અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો17 ફેબ્રુઆરી |
16 ફેબ્રુઆરી | to | 17 ફેબ્રુઆરી |
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોપ્રશ્નકર્તા: હું મા-બાપ ની સેવા કરવા ઈચ્છું છું અને મા-બાપ સાથે સંબંધ મજબૂત કરવા માંગું છું પરંતુ, જ્યારે હું તેમની ભૂલો જોઉં છું ત્યારે હું માંડી વાળું છું. મારે શું કરવું જોઈએ?
દાદાશ્રી: જે માણસ મા-બાપનો દોષ જુએ, એમનામાં કોઈ દા'ડો ભલીવાર જ ના આવે. પૈસાવાળો થાય વખતે, પણ એની આધ્યાત્મિક ઉન્નતિ ક્યારે પણ ના થાય. મા-બાપનો દોષ જોવાય નહીં. ઉપકાર તો ભૂલાય જ શી રીતે? કોઈએ ચા પાઈ હોય તો ઉપકાર ભૂલાય નહીં. આપણે તો મા-બાપનો ઉપકાર તો ભૂલાય જ શી રીતે ?
તું સમજી ગયો ? હં... એટલે બહુ ઉપકાર માનવો જોઈએ. સેવા બહુ કરવી. ફાધર-મધરની બહુ સેવા કરવી જોઈએ. એ અવળું બોલે તો આપણે એને શું કરવાનું ? ઇગ્નોર કરવાનું એ અવળું બોલે તો, કારણ કે મોટા છે ને ? કે તારે અવળું બોલવું જોઈએ ?
પ્રશ્નકર્તા : ના બોલવું જોઈએ. પણ બોલી જવાય તેનું શું ? મિસ્ટેક થઈ જાય તો શું ?
દાદાશ્રી : હા, કેમ લપસી નહીં પડાતું ? ત્યાં પાકો રહું છું અને એવું લપસી પડયું તો તે ફાધરે ય સમજી જશે કે આ લપસી પડયો બિચારો. આ તો જાણી જોઈને તું એ કરવા જઉં, તો 'તું અહીં કેમ લપસી પડયો ?' તે હું જવાબ માંગું. ખરું-ખોટું ? એટલે એઝ ફાર એઝ પોસીબલ આપણને હોવું ના ઘટે અને તેમ છતાં ય તારાથી, તારી શક્તિ બહાર થઈ ગયું હશે તો તો એ બધાં સમજી જશે, કે આવું કરે નહીં આ.
એમને ખુશ રાખવા. એ તને ખુશ રાખવા ફરે કે નહીં ? તને સુખી રાખવાની ઇચ્છા ખરી કે નહીં એમને ?
પ્રશ્નકર્તા : હા. એટલે દાદા એમ થાય કે એમને કચકચ કરવાની ટેવ જ પડી ગઈ છે.
દાદાશ્રી : હા, તો એથી કરીને એ તારી ભૂલ છે એમાં, ભૂલ તારી છે. એટલે મા-બાપને કેમ દુઃખ થયું એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. દુઃખ થવું તો ના જોઈએ, હવે 'સુખ આપવા આવી છું' એવું મનમાં હોવું જોઈએ. 'મારી એવી શી ભૂલ થઈ' કે મા-બાપને દુઃખ થયું.
બાપા ખરાબ લાગતા નથી ? એ લાગશે ત્યારે શું કરીશ ? એટલે ખરાબ એવું દુનિયામાં કશું હોતું નથી, આપણને ભેગું થયું એ બધું સારી ચીજ હોય છે. કારણ કે આપણા પ્રારબ્ધનું છે. મા મળી તે ય સારી. ગમે તેવી કાળી હોય, તો ય આપણી મા એ સારી. કારણ કે આપણને પ્રારબ્ધમાં મળી એ સારી. એવી બીજી બદલી લેવાય ?
subscribe your email for our latest news and events