Related Questions

બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?

સારા માતા પિતાની શું ભૂમિકા હોય? તેઓએ બાળકો પંદર વર્ષના થાય ત્યારે એ રીતે વાળવા જોઇએ કે જેથી બધા નૈતિક ગુણોની તેમનામાં સ્થાપના થઈ શકે.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, ‘દરેક યુવાન વ્યક્તિ પાસે એવી ગૂઢ શક્તિઓ રહેલી છે જે સમગ્ર વિશ્વને સહાય કરી શકે. તેને માત્ર સાચા માર્ગદર્શન અને સહકારની જ જરૂર હોય છે.’

ચાલો સૌ પ્રથમ તો આજની પેઢીના સ્વભાવને સમજવા માટે પરમ પૂજ્ય દાદા ભગવાનના શબ્દોમાં જોઇએ તો તેમના સારા ગુણો અને નબળાઇઓને ઓળખીયે અને પછી તેઓના નૈતિક વિકાસ માટે તેમનામાં સારા ગુણોની સ્થાપના કરીએ.

Parent Child

આજના યુવાનોના સ્વભાવને ઓળખો

અ) આજના યુવાનો હ્દયના ચોખ્ખા છે.

પ્રશ્નકર્તા: આજનો યુવાનવર્ગ કયા રાહ પર જઈ રહ્યો છે? એનું ભવિષ્ય આપશ્રીની દ્રષ્ટિએ શું છે? સાચો રાહ શું છે?

દાદાશ્રી: આજનો યુવાનવર્ગ અત્યારે કંઈ પણ દોરવણી નહીં હોવાથી સફોકેશન (મૂંઝવણ)માં છે. પણ આવો યુવાવર્ગ કોઈ કાળે હતો નહીં એવો છે, કે જે યુવાવર્ગ ચોખ્ખો છે, પ્યૉર છે. એને માર્ગદર્શન આપનારની જરૂર છે. જો માર્ગદર્શન આપે તો આ હિન્દુસ્તાન ઓલરાઈટ (બરાબર) થઈ જાય અને માર્ગદર્શન આપનારો મળી આવશે હવે થોડા વખતમાં.

બ) આજની પેઢી ખૂબ હેલ્ધી માઇન્‍ડ ધરાવે છે

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે:

  • અત્યારના સમયની પેઢી ખૂબ ઉદાર વિચારધારા ધરાવે છે. તે પહેલા જેવી સંકુચિત, ક્ષુલ્લક અને અંધશ્રધ્ધાળુ વિચારસરણી ધરાવતા નથી. તેની સાપેક્ષમાં, આ પેઢી તો ખુલ્લા દિલવાળી, બધુ ઉદારતાથી અપનાવવાવાળી તેમજ હેલ્ધી માઇન્‍ડ ધરાવતી છે.
  • તેઓ પૂર્વભવના ચોખ્ખા હિસાબો લઈને આવેલ છે. તેઓને જરા પણ લોભ નથી કે ખોટા માન પાનની તેઓને પરવા નથી.
  • તેઓની એકમાત્ર નબળાઇ એ તેઓનો ભૌતિક જગત તરફનો મોહ છે, તેઓને સાંસારિક વસ્તુઓ પ્રત્યે આસક્તિ વધુ પ્રમાણમાં છે.
  • તમારા બાળકો માટે સકારાત્મક ભાવ રાખો. તેનાથી સારુ પરિણામ આવશે. તેઓમાં સારા માટે પરિવર્તન આવશે અને આવું બનવું કુદરતી છે. આજની પેઢી જેટલી શ્રેષ્ઠ છે તેવી પહેલા કોઇ કાળે આવી ન હતી.
  • તેઓ વ્યસની લાગશે, પરંતુ તેવું એટલા માટે કે તેઓને સાચો રસ્તો પ્રાપ્ત થતો નથી. આ તેઓનો દોષ નથી. તેઓ પાસે હેલ્ધી માઇન્‍ડ છે.

પ્રશ્નકર્તા: હેલ્ધી માઈન્ડ એટલે શું?

