• question-circle
  • quote-line-wt

અહિંસા

“અહિંસા પરમોધર્મ“

સાચા ધર્મની પારાશીશી શું? ધર્મ અહિંસા તરફ કેટલો આગળ વધ્યો છે તે. કોઈ પણ જીવને મારવાથી લઈને સહેજ પણ દુઃખ આપવું એ બધું જ હિંસા છે. આપણા મન, વાણી કે વર્તનથી કોઈ પણ જીવને કિંચિત્‌માત્ર દુઃખ ના હો એ જ સાચી અહિંસા છે!

કીડી, મચ્છર, વાંદા જેવા નાના જીવોથી લઈને સાપ, ગરોળી જેવા મોટા જીવોને મારવા, પશુઓનો શિકાર કરવો, પ્રાણીઓની બલિ ચડાવવી, માંસાહાર કે ઈંડાં માટે પશુ-પક્ષીઓની કતલ કરવી, ખેતીવાડીમાં જીવજંતુનો નાશ કરવો એ બધું સ્થૂળ હિંસા છે. તેમાંય મનુષ્યની હત્યા અને ગર્ભપાત એ તો ભારે હિંસા છે. જ્યારે ક્રોધ, માન, માયા, લોભ જેવા કષાયોથી પ્રેરાઈને કોઈ પણ જીવને માનસિક દુઃખ આપવું એ સૂક્ષ્મ હિંસા છે, જે વાસ્તવમાં મોટામાં મોટી હિંસા છે. સ્થૂળ હિંસાને સમજીને તેનું પાલન કરનારા ઘણા છે, પણ સૂક્ષ્મ હિંસા સમજવી અઘરી છે.

આખું જગત એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવોનો સમુદ્ર છે. શ્વાસ લેવામાં, હલનચલન કરવામાં અને રોજિંદી ક્રિયાઓ કરવામાં જલકાય, વાયુકાય અને તેઉકાય જેવા એકેન્દ્રિય જીવોની હિંસા થાય છે. તો આ હિંસાના સમુદ્રમાં સંપૂર્ણપણે અહિંસક રીતે કઈ રીતે વર્તવું? જેમ જેમ યથાર્થ અહિંસા એટલે શું? અહિંસાના લાભ શું છે? હિંસા કઈ કઈ કરી રીતે થાય છે? હિંસાના જોખમો શું છે? સાચી અહિંસા કઈ રીતે પળાય? વગેરે સમજાય તો અહિંસાનું પાલન સરળ બને છે. છેવટે, જ્યારે પોતાને આત્મસ્વરૂપનું ભાન થાય અને પોતે આત્મસ્વરૂપમાં સ્થિર થાય, ત્યારે જ સંપૂર્ણ અહિંસક થવાય છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન, જે પોતે હિંસાને ઓળંગીને સંપૂર્ણ અહિંસક પદમાં બેઠા છે, તે આપણને હિંસાનું યથાર્થ સ્વરૂપ સમજાવે છે. તેઓશ્રી થકી આપણને સ્થૂળ અહિંસાથી લઈને સૂક્ષ્મ અહિંસાનું પાલન કઈ રીતે શક્ય બને તેની સમજણ અહીં પ્રદાન થાય છે.

 

હિંસા સામે જાગૃતિ

આપણું બ્રહ્માંડ એકેન્દ્રિય જીવ થી પંચેન્દ્રિય જીવ નું બનેલું છે. જાણતા કે અજાણતા આપણાથી કેટલાક જીવોની હિંસા થઇ જતી હોય છે. ભાવમાં રાખવાનું કે આપણા નિમિત્તે કોઈપણ જીવની હિંસા ના થવી જોઈએ અને થાય તો એના પ્રતિક્રમણ કરવા જોઈએ.

