અક્રમ વિજ્ઞાન એક વ્યવહાર ઉપયોગી, આધ્યાત્મિક વિજ્ઞાન અને મોક્ષ(મુક્તિ) માટેનો 'શોર્ટ કટ' માર્ગ છે.
વધુ વાંચો“જો પોતે પોતાના સ્વરુપને જાણે તો પોતે જ પરમાત્મા છે.”
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે અક્રમ વિજ્ઞાનનું આધ્યાત્મિક વિજ્ઞાન - પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા દર્શાવેલ આત્મજ્ઞાન પ્રાપ્તિનું વિજ્ઞાન.
વધુ વાંચોઅમદાવાદથી આશરે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું સીમંધર સીટી, આધ્યાત્મિક પ્રગતિ માટેનું સ્થળ છે. એ "સ્વચ્છ, હરિયાળી અને પવિત્ર સીટી" તરીકે પણ ઓળખાય છે.
વધુ વાંચોઅક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન, દ્વારા પ્રેરિત એક અજોડ નિષ્પક્ષપાતી ત્રિમંદિર...
પ્રયાણ, 'અહિંસા પરમોધર્મ' પ્રતિ
પ્રશ્નકર્તા : 'અહિંસાના માર્ગે ધાર્મિક, આધ્યાત્મિક ઉન્નતિ' એ વિષય પર સમજૂતી આપશો.
દાદાશ્રી : અહિંસા એ જ ધર્મ છે અને અહિંસા એ જ અધ્યાત્મની ઉન્નતિ છે. પણ અહિંસા એટલે મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય એ જાણપણામાં રહેવું જોઈએ, શ્રદ્ધાપણામાં રહેવું જોઈએ, તો એ બની શકે.
પ્રશ્નકર્તા : 'અહિંસા પરમોધર્મ' એ મંત્ર જીવનમાં કેવી રીતે કામ લાગે ?
દાદાશ્રી : એ તો સવારના પહોરમાં બહાર નીકળતી વખતે 'મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો' એવી પાંચ વખત ભાવના કરી અને પછી નીકળવું. પછી કોઈને દુઃખ થઈ ગયું હોય, તે નોંધમાં રાખીને એનો પશ્ચાત્તાપ કરવો.
પ્રશ્નકર્તા : કોઈને પણ દુઃખ ના આપવું એવું જીવન આ કાળમાં કેવી રીતે જીવાય ?
દાદાશ્રી : એવો તમારે ભાવ જ રાખવાનો છે અને એવું સાચવવું. ના સચવાય તેનો પશ્ચાત્તાપ કરવો.
પ્રશ્નકર્તા : આપણી આજુબાજુ સંકળાયેલા જીવોમાંથી કોઈ જીવને દુઃખ ના થાય એવું જીવન શક્ય છે ખરું ? આપણી આજુબાજુમાં દરેક જીવને દરેક સંજોગમાં સંતોષ આપી શકાય ?
દાદાશ્રી : જેને એવું આપવાની ઈચ્છા છે તે બધું કરી શકે છે. એક અવતારમાં સિદ્ધ નહીં થાય તો બે-ત્રણ અવતારમાંય સિદ્ધ થશે જ ! તમારો ધ્યેય નક્કી હોવો જોઈએ, લક્ષ જ હોવું જોઈએ, તો સિદ્ધ થયા વગર રહેતું જ નથી.
Q. અહિંસાનું પાલન કેવી રીતે કરવું?
A. પ્રશ્નકર્તા : એ અહિંસા પાળવાનો ઉપાય બતાવો. દાદાશ્રી : એક તો, જે જીવ આપણાથી ત્રાસ પામે તેને દુઃખ નહીં આપવું, તેને ત્રાસ નહીં આપવો. અને ઘઉં છે, બાજરી છે,...Read More
Q. જીવોને અભયદાનનું આટલું બધું મહત્વ કેમ આપ્યું છે?
A. પ્રશ્નકર્તા : તો જૈનધર્મમાં અભયદાનને આટલું બધું મહત્વ કેમ આપ્યું ? દાદાશ્રી : અભયદાનને તો બધા લોકોએ મહત્વ આપ્યું છે. અભયદાન તો મુખ્ય વસ્તુ છે. અભયદાન એટલે...Read More
A. આપણે મનમાં હિંસકભાવ નહીં રાખવો. 'મારે કોઈની અહિંસા કરવી નથી' એવો ભાવ જ સજ્જડ રાખવો અને સવારના પહોરમાં બોલવું જોઈએ કે, 'મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિત્માત્ર...Read More
A. પ્રશ્નકર્તા : કેટલાંક લોકો તો એવી દલીલ કરે છે કે ઈંડાં બે પ્રકારનાં હોય છે, એક જીવવાળા અને બીજાં નિર્જીવવાળા. તો એ ખવાય કે નહીં ? દાદાશ્રી : ફોરેનમાં એ...Read More
Q. દૂધ વેજીટેરિયન છે કે નોન વેજીટેરિયન?
A. પ્રશ્નકર્તા : જેવી રીતે વેજીટેરિયન ઈંડું ખવાય નહીં, એવી રીતે ગાયનું દૂધ પણ ના ખવાય. દાદાશ્રી : ઈંડુ ખવાય નહીં. પણ ગાયનું દૂધ સારી રીતે ખવાય. ગાયના દૂધનું...Read More
Q. શું માંસાહાર આધ્યાત્મિક જાગૃતિ ને અસર કરે છે?
A. પ્રશ્નકર્તા : એટલે અન્નની અસર મન પર પડે છે, એ પણ નિશ્ચિત છે ? દાદાશ્રી : બધું આ ખોરાકની જ અસર છે. આ ખોરાક ખાય છે, તે પેટની મહીં એની બ્રાન્ડી થઈ જાય છે અને...Read More
A. જ્યાં ક્રોધ-માન-માયા-લોભ છે એ આત્મહિંસા છે અને પેલી જીવડાંની અહિંસા છે. ભાવિંહસાનો અર્થ શો ? તારી જાતની જે અહિંસા થાય છે, આ ક્રોધ-માન-માયા-લોભ એ તારી જાતને...Read More
Q. ભાવ હિંસા કેવી રીતે અટકાવવી? ભાવ મરણ નો અર્થ શું છે?
A. આખા જગતનાં લોકોને રૌદ્રધ્યાન ને આર્તધ્યાન તો એની મેળે થયા જ કરે. એના માટે કશું કરવાનું જ નહીં. એટલે આ જગતમાં મોટામાં મોટી અહિંસા કઈ ? આર્તધ્યાન ને...Read More
Q. શું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કોઈ અહિંસક બની શકે?
A. હવે આ રોડ ઉપર ચંદ્રમાનું અજવાળું હોય તો પેલી આગળની લાઈટ ના હોય, તો ગાડી ચલાવે કે ના ચલાવે લોકો ? પ્રશ્નકર્તા : ચલાવે. દાદાશ્રી : તો એને કશી શંકા ના પડે....Read More
subscribe your email for our latest news and events