દાદાશ્રી: હેલ્ધી માઈન્ડ એટલે મારા-તારાની બહુ ના પડેલી હોય અને અમે તો નાના હતા ને, ત્યારે બહાર કોઈકનું કશું પડેલું હોય, તે લઈ લેવાની ઈચ્છા. કોઈકને ત્યાં જમવા ગયા તો થોડું વધારે ખઈએ, ઘેર ખાતા હોય તેના કરતા.

આ તો મારી શોધખોળ છે! હેલ્ધી માઈન્ડની કોઈ વખત જનરેશન પાકી હોય, તો તે આ કાળમાં પાકી છે. હેલ્ધી થતી થતી આવી. અમારા વખતથી હેલ્ધી થતી થતી આવી લાગે છે, મમતા જ નહીં. આ મારું કેવું ખરાબ દેખાય એવું કશું નહીં. પાછું લુંગી પહેરીનેય ફર્યા કરે. એટલે છત નથી એટલું સારું છે. આ લોકોની મહીં છત આવતા વાર નહીં લાગે, સંસ્કાર આવતા વાર નહીં લાગે.

આ કુદરતનો ઉપકાર છે કે આ જનરેશન બિલકુલ હેલ્ધી માઈન્ડની પાકી છે! કોઈ વખત પાકે નહીં અને પાકે ત્યારે વર્લ્ડનું કલ્યાણ કરે! આને માર્ગદર્શન આપનાર જોઈએ. 

શા માટે હું એવું કહું છું કે તેઓ હેલ્ધી માઇન્‍ડ ધરાવે છે, તે એટલા માટે કે તેઓને જે શીખવવામાં આવે છે તે તેઓ તરત જ ગ્રહણ કરી લે છે!

  • તેઓને અન્ય કોઇ જૂની બિમારીઓ નથી. તેઓ જ્યારે ભૂખ્યા થાય છે ત્યારે ખાવાનું શોધી લે છે બીજું કશું નહિ.
  • તેઓમાં કોઇ મમતા નથી હોતી, તેથી જો તેના પિતા તેનું ઘર વેચવા માંડે તો પણ તેને ચિંતા નથી થતી. જ્યારે, જૂના દિવસોમાં તો છોકરો પિતાને કહેતો કે, “ તમારે આ વેચવું ન જોઇએ.” અત્યારના સમયમાં, તેઓને કોઇ મમતા નથી હોતી, એ રીતે હેલ્ધી માઇન્‍ડ ધરાવે છે.
  • તેઓને જે રીતે વાળવામાં આવે તે રીતે તેઓ બની જાય તેવા છે.

ક) જે નૈતિક ગુણો ધરાવતા હોય તેને ખરેખર સુધારવામાં વ્યક્તિ અસમર્થ છે.

પ્રશ્નકર્તા: આપ કહો છો કે અત્યારની જનરેશન હેલ્ધી માઈન્ડની છે અને બીજી બાજુ જુઓ તો બધા વ્યસની છે ને કેટલું બધું છે?

દાદાશ્રી: ભલે એ વ્યસની દેખાય, પણ એમને બિચારાને રસ્તો ના મળે ને તો શું થાય? એમનું માઈન્ડ હેલ્ધી (મન તંદુરસ્ત) છે.

પ્રશ્નકર્તા: મા-બાપનો છોકરાંઓ તિરસ્કાર કરે, મા-બાપને ગાંઠે નહીં એવા બધા થયા છે ને!

દાદાશ્રી: એ તિરસ્કાર-બિરસ્કાર કરે છે, તે બધું એને માર્ગ મળ્યો નથી એટલે. માર્ગ મળે તો આ બહુ સારા છોકરાંઓ છે!

પ્રશ્નકર્તા: આ છોકરાંઓ જ બહુ મોટી સમસ્યા છે!

