Related Questions

શું પરિણીત લોકો આત્મજ્ઞાન જ્ઞાન પ્રાપ્ત કરી શકે?

તમે સાંભળ્યુ હશે કે મોક્ષ પ્રાપ્તિની અત્યંત તીવ્ર ઈચ્છાને પુરી કરવા, લોકો ઘર અને કુટુંબનો ત્યાગ કરી, જપ, તપની સાથે કઠોર તપનો અભ્યાસ કરે છે અને આ બધું આત્મ મુકિતના પંથ પર પર પ્રગતિ સાધવા માટે કરે છે.

જ્યારે બીજી બાજુ, મહાન પુરુષ જેવા કે, શ્રીમદ રાજચંદ્ર, ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુન અને ભગવાન રામે સંસારી જીવન જીવતા અને લગ્ન થયા હોવા છતાં આત્માનુભવ કર્યો હતો.

સંસારીક જીવનમાં પરિણિત હોવા છતાં આત્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? આધ્યાત્મિક વિજ્ઞાન સાથે.

 • આ એ જ આધ્યાત્મિક વિજ્ઞાન છે જે ભગવાન ઋષભદેવે ભરત ચક્રવર્તીને આપેલું. જેની મદદથી ભરત ચક્રવર્તી રાણીઓ અને ઈન્દ્રિય સુખો હોવા છતાં મોક્ષ પ્રાપ્ત કરી શક્યા.
 • ભગવાન કૃષ્ણએ પણ અર્જુનને આ જ આધ્યાત્મિક દ્ર્ષ્ટિ આપી હતી. જેના પરિણામે, મહાભારતનાં યુદ્ધમાં ભાગ લેવા છતાં, અર્જુન એ જ ભવે મોક્ષ પ્રાપ્ત કરેલો.
 • ભગવાન મહાવીર, એમના અંતિમ અવતારમાં પરિણીત હતા અને એમને પુત્રી હતી. તેમણે ત્રીસ વર્ષ સંસારી જીવન વીતાવ્યું હતું અને આ બધું હતું છતાં તેમણે સંપૂર્ણ મોક્ષ પ્રાપ્ત કરેલો.

શું આધ્યત્મિક જ્ઞાનના લીધે ખરેખર, તેઓ પરણેલા હોવા છતાં તેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યુ અને અંતે મોક્ષને પામ્યા?

હા! ખરેખર પત્ની, સંતાનો, સંપત્તિ અને ઈન્દ્રિય સુખો મોક્ષ પ્રાપ્તિ માટે બાધક નથી, માત્ર આત્માનું અજ્ઞાન જ બાધક છે.

જો કે, આ બધા મહાન પુરુષો જુદા જ કાળસમયમાં જન્મેલા, શું આ યુગમાં ત્યાગ અને સંસારી જીવનનો ત્યાગ કર્યા વિના આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું શક્ય છે?

તો ચાલો આપણે, જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાનના આધ્યાત્મિક સત્સંગમાંથી ટૂંકા સાર રૂપી અવતરણ વાંચીએ:

પ્રશ્નકર્તા : પણ આ સંસારમાં રહી આત્મજ્ઞાન આમ મળી જાય ?

દાદાશ્રી : હા, એવો રસ્તો છે. સંસારમાં રહીને એટલું જ નહીં, પણ આ વાઈફ સાથે રહીને આત્મજ્ઞાન મળે એવું છે. એકલું સંસારમાં રહેવાનું નહીં, પણ છોકરાં-છોકરીઓ પરણાવીને, બધું કામ કરીને આત્મજ્ઞાન થઈ શકે છે. હું સંસારમાં રહીને જ તમને એ કરી આપું છું. સંસારમાં એટલે, સિનેમા જોવા જજો એમ બધી તમને છૂટ આપું. છોકરાં પૈણાવજો, છોડી પૈણાવજો અને સારાં કપડાં પહેરીને પૈણાવજો. પછી એથી વધારે બીજી ગેરેન્ટી જોઈએ છે કશી ?

પ્રશ્નકર્તા : એવી બધી છૂટ હોય તો તો જરૂર રહી શકાય.

દાદાશ્રી : બધી છૂટ ! આ અપવાદ માર્ગ છે. તમારે કંઈ મહેનત કરવાની નહીં. તમને આત્મા ય તમારા હાથમાં આપી દઈશું, તે પછી આત્માની રમણતામાં રહો અને લિફટમાં બેસી રહો. બીજું તમારે કશું ય કરવાનું નહીં. પછી તમને કર્મ જ બંધાય નહીં. એક જ અવતારના કર્મ બંધાશે, તે પણ મારી આજ્ઞા પાળવા પૂરતાં જ. અમારી આજ્ઞામાં રહેવાનું એટલા માટે જ કે લિફટમાં બેસતી વખતે જો કદી આઘોપાછો હાથ કરે તો મુશ્કેલીમાં મૂકાઈ જાય ને !

Related Questions
 1. મારા જીવનનો ધ્યેય શું હોવો જોઈએ?
 2. મોક્ષ એટલે શું? શું હું તેના વિશે વધુ જાણી શકું?
 3. શું તમને તમારા ખરા સ્વરૂપ પર ક્યારેય શંકા પડી છે? ઓળખો તમારા સાચા સ્વરૂપને !
 4. તમે ખરેખર કોણ છો?
 5. ‘હું કોણ છું?’ અંગેની વૈજ્ઞાનિક સમજણ શું છે? પોતાના સ્વરૂપને ઓળખો.
 6. શું તમે આત્મજ્ઞાન વિશે જાણવા માંગો છો?
 7. આત્મજ્ઞાનનું મહત્વ શું છે? તે કેવી રીતે હીતકારી છે?
 8. શું પરિણીત લોકો આત્મજ્ઞાન જ્ઞાન પ્રાપ્ત કરી શકે?
 9. આધ્યાત્મિક જાગૃતિ પછી તમને શું અનુભવ થશે?
 10. અધ્યાત્મના પંથે કેવળજ્ઞાનની સ્થિતિ સાધવા વચ્ચે કયા મહત્વપૂર્ણ તબક્કા આવે છે?
 11. જગતનો ક્રીયેટર(બનાવનાર) કોણ છે? ‘કર્તા’ કોણ છે?
 12. શું ભગવાને જગત બનાવ્યું છે?
×
Share on
Copy