• question-circle
  • quote-line-wt

સુખી લગ્નજીવન

લોકો લગ્ન શા માટે કરે છે? કારણ કે તેઓ એવા જીવનસાથીની શોધમાં હોય છે કે જે તેમના જીવનને પ્રેમ અને ખુશીઓથી ભરી શકે.

જો કે, સુખી લગ્નજીવન જીવવા માટે તમારે તમારા જીવનસાથીને જેવા છે એવા જ એમને સ્વીકારવા આવશ્યક છે. દરેક વ્યક્તિની માન્યતાઓ, વિચારસરણી, અભિપ્રાય અને દૃષ્ટિકોણ જુદા જ હોય. માટે, કોઈ પણ બે વ્યક્તિ એકસરખું ના વિચારે એ સ્વાભાવિક છે. તેથી જ, આપણે એવું કહી શકીએ કે લગ્ન એ બે જુદી જુદી માન્યતાઓ અને વિચારધારાનું મિલન છે. અલગ વિચારો હોવાના કારણે પતિ-પત્ની જીવનની જુદી-જુદી બાબતોમાં એકમત નથી હોતા. આ મતભેદને કારણે જ લગ્નજીવનમાં ક્લેશ થાય છે, જે છેવટે દુ:ખી લગ્નજીવનમાં પરિણમે છે.

શું આવા મતભેદો સાથે પણ સુખી લગ્નજીવન શક્ય છે? લગ્નજીવનની મુશ્કેલીઓનો ઉકેલ લાવીને સુમેળ કેવી રીતે સાધી શકાય? જીવનસાથીની ભૂલો એમને બતાવી શકાય ખરી? કે પછી મૌન રહેવું એ જ ઉપાય છે?

પરમ પૂજ્ય દાદા ભગવાને આવા અનેક પ્રશ્નોના સમાધાન આપ્યા છે તથા લગ્નજીવન સફળ બનાવવા માટે વ્યવહારિક ઉપાયો ખુલ્લા કર્યા છે, જેનાથી લગ્નજીવનમાં કોઈ પણ પ્રકારના ક્લેશનો ઉકેલ લાવી શકાય. તેઓશ્રીએ આપેલા ઉપાયોથી, તેમણે તેમના પત્ની સાથે ક્યારેય પણ મતભેદ થવા દીધો નહતો.

તેઓશ્રીએ એ જ સફળ લગ્નજીવન માટેની ચાવીઓ અને સરળ ઉપાયો અહીં ખુલ્લા કર્યા છે, જેનાથી લગ્નજીવનના મતભેદો અને ડિવોર્સ ટાળીને લગ્નજીવન નિભાવી શકાય. તેઓશ્રીએ પરણેલાઓ પણ શાશ્વત સુખ અને આનંદનો અનુભવ કરી શકે તે માટે અક્રમ વિજ્ઞાનનો માર્ગ ખુલ્લો કર્યો છે.

સુખી લગ્નજીવન જીવવાની રીત ઊંડાણમાં જાણવા માટે, આગળ વાંચો...

શું સુખી લગ્નજીવન શક્ય છે?

શું સુખી લગ્નજીવન શક્ય છે ? આવો જાણીએ પરિણીતોનું વિવાહિત જીવન પર શું કહેવું છે.

play
previous
next

Top Questions & Answers

  1. Q. લગ્નજીવનને સુખી કેવી રીતે બનાવવું?

    A. પરમ પૂજ્ય દાદાશ્રી અને હીરાબાનું લગ્નજીવન એકદમ શાંતિપૂર્ણ, પરસ્પર આદર અને વિનયવાળું હતું. એમના... Read More

  2. Q. લગ્નજીવનમાં સમસ્યા થવા પાછળ શું કારણ છે ?

    A. જ્યારે તમારા લગ્ન થાય છે ત્યારે આદર્શ લગ્નજીવન વિશે તમારા મનમાં, “મારું લગ્નજીવન આવું હશે ને... Read More

  3. Q. લગ્નજીવનમાં સમસ્યા કેવી રીતે ઉકેલવી?

    A. લોકોને ઘરમાં પોતાના પાર્ટનર સાથે મતભેદ થાય ત્યારે સમાધાન કરતા આવડે નહીં અને ગૂંચાયા કરે. એના... Read More

  4. Q. તમારા જીવનસાથી સાથેનો વ્યવહાર ઉકેલવાની કળા માટેના સુત્રો

    A. ઘણીવાર આપણા દૈનિક જીવનમાં, આપણે વ્યવસાયિક ક્ષેત્રમાં લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી અને આપણી... Read More