દાદાશ્રી: સમસ્યા જબરજસ્ત મોટી છે પણ તે સમસ્યા સુધરે એવી છે. આ કાળમાં જ આવા છોકરાં છે કે જેનામાં બિલકુલ બરકત જ નથી અને બરકત ના હોય તો જ સુધરે. બરકતવાળા સુધરે નહીં. બરકતવાળા તો પોતાના સ્વાર્થમાં એક્કા હોય, જોડે તિરસ્કાર હોય, બીજું હોય. બધું સ્વાર્થમાં એક્કા હોય. તેથી આખું હિન્દુસ્તાન બગડી ગયું ને! એના કરતા બરકત વગરનો માલ સારો. માનની પડી નથી, કશી કોઈ જાતની પડેલી નથી.

નૈતિક ગુણોનું આરોપણ કરવામાં માતા પિતાની ભૂમિકા

  • યોગ્ય માર્ગદર્શનના અભાવે, યુવાનો સ્વાર્થી બન્યા છે અને તેઓનો જીવન પ્રત્યે ખૂબ સ્વાર્થી અભિગમ છે. બાળકોને તેઓના નસીબના સહારે ત્યજી ન દો. તેઓની કાળજી રાખો અને તેઓ ઉપર નજર પણ રાખો. જો તમે તેઓને ત્યજી દેશો તો, તેઓ માટે કોઇ આશા રહેશે નહિ. બાળકો તેમના જન્મ સાથે જ તેઓનું વ્યક્તિત્વ સાથે લઈને આવે છે, પરંતુ તમારે તેઓને મદદ કરવાની છે અને તેઓની સંભાળ લેવાની છે જેથી તેઓ સરસ ખીલી શકે.
  • બાળકો તેઓના માતા પિતા પાસેથી માત્ર સારા સંસ્કારો જ મેળવે છે. તેઓ અમુક ગુણો તેઓના શિક્ષકો, મિત્રો, પડોશી અને અન્ય લોકો પાસેથી પણ મેળવે છે પરંતુ મોટા ભાગનો હિસ્સો તેઓના માતા પિતાનો હોય છે. જો માતા પિતા નૈતિકતા ધરાવતા હશે તો અને તો જ બાળકો પણ નૈતિકતાના ગુણો કેળવશે.
  • બાળકો તમારામાં જે કંઇ જૂએ છે તે શીખે છે. તેથી, જો તમે ધાર્મિક હશો, તો તેઓ પણ થશે. તેઓ તમારૂ જોઇને શીખે છે. જો તમે વ્યસની હશો તો તેઓ પણ તેવું જ કરશે. જો તમે દારૂ પીતા હશો કે માંસાહાર કરતા હશો, તો તેઓ પણ કરશે. તમે જે કંઇ પણ કરશો, તેઓ તમારી નકલ કરશે. તેઓ માતા પિતા જેવું કરતા હોય તેની નકલ કરવાની ઇચ્છા ધરાવતા હોય છે.
  • માતા પિતાએ તેઓમાં નૈતિક ગુણો વિકસાવવા જોઇએ જેના પરિણામે કુટુંબનું વાતાવરણ પ્રેમાળ બનશે. માતા પિતા તરફનો પ્રેમ એવો હોવો જોઇએ કે જેથી તેઓના બાળકો તેઓને છોડી જ ન શકે. જો તમે તમારા બાળકને સુધારવા ઇચ્છો છો, તો એ તમારી જવાબદારી છે. તમે તમારા બાળક પ્રત્યેની ફરજથી બંધાયેલા છો.
  • માતા પિતાનું તેઓના બાળકો પ્રત્યેનું એક માત્ર કાર્ય એ છે કે બાળકો ખરાબ રસ્તે ન જતા રહે તે માટે તેઓમાં સારા ગુણોની સ્થાપના થાય તે માટે આંતરિક ભાવો કર્યા કરવા. પછી જે પરિણામ આવે તે કર્મોનો હિસાબ છે.
  • જો માતા પિતા પોતે સ્વયંશિસ્તમાં રહે તો સારા નૈતિક ગુણોની સ્થાપના જરૂરથી થઈ જાય.
  • માતા પિતાએ ક્યારેય ઝઘડવું ન જોઇએ, ક્યારેય મતભેદ ઊભા ન થવા જોઇએ. જો મતભેદ ઊભા થાય તો, તેઓએ તરત જ ફરી જવું જોઇએ. બાળકો કહેશે, ‘વાહ! અમારા માતા પિતા એક બીજા સાથે કેટલી સરસ રીતે રહે છે!’

