Related Questions

છૂટાછેડા શાં કારણે થાય છે?

મતભેદ ગમે છે ? મતભેદ થાય ત્યારે ઝઘડા થાય, ચિંતા થાય. તો મનભેદમાં શું થાય ? મનભેદ થાય તો, 'ડિવોર્સ' લે અને તનભેદ થાય ત્યારે નનામી નીકળે !

પ્રશ્નકર્તા : વ્યવહારિક બાબતમાં મતભેદ હોય એ વિચારભેદ કહેવાય કે મતભેદ કહેવાય ?

દાદાશ્રી : એ મતભેદ કહેવાય. આ જ્ઞાન લીધું હોય તેને વિચારભેદ કહેવાય, નહીં તો મતભેદ કહેવાય. મતભેદથી તો ઝાટકો વાગે !

પ્રશ્નકર્તા : મતભેદ ઓછો રહે તો એ સારું ને ?

દાદાશ્રી : માણસને મતભેદ તો હોવા જ ન જોઈએ. જો મતભેદ છે તો એ માણસાઈ જ ના કહેવાય. કારણ કે મતભેદથી તો કોઈ ફેરો મનભેદ થઈ જાય. મતભેદમાં મનભેદ થઈ જાય એટલે 'તું આમ છે ને તું તારે ઘેર જતી રહે' એમ ચાલે. આમાં પછી મજા ના રહે. જેમ તેમ નભાવી લેવું

×
Share on
Copy