  5. Q. ક્રોધિત પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો

    A. લગ્નજીવનમાં, વહેલા કે મોડા, એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે કે જ્યારે તમને તમારી પત્નીના ક્રોધનો સામનો... Read More

  6. Q. પત્ની કચકચ કરે ત્યારે કેવી રીતે વર્તવું ?

    A. લગ્નજીવનમાં પતિ/પત્નીની એકબીજા સાથે થતી કચકચની ફરિયાદ એ ખૂબ જ સામાન્ય છે. ખાસ કરીને, પતિની એવી... Read More

  7. Q. લગ્નજીવનમાં નાણાંકીય પ્રશ્નો કેમ ટાળવા?

    A. તમે પોતાની જાતને કે તમારા જીવનસાથીને નાણાંકીય મુશ્કેલીમાં ના મૂકી દો, એ બાબત વિશે તમારે ખાસ જાગૃત... Read More

  8. Q. લગ્નવિચ્છેદ (છૂટાછેડા) થવાના કારણો શું છે?

    A. આપણા રોજિંદા જીવનમાં મતભેદો થતા હોય છે. કઈ વ્યક્તિના કેવા સંજોગો છે, તેના આધારે મૂળ અભિપ્રાયરૂપી... Read More

  9. Q. શું મારે છૂટાછેડા (ડિવોર્સ) લેવા જોઈએ?

    A. આજના કાળમાં છૂટાછેડાનું ચલણ પ્રચલિત થઈ રહ્યું છે અને આના સંદર્ભમાં તમને પણ એકવાર એવો વિચાર આવતો હશે... Read More

  10. Q. શું લગ્નજીવનમાં પતિ/પત્નીના દોષ જોવા યોગ્ય છે?

    A. તમને તમારા જીવનસાથીની ભૂલો દર્શાવવાની ઈચ્છા કેટલી વાર થઈ હશે? અથવા તો તમારી સાથે પણ સામા પક્ષ તરફથી... Read More

  11. Q. સંબંધિક સમસ્યાઓને ભૂંસવાનું રબર

    A. આપણે ઘણી વખત આપણા જીવનસાથી સાથે થતા વર્તનમાં તેમને જાણ્યે-અજાણ્યે દુઃખ આપી દેતા હોઈએ છીએ. આપણી... Read More

  12. Q. શું મારે પરણી જવું કે ડેટ પર જવું?

    A. જેવી લગ્નની ઉંમર થાય કે લોકોને મનમાં ઘણા બધા પ્રશ્નો અને મૂંઝવણો ઊભી થાય છે કે, પરણી જવું સારું કે... Read More

  13. Q. જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી?

    A. “જીવનસાથીની પસંદગી” એ બાબત ખરેખર ઘણાના જીવનમાં અઘરો પ્રશ્ન બની જાય છે. જેવી લગ્ન કરવાની ઉંમર થાય છે... Read More

Spiritual Quotes

  1. હું મારા મતને જ કાઢી નાખું તો મતભેદ નહીં પડે.
  2. ધણીપણું અને ધણિયાણી' એ શબ્દોમાં જ એટલી ગાઢ આસક્તિ છે ને 'કમ્પેનિયન' કહે તો આસક્તિ ઓછી થઈ જાય.
  3. જ્યાં બહુ પ્રેમ આવે ત્યાં જ અણગમો થાય એ માનવ સ્વભાવ છે.
  4. તમે કોઈને દુઃખ આપશો તો દુઃખ તમારે માટે આખી જિંદગીનું આવશે, એક જ કલાક દુઃખ આપો તો તેનું ફળ આખી જિંદગી મળશે.
  5. ધણી તો કેવો હોય? કોઈ દહાડો સ્ત્રીને, છોકરાંને હરકત ન પડવા દે એવો હોય. સ્ત્રી કેવી હોય ? કોઈ દહાડો ધણીને હરકત ના પડવા દે, એના જ વિચારમાં જીવતી હોય.
  6. તમારો ક્લેશ હોયને, તો છોકરાના જીવન પર અસર પડે. કુમળાં છોકરાં, એની પર અસર થાય બધી. એટલે ક્લેશ જવો જોઈએ. ક્લેશ જાય ત્યારે ઘરનાં છોકરાં ય સારા થાય. આ તો છોકરાં બધાં બગડી ગયા છે !