બાળકોમાં નૈતિક ગુણો સ્થાપવા માટેના રસ્તાઓ

અ) આધ્યાત્મિકતા તરફ વાળો

જે બાળકો નાની ઉંમરથી જ આધ્યાત્મિકતા તરફ વળેલા હોય તે ખરેખર આગળ જતાં રત્ન જ સાબિત થાય છે. એવું ત્યારે જ બને જ્યારે માતા પિતા આધ્યાત્મિક્તા તરફ વળેલા હોય, પછી બાળકો પણ તેનું જ અનુસરણ કરે. માતા પિતા પૈસા કમાવા પાછળ, સામાજિક બંધનોમાં, પાર્ટીઓમાં પડેલા ન હોવા જોઇએ, તેઓએ બાળકો સાથે સમય પસાર કરવો જોઇએ.

તેઓને સમર કેમ્પ, બાળકોની શિબિરો વગેરે જેવા આધ્યાત્મિક સત્સંગોમાં મોકલો.

બ) તેઓને સારી સંગતિ આપો

બાળકોના સારી વ્યક્તિઓનો સંગ અથવા સારું મિત્ર વર્તુળ આપવાનો પ્રયત્ન કરો જેથી તેઓ ઉપર તેનો અત્યંત સારો પ્રભાવ પડે.

ક) ઘરમાં દરરોજ પ્રાર્થના કરવાથી તેઓમાં નૈતિકતાનું સિંચન થાય છે

શુધ્ધતા, અંદરની અને બહારની, આસપાસના વાતાવરણના પ્રભાવથી આવે છે. દરરોજ સવારે સ્નાન કર્યા પછી, તમારા નાના બાળકોને આવી પ્રાર્થના કરવાનું શીખવો, ‘મને અને આખા જગતને સદબુધ્ધિ આપો અને મુક્તિ અપાવો.’ જો તેઓ આવું કરે છે, તો પછી તેનો અર્થ એવો છે કે તમે તેઓમાં સારા સંસ્કારોનું સિંચન કરવામાં સફળ થયા છો અને તમે માતા પિતા તરીકે તમારા કર્મોની ફરજમાંથી મુક્ત થાવ છો.

ડ) આરતી વાતાવરણને શુધ્ધ કરે છે

આરતી (ભગવાન પાસે દીવો કરી સાથોસાથ પ્રાર્થના ગાવી) ભગવાનની ભક્તિ માટેનું તે ખૂબ જ અગત્યનું માધ્યમ છે. તે ભગવાન તરફ આદર અને પ્રેમ દર્શાવવાનો રસ્તો છે અને તેઓ પ્રસન્ન પણ થાય છે. વ્યક્તિ જેની ભક્તિ કરે છે તેના જેવી તે વ્યક્તિ બની જાય છે. દરરોજ આરતી કરવાથી આપણને ઘણા બધા ફાયદાઓ થાય છે. આ રોકડું સાધન છે અને આપણે તરત જ તેના પરિણામ જોઇ શકીએ છીએ.

  • આપણું મન એકાગ્ર થાય છે અને આખો દિવસ શાંતિપૂર્ણ રહે છે.
  • તે તરત જ આપણા મનમાંથી ખરાબ વિચારો દૂર કરે છે.
  • પરિસ્થિતિ અથવા સમસ્યા સંબંધી ચિંતાઓ દૂર થાય છે.
  • ઘરમાં કંકાસ કે મતભેદ રહેતા નથી.
  • તે વાતાવરણને શુધ્ધ અને આનંદિત કરે છે.
  • આપણે બધા સારા નૈતિક ગુણો જેવા કે પ્રામાણિક્તા, નિષ્ઠા વગેરે પ્રાપ્ત કરીએ છીએ.