play
previous
next

Top Questions & Answers

  1. Q. અહિંસાનું પાલન કઈ રીતે કરવું?

    A. અહિંસાનું પાલન કરવા માટે સૌથી પહેલા હિંસા એટલે શું એ જાણવું પડે. હિંસા કઈ રીતે નુકસાન કરે છે? અને... Read More

  2. Q. હિંસાના જોખમો કયાં કયાં છે?

    A. પરમ પૂજ્ય દાદા ભગવાન કુદરતનો સિદ્ધાંત સમજાવતા કહે છે કે, “જે જીવ તમે બનાવી શકો છો, તેને મારવાનો... Read More

  3. Q. અહિંસાથી થતા ફાયદા કયા કયા છે?

    A. જે અહિંસક હોય તેની બુદ્ધિનો પ્રકાશ બહુ વધે. કોઈ પણ જીવને દુઃખ ના આપે, તો તેના પરિણામે બુદ્ધિ સમ્યક્... Read More

  4. Q. મનુષ્યો અને પ્રાણીઓની હિંસા કઈ કઈ રીતે થાય છે?

    A. નિગોદમાંથી એકેન્દ્રિયમાં આવેલો જીવ કરોડો, અબજો અવતારના ડેવલપમેન્ટ પછી, અસંખ્ય યોનિઓમાં ભ્રમણ કરીને... Read More

  5. Q. શું માંસાહાર કરવો જોઈએ?

    A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, અહિંસાના પાલન માટે સ્વાદની ઇન્દ્રિય, એટલે કે જીભનો કંટ્રોલ બહુ... Read More

  6. Q. ઈંડાં શાકાહારી છે કે માંસાહારી?

    A. સામાન્ય રીતે માંસાહાર ન કરતા લોકોને પણ ઈંડાં ખાવામાં જોખમ નથી લાગતું. ઘણી બેકરીની વાનગીઓ જેવા કે,... Read More

  7. Q. જીવજંતુઓને મારવાથી થતી હિંસા કઈ રીતે અટકાવવી?

    A. સામાન્ય રીતે ઘરમાં મચ્છર, માખી, કીડીઓ, માકણ, વાંદા કે ગરોળી દેખાય એટલે આપણે તરત ભય કે ચીડથી તેમને... Read More

  8. Q. ખેતીવાડીમાં હિંસા થાય ત્યારે શું કરવું?

    A. ખેતીવાડી કરવામાં ખેડૂતોને જાણ્યે અજાણ્યે હિંસાનો અપરાધ કરવો પડે છે. જમીન ખેડવામાં નાની જીવાતોથી... Read More

  9. Q. મોટામાં મોટી હિંસા કઈ છે અને તેમાંથી શી રીતે છૂટી શકાય?

    A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, આ જગતમાં મોટામાં મોટી હિંસા કષાયથી એટલે કે, ક્રોધ-માન-માયા-લોભથી... Read More