  7. અણહક્કના વિષય જેણે ભોગવ્યા તેને તો ભયંકર યાતનાઓ ભોગવવી પડે.
  8. આ કાળમાં એક પત્નીવ્રતને અમે બ્રહ્મચર્ય કહીએ છીએ અને તીર્થંકર ભગવાનના વખતમાં જે બ્રહ્મચર્યનું ફળ મળતું હતું તે જ ફળ પામશે.
  9. 'જ્ઞાની પુરુષ' આ સંસાર જાળમાંથી છૂટવાનો રસ્તો દેખાડે, મોક્ષનો માર્ગ દેખાડે અને રસ્તા ઉપર ચઢાવી દે અને આપણને લાગે કે આપણે આ ઉપાધિમાંથી છૂટ્યા ! 
  10. ધણી થવામાં વાંધો નથી, પણ ધણીપણું બજાવવામાં વાંધો છે.
  11. એક પત્નીવ્રતનો કાયદો હોય એ ‘લિમિટ’વાળું કહેવાય. એ ઊર્ધ્વગતિમાં લઈ જાય. મોક્ષે જવાની ‘લિમિટ’ કઈ ? ‘એક પત્નીવ્રત.’
  12. મિનિટે' ય ભાંજગડ ના પડે, એનું નામ ધણી. મિત્ર જોડે જેમ બગડવા નથી દેતા તેમ સાચવવું. મિત્ર જોડે ના સાચવે તો મિત્રતા તૂટી જાય.
  13. આમ ઘરમાં મતભેદ પડે તે કેમ ચાલે ? બઈ કહે કે 'હું તમારી છું' ને ધણી કહે કે  'હું તારો છું', પછી મતભેદ કેમ ?
  14. બાઈનો ધણી થતાં આવડ્યું ક્યારે કહેવાય ? કે બાઈ નિરંતર પૂજ્યતા અનુભવતી હોય !
  15. સંસારમાં બીજું કશું ના આવડે, તેનો વાંધો નથી. પણ 'એડજસ્ટ' થતાં તો આવડવું જ જોઈએ. સામો 'ડીસ્એડજસ્ટ' થયા કરે ને આપણે 'એડજસ્ટ' થયા કરીએ તો સંસારમાં તરી પાર ઊતરી જશો.
  16. મતભેદ થાય ત્યારે ઝઘડો થાય. મનભેદ થાય ત્યારે 'ડાયવોર્સ' થાય. તનભેદ થાય ત્યારે નનામી નીકળે. 
  17. ઘરમાં મોટા ભાગની વઢવાડો તે અત્યારે શંકાથી ઊભી થઈ જાય છે. શંકાથી સ્પંદનો ઊઠે ને એ સ્પંદનોના ભડકા જાગે. અને જો નિઃશંક થાય તો ભડકા એની મેળે શમી જાય. બેઉ જો શંકાવાળા થાય તો ભડકા શમે શી રીતે ? એકાદને નિઃશંક થયે જ છૂટકો !
  18. આ કાળના મનુષ્યોનું બ્રહ્મચર્ય પાળવાનું ગજું નથી. આ પૈણેલો શું કરે ? તેથી અમે કહીએ છીએ કે આ કાળમાં જે એક પત્નીવ્રત ધરાવશે તેનો મોક્ષ થશે એવી ‘ગેરેન્ટી’ આપીએ છીએ ! પણ અમારી પાસે આવીને વાતને સમજો.
  19. એક જ ફેર અવળો ધણી કે અવળી બૈરી મળે તો કેટલાંય અવતાર બગાડી નાખે !
  20. પૈણ્યો ત્યારથી વહુને સુધારવા ફરતો હોય, પણ મરે ત્યાં સુધી બેઉ ના સુધરે. એનાં કરતાં શાક સુધારત તો સુધારાઈ જાત. એટલે વહુને સુધારવી જ ના જોઈએ. એ આપણને સુધારે તો સારું, આપણે તો સુધારવું જ ના જોઈએ.
  21. ઘરમાં તો વ્યવહાર સારો જ રાખવો જોઈએ ને ! પોતાના ખેતરનો છોડવો ના વટાય એ આપણે ખ્યાલ રાખીએ છીએ ને ?!
  22. બીબી-છોકરાં એ તો આપણા આશ્રયે આવેલાં છે. જે આપણા આશ્રયે આવેલું હોય, તેને દુઃખ કેમ કરીને દેવાય? સામાનો વાંક હોય તો પણ આશ્રિતને આપણાથી દુઃખ ના દેવાય.

Related Books

×
Share on