આરતી કરવાથી, ઘણા બાળકો એટલા બધા સુધરી ગયા કે તેઓએ મૂવી જોવાનું પણ બંધ કરી દીધું. મૂવી જોવા જવું એ તેઓ માટે આનંદનો પ્રાથમિક સ્ત્રોત ન રહ્યો. પહેલા તો, તેઓને સમસ્યાઓ ઊભી થતી હતી, પરંતુ પછીથી, તેઓને સમજમાં આવ્યું કે પ્રાર્થના કરવાથી કેટલું સરસ અનુભવાય છે અને તેઓ હકારાત્મક પ્રતિભાવ આપવા લાગ્યા.

ઇ) તમારે દરરોજ તમારા માતાપિતાને પ્રણામ કરવા જોઇએ.

જે વ્યક્તિ તેમના માતા પિતાની સેવા નથી કરતા તે જીવનમાં ક્યારેય સુખી થતા નથી. માતા પિતાની સેવા કરવાથી શું સીધો ફાયદો થાય છે? એવું કહેવાય છે કે વ્યક્તિને સમગ્ર જીવનમાં કોઇ દુ:ખ-પીડા ન આવે, માતા પિતાની સેવા કરવાથી, કોઇ જ સમસ્યાઓ ઊભી થતી નથી!

માતા પિતાની સેવા કરવી એ ચોક્કસપણે ખૂબ જ મૂલ્યવાન વાત છે. કારણ કે જો તમે તેઓની સેવા કરતા નથી, તો તમે કોની સેવા મેળવશો? તમે મૂલ્યવાન સેવા કરી રહ્યા છો તે વાત તમારી પછીની પેઢી કઈ રીતે શીખશે? બાળકો દરેક વસ્તુનું નિરીક્ષણ કરતા હોય છે. તેઓ જોતા હોય છે કે મારા પિતાએ ક્યારેય તેમના પિતાની સેવા કરી નથી! પછી ખરેખર તો તેનામાં આવા સંસ્કાર આવશે જ નહિ, ખરું ને! જ્યારે તમે આ ઉંમરે પણ તમારા માતા પિતાને પ્રણામ કરો છો, તો શું તે તમારા બાળકોને પણ આવું જ કરવા પ્રોત્સાહન નહિ મળે? તમારા બાળકોમાં સંસ્કારો કેળવવા માટેનો આ સૌથી સરળ રસ્તો છે.

Related Questions
  1. બાળકોના વિકાસમાં માતાપિતાની ભૂમિકા શું છે?
  2. બાળકો સાથે કઈ રીતે વાત કરવી?
  3. કઈ રીતે બોલવું જોઇએ જેથી બાળકો તમને અસરકારક રીતે સાંભળે?
  4. કઈ રીતે બાળકોને બહારનું ખાવાનું બને તેટલું ઓછું કરે તે માટે માર્ગદર્શન આપવું?
  5. જ્યારે તમારા બાળકો ભૂલો કરે ત્યારે શું કરવું જોઇએ?
  6. ઊંચા સ્વરે બોલ્યા વિના બાળકને શિસ્તબધ્ધ કઈ રીતે બનાવવું? બાળકને સારી ટેવો વાળું અને શિસ્તબધ્ધ રીતે કઇ રીતે ઉછેરવું?
  7. તોફાની સ્વભાવના બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  8. તોફાની અથવા જીદ્દી બાળક સાથે કઈ રીતે વર્તન કરવું?
  9. સારા માતા પિતા તરીકે બાળક સામે કઈ રીતે વર્તન કરવું જોઇએ?
  10. તમારા બાળકો ઉપર ચીડાવાનું કઈ રીતે બંધ કરશો? કચકચ કઈ રીતે બંધ થશે?
  11. બાળકોની ખરાબ આદતો કઈ રીતે તોડવી?
  12. બાળકના શિક્ષણમાં માતા પિતાની શું ભૂમિકા છે?
  13. ટીનએજર્સ સાથે માતાપિતાએ કઈ રીતે વર્તવું?
  14. બાળકોને નૈતિકતા કઈ રીતે શીખવવી?
  15. માતા પિતા અને બાળકોના સંબંધો કઈ રીતે મજબૂત થાય?
  16. તમારા બાળકોને વારસામાં કેટલું આપવું?
×
Share on