Spiritual Quotes

  1. હિંસાની સામે અહિંસા રાખો. સામો માણસ હિંસાનું હથિયાર વાપરે તો આપણે અહિંસાનું હથિયાર વાપરો, તો સુખ આવશે. નહીં તો હિંસાથી હિંસા કોઈ દહાડો બંધ થવાની નથી. અહિંસાથી હિંસા બંધ થશે.
  2. આમ તો લોકો ભગવાનનું નામ દે છે અને જેમાં ભગવાન રહ્યાં છે એને માર માર કરે છે.
  3. કોઈને માનસિક દુઃખ આપવું, કોઈને છેતરવું, વિશ્વાસઘાત કરવો, ચોરી કરવી એ બધું રૌદ્રધ્યાનમાં જાય છે ને રૌદ્રધ્યાનનું ફળ નર્કગતિ છે.
  4. અહિંસા એટલે કોઈના માટે ખરાબ વિચાર પણ ના આવે. એનું નામ અહિંસા કહેવાય. દુશ્મનને માટે પણ ખરાબ વિચાર ના આવે. દુશ્મનને માટે પણ કેમ એનું કલ્યાણ થાય એવો વિચાર આવે.
  5. એટલે ભગવાને તો શું કહ્યું હતું કે પહેલું, પોતાના કષાય ન થાય એવું કરજે. કારણ કે આ કષાય એ મોટામાં મોટી હિંસા છે. એ આત્મહિંસા કહેવાય છે, ભાવહિંસા કહેવાય છે.
  6. મનુષ્યો જોડે કષાયો કરવા એના જેવી મોટામાં મોટી હિંસા આ જગતમાં કોઈ નથી. એવો એક ખોળી લાવો કે જે ના કરતો હોય, ઘરમાં કષાય ના કરે, હિંસાઓ ના કરે એવો. આખો દહાડો કષાયો કરવા ને પછી અમે અહિંસક છીએ એમ કહેવડાવવું એ ભયંકર ગુનો છે..
  7. કોઈએ નક્કી કર્યું હોય કે 'મારે નથી જ મારવા', તો એને ભાગે કોઈ મરવા નહીં આવે.
  8. અભયદાન તો મોટામાં મોટું દાન છે.
  9. હિંસાના યથાર્થ સ્વરૂપનું દર્શન તો જે હિંસાને સંપૂર્ણ ઓળંગીને સંપૂર્ણ અહિંસક પદમાં બેઠા છે તે જ કરી-કરાવી શકે! 'પોતે' 'આત્મસ્વરૂપ'માં સ્થિત થાય ત્યારે એ એક જ એવું સ્થાન છે, જ્યાં સંપૂર્ણ અહિંસા વર્તાય! અને ત્યાં તો તીર્થંકરો અને જ્ઞાનીઓની જ વર્તના!!!
  10. આપણામાં ઊંચી અહિંસા હોય તો વાઘ એનો હિંસક ભાવ ભૂલી જાય.
  11. વીતરાગો શું કહે છે? હિંસા સામે અહિંસા રાખો, તો સુખ આવશે. હિંસાથી હિંસા કોઈ દહાડો બંધ થવાની નથી. અહિંસાથી હિંસા બંધ થશે.
  12. અહિંસા જેવું કોઈ બળ નથી અને હિંસા જેવી કોઈ નિર્બળતા નથી.
    આ દુનિયામાં નિર્બળ કોણ? અહંકારી. આ દુનિયામાં સબળ કોણ? નિર્‌અહંકારી.
  13. હિંસા કોની કરશો? જીવમાત્રમાં પરમાત્મા જ છે! કોને દુઃખ દેશો?
  14. મોટામાં મોટી હિંસા હોય આ જગતમાં તો કષાયથી!
  15. ભાવહિંસા એટલે શું? ક્રોધ-માન-માયા-લોભથી તારી 'જાતની' જે હિંસા થાય છે એટલે કે ક્રોધ-માન-માયા-લોભ તારી 'જાતને' જે બંધન કરાવડાવે છે, તે માટે તારી 'જાત'ની પહેલી દયા ખા! પહેલી પોતાની ભાવ-અહિંસા, પછી બીજાની.
  16. હિંસક ભાવ એટલે કંઈ પણ કિંચિત્‌માત્ર ને હિંસા અથવા કોઈનું નુકસાન કરવાનું, કોઈની પર ગુસ્સે થવાનું, દુઃખ દેવાનું, પીડા દેવાનું એવાં ભાવો, તે પહેલાં જવા જોઈએ.
  17. પોતાની વાતનું રક્ષણ કરવું તે જ મોટામાં મોટી હિંસા છે. પોતાની વાત સાચી જ છે, તેવું ઠસાવવા જાય તે જ હિંસા છે.
  18. વીતરાગો કહે છે કે હિંસાની સામે અહિંસાનું હથિયાર વાપરો. હિંસાને હિંસાથી ના જિતાય. એ તો અહિંસાથી જ જિતાય.
  19. અહિંસા તો બહુ ઊંચી વસ્તુ છે. અહિંસામાં અબ્રહ્મચર્ય ના હોય. અહિંસામાં પરિગ્રહ ના હોય. અહિંસામાં અસત્ય ના હોય. અહિંસામાં ચોરી પણ ના હોય.
  20. અહિંસા તો કોનું નામ કહેવાય, કે પૂરી શક્તિ હોય, છતાં એને કોઈ કશું કરે, તો ય એ સામું કશું જ ના કરે!
  21. અહિંસાના સામ્રાજ્ય વગર કોઈ દહાડો ય 'કેવળજ્ઞાન' થાય નહીં. અહિંસા વગર સંપૂર્ણ જાગૃતિ આવશે નહીં.
  22. અહિંસક ભાવવાળો તીર છતું મારે તો પેલાને લોહી ના નીકળે ને હિંસક ભાવવાળો ફૂલ નાખે તો ય પેલાને લોહી નીકળે. તીર ને ફૂલ એટલાં 'ઇફેક્ટિવ' નથી જેટલા હિંસક ભાવો છે!

Related Books

×
Share on