત કરી દો

પ્રશ્નકર્તા: આજના બાળકો ભણતર કરતા રમતમાં વધુ રસ ધરાવતા હોય છે. કોઇ ક્લેશ ઊભો કર્યા વિના અમે તેને શિક્ષણ તરફ કઈ રીતે વાળી શકીએ?

દાદાશ્રી: પ્રોત્સાહન આપવાની પધ્ધતિ અપનાવો. શાળામાં સારો નંબર આવશે અને પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ થશે તો તેને કોઇ વસ્તુઓ અપાવવામાં આવશે. તેઓને કશું પ્રોત્સાહન આપો. જો તેઓને તેમાં તરત જ દ્રઢતા જોવા મળશે, તો તેઓ તકને ઝડપી લેશે. બીજો અભિગમ છે તેઓને નિ:સ્વાર્થ પ્રેમ કરો. જો તમે તેઓને પ્રેમ આપશો, તો તેઓ તમે જે કહેશો તે મુજબ કરશે. બાળકો મને તુર્ત જ સાંભળે છે અને હું તેઓને જે કહું છું તે પ્રમાણે કરે છે. તેઓને સાચી સમજણ આપવા માટે આપણે હંમેશા શ્રેષ્ઠ પ્રયત્નો કરવા જ જોઇએ. આપણે તેમને તરછોડી દેવાના નથી. આપણે બધા પ્રયાસો કરવાના છે. ત્યાર બાદ તેઓ જે કરે તે સાચુ, અને તમારે પણ એ સ્વીકારવું જોઇએ કે આવું જ થવાનું છે.

બાળકોના શિક્ષણનું મહત્વ

પ્રશ્નકર્તા : બાળકોને શિક્ષણ આપવાનો શું ધ્યેય હોવો જોઇએ?

દાદાશ્રી : તમારે એ ખાતરી રાખવી જોઇએ કે તે ખોટા માર્ગ પર ન જાય. અશિક્ષિત વ્યક્તિ ક્યા જશે? અશિક્ષિત વ્યક્તિ નવરો જ હોય છે, તો તે ક્યાં જશે? તે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાય જાય છે. શિક્ષણ થોડીક સ્થિરતા આપે છે અને બાળકો શિક્ષણ દ્વારા કુદરતી રીતે જ નમ્રતા પ્રાપ્ત કરે છે. લોકો સાથે કઈ રીતે એડજસ્ટ થવું તે તેઓ શીખે છે. બાળકોના શિક્ષણથી તેઓનો વિકાસ થાય છે. નકામા ક્લેશ કંકાસો અને કારણ વગરના ઝઘડાઓનો અંત આવે છે.

શિક્ષણ સાથે, વ્યવહારૂ ડહાપણ જરૂરી છે

દાદાશ્રી : જે વ્યક્તિ ફક્ત ભણ્યા જ કરે છે તે વેદિયો ગણાય છે. પરંતુ આજના બાળકોને કશું ભાન જ નથી. તેઓ બધા માત્ર ભણ, ભણ અને ભણ જ કર્યા કરે છે, તેઓ પાસે વ્યવહારૂ ડહાપણ હોતું નથી. પરંતુ મારા સમયમાં, શિક્ષણ અને વ્યવહારૂ જ્ઞાન સાથે જ ચાલતુ હતું. અને આજે, માત્ર શિક્ષણ જ છે અને તે પણ માત્ર એક જ ક્ષેત્રનું, પછી, શીખવું સહેલું થઈ જાય છે! તેઓએ શું કરવું જોઇએ? આજનું બાળકોનું ભણતર બધું પુસ્તકિયું જ છે; વ્યવહારૂ કશું નથી. જ્યારે તે વ્યવહારૂ બને છે ત્યારે જ કામનું છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે સમજણ જ પાયાની વસ્તુ છે. બાળકોને સાચું જ્ઞાન આપો અને બાકીનું બધું કુદરતના હાથમાં છોડી દો.

બાળકોને શિક્ષણ માટે માર્ગદર્શન આપવા માટે અહીં માતાપિતાને કેટલીક રીતો બતાવેલ છે:

  • તમારે સૌ પ્રથમ તેનો રસ શોધવો જોઇએ, તમારી ઇચ્છા નહિ – જેવી રીતે તમે તેને રમત ગમતમાં આગળ પડતો જોવા ઇચ્છો છો પરંતુ તે વિજ્ઞાન, કોમ્પ્યુટર કે સંગીતમાં રસ ધરાવતો હોય.
  • એક સમયે નાના કાર્યથી જ શરૂઆત કરો.
  • ‘શા માટે તે ભણવામાં રસ ધરાવતો નથી’ તેનું કારણ શોધવા માટે તેની સાથે શાંતિથી વાતો કરો અને જો શક્ય હોય તો, કઈ રીતે તેનો ઉકેલ લાવી શકાય તે માટે તેને પૂછો. જ્યારે તમે તેને પ્રેમ આપશો ત્યારે તે સારો બનશે.
  • ક્યારેક ક્યારેક બાળકને ધીમે ધીમે પંપાળો અને તેના માથે હાથ ફેરવો અને તેને કહો કે તમે હંમેશા તેની તરફ જ છો અને એવું વ્યક્ત કરો કે તેના માર્ક મહત્વના છે પરંતુ તે વધુ મહત્વનો છે.
  • ઉપરાંત, ક્યારેય તેઓની સરખામણી ન કરો. સરખામણી તે પરિસ્થિતિ માટે અને સામી વ્યક્તિ માટેની પીડા અને નકારાત્મક લાગણી ઊભી કરે છે.
  • માત્ર બાળકોના શિક્ષણ માટે જ નહિ, પરંતુ તમે જે કંઇ ઉપયોગી નવી વસ્તુ તેને શીખવવા ઇચ્છતા હોવ તેમાં પણ પ્રોત્સાહન આપવાની રીત અજમાવો.
Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
×
Share on