Related Questions

શું મારે છુટાછેડા (ડિવોર્સ) લેવા જોઈએ?

આજના કાળમાં છુટાછેડાનું ચલણ પ્રચલિત થઈ રહ્યું છે અને આના સંદર્ભમાં તમને પણ એક વાર એવો વિચાર આવતો હશે કે, ‘શું મારે છુટાછેડા લેવા જોઈએ?’ “શું છુટાછેડા” એ મનની શાંતિ પાછી મેળવવા માટેની ચાવી છે? વાસ્તવિકતામાં એવું બને છે કે જયારે પણ કોઈ પતિ-પત્ની એક જ કલાક માટે જો એકબીજા સાથે ઝઘડ્યા હોય, તો પણ ડિવોર્સ માટે વિચારવાનું શરુ કરી દે છે. સમય જતા જેમ ઘર્ષણ વધે છે તેમ ડિવોર્સ લેવાનો તેઓનો આ વિચાર વધુ તીવ્ર થાય છે અને એક બીજમાંથી મોટું વૃક્ષ બની ઉભું રહે છે.

યોગ્ય સમજણ

તમારા જીવનસાથી કારણે સંબંધમાં તિરાડ પડતી હોય તો એમાં સાંધો જોડાવી આપવાની જવાબદારી તમારી છે, તો જ તમારું લગ્નજીવન ટકી રહેશે, નહિ તો પછી તૂટી જશે. પરમ પૂજ્ય દાદાશ્રી નીચે દર્શાવેલ મુજબ વધુ સમજાવતા કહે છે:

દાદાશ્રી: જો પતિ-પત્નીના સંબંધમાં કંઈ મેળ પડે એવી કોઈ શક્યતા ના હોય, તો અલગ થઈ જવું સારું. એડજસ્ટેબલ ના હોય તો અલગ થઈ જવું સારું. અને નહીં તો અમે એક વસ્તુ કહીએ કે 'એડજસ્ટ એવરીવ્હેર'. તમારા બન્ને વચ્ચે, ”તમે આવા છો!” અનેતું આવી છો!” કહી ને, જે મેળ નથી પડતો એના ગુણાકાર વધારશો નહી.

પ્રશ્નકર્તા: આ અમેરિકામાં જયારે દંપતીમાં મેળ ના પડે અને ડિવોર્સ લે છે, શું એ ખરાબ કહેવાય?

દાદાશ્રી: ડિવોર્સ લેવાનો અર્થ જ શું છે તે! આ કંઈ કપ-રકાબીઓ છે? જયારે આ કપ-રકાબીઓ અલગ–અલગ વહેંચાય નહીં, તો આ પુરષ અને સ્ત્રીનો તો ડિવોર્સ કરાતો હશે? એક સમય એવો હતો જ્યારે એક પત્નીવ્રત ને એક પતિવ્રતના નિયમો હતા. પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રીને જોઈશ નહીં એવું કહે, એવાં વિચારો હતા. ત્યાં ડિવોર્સના વિચારો શોભે? ગમે છે તમને ડિવોર્સ?

બીજાને પ્રાપ્ત થયેલા અનુભવો ઉપરથી શીખ મેળવો

લગ્નજીવનને કેવી રીતે ટકાવી રાખવું એ શીખવું હોય, તો ઉત્તમ ઉપાય એ રહેશે કે એવા લોકોના અનુભવો સાંભળવા જેઓ લાંબા સમયથી લગ્નજીવન નીભાવી રહ્યા છે. અહીં નીચે એવા જ એક બેનનો અનુભવ દર્શાવવામાં આવ્યો છે, જે એંશી વર્ષથી લગ્નજીવન નભાવતા હતા. એમનું લગ્નજીવન આટલું લાંબુ કેવી રીતે ટક્યું હશે, ચાલુ જાણીએ...

આપણા સંસ્કાર છે આ તો. લઢતા લઢતા એંસી વર્ષ થાય બેઉને, તો ય પણ મરી ગયા પછી તેરમાને દા'ડે સરવણી કરે. સરવણીમાં કાકાને આ ભાવતું હતું, તે ભાવતું હતું, બધું મુંબઈથી મંગાવીને મૂકે. ત્યારે એક છોકરો હતોને, તે એંસી વર્ષના કાકીને કહે છે, 'માજી, આ કાકાએ તો તમને છ મહિના ઉપર પાડી નાખ્યા હતા. તો તમે તે ઘડીએ અવળું બોલતા હતા કાકાનું.' 'તો ય પણ આવા ધણી ફરી નહીં મળે' કહે છે. એવું કહે એ ડોસીમા. આખી જિંદગીના અનુભવમાં ખોળી કાઢે કે પણ અંદરખાને બહુ સારા હતા. આ પ્રકૃતિ વાંકી હતી પણ અંદરખાને....

લોક આપણી નોંધ કરે એવું જીવન હોવું જોઈએ આપણું. આપણે સ્ત્રીને નભાવીએ અને સ્ત્રી આપણને નભાવે, એમ કરતાં કરતાં એંસી વર્ષ સુધી ચાલે. 

પરમ પૂજ્ય દાદાશ્રીએ કહ્યું છે કે, “અરે,છૂટાછેડા લેનારાને હું કલાકમાં સમો કરી આપું પાછો! છૂટાછેડા લેવાના હોય ને, તેને મારી પાસે લાવે તો હું એક જ કલાકમાં સમા કરી આપું.” એટલે પાછાં એ બેઉ જણા ભેગા જ રહે. અણસમજણની ભડક છે ખાલી. ઘણાં છૂટા પડી ગયેલા રાગે પડી ગયા આમાં. ”આજે પણ આ શક્ય છે! ઘણા દંપતી આજે સુખેથી જીવે છે અને પૂજ્ય દીપકભાઈને મળ્યા પછી તમે પણ એમાંના એક બની શકો છો.

×
Share on