Related Questions

શું લગ્ન પહેલાં ડેટિંગ કરવું જોઈએ કે નહીં?

લગ્નની ઉંમર થાય ત્યારે લોકોને મનમાં ઘણા પ્રશ્નો અને મૂંઝવણો ઊભી થાય છે કે, લગ્ન કરી લેવા જોઈએ કે ડેટ પર જવું જોઈએ?જો કોઈ પરમ પૂજ્ય દાદાશ્રીને પૂછે કે શું મારે લગ્ન કરવા જોઈએ? તો તેઓશ્રી જવાબ આપતા કે, ”પૈણ્યા વગર નહીં ચાલે આ જગત. કાં તો બ્રહ્મચર્ય પાળવું છે. એવું ડિસાઈડ કરો અને તે ચોક્કસ ખાતરીપૂર્વક કરવું જોઈએ કાં તો પૈણી નાખો. પણ એમ બેમાંથી એકમાં આવી જાવ.” અને પછી જો લગ્ન કરવાનું નક્કી કરે તો પ્રશ્ન થાય કે લગ્ન પહેલાં ડેટ પર જવું જોઈએ કે નહીં?

married life

“શું મારે ડેટ પર જવું જોઈએ? કોની સાથે ડેટિંગ કરવું જોઈએ?” ચાલો જાણીએ કે આવા પ્રશ્નોના જવાબમાં પરમ પૂજ્ય દાદા ભગવાન શું કહે છે.

પ્રશ્નકર્તા: ઈઝ ડેટિંગ એ સીનડેટિંગ એટલે આ લોકો, છોકરીઓ છોકરાઓ સાથે જાય બહાર અને છોકરાઓ છોકરીઓ સાથે બહાર જાય, તો એ પાપ છે? એમાં કંઈ વાંધો છે?

દાદાશ્રી: હા. છોકરાઓ સાથે ફરવાની ઈચ્છા થાય તો લગ્ન કરી લેવું. પછી એક જ છોકરો નક્કી કરવો. એક નક્કી થયેલો હોવો જોઈએ. નહીં તો એવો ગુનો નહીં કરવો જોઈએ, જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી આપણે છોકરાઓ જોડે ફરવું નહીં જોઈએ.

પ્રશ્નકર્તા: અહીંયા તો એવું છે કે છોકરા-છોકરીઓ ચૌદ વર્ષના થાય એટલે પછી બહાર જાય ફરવા. પછી છે તો મેળ પડે. એમાંથી આગળ પણ વધે. એમાં પછી કોઈને કંઈક બગડી જાય, એકબીજાને મેળ ના પડે તો પાછા બીજા છોકરા જોડે ફરે. પછી એની જોડે ના પડે તો ત્રીજા, એમ કરતું ચક્કર ચાલે અને એક સાથે બે-બે, ચાર-ચાર જણાં જોડેય ફરે.

દાદાશ્રી: ધેટ ઈઝ અ વાઈલ્ડનેસ, વાઈલ્ડ લાઈફ!

પ્રશ્નકર્તા: તો શું કરવું એ લોકોએ?

દાદાશ્રી: એક છોકરાને સિન્સિયર રહેવું જોઈએ અને છોકરો આપણને સિન્સિયર રહે, એવી લાઈફ હોવી જોઈએ. ઈન્સિન્સિયરલી લાઈફ એ રોંગ લાઈફ છે.

પ્રશ્નકર્તા: હવે એમાં થાય એવું કે સિન્સિયર કેમનો રહે? એક છોકરા જોડે ફરતા હોય, પછી પાછું એમાંથી ઈન્સિન્સિયર છોકરો થઈ જાય કે છોકરી થઈ જાય.

દાદાશ્રી: તો ફરવાનું જ બંધ કરી દેવું જોઈએ ને? લગ્ન જ કરવું જોઈએ. આફ્ટર ઓલ વી આર ઈન્ડીયન. નોટ વાઈલ્ડ લાઈફ.

આપણે લગ્ન કર્યા પછી આખી જિંદગી સાથે સિન્સિયરલી રહીએ છીએ બેઉ સાથે. એટલે જો સિન્સિયરલી રહેવું હોય તો પહેલેથી બીજા માણસની ફ્રેન્ડશિપ નહીં હોવી જોઈએ. બહુ કડક રહેવું જોઈએ. એમાં કોઈ છોકરા સાથે ફરવું નહીં જોઈએ અને ફરવું હોય તો એક છોકરો નક્કી કરો કે ભઈ આની સાથે લગ્ન કરીશ. મા-બાપને કહી દેવું કે હું લગ્ન કરીશ તો આની જોડે જ કરીશ, મારે બીજાની જોડે કરવું નથી. ઈનસિન્સિયર લાઈફ ઈઝ વાઈલ્ડ લાઈફ.

×
Share on